________________
રાજા અને પ્રજા
જે બ્રિટનના પ્રતિનિધિઓ અહીં રાજ્ય કરે છે. ત્યાંની પ્રજા કેવી છે એનો ખ્યાલ કરો. એ બહાદુર પ્રજા છે. પોતે જ પાર્લામેન્ટ અને તેના નોકરો દ્વારા પોતાનું રાજ્ય કરે છે.
જે ચક્રવર્તી રાજાની વફાદારીના સોગંદ આપણા રાજાઓ લે છે એ રાજાને પોતાના મુલકમાં ફરવા માટે પણ વડાપ્રધાનને એટલે કે પ્રજાના પ્રતિનિધિને પૂછવું પડે છે.
મારી તો રાજામહારાજાઓને અતિશય નમ્રતાપૂર્વક વિનંતી છે કે યોગ્ય અંકુશો સાથે રાજ્યવહીવટનો ભાર પ્રજાને માથે નાખી પોતે પ્રજાનો પ્રગતિમાર્ગ મોકળો કરી આપે.
પ્રજાના રક્ષક બની અને આગળ દોરે અને ખુદ શહેનશાહને પગલે ચાલી રાજાપ્રજા વચ્ચેની અથડામણના ભયમાંથી કાયમને માટે નીકળી જવાની રચના કરી નિર્ભય બની જાય.
૭૪
અસ્પૃશ્યતાનું કલંક
હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનું કલંક ધોઈ કાઢવા મહાત્માજીએ અનેક દુઃખ સહન કર્યાં. ઉપવાસ કરીને દેહ પાડવા સુધીની તૈયારી કરી. દેશના એક છેડાથી બીજા છેડા સુધી આખું વરસ પ્રવાસ ખેડીને, બધાને સમજાવવા અથાગ મહેનત ઉઠાવી. અખિલ ભારત હરિજન સેવક સંઘની સ્થાપના કરીને એકેએક પ્રાંતમાં, જિલ્લામાં, તાલુકામાં અને ગામમાં તેની શાખાઓ ઉંઘાડી.
કોઈનેય અછૂત ન ગણવાનો દરેક કિસાનનો ધર્મ છે. રાજસત્તાની લગામ પોતાના હાથમાં લેવાની ઇચ્છાવાળા કિસાને કોઈનેય પોતાથી હલકો કે અછૂત ન ગણવો. ઊંચનીચનો ભેદભાવ માનનારને રાજસત્તા મેળવવાનો અધિકાર જ નથી. જે બીજા ઉપર ચઢાઈ કરે છે, એના ખભા ઉપર ચડી બેસનાર આ જગતમાં કોઈ ને કોઈ મળી આવે છે. માટે આપણા આ સંગઠનમાં આભડછેટને જરા પણ અવકાશ ન હોવો જોઈએ.
૫