Book Title: Prekshadhyana Shwas Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004804/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૩ પ્રાધ્યાન શ્વાસ-પ્રેક્ષા LS19 હત AિTE ਰੂਪ ਪਦੋ rational Page #2 -------------------------------------------------------------------------- ________________ ૦ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા : ૩૦ પ્રેક્ષાધ્યાન : શ્વાસપેક્ષા D યુવાચાર્ય મહાપ્રજ્ઞ , છે slelor પ્રેક્ષાધ્યાન એકેડેમી સંચાલિત અનેકાન ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ PREXA-DHYAN : SHVASPREXA By : Yuvacharya Mabapragna સંપાદક : મુનિ મહેન્દ્રકુમાર ગુજરાતી આવૃત્તિ સંપાદક : રોહિત શાહ પ્રબંધ સંપાદક શુભકરણ સુરાણ અનુવાદક : જયાબહેન સતિયા આવૃત્તિ: પ્રથમ, ૧૯૮૭ પ્રત : ૧૧૦૦ દ્વિતીય, ૧૯૮૮ પ્રત : ૧૧૦૦ તૃતીય, ૧૯૮૮ પ્રત : ૫૦૦૦ કિંમતઃ ચાર રૂપિયા પ્રકાશક : સંતોષકુમાર સુરાણા નિર્દોષક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ, ‘ચારુલ', સહજાનંદ કોલેજ પાસે આંબાવાડી, અમદાવાદ : ૧૫ ફેન : ૪૦૬૨૨૧ ] ૩૬ ૨૫૨૩ મુદ્રક : કાંતિલાલ એસ. પટેલ ગાયત્રી મુદ્રણાલય, ૧૯, સત્યમ સોસાયટી, બહાઈ સેન્ટર, શાહપુર, અમદાવાદ-૧ ફેન : ૨૬૯૭૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રાધ્યાન ધ્યાન-અભ્યાસની એક એવી પદ્ધતિ છે જેમાં પ્રાચીન દાર્શનિક પાસેથી પ્રાપ્ત બેધ તેમ જ સાધના–પદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે. આ બંનેની તુલનામ વિવેચનના આધાર પર આજે યુગમાનસને એ રીતે પ્રેરિત કરી શકાય કે જેથી માનવીના પાશવી આવેશ નાશ પામે તેમ જ વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદની સ્થાપનાના મંગલમય ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, દીર્ઘશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યા-ધ્યાન, કાત્સર્ગ આ બધી જ પ્રક્રિયા છે રૂપાન્તરની; પછી એવા ઉપદેશની જરૂર જ નહિ પડે કે તમે આવા બને, તેવા બનો, ધાર્મિક બને, સ્વાર્થને છેડે, ભય અને ઈષ્યને છે. આ ફક્ત ઉપદેશ છે. ફક્ત ઉપદેશ સફળ થતું નથી. જે ઉપાય સૂચવ્યા છે, તેમને કાર્યમાં પરિણત કરવા પડશે. પછી તે એક દિવસ જાતે સ્પષ્ટ અનુભવ થવા લાગશે કે રૂપાન્તર થઈ રહ્યું છે, ધાર્મિક વૃત્તિનું જાગરણ થઈ રહ્યું છે, ક્રોધ અને ભય છૂટી રહ્યા છે, માયા અને લેભનાં બંધને પણ તૂટી રહ્યા છે. આ દોષથી મુક્ત થવા માટે જુદા પ્રયત્ન કરવાની જરૂર જ નહિ રહે. તે આપોઆપ નાશ પામશે. આ દેષને મૂળમાંથી નષ્ટ કરવાને આ જ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રસ્તુત ગ્રંથ-પુષમાં શ્વાસ-પ્રેક્ષાની ચર્ચા થેડી વધારે વિસ્તારથી કરવામાં આવી છે. મનને જાગૃત કરવાને એક જ ઉપાય છે – જીવનની દિશાને બદલવાને, જીવનની ગતિને બદલવાને, સાધનાના માધ્યમથી જ જીવનમાં પરિવર્તન લાવવા માટે સૌથી પ્રથમ તેને 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ બદલવાનું છે, જે હંમેશાં આપણને પરિવર્તનશીલ રાખે છે. શ્વાસ આપણા જીવનને હંમેશાં બદલતું જ રહે છે. સૌથી પ્રથમ આપણે તે શ્વાસને બદલવાનો પ્રયત્ન કરીશું. આ તદ્દન નગ્ન સત્ય છે કે જ્યાં સુધી શ્વાસની ગતિવિધિને બદલવામાં ન આવે ત્યાં સુધી સાધનામાં વિકાસ સાધી શકાતો નથી. આપણી સમસ્ત શક્તિઓને પ્રતિનિધિ છે શ્વાસ, પ્રાણ સમસ્ત જીવન પ્રાણથી જ સંચાલિત છે. પ્રાણશક્તિના સમ્યમ્ વિકાસથી જ જીવનને આપણે ઊજમય બનાવી રાખી શકીએ. શ્વાસ-પ્રેક્ષા તેનું એક સશક્ત માધ્યમ બને છે. યુગપ્રધાન આચાર્ય શ્રી તુલસી અને તેઓના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ ફળ છે કે આજે હજારે લેકે આધ્યાત્મિક સાધનાના માર્ગ પર ચાલી રહ્યા છે, સમસ્યાઓથી મુક્ત જીવન જીવવાને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિના રૂપમાં માનવજાતિને આ બંને મહાન અધ્યાત્મ મનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને દઢ વિશ્વાસ છે કે આ સાર્વભૌમ તેમ જ સર્વજનીન વિધિને બરા બર સમજી જે સાધના કરશે તે પ્રત્યેક વ્યક્તિને જરૂર લાભ થશે. ડો. ચીનુભાઈ નાયક જેઠાલાલ એસ. ઝવેરી સંયોજક, પ્રાધ્યાન એકેડેમી ચેરમેન ૫૦, હરિસિદ્ધ ચેમ્બર, આશ્રમ રોડ, તુલસી અધ્યાત્મ નીડમ અમદાવાદ-૧૪ જૈન વિશ્વ ભારતી, લાડનું Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ–પેક્ષા : સ્વયં નિર્ભર થવાને સચોટ ઉપાય જીવનવિજ્ઞાન ગ્રંથમાળા' શ્રેણીમાં પૂ. યુવાચાર્ય મહાપ્રજ્ઞા લિખિત પ્રેક્ષાધ્યાનની પરિચય-પુસ્તિકાઓ ક્રમશ: પ્રગટ કરવાને ઉપક્રમ છે. તેમાં અગાઉ “પ્રેક્ષા ધ્યાન : આધાર અને સ્વરૂ૫' તથા પ્રેક્ષા ધ્યાન : કાર્યોત્સર્ગ એમ બે પુસ્તિકાઓ પ્રગટ કરી ચૂક્યા છીએ. આપણી સમગ્ર શક્તિ (સમગ્ર જીવન) શ્વાસ-પ્રાણ ઉપર નિર્ભર છે. શ્વાસ જેટલું વધુ ઊંડે, તેટલે શક્તિસંચાર વિશેષ સુદઢ. શ્વાસપ્રેક્ષામાં ખૂબીની વાત એ છે કે એમાં કઈ બાહ્ય આદેશેને અનુસરવાનું નથી, આપણે જાતે જ પદ્ધતિસર શ્વાસ પ્રેક્ષા કરવાની છે. નિરાશા, તનાવ અને માનસિક આવેગોમાંથી મુક્ત થઈને સ્વયં નિર્ભર થવાનું છે. પૂ. યુવાચાર્યશ્રીએ અમદાવાદ, ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા) વગેરે સ્થળે પધારીને પ્રેક્ષા ધ્યાનની વિવિધ શિબિર દ્વારા ભિન્ન ભિન્ન કક્ષાની અગણિત વ્યક્તિઓને તેની પ્રાયોગિક તાલીમ પણ આપી હતી. ૫. સા વીશ્રી કનકશ્રીજી, પૂ. મુનિશ્રી શુભકરણછ તથા પ્રેક્ષા ધ્યાન સાધિકા શ્રીમતી કાન્તાબહેન સુરાણાએ તે પ્રાયોગિક પરંપરાને અવિરત રાખવામાં બહુમુલ્ય ફાળો આપે છે. અત્યારે અમદાવાદની ધરતી ઉપર પૂ. સાધ્વીશ્રી યશોધરાજ આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જ પધાર્યા છે અને પ્રેક્ષા ધ્યાન માટે પ્રોત્સાહન અને પ્રેરણા પ્રદાન કરી રહ્યાં છે, તે ખરેખર આનંદપ્રેરક ઘટના છે. 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં સંપાદકીય સહયોગ આપવા માટે શ્રી રમણિકભાઈ શાહ (એલ. ડી. ઈન્સ્ટિ., અમદાવાદ)ને હૃદયપૂર્વક ત્રણ સ્વીકાર કરીએ છીએ. તેમની ચીવટ અને એકસાઈને લાભ આ પુસ્તકને મળે છે. શ્રીમતી કાન્તાબહેન સુરાણા તરફથી તેમના સ્વ. માતુશ્રીના. પુણ્યસ્મરણાર્થે, જીવનવિજ્ઞાન ગ્રંથમાળા'નાં ઉપરોક્ત ત્રણેય પુસ્તકને આર્થિક સહયોગ સાંપડ્યો છે, તે બાબતની સાભાર-સાનંદ નેંધ લઉં છું. ગુરુપૂર્ણિમા, ૧૯૮૭ –રોહિત શાહ અનુક્રમ : ૧. શ્વાસ શું છે? ૨. શ્વાસનું આલંબન શા માટે? ૩. દીર્ઘ શ્વાસની રીત ૪. શ્વાસ-પ્રેક્ષાના પ્રકાર ૫. શ્વાસ-પેક્ષાના પરિણામે 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૧ : ધાસ શું છે ? નંપિવરવા બrgયામgi–આત્મા દ્વારા આત્માને જુઓ, સ્વયં સ્વયંને જુઓ – આ પ્રેક્ષાધ્યાનનું મૂળ સૂત્ર છે. આપણે આત્મા ને આપણું શરીર તાવિક દષ્ટિએ ભિન્ન હોવા છતાં પણ વ્યવહારની ભૂમિકા પર ભિન્ન નથી. શ્વાસ અને જીવન બંને એકાર્થક જેવાં છે. જ્યાં સુધી જીવન ત્યાં સુધી શ્વાસ, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી જીવન. શ્વાસને શરીર અને મનની સાથે ગાઢ સંબંધ છે. આ એક એવો સેતુ છે જેના દ્વારા નાડી-સંસ્થાન, મન અને પ્રાણશક્તિ સુધી પહોંચી શકાય છે. શ્વાસ, શરીર અને મન-આ બધાં પ્રાણશક્તિ દ્વારા સંચાલિત થાય છે. પ્રાણશક્તિ સૂક્ષમ શરીર (તેજસ–શરીર) દ્વારા અને સૂકમ શરીર અતિ સૂક્ષમ શરીર (કર્મ–શરીર) દ્વારા સંચાલિત થાય છે. અતિ સૂક્ષમ શરીર આત્મા દ્વારા સંચાલિત થાય છે. એટલા માટે જ શ્વાસ, શરીર, પ્રાણ અને કર્મનાં સ્પંદનોને જેવાં તે જ આત્માને જેવા બરાબર છે, તે ચૈતન્ય-શક્તિને જેવા બરાબર છે જેના દ્વારા પ્રાણ-શક્તિ સ્વન્દિત થાય છે. આ બધાની પ્રેક્ષાના આધાર પર પ્રેક્ષા-ધ્યાન પદ્ધતિમાં આ પ્રમાણેના પ્રકારો પાડવામાં આવ્યા છે–શ્વાસ-પ્રેક્ષા, શરીર-પેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, વિચાર-પેક્ષા વગેરે વગેરે. પ્રસ્તુત પુષ્પમાં આપણે શ્વાસ-પ્રેક્ષાના વિષયની વિસ્તારથી ચર્ચા કરીશું. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાણનું આહરણ : શ્વાસ શું છે? તેને સમજવા માટે મૂળ સમજવાની જરૂર છે. જેનું ધ્યાન મૂળ તરફ કેન્દ્રિત બને છે, તેને માટે બધી વાતે સરળ બની જાય છે. શ્વાસને સંબંધ પ્રાણ સાથે છે, પ્રાણને સંબંધ ધર્યાપ્તિ સાથે એટલે કે સૂપમ પ્રાણ સાથે છે. તે જીવનની પ્રથમ ક્ષણથી જ નિમિત થઈ જાય છે. પ્રાણુને પણ પ્રાણની જરૂર છે. તે પ્રાણુ આકાશમંડળમાંથી પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ આકાશમંડળમાં પ્રાણુચક વ્યાપ્ત છે. આહાર-પર્યાપ્તિને ગ્ય વર્ગણ (ત ) સમગ્ર આકાશમાં વ્યાપ્ત છે. ઊર્જાની કે પ્રાણશક્તિની વર્ગએ (તો) ફેલાયેલ છે. તે પ્રાપ્ત થાય છે–શ્વાસ દ્વારા. આપણે ફક્ત ધાસ જ નથી લેતા, પણ તેની સાથે પ્રાણ પણ લઈએ છીએ. શરીરશાસ્ત્ર પ્રમાણે પણ જયારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે બહારની હવા આપણી અંદર આવે છે. જેમાં એકસીજન, નાઈટ્રોજન અને બીજા કેટલાયે ગેસે અને કેટલાયે તો હોય છે. કર્મશાસ્ત્રની ભાષામાં આપણે પ્રાણ લઈએ છીએ. શ્વાસની સાથે જતો પ્રાણ તે પ્રાણને સંવર્ધિત કરે છે, પિષણ આપે છે. - જન આગમ ભગવતી અને પ્રજ્ઞાપનામાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યું છે કે જીવ આહાર ક્યારે લે છે અને કેટલી દિશાઓમાંથી આહાર લે છે? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે જીવ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વદિશા અને અદિશા–એ છએ દિશાઓમાંથી આહાર લે છે. ત્યાં કવલ આહારને પ્રસંગ જ નથી, રેમ-આહાર Page #10 -------------------------------------------------------------------------- ________________ પણ અલ્પ માત્રામાં હોય છે. ત્યાં આહારને અર્થ છે – પ્રાણ-તત્વને આહાર. જીવ જીવિત રહેવા માટે હમેશાં બહારથી આહરણ કરે છે, તે નિરંતર પ્રાણ-ઊજ લે છે. આ આહરણ કદી અટકતું નથી. ઊર્જા અને પ્રાણુના આહરણનું સશક્ત માધ્યમ છે શ્વાસ. તે નિરંતર ચાલ્યા કરે છે, તે આહરણ પણ નિરંતર ચાલ્યા કરે છે. શ્વાસનો સંબંધ છે પ્રાણ સાથે, પ્રાણને સંબંધ છે સૂમ પ્રાણ સાથે અને સૂક્ષમ પ્રાણને સંબંધ છે સૂમ શરીર, કર્મ શરીર સાથે. શ્વાસ અને પ્રાણ: શ્વાસ અંદર જાય છે, તેની સાથે કેટલાંયે રાસાયણિક દ્રવ્ય અંદર જાય છે. પ્રાણ-તત્ત્વ પણ અંદર જાય છે અને પ્રાણતત્ત્વનું ઊર્જા-રૂપે પરિણમન થાય છે. આપણા જીવનનો સમૂળ કમ – આપણું સર્વ પ્રવૃત્તિઓ પ્રાણ-શક્તિ કે પ્રાણઊજ દ્વારા સંચાલિત થાય છે. જે પ્રાણની ઊર્જા ન હોય તે ચેતના ટકી જ નહિ શકે. બેલવું, ચાલવું, જોવું ઈન્દ્રિયે, મન અને બુદ્ધિનું ક્રિયાશીલ થવું–આ બધું જ પ્રાણ-ઊજનું કાર્ય છે. તેમની જેટલી સક્રિયતા એટલે જ પ્રાણને પ્રવાહ વેગવાન. શરીર, મન અને ઈન્દ્રિયે અચેતન છે; પ્રાણ-ઊજને ચેગ પ્રાપ્ત કરી તે બધાં સચેતન બની જાય છે. આપણે જેટલો ઊંડો શ્વાસ લઈએ છીએ તેટલી જ વધુ પ્રાણશક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે શ્વાસ-પેક્ષા દ્વારા શ્વાસ-દર્શન કરીએ છીએ, ત્યારે પ્રાણશક્તિ-અધિક 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ દિલનાં પ્રદર્શન કરી શકાય છે. શક્તિને એ પ્રમાણમાં વધી જાય છે. જે યોગિક પ્રદર્શને આજે જોવામાં આવે છે તે બધાં જ શ્વાસના સ્તર પર આધારિત પ્રાણશક્તિનાં પ્રદશને છે. તેના આધારે મેટર કે ટ્રકને પણ છાતી પરથી પસાર કરી શકાય છે. આત્મામાં અનંત શક્તિ છે, અનંત વીર્ય છે. શ્વાસ તે અનંત શક્તિને એક અંશ છે. એટલા માટે શ્વાસના પ્રયોગથી ચમત્કારે કરી શકાય છે. પ્રાણુ, પ્રાણવાયુ અને પ્રાણાયામ : પ્રાણ-શક્તિને જ્ઞાન-કેન્દ્રમાં લઈ જવી–એ જ આપણી પ્રાણ-સાધનાને હેતુ છે. લુહાર ધમણ ચલાવે છે, તેનાથી હવા બહાર નીકળે છે, અગ્નિ પ્રજવલિત થાય છે. એક બાજુ ધમણમાંથી હવા નીકળે છે અને બીજી બાજુ અગ્નિ પ્રદીપ્ત થાય છે. હવા અને આગ એક નથી, પરંતુ જેટલી તીવ્ર હવા હશે તેટલો જ તેજ અગ્નિ પ્રકટ થશે. તે જ પ્રમાણે પ્રાણવાયુ પ્રાણને ઉત્તેજિત કરે છે. આપણે જેટલી માત્રામાં પ્રાણવાયુ (ઓકસીજન) લઈ શું, એટલે જ પ્રાણ વિશુદ્ધ બનશે, સક્રિય થશે. જે પ્રાણવાયુ નહીં મળે તે પ્રાણમાં ઉત્તેજના નહીં આવે, સક્રિયતા નહીં આવે. તેનું શરીર શાસ્ત્રીય કારણ આ પ્રમાણે છે-આપણું શરીરમાં રક્તને સંચાર હદય દ્વારા થાય છે. ફેફસાંમાં રક્ત શુદ્ધ બને છે. પાછું હૃદયમાં આવી આખાય શરીરમાં શુદ્ધ રક્ત પહોંચે છે. હૃદય અને ફેફસાં–તે શરીરના રક્તસંચારનાં બે મુખ્ય સાધન છે. રક્તની શુદ્ધિ ફેફસાંમાં થાય છે, તેને માટે બળતણું જોઈએ. તે બળતણ છે. પ્રાણવાયુ-ઓકસીજન. જે પ્રાણવાયુ બરાબર મળશે તે જ અશુદ્ધ રકતને શુદ્ધ કરી, 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ કાર્બન વગેરે અશુદ્ધ દ્રવ્યોને બહાર ફેંકી શકાશે અને શુદ્ધ રક્ત સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરી શકશે. જે પ્રાણવાયુ નહિ મળે તે રક્ત વિકૃત રહેશે અને આખાયે શરીરને વિકૃત કરી નાખશે. પ્રાણવાયુ રક્તશુદ્ધિનું સાધન છે, અને શુદ્ધ રક્ત આખાયે શરીરને ગતિ આપનાર છે. પ્રાણની સાથે તેને ગાઢ સંબંધ છે. પ્રાણવાયુ રકતના માધ્યમથી પ્રાણને પણ ઉત્તેજિત કરે છે, સક્રિય બનાવે છે. છોડ છે, જે પાણીનું ગ્ય સિંચન મળે તે જ તે પ્રકુલિત બની લહલહાશે. એ જ રીતે પ્રાણવાયુનું પર્યાપ્ત સિંચન મળવાથી પ્રાણને છોડ પણ પ્રકુલ્લિત બની ઊઠે છે. ચોગ્ય સિંચન ન મળવાથી તે છોડ કરમાઈ જાય છે. તેવી જ રીતે પર્યાપ્ત પ્રાણ વિના માનવી નિષ્માણ અને નિષ્ક્રિય બની જાય છે. જે અવયવમાં પ્રાણવાયુ પહોંચી નહીં શકે, રક્ત-શુદ્ધિ નહીં થાય, ત્યાં શુદ્ધિના અભાવે ગંદકી જામતી જશે. જે પ્રાણાયામને જાણે છે તે સૌથી પ્રથમ એ પ્રયત્ન કરે છે કે ફેફસાંમાં અધિકાધિક વાયુ કેવી રીતે પહોંચાડી શકાય, લાંબે શ્વાસ કેવી રીતે લઈ શકાય. પ્રાણવાયુને બરાબર લેવાનું સાધન છે પ્રાણાયામ. ત્રણે વાત એક સાથે સંકળાયેલી છે–પ્રાણ, પ્રાણવાયુ અને પ્રાણાયામ. પ્રાણાયામ વગર પ્રાણવાયુ સમ્યગ્ર રીતે ગ્રહણ નથી થતું અને પ્રાણવાયુ વગર પ્રાણુનું સમ્યમ્ રીતે ઉદ્દીપન થતું નથી. એટલે છેવટે આપણે પ્રાણાયામ પર જ આવી જઈએ છીએ. પ્રાણાયામ એવું મહત્ત્વપૂર્ણ સાધન છે 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ કે તેને સમ્યફ રીતે જાણ્યા વગર પ્રાણવાયુને જાણ શકાતે નથી. વેગના આચાર્યોએ આ વિષય પર જે કાંઈ લખ્યું છે તેની સાથે આજનું વિજ્ઞાન સહમત થતું જાય છે. આપણું યાત્રા પ્રાણથી શરૂ થઈ, પ્રાણવાયુ પર આવી અને પ્રાણાયામ સુધી પહોંચી. હવે આપણું યાત્રા ઊલટી શરૂ થાય છે. આપણે પ્રાણાયામથી શરૂઆત કરીએ. આપણે પ્રાણાયામને અભ્યાસ બરાબર થ જોઈએ. તો પ્રાણવાયુ આપોઆપ સધાઈ જશે. પ્રાણવાયુ કેટલા પ્રમાણમાં લે જોઈએ, પ્રાણવાયુ ક્યાં સુધી પહોંચી રહ્યો છે, તેનું જ્ઞાન પણ અત્યંત જરૂરી છે. પ્રાણવાયુ બરાબર લઈ એ તે પ્રાણુને સક્રિય કરવાની ક્ષમતા જાગૃત થઈ જાય છે. પ્રાણ શક્તિના આધાર પર તે ગીઓ વિચિત્ર પ્રકારનાં કામ કરી બતાવે છે. તેજસ શરીરમાં અનુગ્રહ અને વિગ્રહ કરવાની શકિત હોય છે. તેજસ-લબ્ધિ-સંપન વ્યક્તિ કેઈને સળગાવી દઈ શકે છે, નાશ પણ કરી શકે છે, મારી પણ શકે છે, તે તે અનુગ્રહ પણ કરી શકે છે, આપી પણ શકે છે. તેનામાં આપવાની ક્ષમતા પણ હોય છે. આ બધી જ ક્રિયાઓ પ્રાણશક્તિની છે. પ્રાણનો સંબંધ છે તેજસ સાથે. આ બને છે ત્યારે પ્રાણાયામથી લીધેલા પ્રાણવાયુના અગ્નિ દ્વારા પ્રાણને એટલે ઉદીપ્ત કરવામાં આવે છે, પ્રાણ એટલે પ્રજવલિત થાય છે કે તેનામાં અદ્દભુત ક્ષમતાઓ પ્રગટે છે. આ દૃષ્ટિથી પ્રાણાયામનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રાણનાં બધાં જ કેન્દ્રો મસ્તિષ્કમાં છે. પરંતુ પ્રાણની ધારાના બે માર્ગ હોઈ શકે છે. તેને એક બાહ્ય રસ્તે છે 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ અને એક આંતરિક રસ્તે છે. બહારને રસ્તે આગળને છે. આગળના રસ્તાથી પ્રાણશકિત જાય છે તે તે આપણું શરીરતંત્રને સક્રિય બનાવે છે. આપણી જે સામાન્ય શક્તિ છે તે તેનાથી ઉત્પન્ન થાય છે. તે વધુ શકિત (અતિરિક્તતા) નથી લાવતી. તે આપણાં દસ પ્રાણુકેન્દ્રોને સક્રિય બનાવે છે, તેમ જ જીવનયાત્રાને બરાબર ચલાવે છે. જ્યારે આપણે પ્રાણ-શક્તિથી પ્રવાહિત થનાર આ માર્ગને બદલીએ છીએ, ત્યારે ત્યાં કેઈ જુદા જ પ્રકારની શક્તિ પેદા થાય છે.' ૧. પ્રાણના વિષયમાં વિસ્તૃત ચર્ચા માટે જુઓ (હિન્દીમાં) આ જ ગ્રંથમાળાનું ૧૯મું પુષ્પ : પ્રાણુવિજ્ઞાન. Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૨ : શ્વાસનું આલંબન શા માટે? સ્થૂળ સૂક્ષ્મ તરફ: આપણે આપણું સુષુપ્ત ચેતનાને જાગૃત કરવા માગીએ છીએ-આપણું શાંતિના સ્ત્રોતને ઉદ્દઘાટિત કરવા માગીએ છીએ. તેનું પ્રથમ સૂત્ર છે “સૂફમથી પરિચિત થવું.” જે આપણે સૂમથી પરિચિત થવું હોય, તે સૌથી પ્રથમ આપણે સ્થળને સમ્યગૂ રીતે જાણવું જોઈએ. બહારને દરવાજો ખેલ્યા વગર અંદરના દરવાજા સુધી પહોંચી શકાતું નથી. આપણે સ્થળથી સૂમ તરફ પ્રયાણ કરવું પડશે. ધ્યાનમાં આપણે શ્વાસનું આલંબન લઈએ છીએ. આ પ્રથમ સોપાન છે. એનાથી સ્થૂળથી સૂકમ તરફ પ્રયાણને આરંભ થાય છે. શ્વાસ જ એક એવું તવ છે જે બહાર પણ આવે છે અને અંદર પણ જાય છે. બીજું એવું એક પણ સાધન નથી કે જે બહાર પણ રહે અને અંદર પણ જાય. મન છે પણ તે બેઢંગુ છે. તે પોતે જ એવું ચંચળ છે કે તેને આલંબન બનાવી શકાય તેમ નથી. તેને તે ઉપરથી આલંબન આપવું પડે તેમ છે. યોગાચાર્યોએ મનને વશ કરવાને એક ઉપાય બતાવ્ય છે. તે ઉપાય છે–શ્વાસ. શ્વાસને પકડતાં જ મન પકડમાં આવી જાય છે. ત્યારે મને એવું સીધું, સરળ બની જાય છે કે તેની ચંચળતા તદ્દન નાશ પામે છે. એટલા માટે જ આપણે ધ્યાન-પ્રક્રિયામાં શ્વાસને આલંબન બનાવ્યું છે. એ શ્વાસ તે યાત્રી છે જે બહારની 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ યાત્રા પણ કરે છે, અને આતરિક યાત્રા પણ કરે છે. તે એ દીપક છે જે અંતરને પ્રકાશિત કરે છે અને બહારને પણ પ્રકાશિત કરે છે. જે આપણે અંતરયાત્રા કરવા માગીએ તે આપણી પાસે ફક્ત એક જ ઉપાય છે કે આપણે મનને શ્વાસના રથ ઉપર ચઢાવી દઈએ અને તેની સાથે સાથે અંતરમાં ચાલ્યા જોઈએ. આપણી અંતમ્યાત્રાને પ્રારંભ થઈ જશે, આપણે અંતર્મુખી બની જઈશું, આપણે આધ્યાત્મિક થઈ જઈશું. આધ્યાત્મિક બનવાને સૌથી સરળ ઉપાય છે–શ્વાસને મનની સાથે જોડી દે, બંનેને વેગ કરી આપ. વૈજ્ઞાનિક આધાર પ્રશ્ન થઈ શકે કે શ્વાસને જ આપણે આલંબન કેમ બનાવવું જોઈએ? શ્વાસ-ક્રિયાના વિશિષ્ટ સ્વરૂપને આપણે વૈજ્ઞાનિક ધારણાઓના આધાર પર સમજી શકીએ છીએ. આપણા શરીરની અંદર ચાલનાર તંત્ર અને ક્રિયાએનું નિયંત્રણ બે પ્રકારથી થાય છે? ૧. એરિછક રૂપે (Voluntarily) ૨. સ્વતઃ સંચાલિત રૂપે (Autonomicaly) હાથ-પગનું સંચાલન, માંસપેશીઓનું સંકેચાવું-ફૂલવું વગેરે ક્રિયા સ્વતા સંચાલિત નથી, ઐચ્છિક રૂપે નિયંત્રિત થાય છે. બીજી તરફ પાચનતંત્ર (Digestion) રક્તસંચાર (Blood circulation), હદયનું ધડકવું (Heart-rate) વગેરે ક્રિયાઓ ઐચ્છિક નથી, સ્વતસંચાલિત છે. શ્વસન (Respiration) એક એવી ક્રિયા છે જેનું નિયંત્રણ સ્વતઃ 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ સંચાલિત રૂપથી પણ થાય છે અને અછિક રૂપથી પણ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે શ્વાસ જ એવી ક્રિયા છે, જે જાયે-અજાણ્યે આપણને સંભાળે છે. શુદ્ધ, સહજ અને આંતરિક આલંબન– જ્યારે આપણે ઐચ્છિક નિયંત્રણની વાત કરીએ છીએ, ત્યારે તેનું તાત્પર્ય એ છે કે ચિત્તને શ્વસન-ક્રિયાની સાથે જોડવું. જ્યારે ચિત્ત શ્વસન-ક્રિયા સાથે જોડાય છે ત્યારે તે શ્વાસને પકડવામાં અર્થાત તેની અનુભૂતિ કરવામાં સક્ષમ બને છે. આ જ પ્રક્રિયા છે–મનને એકાગ્ર કે સ્થિર કરવાની, તેની ચંચલતાને નાશ કરવાની. આ જ ક્રમથી તેને પ્રશિક્ષિત કરવાથી મન સ્થળથી સૂક્ષમને પકડવામાં પણ સક્ષમ બનતું જાય છે. શ્વાસ અત્યંત મૂલ્યવાન છે, તેને તુચ્છ ન સમજ જોઈએ. જે આ નાની એવી વાત સમજી શકાય તે સાધનાની મોટામાં મોટી વાત પણ આપમેળે સમજી શકાશે. પરંતુ માનવીની મુશ્કેલી એ છે કે તે હંમેશ ધજા જ જુએ છે, પાયાને જેતે નથી. અધ્યાત્મની સાધનામાં શ્વાસને જે તે પાયાને જેવા બરાબર છે. શ્વાસ–પેક્ષા પાયાને પથ્થર છે, કેમ કે તેના પર જ સાધનાને મહેલ ચણી શકાય છે. શ્વાસના દ્વારને બેલ્યા વગર આગળનાં દ્વારેને ખાલી શકાતાં નથી. ૨. શરીરનાં તંત્રો અને ક્રિયાઓના વિષયમાં વિસ્તૃત વિવેચન (હિન્દીમાં)–પ્રેક્ષા ધ્યાન : શરીરવિજ્ઞાન (૧) માં કરવામાં આવેલ છે. 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ : 3: દીધ શ્વાસની રીત આપણે એવું ન વિચારીએ કે મનને મારીએ. મનને મારવુ. તે અસભવતા નથી પણ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ વિભિન્ન પ્રકારનાં આલ બનામાં ભટકનાર મનના ભ્રમણને અટકાવી દઈએ, એક જ આલખનમાં લાંખા સમય સુધી તે સ્થિર રહી શકે તેવા પ્રયત્ન કરીએ, એક જ આલ બન દ્વારા મનને એક ક્રિશાગામી બનાવી દઈએ—વિભિન્ન દિશામાં પ્રવાહિત થનારી મનની ધારાને એક જ દિશામાં પ્રવાહિત કરીએ. એટલા માટે આપણે શ્વાસને પસંદ કર્યાં છે. તે સહજ આલઅન છે—તેને મહારથી લાવવું નથી પડતુ. જ્યારે ઇચ્છીએ ત્યારે તેને આલમન બનાવી શકીએ છીએ. તે ન તા ભૂતકાળની સ્મૃતિ છે, ન ભવિષ્યની કલ્પના છે. પરંતુ તે વર્તમાનની વાસ્તવિકતા છે. જ્યારે ચિત્ત પ્રવાસ પર કેન્દ્રિત થાય છે ત્યારે આપણને વર્તમાનમાં જીવવાના અવસર પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ અને પવિત્ર આલ'ખન છે. તેના પ્રત્યે આપણા કાઈ રાગદ્વેષ હાઈ શકે જ નહી. શ્વાસ એ પ્રકારના હાય છે—સહજ અને પ્રયત્નજન્ય, પ્રયત્ન દ્વારા શ્વાસની ગતિમાં પરિવર્તન લાવી શકાય છે—ટૂંકા શ્વાસને લાંબા અનાવી શકાય છે. સાધનામાં વિકાસ કરવા માટે પ્રાણશક્તિની પ્રચુરતાની જરૂર રહે છે. પ્રાણશક્તિ માટે વાસના ઇંધણની જરૂર છે. વાસનું ઇંધણ જેટલું સશક્ત હશે, પ્રાણ-શક્તિ તેટલી જ સશક્ત બનશે અને 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ-શક્તિ જેટલી સશક્ત હશે, આપણે સાધના તેટલી સફળ થશે. શ્વાસને સશક્ત બનાવવા માટે જ આપણે શ્વાસને “ઘ” બનાવીએ છીએ. સામાન્ય રીતે માણસ એક મિનિટમાં ૧૫ થી ૧૭ શ્વાસ લે છે. તેની આજુબાજુ બે પ્રકારની સ્થિતિ બને છે. એક સ્થિતિ છે-શ્વાસની સંખ્યાને ઘટાડવાની. બીજા શબ્દોમાં કહીએ તે એક સ્થિતિ છે શ્વાસની ગતિને ટૂંકા કરવા તરફની સ્થિતિ અને બીજી સ્થિતિ છે શ્વાસની ગતિને લાંબી કરવાની. આ બે પ્રકારની સ્થિતિ બને છે. જે વ્યક્તિઓ સાધનારત નથી, જે બહુ જ આવેગશીલ છે, તે વ્યક્તિએ તે દિશામાં પ્રસ્થાન કરે છે કે પ્રવાસની ગતિ ઓછી થાય છે અને તેની સંખ્યા વધી જાય છે. ક્રિયા એકમિનિટમાં સરેરાશ શ્વાસની સંખ્યા ૧. વાસનાના આવેગમાં અથવા સંગમાં ૬૦-૭૦ ૨. ક્રોધ, ભય વગેરે ઉત્તેજનામાં ૪૦-૬૦ ૩. ઊંઘમાં ૨૫-૩૦ ૪. બેલતી વખતે ૨૦-૨૫ ચાલતી વખતે ૧૮-૨૦ બેઠા-બેઠા ૧૫–૧૭ ૭. સામાન્ય દીર્ઘ-શ્વાસ ૮-૧૦ ૮. પૂરતા અભ્યાસ પછી દઈ શ્વાસ ૯. લાંબા નિયમિત અભ્યાસથી : ૧-૩ 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫-૧૭ની સંખ્યા, ૩૦-૪૦, ૫૦-૬૦ સુધી વધી જાય છે. આવેશમાં, કષાયમાં, વાસના-તૃપ્તિમાં શ્વાસની સંખ્યા ખૂબ વધી જાય છે. શ્વાસની સંખ્યા વધે છે, ગતિ ઓછી થાય છે અને સાથે સાથે તેની અસર પ્રાણશક્તિ પર પડે છે. તે જ રીતે શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પણ તેની અસર થાય છે. પરંતુ પ્રેક્ષાધ્યાનની સાધના કરનાર વ્યક્તિ સૌથી પ્રથમ શ્વાસની ગતિને બદલવાને પ્રયાસ કરે છે. તે શ્વાસની ગતિની લંબાઈને વધારે છે. શ્વાસ મંદ બને, શ્વાસ દઈ બને, શ્વાસ સૂમ બને, વાસની સમગ્ર દિશા બદલાઈ જાય–તે જ સાધકને પ્રથમ પ્રયાસ હોય છે. પરિણામે શ્વાસની સંખ્યા ઘટે છે, લંબાઈ વધે છે, મન શાંત થાય છે. તેની સાથે સાથે આવેશ શાંત થાય છે તથા ઉત્તેજનાઓ અને વાસનાઓ પણ શાંત થાય છે. શ્વાસ જ્યારે ટૂંકા થાય છે ત્યારે વાસનાઓ ઉભરાય છે, ઉત્તેજના વધે છે, કષાય જાગૃત થાય છે. જ્યારે શ્વાસ ટૂંકા થાય છે ત્યારે આ બધું ઉભરાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તે ઉભરાય છે ત્યારે શ્વાસ ટૂંકા થઈ જાય છે. આ બધાથી શ્વાસ પ્રભાવિત થાય છે. આ બધા જ દોષોનું વાહન છે–-શ્વાસ. તે બધા પ્રવાસ પર ચડીને આવે છે. જ્યારે પણ ખબર પડે કે ઉત્તેજના આવવાની છે, ત્યારે તત્કાલ જે શ્વાસને લાંબા કરી દઈએ, દીર્ઘ શ્વાસ લેવા લાગી જઈએ તે આવનાર ઉત્તેજના પાછી વળી જશે. તેનું કારણ એ છે કે શ્વાસનું વાહન તેને પ્રાપ્ત થયું નથી. વગર આલંબને ઉત્તેજના કે વાસના પ્રગટ નથી 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતી. ધ્યાનની સાધના કરનાર સાધક મનની સૂક્ષ્મતાને પકડવાને અભ્યાસી બની જાય છે. તે સમજી જાય છે કે મસ્તિષ્કના અમુક કેન્દ્રમાં કઈ વૃત્તિ પેદા થઈ રહી છે. તે તરત જ દીઘ શ્વાસને પ્રયોગ શરૂ કરી દે છે. પેદા થનાર વૃત્તિ તરત જ શાંત થઈ જાય છે. સાધક તે વૃત્તિઓને, ઉત્તેજનાઓને શિકાર બનતા નથી. સાધકે સૌથી પ્રથમ જે પરિવર્તન કરવાનું છે તે છે વાસથી ગતિનું પરિવર્તન. જે તેના મૂલ્યને નથી સમજતે તે સાધનાની સચ્ચાઈને પકડી શકતું નથી. જે સાધક લાંબા શ્વાસને ફક્ત પ્રાણાયામના રૂપમાં જ સ્વીકારે છે તે પિતાની તંદુરસ્તી સુધી સીમિત લાભ તે મેળવી શકે છે, પરંતુ તે દીર્ઘ-શ્વાસપેક્ષાથી થનાર આંતરિક પરિવર્તનના લાભે મેળવી શકતું નથી. આપણે એ સ્પષ્ટ સમજવું જોઈએ કે દીર્ધ શ્વાસ ફક્ત પ્રાણાયામ જ નથી, તે તેનાથી આગળની વસ્તુ પણ છે. આપણે દીર્ઘ-Aવાસ પ્રાણાયામની દષ્ટિથી જ નથી લેતા. તેને મૂળ ઉપચાગ છે–વૃત્તિઓનું શમન, ઉત્તેજનાઓનું શમન અને વાસનાઓનું શમન. તેની સાથે સાથે શારીરિક અને માનસિક લાભે તે થાય છે જ. જ્યારે શ્વાસની ગતિમાં મંદતા લાવવાને અભ્યાસ વધારે આગળ વધે છે, ત્યારે સાધકને અનુભવ થાય છે કે બહુ જ લાંબા સમય સુધી શ્રવાસ લીધા વિના રહી શકાય છે. પ્રવાસના તરંગને અટકાવી શકાય છે. “મહા-પ્રાણુ ધ્યાનની સાધના વગેરે અનેક પ્રકારની સમાધિઓમાં સાધક શ્વાસને અટકાવીને શ્વાસહીન સ્થિતિમાં ચાલ્યા જાય છે. 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમુચિત શ્વસનક્રિયા દીર્ઘ શ્વાસની સમ્યક પ્રક્રિયાને સમજવા માટે વૈજ્ઞાનિક દષ્ટિથી તેની સમુચિત વિધિને જાણવાની જરૂર છે. શરીરવિજ્ઞાનની અંદર શ્વસનતંત્રના વિષયમાં જે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત છે તેના અનુસાર શ્વસનક્રિયામાં બે ફેફસાં તથા ડાયાફ્રામ (ઉદરપટલ), પાંસળીઓની વચ્ચેની Hizualiani (Intercoastal Musles) } sins! (Collarbones)ને ઉપયોગ ફેફસાંને કુલાવવા અને સંકેચવા માટે કરવામાં આવે છે. આપણું ફેફસાંમાં હવા ભરવાની શક્તિ લગભગ છે લીટર છે, પરંતુ સામાન્ય રીતે આ ક્ષમતાને પૂરેપૂરે ઉપગ બહુ જ થોડા લોકે કરે છે. અધિકાંશ લોકે ફક્ત અર્ધો લીટર હવાને વિનિમય શ્વાસોચ્છવાસ વખતે કરી શકે છે. તેનું કારણ એ છે કે સામાન્ય રીતે વ્યક્તિ ફક્ત પાંસળીની માંસપેશીઓ કે હાંસડીનો જ ઉપયોગ શ્વાસ માટે કરે છે. ડાયાફ્રામને ઉપગ તે તેઓ તેને માટે કરતા જ નથી. ડાયાફ્રામને ગતિશીલ બનાવવાથી ચાર કે પાંચ લીટર સુધી વાયુને વિનિમય સંભવિત બને છે. જ્યારે આપણે પાંસળીઓની વચ્ચેની માંસપેશીઓ તથા હાંસડીની સાથે સાથે ડાયાફ્રામને પણ ઉપગ કરવાનું શીખી લઈએ છીએ ત્યારે ફેફસાંની ક્ષમતાને પૂરેપૂરો ઉપગ કરવા આપણે સક્ષમ બનીએ છીએ. ૧. આ માટે હિન્દીમાં) જીવનવિજ્ઞાન ગ્રંથમાળાનું ત્રીજું પુષ્પ જેવું. 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્વાસને દીર્ઘ બનાવવાનો પ્રારંભ શ્વાસનું વધારેમાં વધારે રેચન કરવાથી થાય છે. વધારેમાં વધારે નિશ્વાસની ક્રિયા નિષ્પન્ન કરવા માટે પાંસળીની માંસપેશીઓને શિથિલ કરવાની સાથે સાથે ઉદરપટલને ઉપગ પણ આવશ્યક છે. પેટને અંદરની તરફ લઈ જવાથી ઉદરપટલ ઉપરની તરફ ખસે છે અને છાતી સંકુચિત થાય છે. આ રીતે કાર્બન ડાયોકસાઈડયુક્ત દુષિત હવાને સંપૂર્ણ રીતે બહાર કાઢી શકાય છે. પરિણામે ફેફસાંની અશુદ્ધ હવા સારી રીતે ખાલી થઈ જતાં તેમાં શુદ્ધ વાયુ ભરવા માટે સંપૂર્ણ અવકાશ મળી જાય છે. તે પછી શ્વાસને અંદર ભરવાની ક્રિયા શરૂ થાય છે. સૌથી પ્રથમ ઉદરપટલને, જેને સંકુચિત કરવામાં આવ્યો હતે, શિથિલ કરવામાં આવે છે, જેથી, પેટ ફલે છે, બહાર આવે છે. તેથી છાતી પહોળી થાય છે. અને હવા અંદર પ્રવેશવાની શરૂઆત કરે છે. પછી પાંસળીની માંસપેશીઓને સંકુચિત કરવાથી પાંસળીનું આખું બેખું ઉપર તથા બહારની તરફ ફેલાય છે. પરિણામે છાતીને વધારે ફૂલવાની જગા પ્રાપ્ત થાય છે. આ રીતે શુદ્ધ પ્રાણવાયુવાળી હવા ફેફસાંમાં સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. ઉપર પ્રમાણેને સઘળે અભ્યાસ બહુ જ શાંતિથી, સહજતાથી અને મંદ ગતિથી કરે જઈએ. આ અભ્યાસથી કઈ પણ પ્રકારને થાક કે તનાવ-ખેંચાણને અનુભવ ન થવું જોઈએ. અભ્યાસહીન દશામાં પેટના સંકેચ-વિકાસ દ્વારા ઉદરપટલની ગતિને ધીરે ધીરે અભ્યાસ દ્વારા વધારવી 22. Page #24 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, કેમકે ઉદરપટલની માંસપેશી અભ્યાસ ન હોવાની સ્થિતિમાં એકદમ જ ગતિશીલ કે લચીલી નથી બની શકતી. એટલે અભ્યાસ દ્વારા જ આ ક્રિયામાં સફળતા મળી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓને માટે તે આ અભ્યાસ છેડે વધારે સમય માંગી લે છે, કારણ કે અધિકાંશ રૂપે સ્ત્રીઓને શ્વાસકિયામાં હાંસડી કે પાંસળીઓની માંસપેશીએનો જ ઉપયોગ કરવાની ટેવ હોય છે. દીર્ઘશ્વાસની સંપૂર્ણ ક્રિયા કરવામાં સંપૂર્ણ જાગરૂકતાની જરૂર છે. આ પ્રકારના અભ્યાસથી દીર્ઘશ્વાસની ક્રિયા એટલી બધી હસ્તગત થાય છે કે તે જ ધીમે ધીમે સાહજિક શ્વાસ બની જાય છે. 23. Page #25 -------------------------------------------------------------------------- ________________ : 8: શ્વાસ–પ્રેક્ષાના પ્રકાર શ્વાસ-પેક્ષાને અર્થ છે–ચિત્ત શ્વાસને જ જતું રહે, ચિત્ત અને શ્વાસ બંને સાથે સાથે જ ચાલતાં રહે. શ્વાસ-પ્રેક્ષાના બે પ્રકાર છે – ૧. દીર્ઘ શ્વાસ-પ્રેક્ષા ' ૨. સમવૃત્તિ શ્વાસ-પેક્ષા ૧. દીર્ઘ ધાસ-પેક્ષા :– દીર્ઘ શ્વાસકિયામાં જ્યારે ઉદરપટલનો સંકેચ-વિસ્તાર થાય છે ત્યારે નાભિની આસપાસને પેટને ભાગ પ્રકમ્પિત થાય છે. આ પ્રકમ્પન એક વાસ્તવિક વર્તમાનકાલિક ઘટના છે, જેને અનુભવ કરી શકાય છે, જોઈ શકાય છે. ચિત્તની બે ધારા છે–વિચાર અને દર્શન–અથવા જેવું અને વિચારવું, પરંતુ આ બંને ધારા એકીસાથે નથી ચાલતી. એટલે કે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વિચારતા નથી અને જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે જેતા નથી. આ રીતે જેવું સમૃતિ, ચિંતન અને કલ્પનાના ચક્રવ્યુહને તેડવા માટેનું એક સશક્ત સાધન બની જાય છે. સ્થિર થઈ શ્વાસને જોઈએ, તે વિચારને સ્થગિત અને વિકલ્પને શૂન્ય બનાવી શકીએ છીએ. જ્યારે આપણે ચિત્તને બાહ્ય સંવેદનો કે ઘટનાઓથી હટાવીને આ આંતરિક ઘટના પર એકાગ્ર કરીએ છીએ, 24. Page #26 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે “ધ્યાન બની જાય છે, જેને આપણે દીર્ઘશ્વાસ પ્રેક્ષા કહીએ છીએ. શ્વાસની ગતિ મંદ કે શાંત થાય છે અને શરીર તનાવમુક્ત બને છે. " રવાસ-પેક્ષામાં સ્વાસના સમસ્ત પર્યાને જેવાને પ્રયત્ન કરવામાં આવે છે, બંને નસકેરાંના સંધિસ્થાનમાં ચિત્તને સ્થાપિત કરી આવતા-જતા શ્વાસને અનુભવ કરવામાં આવે છે. બંને નસકેરાં શ્વાસને અંદર પ્રવેશવા માટેનાં દ્વાર છે, તેમ બહાર જવાનો પણ દ્વાર છે. ત્યાં પ્રવાસના સ્પર્શને અનુભવ કરવામાં આવે છે, તેની આગળ ચિત્ત દ્વારા વાસના માર્ગને જોઈ શકાય છે, તેની માત્રા અને ગતિને જાણી શકાય છે, વગેરે વગેરે. આ આખી વર્તમાનની વાસ્તવિક ક્રિયા છે, જેના પર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. સામાન્ય રીતે બહારની હવા ઠંડી અને ઉચ્છવાસની હવા ગરમ હેય છે, જેથી પ્રવેશ કરતી વખતે ઠંડે સ્પર્શ અને બહાર કાઢતી વખતે ગરમ સ્પર્શને અનુભવ થાય છે. ૨. સમવૃત્તિ શ્વાસ-પેક્ષા જેવી રીતે દીર્ઘશ્વાસમાં શ્વાસની ગતિને પરિવર્તિત કરી શકાય છે તેવી જ રીતે સમવૃત્તિ-શ્વાસ-પેક્ષામાં તેની દિશા બદલવાની હોય છે. એક નસકેરાથી શ્વાસ અંદર લઈ બીજા નસકેરા દ્વારા શ્વાસ બહાર કાઢવામાં આવે છે તથા તેના દ્વારા જ અંદર લઈ પહેલા નસકેરાથી બહાર કાઢવામાં આવે છે. આ પરિવર્તન સંકલ્પશક્તિ દ્વારા નિષ્પન્ન થઈ શકે છે. ચિત્ત આ રીતે સતત શ્વાસની સાથે 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ સાથે ચાલે છે. તેની પ્રેક્ષા કરે છે. તેને “સમવૃત્તિ શ્વાસપ્રિક્ષા” કહેવાય છે. સમવૃત્તિશ્વાસ-પ્રેક્ષામાં નાડીસંસ્થાનું શોધન થાય છે, જ્ઞાન-શક્તિ વિકસિત થાય છે અને અતિન્દ્રિય જ્ઞાનની શકયતાઓનાં દ્વાર ખૂલે છે. સમવૃત્તિ-વાસ-પેક્ષા મિત્રીને પ્રયોગ છે. આપણે એ પ્રયોગ કરી રહ્યા છીએ કે જે ઠંડું છે તે પણ જરૂરનું છે અને જે ગરમ છે તે પણ જરૂરનું છે. બંને પરસ્પર વિરોધી હોવા છતાં પણ તે શત્રુ નથી. બંને આપણા જીવન માટે અત્યંત ઉપયોગી છે. દીર્ઘ-શ્વાસ-પ્રેક્ષા અને સમવૃત્તિ-વાસ-પેક્ષા સમયે Aવાસને લયબદ્ધ કે તાલબદ્ધ બનાવવામાં આવે છે. તેની સાથે સાથે શ્વાસને અંદર લઈ અંદર રોક તથા બહાર કાઢીને બહાર રોક તે આંતર કુંભક અને બાહ્ય કુંભક કહેવાય છે. આ પ્રકારનો પ્રયોગ ફક્ત એટલા જ સમય માટે કરવો જોઈએ જેથી તેમ કરવામાં મુશ્કેલી ન પડે. ખૂબ જ સરળતાથી કરવાથી શ્વાસસંયમને ધીરે ધીરે સાધી શકાય છે. ૧. ધાસ જ્યારે જમણા નસકેરા (સૂર્યનાડી) વડે લઈએ તે ઉમા વધે છે, શ્વાસ જ્યારે ડાબા નસકેરા (ચંદ્રનાડી) વડે લઈએ છીએ તે શીતળાની વૃદ્ધિ થાય છે. 26 Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૫ : શ્વાસ-પ્રેક્ષાના પરિણામો વાસ-પેક્ષા માનસિક એકાગ્રતાનું ખૂબ જ મહત્ત્વનું આલંબન છે. તેનાથી લેહીને બળ મળે છે, શક્તિ કેન્દ્રો જાગ્રત થાય છે, તેજસ શક્તિ જાગૃત થાય છે, સુષણ અને નાડીસંસ્થાન પ્રભાવિત થાય છે, જેનાથી ભાવનાઓ પર નિયંત્રણ કરવામાં સહાયતા મળે છે. જાગરૂકતા શ્વાસ-પેક્ષા જાગરૂકતાનો અચૂક ઉપાય છે. તેમાં આપણે અંદર જતા શ્વાસને અને બહાર આવતા શ્વાસને જોઈ શકીએ છીએ. જે ચિત્ત જાગરૂક હોય તે વાસને બરાબર રીતે જોઈ શકાય છે. જે ચિત્ત જાગરૂક ન હોય, તે ન તે બહાર જનાર શ્વાસ કે ન તે અંદર જતા શ્વાસને સારી રીતે જોઈ શકાશે. દરવાજા ઉપર ઊભેલો પ્રહરી (ચિત્ત) જે જાગરૂક નહીં હોય તે કોઈ પણ અંદર સહેલાઈથી પ્રવેશી શકશે અને કેઈ પણ સહેલાઈ થી બહાર નીકળી શકશે. પછી પ્રહરી હેવાને કઈ હેતુ જ નથી. આવતા જતા શ્વાસને જોતાં જોતાં ચિત્ત જાગરૂક બની. જાય છે, પછી એક પણ વાસ તેનાથી બચીને બહાર કે અંદર જઈ શકતો નથી, પ્રત્યેક શ્વાસને તે જોઈ જ લે છે. શ્વાસ અને ચિત્ત સાથે સાથે ચાલે, સહયાત્રી બને. બંને સાથી સાથે સાથે ચાલે અને એક ઊંઘતે રહે તે તે કદાપી બની શકે જ નહીં. ઊંઘ આવતાં જ સાથ છૂટી Page #29 -------------------------------------------------------------------------- ________________ જશે. વાસનું ક્ષેત્ર સીમિત છે, ચિત્તનું ક્ષેત્ર અસીમિત. ચિત્તનું કામ એ નથી કે તે શ્વાસની સીમામાં ગતિ કરતું રહે, વાસની સાથે સાથે રહે, શ્વાસની યાત્રા મૂકી છે, તેના યાત્રાપથ નસકારાંથી ફેફસાં સુધી બહુ જ સ‘કીણ અને ટૂંકા છે, પરંતુ ચિત્તના માર્ગ બહુ જ લાંબા-પહોળા છે, ઘણા જ દીઘ છે. તે એક જ ક્ષણમાં આખી દુનિયાનું ચક્કર કાપી શકે છે. આટલી વિશાળ યાત્રા કરનાર અને આટલી તીવ્ર ગતિથી ચાલવાવાળા ચિત્તને શ્વાસ જેવા નાના યાત્રીની સાથે જોડી રાખવું ખૂખ મુશ્કેલ કામ છે, પરંતુ એ જરૂર કરી શકાય છે. આમ કરવાથી જ ચિત્ત જાગરૂક બની શકે છે. પછી તે કદી જ સૂતું નથી. તે શ્વાસનું સાથી અની જાય છે. આપણે ચિત્તને તદ્દન જાગરૂક રાખવું છે, વાસ-પ્રેક્ષા તેનુ સબળ માધ્યમ છે. ચિત્તને સાધ્યા પછી તેનું ભટકવાનું અટકી જાય છે, પ્રમાદ નાશ પામે છે, સૂવાની ટેવ છૂટી જાય છે. પછી તા તે પૂર્ણ રૂપે અનુશાસિત અને નિયંત્રિત થઈ જાય છે. સમભાવ શ્વાસ વાસ્તવિક છે, એટલા માટે તે સત્ય છે, વ - માનની ઘટના છે. શ્વાસ-પ્રેક્ષા કરવાના હેતુ છે—સત્યને જોવુ, વર્તમાનમાં જીવવાના અભ્યાસ કરવા. શ્વાસ એક ઘટના છે. તે વમાનની ઘટના છે, ભૂતકાળ કે ભવિષ્યકાળની ઘટના નથી. જે ક્ષણમાં આપણે શ્વાસ લઈએ છીએ તે જ ક્ષણે આપણે તેને જોઈ રહ્યા છીએ. આ વમાનની ક્ષણ 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. આ છે—વમાનમાં જીવવાના અભ્યાસ, વર્તમાનમાં રહેવાના અભ્યાસ. જ્યારે આપણે વર્તમાનમાં છીએ, તેને જ જોઈ રહ્યા છીએ, તે સમયે ત્યાં નથી રાગ, નથી દ્વેષ. કારણ, જ્યારે સ્મૃતિ કે કલ્પના નથી તેા રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. આપણે સ્મૃતિ અને કલ્પનાથી મુક્ત તથા રાગ-દ્વેષથી મુક્ત ક્ષણમાં જીવી રહ્યા છીએ. આ છે શુદ્ધ ચેતનાની ક્ષણુ, આ છે વર્તમાનની ક્ષણુ. અહીં નથી પ્રિયતા, નથી અપ્રિયતા; નથી ભૂતકાળની કાઈ સ્મૃતિ કે નથી ભવિષ્યની કાઈ ચિંતા. ફક્ત વર્તમાન ક્ષણનું જીવન છે. શ્વાસને જાવાના અથ છે-સમભાવમાં જીવવું, શ્વાસને જોવાના અથ છે—વત માનમાં 'જીવવુ', વર્તમાનમાં જીવવાના અથ છે—મનને વિશ્રામ આપવા, ખેાજાથી મુક્ત થવુ', માનસિક તનાવથી મુક્તિ પ્રાપ્ત કરવી, વીતરાગતાની ક્ષણમાં જીવવું, રાગ-દ્વેષ-મુક્ત ક્ષણુમાં જીવવું. જે વ્યક્તિ શ્વાસને જુએ છે તેના તનાવ આપે!આપ વિસર્જિત થઈ જાય છે. જ્ઞાતા-દૃષ્ટાભાવ . શ્વાસ-પ્રેક્ષા જ્ઞાતા-દૃષ્ટા ભાવને વિકસિત કરવાના પણ સક્ષમ ઉપાય છે. આપણી ચેતનાનેા મૂળ ધર્મ છે—જાણવું અને જોવુ', રાતાભાવ અને દૃષ્ટાભાવ. આપણે જ્યારે આપણા અસ્તિત્વમાં હોઈએ છીએ આત્માની સન્નિધિમાં હાઈ એ છીએ, ત્યારે ફક્ત જાણવુ' અને જોવુ –એ જ વાતા ઘટિત થાય છે. પરંતુ જ્યારે તેમાંથી બહાર આવીએ છીએ ત્યારે, આપણા કેન્દ્રથી હટી પરિધિમાં આવીએ છીએ ત્યારે સાથે સાથે ખીજુ કાંઈક જોડાઈ જાય છે, મિશ્રણ થઈ જાય છે. 29 Page #31 -------------------------------------------------------------------------- ________________ મિશ્રણ થતાંની સાથે જ જાણવું-જેવું છૂટી જાય છે અને ચિંતન કરવું, વિચારવું, મનન કરવું રહી જાય છે. ચિંતનમનન સત્યની શોધનાં સાધને નથી. સત્યની શોધ માટે અધ્યાત્મની ચેતનાને જાગૃત કરવી પડશે. એ દષ્ટાભાવથી જ શક્ય બને છે. શ્વાસને જે તે ચેતના-જાગરણની દિશાનું પહેલું કદમ છે. સાચી દિશામાં ઉઠાવેલું પ્રથમ કદમ ધ્યેયની મંજિલ સુધી પહોંચાડનાર આગળનાં કદની શંખલાનું આદિ-બિન્દુ બને છે. શ્વાસને જે તે આત્મસાક્ષાત્કારની મંજિલ સુધી પહોંચવાનું પ્રથમ સે પાન છે. શ્વાસને જોવાનો અર્થ છે--દર્શનની વાત પર આવી જવું. અહીં વિચારવાનું છૂટી જાય છે, ફક્ત જોવું, જવાનું જ રહી જાય છે. જેવાનું શરૂ કરતાં જ વિચારે અને વિકલ્પ પર પ્રહાર થવાનું શરૂ થઈ જાય છે. વિકથી હટીને અવિકલ્પ અને ચિંતનથી હટીને અચિંતન પર કદમ આગળ વધવા લાગે છે. શ્વાસ-પેક્ષા દ્વારા આપણે જાણવા અને જોવાની મૂળપ્રવૃત્તિને પ્રારંભ કરીએ છીએ, જ્ઞાતા-ભાવ, દષ્ટા-ભાવને વિકાસ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે ઈન્દ્રિયો દ્વારા વિષયને જાણવા અને જોવાની સાથે આપણા પ્રિયતાઅપ્રિયતાના ભાવને પણ જોડી દઈએ છીએ. તેમના પ્રત્યે આપણું ચિત્તમાં રાગ કે દ્વેષના ભાવ ઉત્પન્ન થતા રહે છે. ઉદાહરણાર્થ—આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા જ્યારે આપણે કઈ સુગંધ-યુક્ત કે દુર્ગધ-યુક્ત પદાર્થને જાણીએ છીએ કે અનુભવીએ છીએ તે આપણું ચિત્ત તરત જ તેનું વિશ્લેષણ 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ કરી પિતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી દે છે અને તેના પ્રત્યે રાગ યા શ્રેષને ભાવ આવે છે. સુગંધ કે દુર્ગધનું વિશ્લેષણ કર્યા વગર ફક્ત ગંધને અનુભવ જ કરે તે જ્ઞાતાભાવ અને દષ્ટાભાવ છે. જ્યારે આપણે શ્વાસપેક્ષાને અભ્યાસ કરીએ છીએ ત્યારે શ્વાસની સાથે ચિત્તને જેડીએ છીએ કે ચિત્તથી શ્વાસને જોઈએ છીએ. શ્વાસને જોઈએ છીએ પરંતુ વિચારતા નથી. મૂળરૂપે “ફકત જોવું ને આ પ્રયત્ન છે. સાથે સાથે એકાગ્રતા પણ સધાય છે. પરંતુ આપણે શ્વાસપ્રેક્ષા ફક્ત એકાગ્રતાને માટે નથી કરતા, દષ્ટાભાવને વિકસિત કરવાને માટે કરીએ છીએ. શક્તિ જાગરણ આપણે દીર્ઘશ્વાસ લઈએ છીએ, દીર્ઘ-વાસની પ્રેક્ષા કરીએ છીએ, તેને અર્થ એ થયો કે આપણે શક્તિના મૂળ સ્ત્રોતને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દઈ શ્વાસને જોવાની વાત બહુ નાનીશી લાગે છે, પરંતુ તે બહુ જ ગહન વાત છે. એક જ આંગળીને પકડીને આખાએ ઘરના માલિક બનવાની વાત છે. આપણે આ પ્રક્રિયામાં ફક્ત પ્રાણને જ પકડી નથી રહ્યા પણ બધી જ પ્રાણશક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે આપણે શ્વાસને દીર્ઘ કરીએ છીએ, આપણે બધી જ ઊર્જાને ખેંચીએ છીએ અને તેને જોઈએ છીએ, ત્યારે શક્તિના મૂળસ્રોતને જાગૃત કરી લઈએ છીએ, જેના વિશ્લેટ દ્વારા Page #33 -------------------------------------------------------------------------- ________________ આપણને નવી નવી શક્તિઓ પ્રાપ્ત થાય છે. નવી દિશાએના ઉદ્ઘાટન માટે શ્વાસ-પ્રેક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેવી રીતે દીઘ -શ્વાસ-પ્રેક્ષા શક્તિ-જાગરણનું મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે તેવી જ રીતે સમવૃત્તિ-શ્વાસ-પ્રેક્ષા પણ શક્તિ-જાગરણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. મનેાકાયિક ચિકિત્સકે એ નિષ્કર્ષ પર પહેાંચ્યા છે કે સમવૃત્તિ શ્વાસના માધ્યમથી ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને ગૃત કરી શકાય છે. ક્લેરવેાર્યન્સ' (દૂરદૃષ્ટિ)ની પ્રાપ્તિ તેનાથી જ શકય અને છે. સમવૃત્તિ વાસના સતત અનેક પ્રાપ્તિમાં સહાયક બને છે. અભ્યાસ 32 Page #34 -------------------------------------------------------------------------- ________________ કોણે કહ્યું મન ચંચળ છે હિન્દી-ગુજ.] ચેતનાનું ઊર્ધ્વરોહણ હિન્દી-ગુજ.] જૈન યોગ હિન્દી-ગુજ.). મન જીતે જીત (હિન્દી-ગુજ.] આભામંડળ (હિન્દી-ગુજ.] સંબોધિ હિન્દી-ગુજ.] અપને ઘરમેં પ્રક્ષાધાન : આધાર અને સ્વરૂપ | હિન્દી-ગુજ.] પ્રેક્ષાધાન : કાયોત્સર્ગ (હિ.-ગુજ.] પ્રક્ષાધાન : શ્વાસપેક્ષા [" "] પ્રેક્ષાધાન : શરીરપ્રક્ષા [" "] પ્રેક્ષાધાન : ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા [" "]. પ્રેક્ષાધાન : વેશ્યાધાન [" "] એનેકાન્ત ત્રીજું નેત્ર હિન્દી-ગુજ.] કસે સોચેં ? હિન્દી-ગુજ.). પૂ. યુવાચાર્ય મહાપ્રશજી એસો પંચણમોકરો હિન્દી-ગુજ.] અપ્પાર્ણ શરણં ગચ્છામિ મહાવીર કી સાધના કા રહસ્ય મેં, મેરા મન, મેરી શાન્તિ હિ. અં.] જીવન કી પોથી યોગ-સંબંધી મન કા કાયાકલ્પ ઘટ ઘટ દીપ જલે જીવનવિજ્ઞાન શ્રમણ મહાવીર હિન્દી અંગ્રેજી] મનન ઔર મૂલ્યાંકન એકલા ચલો રે અહમ્ કર્મવાદ અવચેનન મન સે સંપર્ક સત્ય કી ખોજ ઉત્તરદાયી કૌન ? A R RAR 3,462416onal મેરી દ્રષ્ટિ : મેરી સૃષ્ટિ પ્રકારના સોયા મન જગ જાયે લેખકની મહત્વની કૃતિઓ અનજાન મારતો