________________
: ૨ : શ્વાસનું આલંબન શા માટે? સ્થૂળ સૂક્ષ્મ તરફ:
આપણે આપણું સુષુપ્ત ચેતનાને જાગૃત કરવા માગીએ છીએ-આપણું શાંતિના સ્ત્રોતને ઉદ્દઘાટિત કરવા માગીએ છીએ. તેનું પ્રથમ સૂત્ર છે “સૂફમથી પરિચિત થવું.” જે આપણે સૂમથી પરિચિત થવું હોય, તે સૌથી પ્રથમ આપણે સ્થળને સમ્યગૂ રીતે જાણવું જોઈએ. બહારને દરવાજો ખેલ્યા વગર અંદરના દરવાજા સુધી પહોંચી શકાતું નથી. આપણે સ્થળથી સૂમ તરફ પ્રયાણ કરવું પડશે.
ધ્યાનમાં આપણે શ્વાસનું આલંબન લઈએ છીએ. આ પ્રથમ સોપાન છે. એનાથી સ્થૂળથી સૂકમ તરફ પ્રયાણને આરંભ થાય છે. શ્વાસ જ એક એવું તવ છે જે બહાર પણ આવે છે અને અંદર પણ જાય છે. બીજું એવું એક પણ સાધન નથી કે જે બહાર પણ રહે અને અંદર પણ જાય. મન છે પણ તે બેઢંગુ છે. તે પોતે જ એવું ચંચળ છે કે તેને આલંબન બનાવી શકાય તેમ નથી. તેને તે ઉપરથી આલંબન આપવું પડે તેમ છે.
યોગાચાર્યોએ મનને વશ કરવાને એક ઉપાય બતાવ્ય છે. તે ઉપાય છે–શ્વાસ. શ્વાસને પકડતાં જ મન પકડમાં આવી જાય છે. ત્યારે મને એવું સીધું, સરળ બની જાય છે કે તેની ચંચળતા તદ્દન નાશ પામે છે.
એટલા માટે જ આપણે ધ્યાન-પ્રક્રિયામાં શ્વાસને આલંબન બનાવ્યું છે. એ શ્વાસ તે યાત્રી છે જે બહારની
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org