________________
: ૫ : શ્વાસ-પ્રેક્ષાના પરિણામો વાસ-પેક્ષા માનસિક એકાગ્રતાનું ખૂબ જ મહત્ત્વનું આલંબન છે. તેનાથી લેહીને બળ મળે છે, શક્તિ કેન્દ્રો જાગ્રત થાય છે, તેજસ શક્તિ જાગૃત થાય છે, સુષણ અને નાડીસંસ્થાન પ્રભાવિત થાય છે, જેનાથી ભાવનાઓ પર નિયંત્રણ કરવામાં સહાયતા મળે છે. જાગરૂકતા
શ્વાસ-પેક્ષા જાગરૂકતાનો અચૂક ઉપાય છે. તેમાં આપણે અંદર જતા શ્વાસને અને બહાર આવતા શ્વાસને જોઈ શકીએ છીએ. જે ચિત્ત જાગરૂક હોય તે વાસને બરાબર રીતે જોઈ શકાય છે. જે ચિત્ત જાગરૂક ન હોય, તે ન તે બહાર જનાર શ્વાસ કે ન તે અંદર જતા શ્વાસને સારી રીતે જોઈ શકાશે. દરવાજા ઉપર ઊભેલો પ્રહરી (ચિત્ત) જે જાગરૂક નહીં હોય તે કોઈ પણ અંદર સહેલાઈથી પ્રવેશી શકશે અને કેઈ પણ સહેલાઈ થી બહાર નીકળી શકશે. પછી પ્રહરી હેવાને કઈ હેતુ જ નથી. આવતા જતા શ્વાસને જોતાં જોતાં ચિત્ત જાગરૂક બની. જાય છે, પછી એક પણ વાસ તેનાથી બચીને બહાર કે અંદર જઈ શકતો નથી, પ્રત્યેક શ્વાસને તે જોઈ જ લે છે. શ્વાસ અને ચિત્ત સાથે સાથે ચાલે, સહયાત્રી બને. બંને સાથી સાથે સાથે ચાલે અને એક ઊંઘતે રહે તે તે કદાપી બની શકે જ નહીં. ઊંઘ આવતાં જ સાથ છૂટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org