________________
કરી પિતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી દે છે અને તેના પ્રત્યે રાગ યા શ્રેષને ભાવ આવે છે. સુગંધ કે દુર્ગધનું વિશ્લેષણ કર્યા વગર ફક્ત ગંધને અનુભવ જ કરે તે જ્ઞાતાભાવ અને દષ્ટાભાવ છે.
જ્યારે આપણે શ્વાસપેક્ષાને અભ્યાસ કરીએ છીએ ત્યારે શ્વાસની સાથે ચિત્તને જેડીએ છીએ કે ચિત્તથી
શ્વાસને જોઈએ છીએ. શ્વાસને જોઈએ છીએ પરંતુ વિચારતા નથી. મૂળરૂપે “ફકત જોવું ને આ પ્રયત્ન છે. સાથે સાથે એકાગ્રતા પણ સધાય છે. પરંતુ આપણે શ્વાસપ્રેક્ષા ફક્ત એકાગ્રતાને માટે નથી કરતા, દષ્ટાભાવને વિકસિત કરવાને માટે કરીએ છીએ. શક્તિ જાગરણ
આપણે દીર્ઘશ્વાસ લઈએ છીએ, દીર્ઘ-વાસની પ્રેક્ષા કરીએ છીએ, તેને અર્થ એ થયો કે આપણે શક્તિના મૂળ સ્ત્રોતને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દઈ શ્વાસને જોવાની વાત બહુ નાનીશી લાગે છે, પરંતુ તે બહુ જ ગહન વાત છે. એક જ આંગળીને પકડીને આખાએ ઘરના માલિક બનવાની વાત છે. આપણે આ પ્રક્રિયામાં ફક્ત પ્રાણને જ પકડી નથી રહ્યા પણ બધી જ પ્રાણશક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે આપણે શ્વાસને દીર્ઘ કરીએ છીએ, આપણે બધી જ ઊર્જાને ખેંચીએ છીએ અને તેને જોઈએ છીએ, ત્યારે શક્તિના મૂળસ્રોતને જાગૃત કરી લઈએ છીએ, જેના વિશ્લેટ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org