________________
: ૧ :
ધાસ શું છે ? નંપિવરવા બrgયામgi–આત્મા દ્વારા આત્માને જુઓ, સ્વયં સ્વયંને જુઓ – આ પ્રેક્ષાધ્યાનનું મૂળ સૂત્ર છે. આપણે આત્મા ને આપણું શરીર તાવિક દષ્ટિએ ભિન્ન હોવા છતાં પણ વ્યવહારની ભૂમિકા પર ભિન્ન નથી. શ્વાસ અને જીવન બંને એકાર્થક જેવાં છે. જ્યાં સુધી જીવન ત્યાં સુધી શ્વાસ, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી જીવન. શ્વાસને શરીર અને મનની સાથે ગાઢ સંબંધ છે. આ એક એવો સેતુ છે જેના દ્વારા નાડી-સંસ્થાન, મન અને પ્રાણશક્તિ સુધી પહોંચી શકાય છે. શ્વાસ, શરીર અને મન-આ બધાં પ્રાણશક્તિ દ્વારા સંચાલિત થાય છે. પ્રાણશક્તિ સૂક્ષમ શરીર (તેજસ–શરીર) દ્વારા અને સૂકમ શરીર અતિ સૂક્ષમ શરીર (કર્મ–શરીર) દ્વારા સંચાલિત થાય છે. અતિ સૂક્ષમ શરીર આત્મા દ્વારા સંચાલિત થાય છે. એટલા માટે જ શ્વાસ, શરીર, પ્રાણ અને કર્મનાં સ્પંદનોને જેવાં તે જ આત્માને જેવા બરાબર છે, તે ચૈતન્ય-શક્તિને જેવા બરાબર છે જેના દ્વારા પ્રાણ-શક્તિ સ્વન્દિત થાય છે.
આ બધાની પ્રેક્ષાના આધાર પર પ્રેક્ષા-ધ્યાન પદ્ધતિમાં આ પ્રમાણેના પ્રકારો પાડવામાં આવ્યા છે–શ્વાસ-પ્રેક્ષા, શરીર-પેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, વિચાર-પેક્ષા વગેરે વગેરે. પ્રસ્તુત પુષ્પમાં આપણે શ્વાસ-પ્રેક્ષાના વિષયની વિસ્તારથી ચર્ચા કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org