SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વાસને દીર્ઘ બનાવવાનો પ્રારંભ શ્વાસનું વધારેમાં વધારે રેચન કરવાથી થાય છે. વધારેમાં વધારે નિશ્વાસની ક્રિયા નિષ્પન્ન કરવા માટે પાંસળીની માંસપેશીઓને શિથિલ કરવાની સાથે સાથે ઉદરપટલને ઉપગ પણ આવશ્યક છે. પેટને અંદરની તરફ લઈ જવાથી ઉદરપટલ ઉપરની તરફ ખસે છે અને છાતી સંકુચિત થાય છે. આ રીતે કાર્બન ડાયોકસાઈડયુક્ત દુષિત હવાને સંપૂર્ણ રીતે બહાર કાઢી શકાય છે. પરિણામે ફેફસાંની અશુદ્ધ હવા સારી રીતે ખાલી થઈ જતાં તેમાં શુદ્ધ વાયુ ભરવા માટે સંપૂર્ણ અવકાશ મળી જાય છે. તે પછી શ્વાસને અંદર ભરવાની ક્રિયા શરૂ થાય છે. સૌથી પ્રથમ ઉદરપટલને, જેને સંકુચિત કરવામાં આવ્યો હતે, શિથિલ કરવામાં આવે છે, જેથી, પેટ ફલે છે, બહાર આવે છે. તેથી છાતી પહોળી થાય છે. અને હવા અંદર પ્રવેશવાની શરૂઆત કરે છે. પછી પાંસળીની માંસપેશીઓને સંકુચિત કરવાથી પાંસળીનું આખું બેખું ઉપર તથા બહારની તરફ ફેલાય છે. પરિણામે છાતીને વધારે ફૂલવાની જગા પ્રાપ્ત થાય છે. આ રીતે શુદ્ધ પ્રાણવાયુવાળી હવા ફેફસાંમાં સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. ઉપર પ્રમાણેને સઘળે અભ્યાસ બહુ જ શાંતિથી, સહજતાથી અને મંદ ગતિથી કરે જઈએ. આ અભ્યાસથી કઈ પણ પ્રકારને થાક કે તનાવ-ખેંચાણને અનુભવ ન થવું જોઈએ. અભ્યાસહીન દશામાં પેટના સંકેચ-વિકાસ દ્વારા ઉદરપટલની ગતિને ધીરે ધીરે અભ્યાસ દ્વારા વધારવી 22. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy