Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/004854/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ!હે પ્રભુ ! શું કહું Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમકૃપાળુદેવાય નમઃ શ્રી સદ્ગુરુદેવાય નમઃ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત હે પ્રભુ! હે પ્રભુ! શું કહું શ્રી સદ્ભરુભકિતરહસ્ય (ભક્તિના વીશ દોહરા) અર્થ – પૂજ્યશ્રી આત્માનંદજીના ભક્તિમાર્ગના દોહરા'માંથી સાભાર ઉદ્ધત શ્રીમ, જિક ધરમપુર Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી સદ્ગુરુભકિતરહસ્ય (ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ ની આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દેઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો,નથૅ સત્સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથીં આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથ નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? ૧૩ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, અહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડ પડ તુજ પદપંકજે, ફરી ફરી માર્ગ એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! હે પ્રભુ!'નો મહિમા પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ફરમાવે છે – “વીસ દુહા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, “છ પદ'નો પત્ર, યમનિયમ', “આત્મસિદ્ધિ' - આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે'. એ તો વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. શ્રી ઉપદેશામૃતજી, પૃષ્ઠ ૩૮૮ | - - - ----- - - -- - - - Page #6 -------------------------------------------------------------------------- ________________ મન - = - - “હે પ્રભુ! હે પ્રભુ!” – પરિચય પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે – પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના જીવનકાળ દરમ્યાન વીસેક જેટલાં સ્વતંત્ર ધાર્મિક કાવ્યોની રચના કરી હતી. તેમાંના કેટલાંક હિંદી ભાષામાં પણ છે. પરમકૃપાળુદેવે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેમાંનાં કેટલાંક કાવ્યોમાં પરમકૃપાળુદેવની અંતરંગ દશાનું વર્ણન છે, કેટલાંકમાં ગુરુમહાભ્ય વર્ણવ્યું છે, કેટલાંકમાં તત્ત્વજ્ઞાનનો બોધ છે તો કેટલાંકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે. વિ.સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં પરમકૃપાળુદેવે રાળજમાં ચાર કાવ્યોનું સર્જન કર્યું હતું, (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, (૨) યમનિયમ સંજમ આપ કિયો, (૩) જડ ભાવે જડ પરિણમે, (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ કૃતિઓ કદમાં નાની છે, પણ તેમાં આશય ઘણો ગૂઢ છે. શબ્દ થોડા છે, પણ અર્થ બહોળા છે. સર્વ આત્મહિતેચ્છુઓએ સ્વ-કલ્યાણાર્થે તે કાવ્યો સમજવા જેવાં છે. વીશ દોહરા' તરીકે સુપ્રસિદ્ધ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું' એ ભાવવાહી પંક્તિથી શરૂ થતા કાવ્યમાં પ્રભુ આગળ દીન થઈ પરમકૃપાળુદેવે પ્રાર્થના કરી છે. હૃદય Page #7 -------------------------------------------------------------------------- ________________ - સોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં સદ્ગુરુની ભક્તિનું રહસ્ય દર્શાવતી આ કૃતિ પરમકૃપાળુદેવની પદ્યરચનાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આ કાવ્યની રચના વખતે પહેલી પંક્તિમાં હે હરિ! હે હરિ!' શબ્દો હતા, પણ પછીથી પરમકૃપાળુદેવે ‘હરિ'ની જગ્યાએ “પ્રભુ' શબ્દ મૂક્યો હતો. આત્મનિરીક્ષણથી ઓતપ્રોત આ કાવ્યમાં ૪૫ વાર નથી', “નહીં' આદિ અભાવાત્મક શબ્દોના પ્રયોગ દ્વારા જીવના દોષોનું વર્ણન કર્યું છે. અત્યંત મનનયોગ્ય, હૃદયસ્પર્શી અને અપૂર્વ ભાવ પ્રેરનાર આ દોહરા, બોલનારને પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા દોષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે. હજારો મુમુક્ષુઓ તેને કંઠસ્થ કરી, નિયમિતપણે તેનો પાઠ કરે છે. જાતિ-ધર્મ-સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ મુમુક્ષુઓને, આબાલવૃદ્ધ સર્વ કોઈને સર્વ કાળે સ્વાધ્યાય કરવા યોગ્ય એવી પરમકૃપાળુદેવની આ સુપ્રસિદ્ધ કૃતિનો અક્ષરે અક્ષર હૃદયસોંસરો ઊતરી જાય એવો વેધક છે. તેમાં પરમકૃપાળુદેવે એવો ભક્તિસિધુ ઉલ્લાસાવ્યો છે કે તેનું ઊંડું અવગાહન કરતાં આત્માને અપૂર્વ જાગૃતિ પ્રગટે છે. આ વીસ દોહરા વિષે પરમકૃપાળુદેવ શ્રી લલ્લુજી મુનિને વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રાંક પ૩૪માં લખે છે કે – “આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂટ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્ગદષ્ટિ ઉદય Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કર્યું છે કે હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ચ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય "હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે | દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” શ્રીમદ્ રાજચંદ્ર જીવન અને કવન, પૃષ્ઠ ૧૯૫-૨૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ દોહરો - ૧ હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. અર્થ – મારા જેવા દીન અને અનાથ પર દયા કરનાર હે પ્રભુ! હે કરુણાના સાગર! હું કેટલો પામર છું, તેની શું વાત કરું? હું તો અનંત દોષોનું પાત્ર છું, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) “હે પ્રભુ!'નો પાઠ કરતાં પ્રભુ સાથે વાર્તાલાપ કરું છું એવો ભાવ શું દર વખતે મને રહે છે? કેમ? • • • • • • • • • • • • • • • ....... .......... ૨) હું કઈ રીતે દીન છું, અનાથ છું? ૩) મારામાં અનંત દોષ છે એવો અહેસાસ મને કઈ રીતે જાગશે? Page #10 -------------------------------------------------------------------------- ________________ J Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દોહરો - ૨ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? અર્થ – હે પરમ સ્વરૂપ એવા પરમાત્મા! મારામાં સમત્વ અને આત્મલીનતારૂપ શુદ્ધ ભાવ નથી, સર્વાત્મમાં પરમાત્માને જોવાની દૃષ્ટિ નથી અને નથી લઘુતાદીનતારૂપી પરમર્દન્યત્વ ધર્મ. આવી મારી પામરતાની હું શું વાત કરું? મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારી શુભ પ્રવૃત્તિમાં પણ કઈ રીતે અશુદ્ધતા પ્રવેશી જાય છે? - - ••••••••••••• ૨) મારી કઈ કઈ પ્રવૃત્તિમાં હું પ્રભુ સાથે અનુસંધાન રાખીશ? - - - - - - - , , , , , ૩) હું કઈ રીતે મારામાં લઘુતા-દીનતાનો ભાવ કેળવીશ? Page #12 -------------------------------------------------------------------------- ________________ 99 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દોહરો ૩ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. અર્થ – મેં ગુરુદેવની આજ્ઞાને હૃદયમાં અચળરૂપે સ્થાપી નથી, તેમજ નથી તેમના પ્રત્યે દૃઢ વિશ્વાસ નથી પરમ આદર. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું સદ્ગુરુની કઈ કઈ આજ્ઞાઓ ભાવથી પાળતો નથી? ૨) કયા કયા પ્રસંગોમાં મારી સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા દેઢ રહેતી નથી? ૩) સદ્ગુરુ પ્રત્યેના વિનયમાં મારી ક્યાં ચૂક થાય છે? Page #14 -------------------------------------------------------------------------- ________________ . Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ' ' - * દોહરો - ૪ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. અર્થ – મારે નથી સત્સંગનો યોગ, નથી સત્સવાનો યોગ કે નથી સન્દુરુષ પ્રત્યે સંપૂર્ણ અર્પણતા કે નથી મન, વચન, કાયાના યોગ ગુરુની આજ્ઞાને અનુસરતા. એવી મારી અધમ દશા છે. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) સત્સંગમાં મારી વૃત્તિ અખંડપણે સન્મુખ રહેતી નથી તેનું શું કારણ છે? • • • • • ૨) સદગુરુને સર્વસ્વ સમર્પણ કરવામાં મને શું આડું આવે છે? • • • • • • • • • • • • • ................................................ ૩) મને મળેલી સદ્ગુરુની કોઈક આજ્ઞાનો આશય વિચારું. - - - - - - - - - - - - - Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દોહરો ‘હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અર્થ – ફરીથી સાધક પોતાની પામરતાનો સ્વીકાર કરી કહે છે કે ‘હું સત્સંગ અને સત્પુરુષના શરણ વિના કંઈ પણ ક૨વાને અસમર્થ છું, ધર્મમાર્ગમાં મારા જેવો પામર શું કરી શકે?' એવી વિવેકબુદ્ધિ, વિનય મારામાં નથી. વળી આપના ચરણનું શરણ મને છેક મરણ સુધી રહે એવી ધીરજ પણ મારામાં નથી. - ૫ મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મને કઈ કઈ પ્રવૃત્તિઓમાં કર્તાબુદ્ધિ છે? ૨) મારી કર્તબુદ્ધિ હું કઈ રીતે તોડીશ? ૩) કઈ કઈ પરિસ્થિતિમાં હું આજ્ઞા પાળવાનું ચૂકી જાઉં છું? Page #18 -------------------------------------------------------------------------- ________________ . . Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દોહરો - ૬ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અર્થ – હે પ્રભુ! તારો મહિમા કેટલો અપાર છે! મનથી પણ જાણી ન શકાય તેવો તારો અચિત્ય મહિમા છે. તેમ છતાં તે પ્રત્યે મારા ભાવો પ્રફુલ્લિત કેમ નથી થતાં? તારા પ્રત્યે મને અંશમાત્ર પણ સ્નેહ નથી ઊપજતો. તારા પ્રત્યે હું ઉત્કૃષ્ટપણે પ્રભાવિત કેમ થતો નથી? મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારા સદ્ગુરુનું માહાત્મ શા કારણે છે? ૨) કયા સાંસારિક પદાર્થો જોઈને મને પ્રફુલ્લિત ભાવ જાગે છે? • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ....................................... ૩) સદ્ગુરુ પ્રત્યેનો મારો પ્રેમ શા માટે અશુદ્ધ છે? Page #20 -------------------------------------------------------------------------- ________________ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દોહરો - ૭ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. અર્થ – હે પ્રભુ! તારા અવિચળ સ્વરૂપ પ્રત્યે મને પ્રેમ નથી. તારી વિરહ-અગ્નિનો તાપ મને લાગતો નથી એવો હું પથ્થરદિલ છું. તારા ચરિત્ર-પ્રેમની કથાઓ આ કાળમાં અલભ્ય છે, છતાં મને તેનો અફસોસ નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) સદ્ગુરુ પ્રત્યેની મારી આસક્તિ શા માટે વધ-ઘટ થાય છે? ૨) સગુરુના વિયોગ વખતે મને શા માટે વિરહ નિરંતર વેદાતો નથી? ૩) હું સદ્ગુરુના પ્રેમની કથા કરવા-સાંભળવાનો કેટલો - પ્રયત્ન કરું છું? પ . . . , , , , , , , , , , , Page #22 -------------------------------------------------------------------------- ________________ 29 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દોહરો - ૮ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. અર્થ – પ્રભુ! મેં ભક્તિમાર્ગમાં પ્રવેશ પણ કર્યો નથીકે નથી મને પ્રભુભજનમાં ભાનપૂર્વકની દઢતા, નથી મને સ્વધર્મની સમજ અને નથી આ સર્વને પુષ્ટિ આપે તેવું કોઈ શુભ ક્ષેત્ર. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારો ભક્તિમાર્ગમાં પ્રવેશ શા માટે થયો નથી? •••••••••• , , , , , , , , , , , , , , , , , , , , ૨) મને દર વખતે ભજનમાં તન્મયતા કેમ આવતી નથી? ............................................ ૩) હું શા માટે નિવૃત્તિક્ષેત્રે જતો નથી? અથવા જાઉં છું તો શા માટે સંપૂર્ણપણે લાભ થતો નથી? . - - - - - - - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દોહરો - ૯ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. અર્થ – કળિકાળના દોષને લીધે વ્યવહારમાં આહારવિહારરૂપ મર્યાદાધર્મ રહ્યો નથી અને સાધનામાર્ગમાં આજ્ઞા આરાધનરૂપ મર્યાદાધર્મ નથી. પણ હું કેવો ભારે કર્મી છું કે મને તે માટેની વ્યાકુળતા-મૂંઝવણ થવી જોઈએ તે પણ થતી નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) કળિકાળમાં ઉપલબ્ધ કયાં નિમિત્તોમાં હું આકર્ષાઉં છું? • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨) કળિકાળની અસરથી બચવા માટે મને સગુરુએ કઈ કઈ આજ્ઞારૂપી મર્યાદાધર્મ આપ્યા છે? ૩) તે મર્યાદાધર્મ ચૂકી હું સાંસારિક નિમિત્તોમાં તન્મય થઈ જાઉં છું, છતાં મને વ્યાકુળતા થતી નથી તેનું કારણ શું? - - - - - - - - - - Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ દોહરો - ૧૦ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. અર્થ આપની સેવા, ભક્તિ, ધ્યાન, ચિંતન, આશાપાલન એમાં જે જે કંઈ પ્રતિબંધરૂપ છે, અવરોધરૂપ છે, એનો મેં હજુ ત્યાગ કર્યો નથી. આ શરીરને મેં મારું માન્યું છે. શરીર અને ઇન્દ્રિયો મનને આધીન થઈ બહારમાં ભાગે છે અને પરવસ્તુમાં રાગ કરે છે. પણ તમારા ચરણકમળ પ્રત્યે અથવા આત્મતત્ત્વ પ્રત્યે પોતાની દિશા બદલાવતા નથી. - ૨૬ મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું સેવા શા માટે કરું છું? ૨) સેવાને પ્રતિકૂળ એવાં કયાં બંધનો મને અટકાવે છે? ૩) મારાં દેહ-ઇન્દ્રિયો કયા બાહ્ય પદાર્થોમાં આકર્ષાય છે? Page #28 -------------------------------------------------------------------------- ________________ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દોહરો - ૧૧ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. અર્થ – હે પ્રભુ! તારો વિયોગ મને લાગતો નથી. મારે વચન અને નયન(દષ્ટિ)નો સંયમ નથી. વળી જે મુમુક્ષુ નહીં એવા અન-ભક્તોથી તેમજ ગૃહાદિક ઉપાધિઓથી હું ઉદાસીન થતો નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) શેના સંબંધી વિકથા કરવામાં મારી મર્યાદા રહેતી નથી? કયાં દૃશ્યોમાં મારા નયન લુબ્ધ થાય છે? ૨) સદ્ગુરુ સાથેનું મારું અનુસંધાન કોના સંગમાં તૂટી જાય છે? ........... ....... ૩) કયાં કાર્યો કરતી વખતે હું ઉદાસીન ન રહેતાં તન્મય થઈ જાઉં છું? , , , , , , , , , , , , , • • • • • • • • • • • Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ mm Page #31 -------------------------------------------------------------------------- ________________ દોહરો અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૩૦ - - અર્થ હું અહંભાવથી રહિત થયો નહીં, મેં મારા આત્મધર્મનો અને ધર્મનાં અંગોનો સંચય કર્યો નહીં અને આત્મધર્મથી વિપરીત એવા અન્ય ધર્મની નિર્મળ હૃદયથી નિવૃત્તિ કરી નહીં. મારા અંતરને પૂછ્યું આ પ્રશ્ન ૧) મને વ્યાવહારિક તથા ધાર્મિક ક્ષેત્રે કઈ કઈ બાબતોનો અહંકાર છે? ૧૨ ૨) મારે કયા ગુણો કેળવવાનો અભ્યાસ કરવા યોગ્ય છે? ૩). કઈ કઈ બાબતોનો ત્યાગ કરવા છતાં મને તેમાં હજી સુખબુદ્ધિ રહેલી છે? Page #32 -------------------------------------------------------------------------- ________________ 33 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દોહરો - ૧૩ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું? અર્થ – હે પ્રભુ! હું તને મુખ પણ ન બતાવી શકું એવી મારી શરમજનક સ્થિતિ છે, કારણ કે આવા અનંત દોષોથી અનંત પ્રકારે હું ધર્મસાધનથી રહિત છું અને એક સગુણ પણ મારામાં પ્રગટ્યો નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે સાધનરહિત છું? ૨) મારામાં કયા ગુણો છે? ૩) ઉપર લખેલા ગુણો શા માટે સગુણ ગણાતા નથી? - Page #34 -------------------------------------------------------------------------- ________________ 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દોહરો કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. અર્થ – હે પ્રભુ! તમે અત્યંત કરુણામૂર્તિ છો, દીનના બંધુ છો, દીનના નાથ છો. માટે આ પાપી અને પરમ અનાથ જીવનો હાથ પકડીને ભવસાગરથી પાર ઉતારો, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન - ૧૪ ૧) શું મારી ઇચ્છા પૂરી ન થાય ત્યારે મને સદ્ગુરુ કરુણામૂર્તિ લાગે છે? કેમ? ૨) સદ્ગુરુ મારા બંધુ હોવા છતાં તેમની આગળ હું મારા દોષોનો એકરાર શા માટે કરતો નથી? ૩) સદ્ગુરુએ કયા પ્રસંગમાં મારો હાથ ગ્રહીને મને ઉગાર્યો? Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દોહરો અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. અર્થ – હે પ્રભુ! હું સ્વરૂપના ભાન વિના અનંત કાળથી સંસારમાં આથડ્યો અને તે સંસારભ્રમણથી ઉગારનાર એવા ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ ગુરુ અને સંતને સેવ્યા નહીં અને તેમાં અવરોધરૂપ એવા અભિમાનને છોડવું નહીં. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે અનંત કાળથી આથડું છું? - ૧૫ ૨) અનેક વાર ભગવાન મળવા છતાં મને દોષનું ભાન કેમ ન થયું? ૩) હું સદ્ગુરુનું સેવન કઈ રીતે કરીશ? Page #38 -------------------------------------------------------------------------- ________________ 39 www. . .. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દોહરો - ૧૬ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. અર્થ – હે પ્રભુ! મેં સંતચરણની આશ્રયરૂપ ભક્તિ વિના મોક્ષ માટે અનેક સાધન કર્યાં, પણ તે સર્વ સ્વચ્છંદ્રે થયા હોવાથી હું મોક્ષમાર્ગનો પાર ન પામી શક્યો, તેની યથાર્થ સમજણ આવી નહીં અને અંશમાત્ર પણ વિવેક મારામાં પ્રગટ્યો નહીં. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) અત્યાર સુધી મેં કયાં કયાં સાધનો કર્યાં? ૨) તે સાધનોથી હું પાર પામ્યો નથી તેનું કારણ શું? ૩) મારા જીવનમાં જાગરણરૂપી વિવેક ઊગે તે અર્થે હું શું પ્રયત્ન કરું છું? Page #40 -------------------------------------------------------------------------- ________________ . w Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દોહરો - ૧૭ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? અર્થ – મુક્તિ માટે જે કંઈ સાધન કર્યા, તે સર્વ બંધનરૂપ થયાં (કારણ કે સ્વછંદે ક્ય, ગુરુઆજ્ઞા પ્રમાણે ન ક્ય) અને તેથી બીજો કોઈ ઉપાય પણ રહ્યો નથી, કારણ કે જે સત્સાધન છે તેનું સ્વરૂપ તો સમજ્યો નહીં. પરિણામે અનાદિનાં બંધન કઈ રીતે જાય? મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું જે સાધન કરું છું તે બંધનરૂપ શા માટે થયાં છે? .......... ૨) હું ક્યાં સાધનો યથાર્થ સમજણ વિના કરું છું? ...................................................... ૩) મારાં સાધનો બંધનમુક્તિમાં કારણભૂત બને તે માટે હું શું કરીશ? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - દોહરો - ૧૮ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? અર્થ – મને પ્રભુની લય, ધૂન, લગની લાગી નથી અને નથી હું સદ્ગુરુના ચરણનું શરણ લેતો. વળી, મારા દોષને હું જોતો નથી, તો હવે કયા ઉપાયે ભવસાગર તરી શકું? - કોઈ ઉપાય નથી, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) પ્રભુ પ્રભુ લય' લગાડવા માટે શું કરવું જોઈએ? • : છે • • • • • • • • • • • • : - - - - - - - - - ૨) શું મને સદ્ગુરુના ચરણે પડવાની આવશ્યકતા લાગી છે? કેમ? , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ........ ..... ૩) હું નિજ દોષ જોવા માટે શું પ્રયત્ન કરીશ? Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ દોહરો - ૧૯ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? અર્થ – હે પ્રભુ! આખા જગતમાં હું અધમાધમ જીવ કરતાં પણ વધુ અધિક પતિત છું, પાપી છું, એવો મારી પામરતાનો મને જ્યાં સુધી નિશ્ચયપૂર્વકનો સ્વીકાર નહીં થાય, ત્યાં સુધી બીજાં સાધનો કઈ રીતે ફળદાયી થાય? અર્થાત્ ન જ થાય. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) આ જગતમાં અનેક ત્રાસવાદી, ખૂની, ચોર વગેરે છે; તેમના કરતાં પણ હું ખરાબ શા માટે છું? .............................................................. ૨) હું સૌથી વધારે ખરાબ છું એવો ભાવ મને શા માટે રહેતો નથી? ૩) મારાં સાધન સફળ થાય તે માટે હું સૌથી વધારે ખરાબ છું એ નિશ્ચય શા માટે જરૂરી છે? Page #46 -------------------------------------------------------------------------- ________________ 84 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દોહરો - ૨૦ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દટતા કરી દે જ. અર્થ – હે પ્રભુ! તારા ચરણકમળનો વારંવાર આશ્રય કરી હું ફરી ફરી એક જ વાત તારી પાસે માગું છું કે, સગુરુ-સંત એ તારું જ સ્વરૂપ છે એવી દઢ શ્રદ્ધા મને આપ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કર, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) શું હું પ્રભુ આગળ સાંસારિક માંગણીઓ કરું છું? કેમ? ૨) મારા સદ્ગુરુ કઈ રીતે પરમાત્માનું જ રૂપ છે? • • ••••• ............... ૩) સદગુરુ ભગવાન છે એ દૃઢતા મને કઈ રીતે દોષ ક્ષયમાં કારણભૂત થશે? - - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Page #48 -------------------------------------------------------------------------- ________________ Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________