________________
દોહરો - ૧૦
સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. અર્થ આપની સેવા, ભક્તિ, ધ્યાન, ચિંતન, આશાપાલન એમાં જે જે કંઈ પ્રતિબંધરૂપ છે, અવરોધરૂપ છે, એનો મેં હજુ ત્યાગ કર્યો નથી. આ શરીરને મેં મારું માન્યું છે. શરીર અને ઇન્દ્રિયો મનને આધીન થઈ બહારમાં ભાગે છે અને પરવસ્તુમાં રાગ કરે છે. પણ તમારા ચરણકમળ પ્રત્યે અથવા આત્મતત્ત્વ પ્રત્યે પોતાની દિશા બદલાવતા નથી.
-
૨૬
મારા અંતરને પૂછું આ પ્રશ્ન
૧) હું સેવા શા માટે કરું છું?
૨) સેવાને પ્રતિકૂળ એવાં કયાં બંધનો મને અટકાવે છે?
Jain Education International
૩) મારાં દેહ-ઇન્દ્રિયો કયા બાહ્ય પદાર્થોમાં આકર્ષાય છે?
For Private & Personal Use Only
www.jainelibrary.org