________________
૩૮
દોહરો - ૧૬
સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. અર્થ – હે પ્રભુ! મેં સંતચરણની આશ્રયરૂપ ભક્તિ વિના મોક્ષ માટે અનેક સાધન કર્યાં, પણ તે સર્વ સ્વચ્છંદ્રે થયા હોવાથી હું મોક્ષમાર્ગનો પાર ન પામી શક્યો, તેની યથાર્થ સમજણ આવી નહીં અને અંશમાત્ર પણ વિવેક મારામાં પ્રગટ્યો નહીં.
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) અત્યાર સુધી મેં કયાં કયાં સાધનો કર્યાં?
૨) તે સાધનોથી હું પાર પામ્યો નથી તેનું કારણ શું?
૩) મારા જીવનમાં જાગરણરૂપી વિવેક ઊગે તે અર્થે હું શું પ્રયત્ન કરું છું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org