________________
-
સોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં સદ્ગુરુની ભક્તિનું રહસ્ય દર્શાવતી આ કૃતિ પરમકૃપાળુદેવની પદ્યરચનાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આ કાવ્યની રચના વખતે પહેલી પંક્તિમાં હે હરિ! હે હરિ!' શબ્દો હતા, પણ પછીથી પરમકૃપાળુદેવે ‘હરિ'ની જગ્યાએ “પ્રભુ' શબ્દ મૂક્યો હતો. આત્મનિરીક્ષણથી ઓતપ્રોત આ કાવ્યમાં ૪૫ વાર નથી', “નહીં' આદિ અભાવાત્મક શબ્દોના પ્રયોગ દ્વારા જીવના દોષોનું વર્ણન કર્યું છે.
અત્યંત મનનયોગ્ય, હૃદયસ્પર્શી અને અપૂર્વ ભાવ પ્રેરનાર આ દોહરા, બોલનારને પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા દોષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે. હજારો મુમુક્ષુઓ તેને કંઠસ્થ કરી, નિયમિતપણે તેનો પાઠ કરે છે. જાતિ-ધર્મ-સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ મુમુક્ષુઓને, આબાલવૃદ્ધ સર્વ કોઈને સર્વ કાળે સ્વાધ્યાય કરવા યોગ્ય એવી પરમકૃપાળુદેવની આ સુપ્રસિદ્ધ કૃતિનો અક્ષરે અક્ષર હૃદયસોંસરો ઊતરી જાય એવો વેધક છે. તેમાં પરમકૃપાળુદેવે એવો ભક્તિસિધુ ઉલ્લાસાવ્યો છે કે તેનું ઊંડું અવગાહન કરતાં આત્માને અપૂર્વ જાગૃતિ પ્રગટે છે. આ વીસ દોહરા વિષે પરમકૃપાળુદેવ શ્રી લલ્લુજી મુનિને વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રાંક પ૩૪માં લખે છે કે –
“આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂટ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્ગદષ્ટિ ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org