________________
મન
-
=
-
-
“હે પ્રભુ! હે પ્રભુ!” – પરિચય
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે –
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી તેમના જીવનકાળ દરમ્યાન વીસેક જેટલાં સ્વતંત્ર ધાર્મિક કાવ્યોની રચના કરી હતી. તેમાંના કેટલાંક હિંદી ભાષામાં પણ છે. પરમકૃપાળુદેવે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેમાંનાં કેટલાંક કાવ્યોમાં પરમકૃપાળુદેવની અંતરંગ દશાનું વર્ણન છે, કેટલાંકમાં ગુરુમહાભ્ય વર્ણવ્યું છે, કેટલાંકમાં તત્ત્વજ્ઞાનનો બોધ છે તો કેટલાંકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે.
વિ.સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં પરમકૃપાળુદેવે રાળજમાં ચાર કાવ્યોનું સર્જન કર્યું હતું, (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, (૨) યમનિયમ સંજમ આપ કિયો, (૩) જડ ભાવે જડ પરિણમે, (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ કૃતિઓ કદમાં નાની છે, પણ તેમાં આશય ઘણો ગૂઢ છે. શબ્દ થોડા છે, પણ અર્થ બહોળા છે. સર્વ આત્મહિતેચ્છુઓએ સ્વ-કલ્યાણાર્થે તે કાવ્યો સમજવા જેવાં છે.
વીશ દોહરા' તરીકે સુપ્રસિદ્ધ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું' એ ભાવવાહી પંક્તિથી શરૂ થતા કાવ્યમાં પ્રભુ આગળ દીન થઈ પરમકૃપાળુદેવે પ્રાર્થના કરી છે. હૃદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org