Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti
Catalog link: https://jainqq.org/explore/034746/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ક્રાન્તિનું સૂત્રધાર શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, દેe CheAt-Peo : IPIકે ` ૨, 5A22008 ત્રત-આંદોલન GG. પ્રવતક આચાર્ય શ્રી તુલસી પ્રકાશક ગુજરાત અણુવ્રત સમિતિ અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલનમાં મને પ્રથમથી જ વિશ્વાસ રહ્યો છે, અને જ્યારે હું એના બહુમુખી પ્રચારની ચર્ચાઓ ચારે બાજુએથી સાંભળું છું, ત્યારે મને અત્યંત હર્ષ થાય છે. એની સફળતાને આધાર હું એ માનું છું કે-આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વમાં સાડા છ જવનદાની સાધુ આ કાર્યમાં લાગ્યા છે. કામ ત્યારે જ થાય છે, જ્યારે ઉત્સાહ અને મનથી કામ કરવાવાળા કાર્યકર્તા તેમાં જોડાય છે. બીજી વાત એ છે કે-સાધુસંતોના ઉપદેશની જ અસર ધર્મપ્રધાન ભારતવર્ષના મનુષ્ય જીવન પર પડે છે. અને અધિક આનંદ તે એ વાતને છે કે, આ આંદલને દેશમાં સાર્વજનિક રૂપ લઈ લીધું છે. હું સમજું છું કે, હવે લોકોના મનમાં એવી ભાવના નથી રહી કે, આ કોઈ સાંપ્રદાયિક આંદેલન છે. આ આંદોલનનું એક સાર્વજનિક સ્વરૂપ જ એના સેનેરી ભવિષ્યનું સૂચક છે. વ્રત તો સારાં જ છે, પણ વિચારની શુદ્ધિ અધિક વ્યાપકરૂપ લઈ શકે છે. બુરાઈનું ઉમૂલન ત્યારે જ થાય છે, જ્યારે સારાએ વાતાવરણમાં નૈતિકતા પ્રત્યે ઉત્સાહ ભરાઈ જાય છે. – ડૉ. રાજેન્દ્રપ્રસાદ (રાષ્ટ્રપતિ) આપણે એવા યુગમાં રહીએ છીએ કે, જ્યાં આપણો જીવાત્મા સૂલે છે, આત્મબળને અભાવ છે, અને આપણા પર સુસ્તીનું રાજ્ય છે. આપણા યુવક ઝડપથી ભૌતિકવાદની તરફ ઝૂકી રહ્યાં છે. આવા સમયે આપણા દેશમાં આણુવ્રત આદેલન જ એક આવું અદિલન છે છે કે, જે આ કાર્ય કરી રહ્યું છે. આ કામ એવું છે કે, એને બધી બાજુએથી સહકાર મળવો જોઈએ. – ડૉ. એસ. રાધાકૃષ્ણન (ઉપરાષ્ટ્રપતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત – આંદોલન પ્રવર્તક આચાર્ય શ્રી તુલસી પ્રકટાક ગુજરાત અણુવ્રત સમિતિ અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ભગવતપ્રસાદ રણછોડદાસ અધ્યક્ષ ગુજરાત અણુવ્રત સમિતિ ચેથે માળ, શેઠિયા બીલ્ડીંગ, તિલક માર્ગ * અમદાવાદ. સંસ્કરણ : ૩પ૦૦ ઓકટોબર ૧૯૬૧ મૂલ્ય ૧૨ ન. ૨. + : * મુક : મણિલાલ છગનલાલ શાહ ' ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ - ઘીકાંટા રોડ – અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલન એક સર્વ હિતકારી યોજના જીવનની આધ્યાત્મિક તેમજ નૈતિક સિંચાઈ માટે અણુવ્રતઆંદોલન એક એજના છે. એનું લક્ષ સામાજિક તેમજ રાજનૈતિક ઉન્નતિથી બહુ જ વધારે વ્યાપક છે. આ આધ્યાત્મિક ઉન્નતિ છે, આધ્યાત્મિક ઉન્નતિ કેવળ ઉચ્ચતમ ઉન્નતિ નથી, પણ સર્વતોમુખી ઉન્નતિ છે. એમાં પિતાનું હિત તેમજ અન્યનું હિત પણ સમાયેલું છે. – આચાર્ય શ્રી તુલસી અણુવ્રતની પરિભાષા અણુવ્રતને અર્થ છે કે, પ્રત્યેક વ્રતનું અણુથી માંડીને બધા વ્રતનું ક્રમવાર વધતું જતું પાલન. દા. ત. કોઈ માણસ કે જે અહિંસા અને અપરિગ્રહમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેના અનુસાર ચાલવાની તાકાત પિતે મેળવી શકતા નથી. આ પદ્ધતિને આશ્રય લઈને કોઈ વિશેષ હિંસાથી દૂર રહેવા અથવા એક સીમાની બહાર બીજી કઈ ખાસ પદ્ધતિથી સંગ્રહ નહિ કરવાનો સંકલ્પ કરશે અને ધીમે ધીમે પિતાના લક્ષ તરફ આગળ વધશે. આવા વ્રત અણુવ્રત કહેવાય છે. – કિશોરલાલ ઘ, મશરૂવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ * અનુક્રમણિકા છે. ૨ ૧ અણુવ્રત આંદોલનને ઉદ્દેશ્ય અને સાધન ૨ વિચાર અથવા પ્રયોગની ભૂમિ પર અણુવ્રત આંદોલન (મુનિ શ્રી નગરાજજી) ક અણુવ્રત આંદોલનના નિયમ (૧) અહિંસા અણુવ્રત (૨) સત્ય અણુવ્રત (૩) અચૌર્ય અણુવ્રત (૪) બ્રહ્મચર્ય અણુવ્રત (૫) અપરિગ્રહ અણુવ્રત ૪ શીલ અને ચર્ચા આત્મ ઉપાસના પરિશિષ્ટ સં. (૧) વિશિષ્ટ અણુવતીના નિયએ પરિશિષ્ટ સં. (૨) પ્રવેશક અણુવતીના નિયમો પરિશિષ્ટ સં. (૩) વગીય અણુવતીના નિયમ પરિશિષ્ટ સં. () આત્મ ચિંતન ૭ શિક્ષા ૮ અણુવત–પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત સંદેલનને ઉદ્દેશ્ય અને સાધન (૧) અણુવ્રત સંદેલનને ઉદ્દેશ્ય છે કે... (ક) જાતિ, વર્ણ, દેશ અને ધર્મને ભેદભાવ નહિ રાખતા મનુષ્ય માત્રને આત્મસંયમની તરફ પ્રેરિત કરવા. (ખ) અહિંસા અને વિશ્વશાંતિની ભાવનાને પ્રચાર કરવો. (ર) આ ઉદ્દેશ્યની પૂર્તિના સાધન–વરૂપ મનુષ્યને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વ્રતી બનાવવા. () જીવન ગુદ્ધિમાં વિશ્વાસ રાખનાર કોઈપણ ધમ, મંડળ, જાતિ, વર્ણ તથા રાષ્ટ્રના સ્ત્રી-પુ “અણુવતી થઈ શકશે. (૪) અણુવ્રતને ગ્રહણ કરનાર વ્યક્તિ “અણુવતી” કહેવાશે. (૫) અણુવ્રતી ત્રણ શ્રેણિયોમાં વહેચાશે... (ક) શીલ, ચય તેમજ આત્મઉપાસનાના નિયમોને સ્વીકારનાર, - “અણુવતી” કહેવાશે. (ખ) પરિશિષ્ટ સં. ૧ માં બતાવ્યા મુજબના વિશેષ નિયમને સ્વીકારનાર “વિશિષ્ટ” અણુવતી કહેવાશે. (ગ) પરિશિષ્ટ સં. ૨ માં બતાવ્યા મુજબના અગિયાર નિયમો અથવા વર્ગીય નિયમોને સ્વીકારનાર “પ્રવેશક અણુવતી” કહેવાશે. (૬) નિયમને ભંગ થવા બદલ અણુવતીને પ્રાયશ્ચિત કરવું જરૂરી ગણાશે. (૭) વ્રતપાલનની દિશામાં આગુવતીઓને માર્ગદર્શન પ્રવર્તક' આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ વિચાર અથવા પ્રયોગની ભૂમિ પર અણુવ્રત આંદોલન ઉદ્દભવ અને દયેય – પડતીની પરાકાષ્ઠા જ ઉર્ધ્વ સંચારની શરૂઆત બને છે. સમસ્યા જ સમાધાનની ઉર્વર ભૂમિકા થઈ જાય છે. અનૈતિકતા જ્યારે પરાકાષ્ઠા પર પહોંચી અને માનવતા જ્યારે તેની મારફતે મૃતપ્રાય બની ત્યારે તેના પ્રતિકાર સ્વર રૂપે અણુવ્રત આંદોલન શરૂ થયું. સમસ્યાનું કારણ મનુષ્યનો અસંયમ છે, અને સંયમ તેનું સમાધાન છે. અણુવ્રત આંદોલન સંયમનું પ્રતિક છે. તેના સંકલ્પબળના આધારે મનુષ્ય કમિક વિકાસ કરતો દેવ મુક્ત બને, તે અહિંસા અને સત્યની પૂર્ણતા પર પહોંચે–એ તેનું ધ્યેય છે. ક્રાંતિનું મૂળ વિચારોમાં– વ્યક્તિઓના એકમોથી સમાજ બને છે. સમાજની નૈતિક સ્વસ્થતા માટે પ્રત્યેક વ્યક્તિએ નૈતિક દૃષ્ટિથી સ્વસ્થ હેવું જરૂરી છે. આ દિશામાં વિજ્ઞાન મૌન છે, રાજકીય નિયમ પાંગળા છે. આવી પરિસ્થિતિમાં માત્ર વિચાર શક્તિ જ એક માર્ગ રહે છે, જે વ્યક્તિ વ્યક્તિના હૃદયમાં વિવેકના અંકુર ફોડીને તેને પુષિત અને પલ્લવિત કરી શકે છે. ભલે હૃદય પરિવર્તનની અને એકથી સર્વને સુધારવાની વાત ક્રાંતિકારક ન લાગે પરંતુ આનાથી બીજી કોઈ શ્રેયકર વાત તે છે જ નહિ. કોઈ સુધાર અથવા ક્રાંતિનું સર્વ પ્રથમ બીજ વ્યક્તિના વિચારોમાંથી ફૂટે છે, એમ ઈતિહાસ બતાવે છે. વિચારદાનથી તેની ભાવના અનેક લેકના મનમાં અને મસ્તિષ્કમાં આવી અને તેના અનુરૂપ તેના હાથપગમાં ગતિ આવી, સુધાર થયે, અને ક્રાંતિ શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ થઈ. કંઈક પરિવતને જોતજોતામાં આવી જાય છે, કંઈક પેઢીઓના અંતર સુધી ફલિત થાય છે, પણ બધા પરિવર્તનેની જડ વિચારોમાં જ ચોટેલી હોય છે. વિચારોની જડ ખસી જાય તો ક્રાંતિના બનાવેલા મહેલે પણ ધસી પડે છે. અણુવ્રત આંદોલન એક વિચાર ક્રાંતિ છે તે વ્યક્તિના મનમાં અહિંસા અને સત્યની નિષ્ઠા ઉત્પન્ન કરીને તે નૈતિક મૂલ્યની તરફ શ્રદ્ધાવાન બનાવી દેવા ઈચ્છે છે. મૂર્ત અને અમૂર્ત રચનાત્મક્તા – | વિચારોને પ્રવાહ વિદ્યુતની જેમ ઝડપી છે. તે એકી સાથે વિશ્વને પણ પ્રભાવિત કરવામાં શક્તિમાન છે. તે અમૂર્ત છે, અવરોધ ગતિથી ચાલે છે. મૂર્ત રચનાત્મકતા ત્યાંની ત્યાં રોકાઈ જાય છે. તેનામાં જડતા આવી જાય છે. તે મૂર્તિમંત થવામાં સમય અને શ્રમને જેટલો ભાગ લે છે, તેટલું પરિણામ આપતી નથી. મૂર્તને મૂળ માનીને ચાલવામાં કાર્ય સંકુચિત થાય છે, અમૂર્તને મૂળ માનીને ચાલવામાં અમૂર્તની વિસ્તૃતતા પર મૂર્ત પિતે જ ઉપસ્થિત થાય છે. કાટિકટિ મગજમાં આવતા વિચારો કોટિ-કેટિ હાથને વિષય બને છે. અમૂર્ત અને મૂર્ત રચનાત્મકતાને આ દૃષ્ટિકોણ અણુવ્રત–આંદેલનને સર્વાંગી બનાવે છે. યાજનાની સિદ્ધિ તેના પરિણામમાં – યોજનાની સિદ્ધિ કેવળ તેના સંગૃહીત આદર્શોમાં નથી. અહિંસા, સત્ય આદિ સર્વોચ્ચ આદર્શોથી ધર્મશાસ્ત્રો ભરેલાં છે, પણ આ આદશેનું મૂલ્ય ત્યારે જ થાય છે, જ્યારે તે જીવનમાં ઉતરે છે. અણુવ્રત –અદેલનનું આ સૌભાગ્ય રહ્યું છે કે જનાના રૂપમાં તે અણું છે અને ક્રિયાત્મકરૂપમાં તે વ્યાપક છે. મહામહિમ આચાર્ય શ્રી તુલસી અને તેરાપંથના વિદ્વાન અને મનસ્વી મુનિજન આવત આદર્શને જન-જનમાં ક્રિયાન્વિત કરવા માટે જાણે જીવનવ્રત લઈ પ્રયાણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે. આ અકિંચન પરિવ્રાજકોએ દેશનાં પૂર્વ ખૂણાથી પશ્ચિમ ખૂણા સુધી અને ઉત્તર ખૂણથી દક્ષિણ ખૂણા સુધી નૈતિક નવ જાગૃતિની જ્યોતિ જગાવી છે. નૈતિક્તા શબ્દ જે ભષ્ટાચારનાં દળદળમાં દબાઈ રહ્યો હતો એને એકાએક ઉપર લાવી દીધો. ભલે આપણે એમ ન કહી શકીએ કે, અનૈતિકતા દેશથી નષ્ટ થઈ છે. પણ એટલું તો આપણે અસન્દિગ્ધ રૂપથી કહી શકીએ કે અણુવ્રત આદેલને નૈતિકતાના પક્ષમાં એક વાતાવરણ તૈયાર કર્યું છે. અવગુણો ખરેખર પિતાના અનુકૂળ વાતાવરણમાં જ જીવે છે. બજારમાં કાળાબજાર, ભેળસેળ અને અન્ય અપ્રમાણિકતા એટલા માટે ચાલે છે કે તેમને અનુકૂળ વાતાવરણ ત્યાં હોય છે. અધિકાંશ લેકે તેવું જ કરે છે. કોઈ કેઈના તરફ આંગળી ઉઠાવતું નથી. જે દિવસે અધિકાંશ વ્યાપારીઓ પ્રમાણિકતાથી વર્તશે અને ભેળસેળ અથવા કાળાબજાર કરાવવાળાની તરફ આંગળી ઉઠાવશે, તે દિવસે અપ્રમાણિકતાને બજારમાંથી ભાગવું પડશે. અપ્રમાણિક વ્યાપારીઓને પણ પ્રમાણિક લેકમાં સ્થાન મેળવવા માટે પ્રમાણિક બનવા લાચાર થવું પડશે. આવી જ પરિસ્થિતિ રાજ્યકમ ચારિયો, વિદ્યાથી આદિ અન્ય વર્ગોની છે. આંદોલને પ્રત્યેક વર્ગમાં દત નૈતિક વાતાવરણ બનાવ્યું છે. કોટિ-કેટિ લેકે આંદોલનથી પ્રેરિત થયા છે, લાખે કે સામાન્ય રૂપથી વતી બન્યા છે. વ્યાપારીઓએ પિતાના નૈતિક વ્રતોની સુરક્ષા માટે લાખોનાં લાભને જ કરીને દાખલે બેસાડ્યો છે. રાજ્યકર્મચારિયોએ પિતાની ઈમાનદારી અને ન્યાય પ્રિયતા માટે પોતાના આર્થિક સ્વાર્થને ગૌણ કરી આદર્શ દાખવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નકલ ન કરવી તોડફોડ ન કરવી અને ટિકિટ વગર મુસાફરી ન કરવાની બાબતમાં દઢ વ્રતપાલનને પરિચય આપે છે. ઘણું કંકાસ કજિયામાં રચ્યાંપચ્યાં રહેતા કુટુંબેએ અણુવ્રતને અપનાવીને શાતિધામ રૂપ બન્યા છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ - નિર્વાચન સંબંધી આચાર સંહિતા:- દેલનની મયિતા જ્યાં વિભન્ન વર્ગોનાં નેતિકનિમણ તેમજ અસમાજિક તત્વનાં સુધારમાં જાગૃત થઈ છે, તે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમસ્યાઓમાં પણ એક ભાવનાત્મકભૂમિ આપવામાં ગતિશિલ રહી છે. જનતંત્ર એ નવીન સામાજિક મૂલ્ય છે. ચૂંટણી તેને આત્મા છે. પરંતુ જનતાને વર્તમાન નતિક સ્તર અને ચૂંટણી પ્રણાલિકા બંને મને એક અનૈતિક મહારેગ જેવું પેદા કરે છે. અણુવ્રત આંદોલનના અન્તર્ગત વિગત રાષ્ટ્રિય ચૂંટણીના પ્રસંગ પર એક ઉચ્ચકોટિની ચૂંટણી શુદ્ધિ અભિયાન ચલાવવામાં આવ્યો. રાજધાની (દિલ્હી) માં આંદોલન પ્રવર્તક આચાર્ય શ્રી તુલસીના સાનિધ્યમાં એક વિચાર સભા થઈ, જેમાં ચૂંટણી વિષેયક શ્રી સુકુમાર સેન, કેસના તે સમયના અધ્યક્ષ શ્રી ઉ. ન. ઢેબર, પ્રજા સમાજવાદી પક્ષના નેતા આચાર્ય જે. બી. કૃપલાની સામ્યવાદી પક્ષના નેતા શ્રી. એ કે ગોપાલન તથા અન્ય રાજ્યનૈતિક પક્ષોના અગ્રણી નેતાઓ ઉપસ્થિત હતા. તે સભામાં અણુવ્રત આંદોલન દ્વારા પ્રસ્તુત ચૂંટણી સંહિતા પર વિચાર, કરવામાં આવ્યા અને સત્તર નિયમોની તે આચાર સંહિતા સર્વાનુમતે સ્વીકાર થઈ આચાર્ય શ્રી દ્વારા જાહેર કરવામાં આવી. (જુઓ પૃષ્ઠ નં ૨૧) ચુંટણીના વાતાવરણમાં નાના ઉપક્રમોથી વ્યાપક પ્રચાર થયો. વિભિન્ન લેકો દ્વારા તે આદર્શો પર ચાલવાના જલવન્ત ઉદાહરણે પણ જોવામાં આવ્યાં. અત્યારે તે આચાર સંહિતા અણુવ્રત આંદોલનને સ્થાયી સ્તંભ બની ગઈ છે અને ચૂંટણીના સંબંધથી નૈતિક મૂત્યેની જાણ અથવા નિર્દેશન સદાને માટે કરતી રહેશે. એવી આશા સેવવામાં આવે છે. વિશ્વ મિત્રીની દિશામાં – અણુશસ્ત્રોના નિમણુ પરિક્ષણ અને પ્રયોગની પશ્ચાદ સમગ્ર વિશ્વ જાણે ભીષણ જ્વાળામુખીના મુખ પર પહોંચી ગયું છે. ઠંડુ યુહ રોકાઈ રોકાઈને ઉષ્ણ યુદ્ધમાં બદલાવા ઈચ્છે છે. ત્રીજા વિશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સુદ્ધની પછી માનવ સભ્યતાનું શું રૂપ રહેશે, એ વિષયમાં દૂરંદેશ વિચારોની કલ્પનાઓ પણ અસ્ત થઈ ગઈ છે. યુદ્ધનું મૂળ કારણ મનુષ્યનું મન છે તેમાં જે મિત્રીનું બીજ યોગ્ય સમયે વાવવામાં આવે તો યુદ્ધનું બીજ ક્યાં પડે જ નહિ. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં મૈત્રીભર્યું વાતાવરણું બની રહે એ દિશામાં આંદોલન બની શકે તેટલું સક્રિય રહ્યું છે. ઈ. સ. ૧૯૫૫ થી પ્રતિવર્ષ એક ઉચ્ચ મૈત્રી દિન મનાવવાની પ્રણાલિકા પ્રારંભ કરવામાં આવી, જેમાં દેશના ઉચ્ચતમ રાજનૈતિકે, વિદેશી કૂટનીતિજ્ઞો અને આંતરરાષ્ટ્રિય સંસ્થાને સક્રિય ભાગ લીધે. યુનેસ્કોના તે સમયના ડાયરેકટર જનરલ લૂથર ઈવાન્સે આ સંબંધમાં કહ્યું કે, “સામાજિક અને આંતરરાષ્ટ્રિય સ્તર પર પ્રતિવર્ષ મૈત્રી દિન મનાવ આંતરરાષ્ટ્રિય તણું (Tensions) ઓછા કરવાની દિશામાં અને વિશ્વબંધુતા અથવા વિશ્વમૈત્રીના નિર્માણની દિશામાં એક સુદઢ પગલું છે.” ઈ. સ. ૧૫૮ માં અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ આઈઝનલેવર અને રશિયાના પ્રધાનમંત્રી શ્રી કુચેવના પ્રથમ મિલન પ્રસંગે આંદોલન પ્રવર્તક આચાર્ય શ્રી તુલસીએ એક વિશેષ સંદેશ દ્વારા એક પંચસૂત્રી આંતરરાષ્ટ્રિય આચાર સંહિતા પણ જાહેર કરી. તે સંદેશ આઈઝનહાવર ફુચવ આદિ વિભિન્ન દેશના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેદ્દેદારોમાં વિભિન્ન આંતરરાષ્ટ્રિય પત્રપત્રિકાઓમાં પ્રસારિત થયા સારી પ્રતિક્રિયા પણ થઈ. તે પચત્રી આચાર સંહિતામાં કહ્યું હતું.... (1) કોઈ રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પર આક્રમણ ન કરે અને આક્રમણ કારીને સહાય ન આપે. (૨) કોઈ રાષ્ટ્ર અણુશસ્ત્રોનું નિમણિ પરિક્ષણ કે પ્રયોગ ન કરે, () કઈ રાષ્ટ્ર અન્યની આંતરિક નીતિમાં હસ્તક્ષેપ ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ () કઈ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રિય વિધિ-નિયમોનું ઉલ્લંઘન ન કરે. (૫) કેઈ રાષ્ટ્ર કોઈપણ રાષ્ટ્રને પિતાને આધિન ન રાખે. આ પ્રકાર અણુવ્રત આદેલન વ્યક્તિથી વિશ્વ સુધી પોતાની નૈતિક પ્રેરણાઓ પહોંચાડવામાં સફળ થયું છે અને થઈ રહ્યું છે. ખરેખર એણે જનમાનસને નવીન પ્રકારથી આંદોલિત કર્યું છે. અને એટલા માટે એનું આંદોલન નામ સાર્થક થયું છે. ભારતવર્ષમાં આ પ્રકારનું આ એક જ આંદોલન છે, જે કેવળ નૈતિક અભ્યદયને જ પિતાને ધ્યેય માની ચાલી રહ્યું છે. એક વિષયની તરફ જ એક નિષ્ઠ થઈને ચાલવું એ આંદોલનની પોતાની નિરાળી વિશેષતા બની ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલનનાં નિયમો (૧) અહિંસા અણુવ્રત અહિંસા સવભૂખેમકરી” જેન). (અહિંસા સર્વ માટે કલ્યાણકારી છે.) “અહિંસા સવ્વપાણાને અરિયો તિ પવુચતિ (બૌદ્ધ (અહિંસા સર્વજીનું પરમતત્વ છે.) મા હિંરયાત સર્વભૂતાનિ” (વદ) (ઈપણ જીવની હિંસા ન કરે.) (૧) ચાલતાં ફરતાં નિરપરાધ પ્રાણીની ઈરાદાપૂર્વક હિંસા કરવી નહિ. (૨) આત્મહત્યા કરવી નહિ. () જ્યા તેમજ તેને ઉદ્દેશ્ય રાખનાર મંડળ અથવા સંસ્થાના સભ્ય બનવું નહિ, અને તેમના કાર્યમાં ભાગ પણ લે નહિ. () જ્ઞાતિભેદની દૃષ્ટિથી કોઈપણ વ્યક્તિને અસ્પૃશ્ય માની તેને તિર સ્કાર કરે નહિ. (૫) બધા ધર્મો પ્રત્યે તિતિક્ષાને ભાવ રાખવે, બ્રાતિ ફેલાવવા નહિ, તેમજ મિથ્યા આરોપ લગાડે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (૬) કેઈની પણ સાથે ફૂર વ્યવહાર કરે નહિ. (ક) કોઈ કર્મચારી, નોકર અથવા મજૂર પાસે અતિશ્રમ - લે નહિ. (ખ) પિતાના આશ્રિત જીવોની ખાવાપીવાની વસ્તુઓને તેમજ આજીવિકાને દેષભાવથી વિચ્છેદ કરવો નહિ. (૨) પશુઓ પર અતિ ભારે ભર નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૨) સત્ય અણુવ્રત સા મા સકિત: પરિપાતુ વિશ્વત :” (વેદી (સત્ય સંપૂર્ણપણે મારી રક્ષા કરે.) “ય—િ સર્ચં ચ ધો ચ સે સુચી” (બૌદ્ધ) (જેમાં ધર્મ અને સત્ય છે તે પવિત્ર છે.) “સ લેગશ્મિ સારભૂયં” (જૈન) (સત્ય લોકમાં સારભૂત છે.) * (૧) કોઈપણ વસ્તુની લે-વેચ કરતાં તેના પ્રકાર ભાવ, તેલ, સંખ્યા વગેરેની બાબતમાં અસત્ય બોલવું નહિ. (૨) જાણું જોઈને બેટે નિર્ણય આપ નહિ. (૩) બે કેસ કરવો નહિ તેમજ બેટી સાક્ષી આપવી નહિ. (અ) અનામત (થાપણું) મૂકેલી વસ્તુ માટે ઈન્કાર કર નહિ. (૫) દગોફટકે તેમજ વિશ્વાસઘાત કરે નહિ. છે) ખોટા હસ્તાક્ષર કરવાં નહિ. (ખ) જૂઠું ખત અથવા દસ્તાવેજ લખાવે નહિ. (ગ) બનાવટી નેટ અથવા સિક્કા બનાવવા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૬) છેતરપિંડીવાળા વ્યવહાર કરે નહિ. (ક) ખોટું પ્રમાણપત્ર આપવું નહિ. (ખ) ખેતી જાહેરાત કરવી નહિ. (ગ) અગ્ય રીતે પરીક્ષામાં પાસ થવાની ચેષ્ટા કરવી નહિ, (ધ) અયોગ્ય રીતે પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને સહાયક થવું નહિ. (૭) સ્વાર્થ, લેભ, તથા હૈષવશ શંકા ઉદભવે તે મિથ્થા સંવાદ લેખ તથા ટીકાટીપ્પણું પ્રકાશિત કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ (૩) અચૌર્ય અણુવ્રત “લે આદિનં નાદિયતિ તમહં મિ બ્રાહ્મણું” (બૌદ્ધ (જે અદત લેતું નથી, તેને હું બ્રાહ્મણ કહું છું) લેભાવિલે આયયઈ અદ” (જૈન) (ચેરી તે જ કરે છે જે લેભી છે.) (૧) બીજાની વસ્તુને ચેરીવૃત્તિથી લેવી નહિ. (૨) જાણીજોઈને ચોરીની વસ્તુ ખરીદવી નહિ, તથા ચોરને ચેરી કરવામાં સહાયતા આપવી નહિ. (૩) રાજ્ય-નિષિદ્ધ વસ્તુને વેપાર તેમજ આયાત નિકાસ કરવી નહિ. () વ્યાપારમાં અપ્રમાણિકતાથી વર્તવું નહિ. (8) કોઈપણ વસ્તુમાં ભેળસેળ કરવું નહિ. (જેમ કે દૂધમાં પાણી, લેટમાં શંખજીરૂ, ઘીમાં વેજીટેબલ, ઔષધી આદિમાં અન્ય વસ્તુનું મિશ્રણ કરવું.) (ખ) નકલી વસ્તુને અસલી તરીકે ઓળખાવીને વેચવી નહિ, (જેમકે-કલચર મોતીને સાચા મોતી તરીકે ઓળખાવવું. અશુદ્ધ ઘીને શુદ્ધ ઘી તરીકે બતાવવું આદિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ (ગ) એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ આપવી નહિ. * (ધ) કોઈપણ સેદામાં ગાળે ખાન (ડ) તેલ માપમાં ઓછુંવતુ આપવું નહિ. (૨) સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અથવા નુકશાની ઠરાવો નહિ. (૭) વ્યાપાર અર્થે કાળાબજાર કરવા નહિ. (૫) કેઈ ટ્રસ્ટ અથવા સંસ્થાનાં અધિકારી થઈને તેની ધનસંપત્તિનું અપહરણ કે અપવ્યય કરે નહિ. ૬) ટિકિટ વિના રેલ્વે આદિમાં મુસાફરી કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૪) બ્રાચય અણગત “તવેસુ વા ઉત્તમ ગંભચેર” (જૈન) (બ્રહ્મચર્ય સર્વ તપમાં પ્રધાન છે.) મા તે કામગુણે રમન્નુ ચિત્ત” (બૌદ્ધ) (તારુ મન કામભોગમાં રમણ ન કરે.) “ બ્રહ્મચણ તપસા દેવા મૃત્યુમુપાબત” (વે) (બ્રહ્મચર્ય તપા દ્વારા દેવેએ મૃત્યુને જીતી લીધું) (૧) કુમાર અવસ્થા સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. (૨) ૪૫ વર્ષની ઉંમર પછી લગ્ન કરવું નહિ. (૩) મહિનામાં ઓછામાં ઓછા ૨૦ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. () ઈ પણ પ્રકારનું અપ્રાકૃતિક મિથુન કરવું નહિ. (૫) વેશ્યા તેમજ પરસ્ત્રીગમન કરવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ (૫) અપરિગ્રહ અણુવ્રત “મા વૃધઃ કસ્ય સ્વિહનમ” (વેદ) (કોઈના ધન ઉપર લલચાઓ નહિ.) “ ઈચ્છાહુ આગાસસમા અતયા” (જેન) (ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે.) તહક સવૅ દુખ જિનાતિ” (બૌદ્ધ) (જેની તૃષ્ણા ક્ષીણ થઈ જાય છે, તે સર્વ દુઃખને જીતી લે છે.) (૧) પિતાના મર્યાદિત પ્રમાણથી અધિક પરિગ્રહ રાખ નહિ. (૨) લાંચરૂશ્વત લેવી નહિ. (૩) મત (વોટ) માટે રૂપિયા લેવા નહિ તેમ જ આપવા નહિ. છે પિતાના લેભની ખાતર રાગીની ચિકિત્સા કરવામાં અનુ ચિત વિલંબ કરવો નહિ. (૫) સગાઈ તેમજ લગ્નના પ્રસંગે ઈપણ પ્રકારને લેવાને હરાવ કરવો નહિ. (૬) દહેજ આદિનું પ્રદર્શન કરવું નહિ, અને એવા પ્રદર્શનમાં ભાગ પણ લે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (૪) શીલ અને ચર્ચા અણુવતીની જીવન જીવનશુદ્ધિની ભાવનાને પ્રતિકુળ ન થાય, એટલા માટે નીચેના નિયમનું પાલન આવશ્યક છે. (૧) માંસાહારી ભોજન કરવું નહિ. (૨) મદ્યપાન કરવું નહિ. (૩) ભાંગ, ગાંજો, તમાકુ તથા જદ આદિને ખાવાપીવામાં તેમજ સુંધવામાં ઉપયોગ કરવો નહિ, (૪) ખાવાપીવાની વસ્તુઓની દૈનિક મર્યાદા રાખવી, કેઈપણુ દિવસ ૩૧ વસ્તુઓથી વધારે ખાવાપીવાના ઉપયોગમાં લેવી નહિ. (૫) વર્તમાન વસ્ત્રો સિવાય રેશમી, કૃમિ હિંસાજન્ય વસ્ત્રો પહેરવાં કે એવાં નહિ. (૬) વિશેષ પરિસ્થિતિમાં અથવા વિદેશવાસના અપવાદ સિવાય, ચાલુ વસ્ત્રોને ત્યજી દેશની બહાર બનેલા વસ્ત્રો પહેરવાં તેમજ એવાં નહિ. (૭) અસત્ આજીવિકા કરવી નહિ. | (ક) દારૂને વેપાર કરવો નહિ. (ખ) જુગાર તથા રસની (Race) રમત રમવી નહિ. (ગ) માંસને વેપાર કરવો નહિ. (માંસ, માછલી, ઇડા, વગેરે.) (૮) મરનારની પાળ રિવાજ તરીકે રાવું નહિ. (૯) હેળીના પર્વમાં ગંદા પદાર્થો બીજા પર ફેંકવા નહિ તેમજ અશ્લીલ તથા અસભ્ય વ્યવહાર કરે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૫) આત્મ ઉપાસના (૧) પ્રતિદિન આત્મચિંતન કરવું. () પ્રતિમાસે એક ઉપવાસ કરે, જે ઉપવાસ ન થઈ શકે તે બે એકાસણું કરવાં. પખવાડિયામાં એક્વાર વ્રતનું અવલોકન અને થયેલી ભૂલે. તેમજ પ્રગતિનું નિરીક્ષણ કરવું. (૪) કોઈની સાથે અનુચિત અથવા કટુવ્યવહાર થઈ જવા બદલ. પંદર દિવસમાં ક્ષમાયાચના કરી લેવી. (૫) પ્રતિવર્ષ એક અહિંસા દિવસ મનાવે. તે દિવસે નિચેના નિયમનું પાલન કરવું. (ક) ઉપવાસ કરે. (ખ) બ્રહ્મચર્યનું પાલન કરવું. (ગ) અસત્ય વ્યવહાર કરવો નહિ. (બ) કોઈને પણ કટુ વચન બેલવું નહિ. (6) મનુષ્ય, પશુ પક્ષીઓ આદિ ઉપર પ્રહાર કરવો નહિ.. (ચ) મનુષ્ય તથા પશુઓ ઉપર સવારી કરવી નહિ. (છ) વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની આલોચના કરવી. (જ) કોઈની પણ સાથે થયેલા કટુ વ્યવહાર માટે ક્ષમત ક્ષામણું કરવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ-૧ વિશિષ્ઠ અણુવતીના નિયમ (૧) પિતાના માટે વર્ષ દરમ્યાન ૧૦૦ વારથી વધારે કાપડ પહેરવાં કે ઓઢવા માટે ખરીદવું નહિ, અથવા હાથના કાંતેલા તેમજ વણેલાં વસ્ત્રો સિવાય અન્ય વસ્ત્રો પહેરવાં નહિ. (૨) લાંચરૂશ્વત આપવી નહિ. (૩) આવકવેરે, વેચાણુણવેર તથા મૃત્યુવેરાની ચોરી કરવી નહિ. () રાજ્યદ્વારા નક્કી કરેલાં દરથી વધારે વ્યાજ લેવું નહિ. (૫) સદ્દો કરે નહિ. (૬) સંગ્રહીત પૂજી (સોનું, ચાંદી, ઝવેરાત, આભૂષણ અને રોકડ નાણું) એક લાખથી વધારે રાખવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ-૨ પ્રવેશક અણુવતીના નિયમ (૧) ચાલતાં ફરતાં નિરપરાધ પ્રાણીની ઈરાદાપૂર્વક હત્યા કરવી નહિ. (૨) અનામત મૂકેલી (થાપણ) વસ્તુ માટે ઈન્કાર કરવો નહિ. • (૩), બીજાની વસ્તુ એરવૃત્તિથી લેવી નહિ. (૪) કેઈપણ વસ્તુમાં ભેળસેળ કરીને અથવા તે નકલીને અસલી ઓળખાવીને વેચવી નહિ. (૫) તેલમાપમાં ઓછુંવતું આપવું નહિ. () વસ્યા તેમ જ પરસ્ત્રીગમન કરવું નહિ. (૭) જુગાર રમ નહિ. (૮) સગાઈ તેમ જ લગ્નના પ્રસંગમાં કોઈ પણ પ્રકારને લેવાને ઠરાવ કરવો નહિ. (૯) મત (ટ) માટે રૂપિયા લેવા નહિ તેમ જ આપવા નહિ, • (૧૦) મદ્યપાન કરવું નહિ. (૧૧) ભાંગ, ગાંજો, તમાકું આદિ ચીજોને ખાવાપીવામાં તેમ જ સુંઘવામાં ઉપયોગ કરે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિરિષ્ઠ-૩ વગીય અતીના નિયમો વિદ્યાર્થીઓ માટે (૧) અય રીતે પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરે નહિ. (૨) તેડફોડ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નહિ. (2) લગ્ન પ્રસંગે રૂપિયા આદિ લેવાને હરાવ કરવો નહિ. () ટિકિટ વિના હવે આદિમાં મુસાફરી કરવી નહિ, વ્યાપારીઓ માટે (૧) કોઈપણ ચીજમાં ભેળસેળ કરવું નહિ. (૨) નકલી માલને અસલી તરીકે ઓળખાવીને વેચ નહિ. (૩) એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ આપવી નહિ. () કોઈપણ સદામાં (વચ્ચે ગાળે ખાવે નહિ. (૫) તેલમાપમાં ઓછુંવતું આપવું નહિ, (૬) સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અગર નાથાની ઠરાવો નહિ. (૭) વ્યાપાર નિમિતે કાળાબજાર કરવા નહિ. ( રાજ્યનિષિદ્ધ વસ્તુને વેપાર તેમ જ આયાત નિકાસ કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય કર્મચારીઓ માટે (૧) લાંચરૂશ્વત લેવી નહિ. (૨) પિતાને પ્રાપ્ત થયેલા અધિકાર દ્વારા કોઈની પણ સાથે અન્યાય કરવો નહિ. (૩) જનતા તેમ જ સરકારને દેગે દેવો નહિ. મહિલાઓ માટે (૧) દહેજ આદિનું પ્રદર્શન કરવું નહિ. (૨) પિતાના સંતાનનાં લગ્નમાં રૂપિયા આદિ લેવાનો ઠરાવ * કરવા નહિ. આભૂષણ આદિને માટે પતિને દબાણ કરવું નહિ. (૪) સાસુ સસરાની સાથે કટુ વ્યવહાર થઈ જવા બદલ ક્ષમા યાચના કરવી. (૫) અશ્લીલ તેમ જ અસભ્ય ગીત ગાવાં નહિ. મરનારની પાછળ રિવાજ તરીકે રેવું નહિ. () બાળકે માટે ગાળો અથવા અસભ્ય શબ્દોને પ્રયોગ કરવો નહિ. તા. ક. પ્રવેશક અણુવતી બનવા માટે મહિલાઓને ઓછામાં ઓછા પાંચ નિયમોનું અવશ્ય પાલન કરવું પડશે. ચૂંટણી સંબંધી નિયમો (૧) રૂપિયા તેમજ ગેરકાયદેસર અન્ય પ્રલોભન આપીને મત - લે નહિ. (૨) કોઈપણ મંડળ અથવા ઉમેદવાર પ્રત્યે મિથ્યા, અશ્લીલ તેમજ અસભ્ય પ્રચાર કરવો નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૩) ધમકીથી તેમજ અન્ય હિંસાત્મક પ્રભાવદ્વારા કોઈને પણ મતદાન માટે પ્રભાવિત કરવા નહિ. (૪) મત ગણત્રીમાં ચિટ્ટીઓની હેરફેર કરવી નહિ, (૫) વિરુદ્ધ પક્ષના ઉમેદવાર અને તેના મતદારોને પ્રલેભન તેમજ ભય આદિ બતાવીને તથા મદ્યપાન કરાવી તટસ્થ કરવાનો પ્રયત્ન કરે નહિ. (૬) અન્ય ઉમેદવાર અથવા મંડળ પાસેથી પૈસા પ્રાપ્ત કરવા માટે ઉમેદવાર બનવું નહિ. (૭) સેવાભાવથી રહિત કેવળ વ્યવસાય બુદ્ધિથી ઉમેદવાર બનવું નહિ. (૮) અનુચિત તેમજ ગેરકાયદેસર ઉપાયથી પા–ટિકિટ લેવાને પ્રયત્ન કરવો નહિ. (૯) પોતાના અભિકર્તાઓ (એજન્ટ) સમર્થકો અને કાર્યકર્તાઓને આ નિયમની ભાવનાઓનું ઉલ્લંઘન કરવાની અનુમતિ આપવી નહિ. ચૂંટણી અધિકારી માટે પિતાના કર્તવ્ય પાલનમાં પક્ષપાત, પ્રલેભન તેમજ અન્યાયને સ્થાન આપવું નહિ. સત્તારૂઢ ઉમેદવાર માટે (૧) રાજકીય સાધનો તથા અધિકારને દુરપયોગ કરવો નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મતદારો માટે (૧) રૂપિયા પૈસા લઈને અથવા લેવાને ઠરાવ કરીને મતદાન કરવું નહિ. (૨) કોઈ ઉમેદવાર અથવા મંડળને પેટ ભરેસે આપ નહિ. (૩) બનાવટી (બોટા) નામથી મતદાન કરવું નહિ. સમર્થ કે માટે (૧) પિતાના પક્ષના અથવા વિરુદ્ધ પક્ષના કોઈપણ ઉમેદવારને જુદો પ્રચાર કરવો નહિ. (૨) અનૈતિક સાધને દારા બીજાઓની સભાને ભંગ કરવાને પ્રયત્ન કરવો નહિ. (૩) ઉમેદવાર સંબંધી સર્વ નિયમનું પાલન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ-૪ આત્મચિંતન (૧) કોઈની સાથે મન, વચન, અને કાયાથી દુવ્યવહાર નથી કર્યો? (૨) વરનાં અથવા અન્ય વ્યક્તિઓની સાથે ઝઘડે તે નથી કર્યો? (૩) અસત્ય બોલીને પિતાની ભૂલ છુપાવવાની કોશિશ તે નથી કરી? (૪) સ્વાર્થથી કે નિસ્વાર્થી કોઈની હી વાતને પ્રચાર તો નથી કર્યો? (૫) ધન મેળવવા માટે વિશ્વાસઘાત તે નથી કર્યો (૬) કોઈની કોઈ વસ્તુ ચોરી તે નથી? (૭) કમભોગની તીવ્ર અભિલાષા તે નથી રાખી? (૮) સ્વ-પ્રશંસા અને પરનિંદાથી પ્રસન્નતા તે નથી થઈ અને સ્વ-નિંદા અને પર–પ્રશંસાથી અપ્રસન્નતા તે નથી થઈ ? (૯) આજે ક્રોધ તે નથી આવ્યો? અને આવ્યો હોય તે શા માટે? કોના પર અને કેટલી વાર ? (૧૦) પિતાના મુખથી પિતાની પ્રશંસા તે નથી કરી? (૧૧) કેઈને જો પક્ષ લઈને વિવાદ તે નથી કર્યો? અને કેઈનું અપમાન કરવાની કોશિશ તે નથી કરી ? (૧૨) કોઈની નિંદા તે નથી કરી ? (૧૩) કોઈની સાથે અસભ્ય વ્યવહાર તે નથી કર્યો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૧૪) અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ ? (૧૫) જીભની લુપતાને લીધે વધારે ખાધું પીધું તે નથી ? (૧૬) પત્તા, ચપટ, કેરમ વગેરે રમત રમવામાં સમયને દુર્વ્યય તો તે નથી કર્યો? (૧૭) કોઈ અનૈતિક અથવા અવાંચ્છનિય કાર્યોમાં ભાગ તો નથી લીધે? (૧૮) કોઈ વ્યક્તિ, જાતિ, દળ, પક્ષ અથવા તે ધર્મના પ્રત્યે. બ્રાન્તિ તે નથી ફેલાવી ? (૧૯) બની ભાવના તે ભૂલાઈ નથી ? (૨૦) દિવસ દરમ્યાન ક્યા અનુચિત અપ્રિય અને અવગુણ પદક કરવાવાળા કાર્યો કર્યા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૭) શિક્ષા નિયમનું પાલન આંતરિક ભાવનાથી થવું જોઈએ. અણુવતી નિયમ પાળવામાં મક્કમતા રાખે. અહિંયા કેટલીક શિક્ષાઓ આપવામાં આવી છે, જે ત્રતાની શુદ્ધિ માટે નિરંતર ધ્યાનમાં રાખવી જોઈએ. અણુવતીએ – (૧) આંદોલન પ્રત્યે નિષ્ઠા તેમ જ સદ્ભાવના રાખવી જોઈએ. વ્રતની ભાષા સુધી જ સીમિત ન રહેતાં શુદ્ધ ભાવનાથી નિય મેનું પાલન કરવું જોઈએ. (૩) તકદષ્ટિથી બચીને અવાચ્છનિય કાર્ય ન કરવું જોઈએ. (૪) પ્રત્યેક કાર્ય કરતાં પહેલા જાગૃત રહેવું જોઈએ કે તે કઈ અનુચિત અથવા નિંદીત કાર્ય તે નથી કરી રહ્યું. (૫) ભૂલને સમજ્યા પછી દુરાગ્રહ ન કરવો જોઈએ. (૬) વ્યક્તિગત સ્વાર્થ અથવા ભાવથી કોઈને મર્મ પ્રગટ ન કરવો જોઈએ. (૭) કોઈ અણુવતી, અન્ય અણુવતીને નિયમ ભંગ કરતાં જુએ તે તેને ચેતવણી આપે અથવા તે પ્રવર્તકને નિવેદન કરવું જોઈએ, પણ જ્યાં ત્યાં અન્યમાં પ્રચાર કરે નહિ. (૮) ઉત્તરોત્તર વ્રતને વિકાસ કરવો જોઈએ તેમ જ બીજાઓને વતી બનાવવાની પ્રેરણા આપવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૮. અણુવ્રત પ્રાર્થના. રાગઃ હિમાલય કી ચોટીસે... બડે ભાગ્ય હે ભગિની બંધુઓ, જીવન સફલ બનાયે હમ, આત્મસાધના કે સતપથ મેં, અણુવ્રતી બન પાયે હમ. અપરિગ્રહ, અસ્તેય, અહિંસા, સચ્ચે સુખ કે સાધન છે, સુખી દેખલે સંત અકિંચન, સંયમ હી જિનકા ધન હૈ; ઉસી દિશામાં દઢ નિષ્ઠાસે, કો નહીં કદમ બઢાયે હમ, આત્મસાધના કે સાથ મેં, અણુવતી બન પાયે હમ. પાં રહે યદિ વ્યાપારી તે, પ્રમાણિકતા રખ પાયેંગે, રાજ્ય કર્મચારી જે હગે, રિશ્વત કભી ન ખાયેંગે, દઢ આસ્થા આદર્શ નાગરિકતા કે, નિયમ નિભાયે હમ, આત્મસાધના કે સતપથ મેં, અણુવતી બન પાથે હમ. પરા ગૃહણી હે ગૃહપતિ હે ચાહે, વિદ્યાથી અધ્યાપક હે, વૈદ, વકીલ, શીલ હૈ સબમેં, નૈતિક નિષ્ઠા વ્યાપક હે, ધર્મશાસ્ત્રકે ધાર્મિક – પનકે, આચરણેમેં લાયે હમ, આત્મસાધના કે, સતપથ મેં, અણુવતી બન પાયે હમ. પાયા અચ્છા હૈ અપને નિયમે સે, હમ અપના સંકેચ કરે, નહીં દૂસરે વધ બંધન સે, માનવતાકી શાન હરે, યહ વિવેક માનવકા નિજ ગુણ, ઈસકા ગરવ ગાયે હમ, આત્મસાધના કે સતપથ મેં, અણુવતી બન પાયે હમ. જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મશુદ્ધિ કે આંદોલન મેં, તન મન અર્પણ કર દેગે, કડી જાંચ કે લિયે ઘતેમેં, આંચ નહિ આને દેગે, ભૌતિકવાદી પ્રલોભનમેં, કભી ન હૃદય ઉભા હમ, આત્મસાધના કે, સાથ મે, અણુવતી બન પાયે હમ. પા સુધરે વ્યક્તિ, સમાજ વ્યક્તિસે, ઊસકા અસર રાષ્ટ્ર પર હૈ, જાગ ઊડે જનજનકા માનસ, એસી જાગૃતિ ઘરઘર હે, તુલસી” સત્ય અહિંસાકી, જય વિજય ધ્વજા ફહરા હમ, આત્મસાધના કે, સતપથ મેં, અણુવતી બન પાયે હમ. દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ s અણુવ્રત તો આંદોલન (પ્રવેશ પત્ર) શ્રીયુત મંત્રી, ગુજરાત અણુવ્રત સમિતિ, ચોથે માળ, શેઠિયા બિહડીંગ, તિલક માર્ગ * અમદાવાદ પ્રિય મહાશય, મે આચાર્ય શ્રી તુલસી દ્વારા પ્રવર્તિત અણુવ્રત–આંદોલનના લક્ષ અને વ્રતનું ધ્યાનપૂર્વક અધ્યન કર્યું છે અને ગંભીરતાપૂર્વક વિચાર કર્યા પછી પ્રવેશક / અણુવતી / વિશિષ્ઠ | અણુવતી બન્યો છું! બની છું. હું આંદોલનના વ્રત તથા નિયમેનું વિધિસર પાલન કરતે રહીશ / કરતી રહીશ. દિવસ હરતાક્ષર પૂરું નામ પિતા અથવા પતિનું નામ ની ઉંમર સ્થાનિક સરનામું જાતિ વ્યવસાય * . _ _ વર્તમાન સરનામું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ HI ! B R 14 32 i oś 14 63 3 TER - a hata wari in Manor 4 16 0:2 Il ol di el al 12 10 i cil Jrro Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ આપણે આપણા દેશનું મકાન બનાવવું છે, એને પાયો ઊંડ અને મજબૂત હોવો જોઈએ. પાયે જે રેતીને હશે તે, જ્યારે રેતી ખસી જશે ત્યારે મકાન પણ ધસી પડશે. ઊંડે પાયે ચારિત્રને હેય છે. દેશમાં જે કામ આપણે કરવાં છે તે ઘણું જ વિશાળ છે. આ બધાને પા ચારિત્ર છે, એને લઈને અણુવ્રત આંદોલનમાં ઘણું જ સારું કામ થઈ રહ્યું છે. હું માનું છું કે, આ કામની જેટલી પ્રગતિ થાય તેટલું સારું છે. એટલા માટે હું અણુવ્રત અદિલનની પૂરી પ્રગતિ ઈચ્છું છું. – જવાહરલાલ નહેરુ (પ્રધાનમંત્રી) આપણું બેલવામાં અને દૈનિક આચરણમાં કેટલું અંતર આવી ગયું છે! અણુવ્રત આંદોલન આ અંતરને દૂર કરવા ઈચ્છે છે. અણુ વ્રતના નવમા વાર્ષિક પવિત્ર દિવસ પર આપણે સર્વે મળી રહ્યા છીએ. આ પુણ્ય અવસર પર આચાર્ય શ્રો તુલસીની શિક્ષા આ ખ્યાલમાં લઈને હૃદયમાં ઉતારીએ કે એમાં બહુ મોટી તાકાત રહેલી છે. સંકલ્પ અને તેની અસીમ શક્તિ આપણને એવા મંચ પર લઈ જશે જ્યાં ન તે આપણો વિનાશ થશે અને ન સમાજ અથવા પરિવારનો. અણુવ્રત આંદોલનની આ મંગલકારી ભાવના દેશભરમાં ફેલાય એ જ મારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે. . -શ્રી, ઉં, ન, ઢેબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ zure 211401912 W ww llenart Rabac L 36 n/WV 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com