________________
વિચાર અથવા પ્રયોગની ભૂમિ પર અણુવ્રત આંદોલન
ઉદ્દભવ અને દયેય –
પડતીની પરાકાષ્ઠા જ ઉર્ધ્વ સંચારની શરૂઆત બને છે. સમસ્યા જ સમાધાનની ઉર્વર ભૂમિકા થઈ જાય છે. અનૈતિકતા જ્યારે પરાકાષ્ઠા પર પહોંચી અને માનવતા જ્યારે તેની મારફતે મૃતપ્રાય બની ત્યારે તેના પ્રતિકાર સ્વર રૂપે અણુવ્રત આંદોલન શરૂ થયું. સમસ્યાનું કારણ મનુષ્યનો અસંયમ છે, અને સંયમ તેનું સમાધાન છે. અણુવ્રત આંદોલન સંયમનું પ્રતિક છે. તેના સંકલ્પબળના આધારે મનુષ્ય કમિક વિકાસ કરતો દેવ મુક્ત બને, તે અહિંસા અને સત્યની પૂર્ણતા પર પહોંચે–એ તેનું ધ્યેય છે. ક્રાંતિનું મૂળ વિચારોમાં–
વ્યક્તિઓના એકમોથી સમાજ બને છે. સમાજની નૈતિક સ્વસ્થતા માટે પ્રત્યેક વ્યક્તિએ નૈતિક દૃષ્ટિથી સ્વસ્થ હેવું જરૂરી છે. આ દિશામાં વિજ્ઞાન મૌન છે, રાજકીય નિયમ પાંગળા છે. આવી પરિસ્થિતિમાં માત્ર વિચાર શક્તિ જ એક માર્ગ રહે છે, જે વ્યક્તિ વ્યક્તિના હૃદયમાં વિવેકના અંકુર ફોડીને તેને પુષિત અને પલ્લવિત કરી શકે છે. ભલે હૃદય પરિવર્તનની અને એકથી સર્વને સુધારવાની વાત ક્રાંતિકારક ન લાગે પરંતુ આનાથી બીજી કોઈ શ્રેયકર વાત તે છે જ નહિ. કોઈ સુધાર અથવા ક્રાંતિનું સર્વ પ્રથમ બીજ વ્યક્તિના વિચારોમાંથી ફૂટે છે, એમ ઈતિહાસ બતાવે છે. વિચારદાનથી તેની ભાવના અનેક લેકના મનમાં અને મસ્તિષ્કમાં આવી અને તેના
અનુરૂપ તેના હાથપગમાં ગતિ આવી, સુધાર થયે, અને ક્રાંતિ શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com