________________
(૭) શિક્ષા
નિયમનું પાલન આંતરિક ભાવનાથી થવું જોઈએ. અણુવતી નિયમ પાળવામાં મક્કમતા રાખે. અહિંયા કેટલીક શિક્ષાઓ આપવામાં આવી છે, જે ત્રતાની શુદ્ધિ માટે નિરંતર ધ્યાનમાં રાખવી જોઈએ.
અણુવતીએ – (૧) આંદોલન પ્રત્યે નિષ્ઠા તેમ જ સદ્ભાવના રાખવી જોઈએ.
વ્રતની ભાષા સુધી જ સીમિત ન રહેતાં શુદ્ધ ભાવનાથી નિય
મેનું પાલન કરવું જોઈએ. (૩) તકદષ્ટિથી બચીને અવાચ્છનિય કાર્ય ન કરવું જોઈએ. (૪) પ્રત્યેક કાર્ય કરતાં પહેલા જાગૃત રહેવું જોઈએ કે તે કઈ
અનુચિત અથવા નિંદીત કાર્ય તે નથી કરી રહ્યું. (૫) ભૂલને સમજ્યા પછી દુરાગ્રહ ન કરવો જોઈએ. (૬) વ્યક્તિગત સ્વાર્થ અથવા ભાવથી કોઈને મર્મ પ્રગટ ન
કરવો જોઈએ. (૭) કોઈ અણુવતી, અન્ય અણુવતીને નિયમ ભંગ કરતાં જુએ તે
તેને ચેતવણી આપે અથવા તે પ્રવર્તકને નિવેદન કરવું જોઈએ,
પણ જ્યાં ત્યાં અન્યમાં પ્રચાર કરે નહિ. (૮) ઉત્તરોત્તર વ્રતને વિકાસ કરવો જોઈએ તેમ જ બીજાઓને
વતી બનાવવાની પ્રેરણા આપવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com