Book Title: Yoga Etle Shu Author(s): Magan P Desai Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 4
________________ આવી ગયું. બીજાં પણ કારણ બન્યાં; છતાં છેવટે પ્રભુકૃપાએ એ માળા પૂરી થઈ અને આજે પુસ્તક રૂપે બહાર પાડી શકાય છે, તેથી મને ખૂબ આનંદ થાય છે. યોગને અભ્યાસ મારી ૧૪ વરસની ઉંમરથી મારો વ્યાસંગ' બને છે. અભ્યાસ એટલે ગ્રંથનું વાચન નથી જ કહેતા, પરંતુ તેની સાધનાં કહું છું. એ અર્થે મેં યેગ પરનું બધું જ સાહિત્ય વાંચ્યું છે એમ નથી; પણ મુખ્ય મુખ્ય કેટલુંક જોયું છે અને તેનું ચિંતન-મનન કરતે રહ્યો છું. કેટલાક યોગાભ્યાસીઓના સત્સંગનું પણ સદ્ભાગ્ય મને શ્વનમાં સાંપડયું છે. આ વિવેચન એને પરિણામે હું કરી શકો છું. એને યશ એ મહાનુભાને છે. વાચક જોશે કે, “સ્વાધ્યાય "ના લેખે અગાઉથી લખી રાખેલા નથી, પણુ દર માસે હપતે લખવાને આવે ત્યારે લખાતા જતા હતા. તે લખવામાં મેં કઈ ભાષ્ય કે ટીકાને સામે રાખ્યાં નથી, યા અમુક વિવેચક કે અર્થકારને હું અનુસર્યો છું એમ પણ નથી. પરંતુ વસ્તુની સળગ સમીક્ષા કરતાં જે અર્થે મારા મનમાં તે વખતે બેસતા ગયે તેને ચર્ચાતે ગયે. અને તેથી જ બેત્રણ મહત્ત્વનાં સ્થળોએ સૂત્રને ક્રમ છોડીને અથવા અમુક શબ્દોની પારિભાષિકતાની પંચાતમાં પડ્યા વગર સૂના સહજ મળતા અર્થની દૃષ્ટિએ ચર્ચા કરી છે. આમ છૂટક છૂટક થતા રહેલા લખાણુમાં સળંગસૂત્રતા હોય, તે એ રીતે લખતાં રહેતાં જેવી આપે આપ તેમાં ગૂંથાઈ આવે તેવી જ જોવા મળે, એ ઉધાર્યું છે. આખા “ સમાધિપાદ ”નાં સૂત્રોને સળગ જોતાં તેમને શે અર્થ મળે છે તે તરફ મેં નજર રાખી છે અને તેને અનુસરીને વિવેચન કર્યું છે. વાચકને તે એમાં મળશે એવી આશા રાખું છું. યેગના શાસ્ત્ર તરીકે -- ગદર્શન તરીકે આ સૂત્ર હજાર વરસેથી પંકાયાં છે. તેમની પાછળ આર્ય પ્રજાના અનેક પરમ પુરુષોની સતત સાધના અને ધ્વનવીરોના વિવિધ પ્રાગે પડેલા છે. માનવ શરીર અને ચિત ૫૨ એ પ્રયોગ હતા. અને એ કેવા પ્રયોગો ! જેમાંથી તેમને જીવનનું પરમ અને ચરમ સત્ય શોધવું હતું. ગદર્શન આ ભવ્ય ઇતિહાસ પર રચાયેલું અદ્વિતીય શાસ્ત્ર છે. કેવળ શાસ્ત્રીય બુદ્ધિ અને તકની દષ્ટિએ જોતાં પણ હેરત પમાડે એવું આ કામ છે. તેથી તેને પણ કાંઈક ખ્યાલ આ વિવેચનની સાથોસાથ જોડવાની દષ્ટિએ, તે વિષે પ્રાસ્તાવિક લખવાને માટે શ્રી. ગોપાલદાસને મેં વિનંતી કરી. તેમણે એ કામ પાછળ ઠીક ઠીક સમય આપી તેની તૈયારીમાં એક સ્વતંત્ર ગ્રંથ જેટલી સામગ્રીનું ટાંચણું કર્યું છે. એ રસિક સામગ્રી એક અલગ પુસ્તક રૂપે આપવા જેટલી થઈ છે, એ રૂપે તે આપીએ તે એને ન્યાય મળે. એ કામ આગળ ઉપર કરવાનું રાખીને, ટૂંકી પ્રસ્તાવના રૂપે તેમણે આ ઇતિહાસને ખ્યાલ આપે છે, તે અભ્યાસીઓને ઠીક ઠીક મદદરૂપ થશે એમ માનું છું. યોગ એ તે મનુષ્યના જીવનસાફલ્યની ચાવી અને તેને ગૂઢ મંત્ર છે. જીવન ગમે તે દિશામાં ભલે હા, સાફલ્મમાત્રના મૂળમાં ગશક્તિને અમુક તમુક આવિષ્કાર રહેલો હોય છે. ગીતાકારે પોતાની ભક્તિ-ભાષામાં કહ્યું છે તે આ જ છે કે, यद् यद् विभूतिमत् सत्त्वम् श्रीमजितमेव वा । तत्तदेवावगच्छ त्वम् मम तेजोऽशसंभवम् ॥ १०,४१ ।। માટે જ ઈશ્વર પરમ યોગેશ્વર કહેવાય છે, ગશક્તિ આ વસ્તુ છે. પરંતુ મનુષ્ય તેના મદ મેહ કે વાસનાને લઈને ખરું સાફલ્ય શામાં છે તે વિશે ભૂલ ખાયા કરે છે, બ્રમમાં કુટાયા કરે છે, ગોથાં ખાય છે, છતાં તેમાં શક્તિ અને શ્રમ ખરચવામાં તે કમી નથી રાખતા. પરંતુ તેનું પ્રયોજન અને દિશા – તેની નિષ્ઠા પરમ નથી તેથી, છતે પુરુષાર્થ એ જ શક્તિ, એ જ તપ તેને તેવું જ ફળ દે છે. (સર ખાવા, કથા માં પ્રવર્તે તારાથંય મનાયમ્ ગીતા ૦ ૪,૧૧.) ગદર્શન જીવનસાફલ્યના અંતિમ સ્વરૂપ વિષે ઝાઝી ચર્ચા નથી કરતું. તે કામ તે આર્ય પ્રજાના આદિ સંસ્કાર રૂપે જ નક્કી થયેલું nary For Private in Education in www. Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 142