Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1175
________________ જૈન ધાર્મિક સંદર્ભ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઘ ડૉ. કાન્તિભાઈ બી. શાહ આરંભ : જૈન પ્રભાવ આ છેક ૧૨મી સદીથી માંડી ૧૯મી સદીના પૂર્વાર્ધના ગાળાનું ગુજરાતી સાહિત્ય મધ્યકાીન પરંપરામાં સર્જયું છે. આ મધ્યકાલીન ગુજરાતી સાયિમાં જૈન સાહિત્યની વિપુલતા ધ્યાન ખેંચે તેવી છે. સામાન્ય અંદાજ પ્રમાણે જૈન કવિઓનું પ્રમાણ લગભગ ૭૫ ટકા જેટલું જોવા મળે છે. એમાંયે પ્રાનરસિંહયુગના ગુજરાતી સાહિત્યમાં તો કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં તમામ ઉપલબ્ધ સાહિત્ય જૈન સાહિત્ય છે. ઇ.સ. ૧૧૮૫નું રચનાવર્ષ ધરાવતી સૌથી વહેલી ઉપલબ્ધ ગુજરાતી કૃતિ ભરતેશ્વર બાહુબલિ રાસ' (સાલિસૂરિષ્કૃત) જૈન રચના છે - કર્તૃત્વ અને કથાનક બન્ને સંદર્ભે. આ કૃતિની ભાષા અપભ્રંશમાંથી સંક્રાંત થતી ગુજરાતી ભાષા છે. જેનો અણસાર મહાન જૈનાચાર્ય કોમચંદ્રના સિદ્ધઐમ' વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં આવતા ‘અપભ્રંશ દુહા’માં સાંપડે છે. આમ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળે સંવત ૧૧૪૫ (ઈ.સ. ૧૦૯૮)ની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસમાં મોટું પ્રભાવક બળ બની રહ્યા. એમણે ‘સિદ્ધહૈમ' જેવો. વ્યાકરણગ્રંથ અને રીનામમાલા જેવો શબ્દો આપીને ભાષા સાથે મોટું કામ પાર પાડ્યું. સિદ્ધરાજ પછી ગુજરાતની ગાદીએ આવેલા રાજા કુમારપાળનો હેમચંદ્ર સાથેનો સંબંધ શિષ્ય જેવો રહ્યો. આ આચાર્યના સમાગમથી સં. ૧૨૧૬ (ઇ.સ. ૧૧૬૦૯માં કુમારપાળે પ્રગટપણે જૈન ધર્મ અંગીકાર કરી ‘અમારિ-ધોષણા,' જિનાલયોની રચના, જર્ણોદ્વારી, પ્રજાકલ્યાણનાં કામો દ્વારા જૈનધર્મનું ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું. કુમારપાળને હાથે થયેલી જૈન શાસનની આ પ્રભાવકતા મધ્યકાલીન ગુજરાતમાં કુમારપાળ વિશે રચાયેલા રાસ-પ્રબંધોમાં વિાણી જોઈ Jain Education International આમ ગુજરાતી ભાષાસાહિત્યનો આરંભકાળ એ જૈન શાસનની પ્રભાવક્તાનો કાળ બની રહ્યો. તે પછીના અલાઉદીન ખીલજના મુસ્લિમ સરદારોએ ગુજરાતમાં સર્જેલી પાયમાલીના કાળમાં પણ વિરક્ત જૈન સાધુઓએ ઉપાશ્રયોમાં એમની સરસ્વતી-ઉપાસના ચાલુ જ રાખી જેનો મોટો લાભ ગુજરાતી સાહિત્યને થયો. જૈન દર્શનનો આધારસ્રોત જૈન દર્શન અને જૈન ધર્મોપદેશના મુખ્ય આધારરૂપ ગ્રંથો તે ૪૫ આગમો ગણાયાં છે. આ આગમો તે ૧૧ અંગ (૧૨મું અંગ ‘દૃષ્ટિવાદ' પાછળથી લુપ્ત થયું), ૧૨ ઉપાંગો, ૪ મૂલસૂત્રો, ૧ નંદીસૂત્ર, ૧ અનુયોગદ્વાર, ૬ છેદસૂત્રો, ૧૦ પ્રકીર્ણક (પયન્ના). આજથી આતી હજાર વર્ષ અગાઉ ભગવાન મહાવીરે એમના જીવનકાળ દરમ્યાન લોકભાષામાં આપેલા ઉપદેશને સુધર્માસ્વામી આદિ એમના ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમસૂત્રોમાં ગૂંથી લીધો. શ્રુતપરંપરાએ પાછળથી વીસરાવા આવેલાં એ સૂત્રોની જાળવણીનું કામ હાથ ધરાયું અને જુદે જુદે સમયે ભરાયેલી પરિષર્દોમાં એ સૂત્રીની વાચનાઓ તૈયાર થઈ. જેવી કે માપુરી વાચના, વલભી વાચના. એના ઉપર પાછળથી નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાના અનેક શાસ્ત્રગ્રંથો લખાયા. ઉમાસ્વાતિએ જૈન દર્શનના સંદોહનરૂપ ‘તત્ત્વામિંગમસૂત્ર'ની રચના કરી. તો સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર' નામક સંસ્કૃત ગ્રંથ દ્વારા જૈન પ્રમાણનો પાયી સ્થિર કર્યો. અને પ્રાકૃતમાં “સાતિ પ્રકરણ' થી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. આશરે વિ.સં. ૭૫૭થી ૮૨૭ના ગાળામાં વિદ્યમાન એવા શ્રી પરિભદ્રસૂરિએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દાર્શનિક વિષયના અનેક ગ્રંથો દ્વારા સાંખ્ય, યોગ, ન્યાય, વૈશ્વિક, અદ્ભુત, ચાર્વાક, બૌદ્ધ, જૈન આદિ સર્વે દર્શનો અને મતોની અનેક રીતે આલોચના કરી નવો યુગ સ્થાપ્યો. તેમણે ૧૪૦૦ ગ્રંથો રચ્યાનું કહેવાય છે. એમણે પ્રાકૃતમાં રચેલી ગદ્યકથા 'સમરાઇચ્ચકા' (સમરાદિત્યકથા) અત્યંત સુપ્રસિદ્ધ કથા બની છે. આ મહાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિ સુધીમાં જૈન દર્શનનો પાયો સ્થિર થઈ ચૂક્યો હતો એમ કહી શકાય. ઉપર નિર્દિષ્ટ કરેલા શાસ્ત્રગ્રંથોમાં રજૂઆત પામેલાં તત્ત્વદર્શન, બૌધઉપદેશ અને કથાનકો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક મુખ્ય આધારસ્રોત ગણી શકાય. જીવ-અજીવ આદિ નવ તત્ત્વો, કર્મબંધ અને એનો ક્ષયોપશમ, કર્મના પ્રકારો, સમ્યક્ત્વ, બાર ભાવના, સાધુ અને શ્રાવક જીવનનાં પાંચ મહાવતો, છ આવશ્યકો વગેરેને નિરૂપતી વિવિધ સ્વરૂપવાળી લધુ-દીર્ઘ રચનાઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ છે. જેમકે પંડિત વીરવિજયની ‘૪૫ આગમની પૂજા'માં ૪૫ આગમોનો સંક્ષેપમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228