Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1216
________________ આર્ય વજસ્વામી વહોરાવવા માંડ્યાં. પરંતુ વજસ્વામીએ તેઓના દેખાવ પરથી જાણી લીધું કે આ દેવો જ છે. તેથી તેમણે ઘેબર કે બીજી કોઈ વાનગી વહોર્યાં નહિ. આથી પ્રસન્ન થયેલા દેવો પ્રગટ થયા અને તેમને આકાશગામિની વિદ્યા આપી. આમ બાળસાધુ વજસ્વામી બે વખત દેવોની કસોટીમાંથી સારી રીતે પાર ઊતર્યા હતા. વજસ્વામી સાથેના સાધુસમુદાયમાં અગિયાર અંગનું અધ્યયન ચાલનું હતું. વજસ્વામીએ સાથીઓને અગિયાર અંગ ભરાતાં સાંભળીને પોતાની પદાનુસારી લબ્ધિ વડે તે કંઠસ્થ કરી લીધાં હતાં. હવે સાધુઓને એ અંગોનું અધ્યયન કરતા સાંભળીને તેમનું એ જ્ઞાન વધુ ને વધુ દૃઢ બનતું ગયું. વળી જેટલું પૂર્વગત પુત હતું. તે પણ તેમણે સાંભળીને પ્રાપ્ત કરી લીધું હતું. બીજા સાધુઓની જૈમ એક આસને બેસીને એ અંગોનું અધ્યયન કરવાની વધવામીને ખાસ જરૂર નહોતી એટલે તેનો અધ્યયન કરવા બહુ બેસતા નહિ, પોતાને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિની જાણ તેઓ કોઈને થવા દેતા નહિ. તેથી અન્ય સાધુઓ તેમને ભણવામાં આળસુ ગણતા અને તેમને ભણવા માટે બેસવા સમજાવતા. એટલે બીજા સાધુઓના માત્ર મનના સમાધાનને માટે વજ્રસ્વામી ઘણીવાર એક આસને બેસીને જાણે ભણતા હોય તેમ દેખાવ પૂરો ગણગણાટ કરતા. પરંતુ તે વખતે તેમનું ધ્યાન તો અન્ય સાધુઓ જે કંઈ વિશેષ અધ્યયન કરતા હોય તો એ સાંભળીને ગ્રહણ કરવામાં જ રહેતું હતું. વળી, આ વખત દરમિયાન એક દિવસ એક અનોખી ઘટના બની હતી. એક દિવસ બપોરના સમયે અન્ય સાધુઓ ભિક્ષા માટે બહાર ગયા હતા. ગુરુ મહારાજ પણ બહાર ગયા હતા. તે વખતે વજ્રસ્વામી એકલા જ ઉપાશ્રયમાં હતા. બાલસહજ કુતૂહલથી તેમને કંઈક નવું કરવાનો ઉત્સાહ આવ્યો. તેમણે પોતાની આસપાસ વર્તુળાકારે થોડે છેટે સાધુઓનાં વસ્ત્રઓને વીંટાળીને સાધુની જગ્યાએ ગોઠવી દીધાં જાણે ત્યાં સાધુઓ બેઠા છે તેવું લાગે, પછી શિષ્યોની વચ્ચે. આચાર્ય મહારાજ જેમ બેસે તેમ તેઓ બેઠા. સામે શિષ્યોને બેઠેલા કલ્પીને મેઘગંભીર અવાજે તેઓ વાચના આપવા લાગ્યા. વળી વચ્ચે વચ્ચે તેઓ સૂત્રના અર્થની ચર્ચા કરવા લાગ્યા. આવું દશ્ય તેઓ ભજવતા હતા તે સમયે ગુરુ મહારાજ બહારથી પાછા ફરી રહ્યા હતા. તેમણે વાચના આપતો કોઈક અવાજ દૂરથી સાંભળ્યો. તેમને આશ્ચર્ય થયું કે શું બધા સાધુઓ જલદી પાછા આવીને સ્વાધ્યાય ક૨વા લાગ્યા હશે ! ગુરુ મહારાજે દૂર ઊભા રહીને ધ્યાનથી બરાબર સાંભળ્યું. તેઓ આકાર્યથી મનમાં બોલી ઊઠ્યા. અરે ! આ તો વજ્રસ્વામીનો અવાજ ! એ તો અગિયાર અંગની વાચના આપે છે.' ગુરુ મહારાજ વિચારમાં પડી ગયા. કે વજસ્વામીએ અયન તો કર્યું નથી, તો પછી શું માતાના ઉદરમાં રહીને જ આ જ્ઞાન પામ્યા હશે ! ખરેખર ! આ તો મહાન આશ્ચર્ય કહેવાય ! વજસ્વામી શા માટે ભણવામાં આળસ લાગતા હતા તેનું કારણ પોતાને સમજાયું. પોતાના બાળ શિષ્યની આવી અદ્ભુત અને અનોખી સિદ્ધિ જોઈને તેમના આશ્ચર્ય અને આનંદનો કોઈ પાર ન રહ્યો. ગુરુ મહારાજે વિચાર્યું કે પોતે જો અચાનક ઉપાશ્રયમાં પ્રવેશ Jain Education International ૫૩ ક૨શે તો વજસ્વામી શરમાઈ જશે. એટલે પ્રવેશતાં પહેલાં દૂરથી તેઓ મોટેથી “નિસ્ટિરી' બોલ્યા. ગુરૂ મહારાજનો અવાજ સાંભળીને વજસ્વામીએ ઝડપથી સાધુઓનાં વસ્ત્રો સહુ સાને ઠેકાો મૂકી દીધાં. પછી તેઓ દોડના ઉપાશ્રયની બહાર આવ્યા. વિનષપૂર્વક ગુરુ પાસેથી દંડો લીધો. ગુરુ આસન પર બેઠા એટલે તેમનાં ચરણ ધોઈ, તેમને વંદન કર્યાં. વજસ્વામીનાં વિનય અને વિદ્વતા જોઈ ગુરુએ વિચાર્યું કે શ્રુતવિદ્યામાં નિપુણ એવા આ મહાન આત્માની યોગ્ય સંભાળ લેવાવી જોઈએ. બીજા સાધુઓ વજસ્વામીની આ શક્તિથી અજ્ઞાત છે. એટલે તેઓ તેમને બાળક ગણીને તેમની અવજ્ઞા ન કરે તે પણ જોવું જોઈએ. વજ્રસ્વામીની શક્તિથી સહુ પરિચિત થાય તે માટે કેટલાક સમય પછી આચાર્ય ભગવંતે એક યોજના વિચારી. તેમણે શિષ્યોને કહ્યું, ‘બે ત્રણ દિવસ માટે મારે અન્ય સ્થળે વિચરવાનું થયું છે, માટે મારી અનુપસ્થિતિમાં તમારા વાચનાચાર્ય તરીકે વજસ્વામી જવાબદારી સંભાળશે.' આ સાંભળી શિષ્યોને બહુ આશ્ચર્ય થયું. પરંતુ આ તો જ્ઞાની ગુરુભગવંતની આજ્ઞા હતી. માટે જરૂર એમાં કંઈક રહસ્ય હશે એમ સમજી તેઓએ ભક્તિપૂર્વક તે આજ્ઞા સ્વીકારી લીધી. ગુરુ મહારાજ પોતાની યોજના પ્રમાણે વિહાર કરીને અન્ય સ્થળે ગયા. બીજે દિવસે શિષ્યોએ વજસ્વામી પાસેથી વાચના લેવા માટે એમને સૌની મધ્યમાં મુખ્ય સ્થાને બેસાડ્યા. પછી વિનયપૂર્વક તેઓ સૌએ વજસ્વામીને વંદન કર્યાં. વજસ્વામી પણ ગુરુઆજ્ઞાને માન આપી સાધુઓને શાસ્ત્રપાઠ આપવા લાગ્યા. વાચના આપનાર સાધુ નાની ઉંમરના હતા અને વાચના લેનાર સાધુઓ મોટી ઉંમરના હતા, પરંતુ વજસ્વામીના જ્ઞાનની અને ચારિત્રની એવી અદ્ભુત અસર પડી કે જે બુદ્ધિશાળી સાધુઓ હતા તેઓ તો અત્યંત ઝડપથી શીખવા લાગ્યા, પરંતુ જેઓ અલ્પ બુદ્ધિવાળા અને અલ્પ રુચિવાળા હતા તેઓ પણ સારી રીતે રુચિપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. વળી કુદરતી મંદબુદ્ધિ કે જડ બુદ્ધિવાળા સાધુઓ હતા તેઓ પણ હોંશપૂર્વક ભણવા લાગ્યા. આ વાચના દરમિયાન કેટલીકવાર માત્ર કસોટી કરવા ખાતર જ કેટલાક સાધુઓ વજ્રસ્વામીને પોતે શીખેલા પાઠ ફરી પૂછતા. વામી સૂત્રોની યોગ્ય વ્યાખ્યા આપીને તેને અનુરૂપ અર્થ કરી બતાવતા. એથી સાધુઓને સંતોષ હતો. કેટલાક એવા અલ્પબુદ્ધિવાળા સાધુઓ હતા કે જેઓ આચાર્ય ભગવંત પાસે પહેલાં કેટલીકવાર શીખ્યા હોવા છતાં બરાબર નહોતા સમજી શકતા. તેઓ હવે વજસ્વામી પાસેથી ફક્ત એક જ વારની વાચના લેવાથી તરત શીખી લેવા લાગ્યા હતા. આથી સમગ્ર સાધુસમુદાય અત્યંત પ્રસન્ન થઈ ગયો હતો. આચાર્ય ભગવંત પાછા પધારે તે પહેલાં શક્ય તેટલું વધુ શીખી લેવા તેઓ ઉત્સુક હતા. વજસ્વામી હજુ તો બાળક હતા. છતાં તેમની આવી અનુપમ સિદ્ધિને કારણે સાધુઓ તેમને ગુરુ ભગવંત જેટલું જ માન આપવા લાગ્યા. વજ્રસ્વામીના વડીલ ગુરુબંધુઓ વજસ્વામીને એમના ગુણો અને વિશેષતાઓને કારણે પોતાના ગુરુ મહારાજ જેવા જ ગણે તે ખરેખર ગૌરવભરી હકીકત ગણાય. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228