Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1219
________________ ૫૬ શ્રી પતીન્દ્રસૂરિ દીશાશતાબ્દિ ગ્રંથ વજ્રસ્વામીના ઉપદેશની વાત સાંભળતાં જ તેના મન ઉપર ભારે સર થઈ. એણે વજસ્વામીની વાત મંજૂરી રાખી. એણે માતાપિતાની સંમતિ લઈ વજસ્વામી પાસે ધામધૂમપૂર્વક દીક્ષા લીધી. એક વખત વજસ્વામીએ ઉત્તર દિશામાં વિહાર કર્યો હતો. તે વખતે ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અન્નની અછતના કારણે લોકોને પેટપૂરતુ ખાવા મળતું નહોતું. આવી પરિસ્થિતિમાં લોકોની આતિથ્યભાવના ઘટી જાય એ સ્વાભાવિક છે. શ્રીમંતોએ પોતાની દાનશાળાઓ બંધ કરી હતી. અન્નના અભાવે એવી ભીષણ પરિસ્થિતિ પ્રવર્તતી હતી કે ગરીબ માણસો દહીં વેચવાનાં ખાલી થયેલાં માટલાં ફોડીને તેના તૂટેલા ટૂકડામાંથી દહીં ચાટતા હતા. કેટલાક લોકો તો એટલા દુબળા થઈ ગયા હતા કે જારો જીવતાં હાડપિંજર ફરતાં હોય તેવું લાગે. કોઈ સાધુ ગોચરી વહોરવા આવે ત્યારે વહોરાવવું ન પડે એ માટે શ્રાવકો આઘાપાછા થઈ જતા કે જાત જાતનાં બહાનાં બતાવતા. નગર શૂન્યવત્ બની ગયું હતું. લોકો શારીરિક અશક્તિને કારકો બહાર જઈ શકતા નહિ એથી રસ્તાઓ પદસંચારના અભાવે નિર્જન બની ગયા હતા. આવા ભીષણ દુષ્કાળમાંથી લોકોને ઉગારવા સંઘે વજસ્વામીને વિનંતી કરી. લોકોના કલ્યાણાર્થે વિદ્યાનો ઉપયોગ કરવામાં કોઈ દોષ નથી એમ વિચારી વજસ્વામીએ પોતાની વિશિષ્ટ લબ્ધિથી એક વિશાળ પટનું નિર્માણ કર્યું. તેના પર નગરના બધા લોકોને બેસાડીને એ પટને આકાશમાર્ગે ઉડાડ્યો. પટ થોડો ઊંચે ચડ્યો એવામાં નીચે દંત નામનો એક શ્રાવક આવી પહોંચ્યો. તે પોતાના સ્વજનોને બોલાવવા ગયો હતો એટલે પાછળ રહી ગયો હતો. વજ્રસ્વામીએ પટ પાછો નીચે જમીન ઉપર ઉતાર્યો. દંતને એના સ્વજનો સહિત પટ પર બેસાડી દીધો. પટ ઉપર બેસીને આકાશમાં ઊડવાનો લોકો માટે આ એક અદભુત અનુભવ હતો. તેઓ જાણે આંબાના વૃક્ષ નીચે બેઠા હોય તેવી શાંતિ અનુભવતા હતા. મૃત્યુમાંથી બચી જવાને કારો લોકોનો ભક્તિભાવ ઊભરાતો હતો. પોતે આકાશમાં ઊડતા હતા તે વખતે નીચે પૃથ્વી પર દેખાતાં મંદિરો જોઈને તેઓ જિર્નાર ભગવાનને બે હાથ જોડી વંદન કરતા તા. ઊંડનાં ઊડતાં નીચે માર્ગમાં પૃથ્વી પરના પર્વતો, નદીઓ અને નગરો જોતાં તેઓ આશ્ચર્ય પામતા હતા. આકાશમાર્ગે આવા વિશિષ્ટ પટને ઊડતો જઈને વ્યંતર દેવો, જ્યોતિક દેવો, વિદ્યાધરો વગેરે આશ્ચર્ય પામ્યા હતા. આકાશમાર્ગે ઊડીને વજસ્વામી બધાં નગરજનોને પુરી નામની સમૃદ્ધ નગરીમાં લઈ આવ્યા અને ત્યાં બધાને ઉતાર્યા. ધનધાન્યથી સુખી એવી આ પુત્રીનગરીના રાજાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ રાજ્યની મોટા ભાગની પ્રજા જૈન ધર્મ પાળતી હતી. ધર્મની બાબતમાં જૈન અને બૌદ્ધ લોકો વચ્ચે સ્પર્ધા કે વિવાદનો એ જમાનો હતો. પુરી નગરીમાં ફૂલ જેવી બાબતમાં પણ ચડસાચડસી થતી હતી. માળીને વધારે નાણાં આપીને જૈનો સારાં સારાં હલો ખરીદી લે છે એવી બૌદ્ધોની ફરિયાદ હતી. એથી બૌદ્ધ મંદિરોમાં પૂજા માટે સસ્તાં સામાન્ય ફૂલો વપરાતાં હતાં બીલોએ રાજ્યને ફરિયાદ કરી. એટલે બૌધર્મી રાજાએ જૈનોને Jain Education International કલો ખરીદવા પર પ્રતિબંધ ફરમાવ્યો. જૈનોએ વસ્વામીને પોતાની આ મુશ્કેલીની વાત કહી. પર્યુષણ પર્વ નજીકમાં આવતાં હતાં. પુષ્પપૂજા વગર પોતાની જિનપૂજા અધૂરી રહેતી હતી. નગરના બધા જૈનોને જો પુષ્પ મળી શકે તો પર્યુષણ પર્વ સારી રીતે ઊજવી શકાય. વજસ્વામીએ તેઓને સહાય કરવાનું વચન આપ્યું. તેઓ પોતાની આકા ગામની વિદ્યાથી દેવની જેમ આકાશમાં ઉડા. માહેકારી નગરીમાં હુતાશન નામના વિશાળ સુંદર પુષ્પઉદ્યાનમાં તેઓ ઊતર્યા. ત્યાંનો માળી વસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર હતો. માળીએ તેમનો ખૂબ આદરપૂર્વક સત્કાર કર્યો. આટલે વર્ષે પણ વજસ્વામી તેમને ભૂલ્યા નહોતા તેથી તેને બહુ સુવાસિત, રંગબેરંગી તથા જિનેશ્વર ભગવાનની પ્રતિમાને ચડાવવા યોગ્ય ફૂલો એકત્ર કરી આપવાનું કહ્યું. વજસ્વામી ત્યાંથી ઊડીને હિમવંતગિરિ પર ગયા. ત્યાં પદ્મસરોવર લહેરાતું હતું. દેવતાઓ પણ જ્યાં દર્શન કરવા જતા એવાં સિદ્ધાયતનો ત્યાં શોભતાં હતાં. ચમરી ગાયના અવાજથી ગુહાઓ ગુંજતી હતી. વિદ્યાધર મારી જિનમંદિરમાં દર્શન કરવા જતા હતા. વજસ્વામીએ પણ જિનમંદિરમાં જઈ દર્શન કર્યાં. પછી તેઓ પદ્મસરોવરે ગયા. તે વખતે લક્ષ્મીદેવી પૂજા કરવા જઈ રહ્યાં હતાં. વસ્યામીને જઈને લક્ષ્મીદેવીએ પોતાનું સહસ્ત્રદલ કમળ તેમને અર્પણ કર્યું. તે લઈને તેઓ પાછા હુતાશન ઉદ્યાનમાં ગયા. ત્યાં પોતાની વિદ્યા વડે તેમણે વિવિધ પ્રકારની શોભાવાળા એક વિમાનનું નિર્દેશ કર્યું. તેમાં વચમાં કમળ મૂક્યું. તેની આજુબાજુ ફૂલો ગોઠવ્યાં. એ માટે જ઼ભકદેવોએ તેમને સહાય કરી. વજ્રસ્વામીનું વિમાન ત્યાંથી ઊડતું. એ વિમાનની સાથે સાથે પોતપોતાના વિમાનમાં બેસીને ગીતો ગાતા, વાદ્યો વગાડતા જંભદેવો પણ તેમની સાથે ચાલ્યા. તેઓ બધા પુરીનગરી પહોંચ્યા. ફ્લો મળવાથી નગરના જૈનોએ પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરી, દેવોએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો. આ અસાધારણ ચમત્કારિક ભવ્ય ઘટનાથી પુરીના રાજા પ્રસન્ન થયા એટલું જ નહિ તેમણે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. વજસ્વામીના પ્રતામે જૈન ધર્મના થયેલા મહિમાથી લોકો પણ સહુ આનંદિત થયા. જૈન શાસનની પરંપરામાં વજસ્વામી છેલ્લા દસ પૂર્વધર ગણાય છે. તેઓ પોતે કોઈ સુર્યાસ્ય પાત્રને દસ પૂર્વનું જ્ઞાન આપવા ઇચ્છતા હતા. તે વખતે આર્ષરતિસૂરિ નામના આચાર્યમાં એવી પાત્રતા હતી. વજસ્વામીએ તેમને પૂર્વશ્રુતનું અધ્યયન કરાવ્યું, પરંતુ સંજોગવશાત્ આર્યરક્ષિતસૂરિ દસમું પૂર્વ પૂરું કરી શક્યા નહિ. એટલે વજસ્વામીના કાળધર્મ પામ્યા પછી દસ પૂર્વનો ઉચ્છેદ થયો. આર્ય રક્ષિતસૂરિનો પ્રસંગ નીચે પ્રમાર્ગ છે : દસપુર નગરમાં સોમદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ રૂદ્રસોમા હતું. તેમને આર્યરક્ષિત અને ફલ્ગુરક્ષિત નામે બે પુત્રો હતા. આર્યરક્ષિત વિદ્યાભ્યાસ માટે પાટલીપુત્ર ગયા તા. ત્યાં ચૌદ વિધા, છ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ, ધર્મશાસ્ત્ર વગેરેનું અધ્યયન કરીને તેઓ પાછા આવતા હતા. આટલી બધી વિદ્યાઓમાં પારંગત થવા માટે પોતાનો આનંદ દર્શાવવા રાજાએ તેમને હાથી પર અંબાડીમાં બેસાડી, બહુમાનપૂર્વક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228