Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
આર્ય વજસ્વામી
તેમનો નગરપ્રવેશ કરાવ્યો. તેમના સ્વાગત માટે રાજાએ તોરણો બંધાવ્યાં અને તેમને ઘણી ભેટસોગાદો આપી. નગરમાં પ્રવેશતાં જ આવા સન્માન સમારંભમાં રોકાવાને કારણે આર્યરક્ષિત પોતાને ઘરે પહોંચવામાં મોડા પડ્યા. વળી કિંમતી વસ્ત્રાદિ લંકારો ભેટ મળવાને લીધે તેઓ સારી રીતે સજ્જ થઈને પોતાને ઘરે ગયા કે જેથી તે જોઈને પોતાનાં માતપિતા બહુ રાજી થાય. પરંતુ ઘરે ગયા ત્યારે માતાએ એટલું જ કહ્યું, “બેટા, તું કુશળ છે ને ? આયુષ્યમાન થજે !' માતાએ હર્ષે ન બતાડ્યો તેથી આર્ચરક્ષિતને આશ્ચર્ય થયું. તેમણે માતાને તેનું કારણ પૂછ્યું, માતાએ કહ્યું, બેટા, તું ધણી સરસ વિદ્યા ભણીને આવ્યો છે. પરંતુ તું જે વિદ્યા ભણીને આવ્યો છે તે વિદ્યાનો ઉપયોગ બરાબર સમજીને નહિ કરે તો તે તને દુર્ગતિમાં લઈ જશે. માટે તારા જીવનને જો ખરેખર સાર્થક કરવું હોય તો તારે જૈન ધર્મનાં બાર અંગ પણ ભણવાં જોઈએ. એમાં પણ દષ્ટિવાદ નામનું છેલ્લું બારણું અંગ ભણી લેવું જોઈએ, કારણ કે એ અત્યંત કઠિન મનાતું અંગ ભણવાની તારામાં શક્તિ અને યોગ્યતા છે. પરંતુ ઐ ભણવા માટે તારે શ્રાવક બનવું પડશે.'
આર્યરક્ષિત વિદ્યાપ્રેમી હતા. માતાની સૂચનાનુસાર તેઓ શ્રાવક થયા. તે સમયે બારમું અંગ કોઈકને જ આવડતું હતું. તોસલીપુત્ર નામના આચાર્ય દષ્ટિવાદ નામનું બારમું અંગ ભણાવતા હતા. એટલે તેમની પાસે ખાવા જવાની આર્યરક્ષિતે તૈયારી કરી. તોસલીપુત્ર દષ્ટિવાદના નવ પૂર્વ સંપૂર્ણ જાણતા હતા પરંતુ દસમું પૂર્વ તેમને પૂરું આવતું નહોતું. આચાર્ય નોાલીપુત્ર પાસે જઈને આર્યરિત એમને અત્યંતભાવથી, વિયનથી વંદન કર્યાં અને પોતે દષ્ટિવાદ ભણવા આવ્યા છે તેમ જ્ઞાવ્યું. તોસલીપુત્રે કહ્યું, 'ભાઈ, એ ભણવાનો અધિકાર માત્ર સાધુઓનો જ છે. એટલે એ માટે તમારે પહેલાં જૈન ધર્મમાં સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કરવી પડે, ત્યારપછી તમારે સાધુ જીવનના આચારનું પાલન કરવા સાથે શાસ્ત્રસિદ્ધાન્તોનું અધ્યયન કરવાનું રહે. ત્યાર પછી મને તમારી યોગ્યતા બરાબાર જણાય તે પછી જ હું તમને દષ્ટિવાદ ભણાવી શકું.”
આર્યરક્ષિતે એમની પાસે દીક્ષા લેવાની અને શાસ્ત્રો ભણવાની પૂરી તૈયારી બતાવી. પણ સાથે સાથે અંગત વિનંતી કરી કે દીક્ષા લીધા પછી આ સ્થળ તરત જ છોડીને મારે બીજે વિહાર કરવો પડશે, કારણ કે હિંદુ રાજાનો અને નગરજનોનો મારા પ્રત્યે એવો અનુરાગ છે કે તેઓ મારી પાસે જૈન સાધુપણાનો ત્યાગ કરાવશે.'
ગુરુ તોસલીપુત્રે એ વાત સ્વીકારી લીધી.
આર્યરક્ષિતને દીક્ષા આપ્યા પછી ગુરુ નોસલીપુત્ર પોતાના શિષ્યો સાથે તરત ત્યાંથી વિહાર કરી ગયા. દીક્ષા લઈને આરક્ષિને અધ્યયન માટે એવો તો પુરુષાર્થ કર્યો કે અગિયારે અંગ તેમણે ગુરુ મહારાજ પાસે ભણી લીધાં. તેઓ ગીતાર્થ બન્યા. ગુરુ પાસે હવે દષ્ટિવાદ નામનું બારમું અંગ ભરવાનું ચાલુ કર્યું. તેમની યોગ્યતા જોઈને નોસલીપુત્ર બહુ પ્રસન્ન થયા. વિાદ અંગેનું જેટલું જ્ઞાન પોતાને હતું તે તેમણે આર્યરક્ષિતને આપ્યું. આર્યરક્ષિતની યોગ્યતા અને સામર્થ્ય જોઈને તેમણે કહ્યું કે “તમારામાં દષ્ટિવાદનું દસમું પૂર્વ ખાવાની પૂરી યોગ્યતા છે. માટે એ પણ તમારે ભરી લેવું
Jain Education International
૫૭
જોઈએ, પરંતુ હાલમાં એ માત્ર ભદ્રગુપ્તાચાર્યને અને વજસ્વામીને એ બેને જ આવડે છે.પરંતુ ભદ્રગુપ્તાચાર્ય હવે વયોવૃદ્ધ થયા છે. અધ્યયન કરાવવા માટે તેઓ અશક્ત થતા જાય છે. માટે તમારે એ ભરવા વધસ્વામી પાસે જવું જોઈએ.'
આર્યરક્ષિતનો અધ્યયન માટેનો ઉત્સાહ વધતો ગયો હતો. દસમું પૂર્વ ભણવાની હવે તેમને તાલાવેલી લાગી હતી. તેથી તેમણે વજ્રસ્વામી પાસે જવા પુરી નગરી તરફ વિહાર કર્યો.
આર્યરક્ષિત વિહાર કરતા પુરી નગરી તરફ જતા હતા ત્યાં માર્ગમાં તેમને જાણવા મળ્યું કે વજસ્વામીને દસ પૂર્વ ભણાવનાર વર્ષોવૃદ્ધ સ્થવિર ભદ્રગુપાચાર્યે તબિયતના કારણે હવે એક સ્થળે સ્વિરવાસ કર્યો છે. એની તપાસ કરી તેઓ દસપૂર્વી ભગુભાચાર્ય પાસે પહોંચ્યા. તેમને વંદન કરી ત્યાં શેકાયા. આર્યંતિ દસ પૂર્વ ભણવા નીકળ્યા છે એ જાણીને ભદ્રગુપ્તાચાર્યને બહુ જ આનંદ થયો. તેમણે આર્ચરક્ષિતતું શાસ્ત્રજ્ઞાન માટેનું સામર્થ્ય તરત પારખી લીધું. અને તેમની જ્ઞાનોપાસનાની ખૂબ અનુમોદના કરી. તેમણે આર્યંજિતને ભલામણ કરતાં કહ્યું, 'મારું આયુષ્ય હવે પુરું થવા આવ્યું છે. મારે નાનવ્રત લેવું છે. આ વ્રત માટે નિર્ધામા કરાવનાર કોઈ હોય તો તે વધારે સારી રીતે પાર પડે. તમે ગીતાર્થ સાધુ છો. એટલે તમારામાં એ યોગ્યતા મને જણાય છે. તમે અહીં જો થોડા દિવસ વધુ રોકાઈ જાવ તો હું અનશનવ્રત સારી રીતે લઈ શકું.’
ભગુમાંચાર્ય જેવા મહાન ઇસપૂર્વી સ્થવિરાચાર્યંની પાસે એમના અંતકાળે રહેવા મળે એ માટે મોટું સદ્ભાગ્ય ગણાય. આર્યરક્ષિતે અત્યંત ભક્તિભાવથી ભદ્રગુપ્તાચાર્યની વિનંતીનો સ્વીકાર કર્યો. તેઓ તેટલો સમય ત્યાં જ રોકાયા.
ભદ્રગુપ્તાચાર્યે એક દિવસ આર્યરક્ષિતને એક એવી શિખામણ પણ આપી કે ‘હે વત્સ ! તમે પાંચસો શિષ્યો સાથે વિચરતા વજ્રસ્વામી પાસે જઈ દસ પૂર્વનું જ્ઞાન પામો તે અત્યંત આવશ્યક છે. હાલ મારા પછી દસ પૂર્વધર એકમાત્ર તેઓ જ છે. પરંતુ તમે વજ્રસ્વામી પાસે એમના ઉપાશ્રયમાં રાત્રે સંથારો કરવાનું રાખશો નહિ. બીજા જુદા ઉપાશ્રયમાં રાખજો.'
આચાર્યના આવા સૂચનથી આર્યરક્ષિતને બહુ આશ્ચર્ય થયું. તેમણે ભદ્ર પ્રાચાર્યને એનું કારણ પૂછ્યું. ભદ્રગુપાચાર્યે કહ્યું કે ‘વજ્રસ્વામીનો આત્મા એટલી બધી ઊંચી કોટિનો છે, તથા એવી લબ્ધિવાળો છે કે સોપક્રમ આયુષ્યવાળી કોઈપણ વ્યક્તિ એક રાત પર વજસ્વામી સાથે રહે તો વધસ્વામીને જેવા ભાવ જાણે તેવા ભાવ એ વ્યક્તિમાં પણ જાગે. વજસ્વામીને હવે ઉંમર થતાં રાત્રે સંથારો કરતી વખતે અનશન કરી દેહ છોડવાના ભાવ રહે છે. એટલે તેમની નજીક સૂનાર વ્યક્તિને પણ એવા જ અનશન કરવાના ભાવ જાગે. તેમની સાથે જ તે કાળધર્મ પામે. પરંતુ તમે હજુ યુવાન છો. તમે શાસનનાં મહાન કાર્યો કરી શકો તેમ છો. માટે તમારે તમારા દીર્ઘ આયુષ્યનો વિચાર કરીને એમની સાથે રાત્રે
For Private & Personal Use Only
www.jainelibrary.org