Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1186
________________ અતિચાર અને ભારતીય ફોજદારી ધારો ઇંદ્રિયદમન પણ જો હિંસાયુક્ત હોય તો નિષ્ફળ છે. માનવીય ગુણોમાં કેન્દ્ર સ્થાને જીવદયા છે. દયા ‘અન્યમાં પણ દયાધિક ગુણો જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમક્તિ બીજ નિરધાર રે. ચેતન જ્ઞાન જુવાળીએ ॥ ૨૦ ક (અમૃત વેલની સજ્ઝાય) ટૂંકમાં જે રક્ષક છે, જીવદયા, પ્રતિપાલક છે, અને પોતાના તમામ વ્યવહારમાં તેનું પાલન કરે છે તે નિર્ભય છે. પહેલા વ્રતના અતિચારમાં માનવહિંસા ઉપરાંત તિર્યંચ પંચેન્દ્રિયથી આરંભીને પૃથ્વીયના સૂક્ષ્મજીવોની હિંસા ન થાય તે માટેની મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. પ્રાણીઓને ઘાસ-ચારો સમયસર ન આપવો, મર્યાદા ઉપરાંત ભાર મૂકીને વાન વિકાવું, મિલ્કતરૂપે ઢોરની લેવેચ કરવી, વગેરે દ્વારા હિંસા છે. તેનાથી વ્યક્તિ અને પ્રાણીઓને થતા માનસિક ત્રાસમાં વ્યક્તિ નિમિત્તરૂપ ન બને એવો વ્યવહાર મનુષ્યોએ કરવા જઈએ હિંસાનો અર્થ માત્ર મૃત્યુ નીપજાવવું એવો નથી પણ ધર્મ-નીતિ કે કાયદાના સંદર્ભમાં વિસ્તારથી સમજવાનો છે. ૭. કલમ ૨૯૫માં જણાવ્યા પ્રમાણે કોઈ વર્ગની વ્યક્તિઓના ધર્મનું અપમાન કરવાના ઇરાદાથી કોઈ ધાર્મિક સ્થળો અથવા તેમણે પવિત્ર માનેલ કોઈક વસ્તુનો નાશ કરવો, નુકસાન કરવું, અપવિત્ર કરવું. ક. ૨૯૫. હું કોઈબ્ધ વર્ગના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને બે વર્ગની ધાર્મિક માન્યતાઓ ઉપર હુમલો કરવાના ઇરાદાથી જાણી જોઈને દ્વેષબુદ્ધિથી કૃત્ય કરવું. ક. ૦૮માં જણાવ્યું છે કે જે કરવાનો અથવા નહિ કરવાનો ગુનેગારનો દશ હોય તે જો કરવામાં આવશે, નહિ કરવામાં આવશે તો તે કુંવી અવકૃપાનો ભોગ બનશે એવું કોઈ વ્યક્તિને મનાવીને પ્રેરિત કરાવવામાં આવેલ કાર્ય શિક્ષાને પાત્ર છે. કાયદાની આ કલમ દ્વારા પણ મનુષ્યની ધર્મભાવનાની લાગી દાખવીને માનસિક હિસા ન થાય તેવો સંદર્ભ મળે છે. અહિંસા સંબંધી કાયદાની જોગવાઈઓને ધર્મબુદ્ધિથી વિચારીને જીવન વ્યવહાર ચલાવવામાં આપનો મિની ાતિ ને સલામતીનો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉકલી જાય તેમ છે. પ્રથમ વ્રતમાં ઉપરોક્ત હિંસા સંબંધી ધર્મ અને દાની વિગતોનો સૂક્ષ્મ અભ્યાસ ને જાણકારી સૌ કોઈને માર્ગદર્શક બને તેવી છે. ૮. બીજ મૃષાવાદનાં વ્રતના અતિચારોમાં ખોટું આળ ચઢાવવું ડો લેખ લખ્યો, હૂંડી સાખ ભરી થાપણો સો કીધો, કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયવાદ વઢવાડ કરતાં મોટકું જૂઠ્ઠું બોલ્યા વગેરેમાં અસત્ય વચનો દ્વારા પાપનો બંધ થાય છે તેમ જણાવ્યું છે. ફોજદારી કાયદામાં કલમ ૧૯૧ ખોટો પુરાવો આપવો ખોટી સાક્ષી આપવીનો ઉલ્લેખ છે. સત્યનું આચરણ કરનારે આ દોષોથી બચવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૯. તોલ અને માપને લગતા ગુનાઓનો ફોજદારી કાયદામાં કલમ ૨૪૬થી ૨૬૭ સુધીમાં સમાવેશ કરેલો છે. ૧૦. ત્રીજા અદત્તાદાન નામના વ્રતમાં જણાવ્યા પ્રમાણે ચોરાઈ Jain Education International ૨૩ વસ્તુ વહોરી, સજીવ નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં ફૂડે કાટલે સોલે માન માપ વીર્યાં દાણચોરી કીધી સાંટે લાંચ લીધી વિશ્વાસઘાત કીધો, ડાંડી ચઢાવી લહકે, ત્રટકે કૂંડાં કાટલાં માનમાપાં કીધાં, થાપણ ઓળવી, આ પ્રકારની પ્રવૃત્તિઓ ધર્મની દૃષ્ટિએ યોગ્ય નથી તો વ્યવહાર અને કાયદાથી પણ તેનો ત્યાગ કરવા માટે જોગવાઈ થયેલી છે. આવાં કૃત્યો કરનારને કાયદાથી શિક્ષા થાય છે. વ્યક્તિની મિલક્ત લઈ લેવા અંગેના ગુનાઓ કલમ ૩૭૯થી ૪૨૪માં દર્શાવવામાં આવ્યા છે. તેમાં લૂંટ, ધાડ, ચોરી, બરાઈથી કઢાવવું મિલકતની ગુનાહિત ઉંચાપત, ઠગાઈચોરાયેલી મિલકત મેળવવી ઠગાઈ, દગલબાજીયુક્ત દસ્તાવેજો બનાવવા વગેરે ગુના અદત્તાદાન વ્રતની સાથે સામ્ય ધરાવે છે. ૧૧. ચોથા દત્તના અતિચારમાં ઉત્થરપહગૃત્તિનાગમન, અપરિણિતાગમન, વિધવા, વેશ્યા, પરસ્ત્રી સાથે દૃષ્ટિ વિપર્યાંસ કીધો, સ્વદારાસંતોષ વગેરે દ્વારા લગ્નજીવન અંગેનાં અતિચારોનો ઉલ્લેખ છે. ફોજદારી કાયદામાં કલમ ૪૯૩-૪૯૮માં આ સંબંધી વ્યવસ્થા છે. દ્વિપતિ-પત્નીકરણ, વ્યભિચાર, બળાત્કાર કોઈ સ્ત્રીને ગુનાહિત હેતુથી ભગાડવી, એ કાયદાથી પ્રતિબંધિત છે. અને તેને માટે શિક્ષાની જોગવાઈ છે. કુદરતી ન્યાયનો સિદ્ધાંત કાયદામાં પણ કેટલેક અંશે સ્વીકારવામાં આવે છે કાયદો માનવતા વિરુદ્ધ હોવો જોઈએ નહિ. પ્રાકૃતિક કુદરતી કાપાને પદ્મ જાવો જોઈએ. ૧૨. પ્રાકૃતિક ન્યાય એ કુદરત તરફથી મળે છે. જ્યારે ન્યાયાલયમાં પ્રાપ્ત થતો ન્યાય કે શિક્ષા એ કાયદાને આધારે મનુષ્ય દ્વારા નિર્શિત થાય છે. પૈસા સત્તા કે લાગવગને કારણે કોઈ ગુનેગાર કાયદાથી છટકીને વ્યવહાર જીવનમાં નિર્દોષ જાહેર થાય પણ કુદરતના દરબારમાં તો તેને પોતાના કર્મનું ફળ પછી તે શુભ કે અશુભ હોય તો ભોગવવું પડે છે. કુદરતનો ન્યાય આ જ જન્મમાં મળે કે પુનર્જન્મમાં મળે તે કર્મવાદથી શ્રદ્ધાપૂર્વક જાણી શકાય છે. કુદરતી ન્યાય અદશ્ય છે. કથા કર્મની કેવી રીતે કોર્ણ ફાંકા ભોંગથી તેવા જ્ઞાની આ કાળમાં નથી, પ્રાકૃતિક કાયદાને Divine law, Natural law, Eternal law જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે. તેમાં ગર્ભિત રીતે ધર્મની વિચારધારાઓનો પ્રભાવ રહેલો છે. કુદરતી કાયદો આત્મસાને પાળવાનો હોય છે. આધ્યાત્મિક સાધનાના નિયમોનું પાલન આ પ્રકારના કાયદાના ઉદાહરણરૂપ છે. કુદરતી રીતે કોઈ વ્યક્તિને ક્યારે શિક્ષા થશે તે જાણી શકાનું નથી. ઈશ્વરથી - પાપથી ડરો'' એ સૂત્ર કેન્દ્રમાં રાખીને વર્તન કરનાર વ્યક્તિને કુદરતી રીતે જ નિયમપાલનસ્ખલના માટે પ્રાયશ્ચિત્ત અને આચાર શુદ્ધિ કરવાની ભાવના થાય છે. ધર્મગ્રંથોમાં માનવીય ગુણોના વિકાસ અંગેની આચારસંહિતાનો વિગતવાર ઉલ્લેખ થાય છે. આચારના નિયમોને નીતિશાસ્ત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. નીતિશાસ્ત્ર માનવવર્તનનું નિયંત્રણ કરતી આચારવિચારની ચોક્કસ માહિતી આપે છે. તેમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ટૂંકમાં નીતિશાસ્ત્ર મનુષ્યના આદર્શ વર્તનના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228