Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1213
________________ ૫૦ કોઈ અસાધારણ પુણ્યશાળી જીવ આવ્યો છે. તે માતા બનશે. ઘરમાં બાળક હશે એટલે તને એક આધાર મળી રહેશે. આપણે લગ્ન પહેલાં પરસ્પર નિર્ણય કર્યો હતો એ પ્રમાણે મને તું દીક્ષા લેવાની હવે રજા આપ.' શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ ધનગિરિ અને સુનંદાની ધર્મભાવના ઊંચી હતી. એટલે સુનંદાએ ધનગિરિન દીક્ષા લેવા માટે સમય સમનિ આપી ધનાદિના સાળા સમિત પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, બંનેએ સિંહગિરિ નામના આચાર્ય પાસે દીક્ષા લીધા. ધનગિરિ શ્રેષ્ઠી હવે ધનગિરિ અણગાર અને સમિત હવે સમિત અણગાર બન્યા. દીક્ષા લીધા પછી પોતાના ગુરુ મહારાજ સાથે તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. સગર્ભાવસ્થાના નવ માસ પૂરા થતાં સુનંદાએ એક અત્યંત સુંદર, તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આનંદિત થયેલી સુનંદાની સખીઓ નવજાત શિશુને જોઈ કહેવા લાગી, ‘બેટા, જો તારા પિતાજીએ દીક્ષી લીધી ન હોત તો તેઓ તેને જોઈને બહુ જ રાજી ઘાત અને એમણે તારો જન્મોત્સવ બહુ ધામધૂમથી ઊજથ્થો હોત !' બાળક તો નાનું હતું. બોલતાં પણ તે શીખેલું નિહ. પણ એ સ્ત્રીઓના આ વાક્યમાં બોલાયેલો દીક્ષા' શબ્દ સાંભળતાં જ બાળકને જ્ઞાનાવરણીય કર્મોના લોપાનને કારણે અતિસ્મરણજ્ઞાન (પૂર્વભવનું જ્ઞાન) થયું. જ્ઞાનવરણીય કર્મો એટલે જ્ઞાનનું આવરણ કરે, જ્ઞાનને ઢાંકી દે તેવા પ્રકારનાં કર્મો, એવાં કર્મો કેવી રીતે બંધાય ? શાસ્ત્રકારો કહે છે કે જ્ઞાન કે જ્ઞાનીનો અવિનય કરવો, અકાળે ભણવું, જ્ઞાનની આશાતના કરવી, જ્ઞાનીની નિંદા કરવી કે ઇર્ષા કરવી, બહુમાન કે ભક્તિભાવ વિના, મન વગર અયન કરવું, શાનને સ્વાર્થે દંભ કે અહંકારથી છુપાવવું. સૂત્રનો ઇરાદાપૂર્વક ખોટી અર્થ કે ખોટો ઉચ્ચાર કરવો, પોતાના જ્ઞાનનું અભિમાન કરવું, અજ્ઞાન કે અજ્ઞાનીની હાંસી કરવી, બીજાની જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્નો નાંખવાં વગેરેથી અશુભ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. બીજી બાજુ સાન કે જ્ઞાની તરફ ભક્તિભાવ રાખવો, તેમનું બહુમાન કરવું, વિનયપૂર્વક, ભાવપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો, જેનો અધ્યયન કરતા હોય તેમને વિવિધ પ્રકારે સહાય કરવી તથા તેમની જ્ઞાનોપાસનાની અનુમોદના કરવી, તેમને તે માટે અનુકૂળતા કરી આપવી, શાનનો સદુપયોગ કરવો વગેરે કરવાથી જ્ઞાનાવરણીય કર્મોનો થોપશમ થાય છે. ક્ષય એટલે કર્મો ખરી પડવાં અને ઉપશમ એટલે શાંત થઈ જવાં. વજસ્વામીનાં જ્ઞાનાવરણીય કર્મોનો લોપશમ ઘણો મોટો હતો. એટલે જ તેમને પોતાના પૂર્વના દૈવભવમાં આનંદપ્રમોદ ભોગવવાને બદલે અષ્ટાપદજીની તીર્થયાત્રાએ જવાના ભાવ થયા હતા. ત્યાં ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીના દર્શનનો લાભ મળ્યો હતો. તેમની પાસેથી સાંભળેલા ડરીક-પુંડરીક અધ્યયનનું તેઓ રોજ સ્મરણ કરતા અને મનુષ્યભવની તેઓ ઝંખના કરતા, કારણ કે માનવભવ સિવાય દીક્ષા શક્ય નથી. પછીના ભવની તેમની સિદ્ધિ અને આશ્ચર્યજનક, અપાર શક્તિ જોતાં એમ લાગે કે માત્ર છેલ્લા Jain Education International દેવભવમાં જ નહિ પરંતુ એથીયે પહેલાંના ભવમાં તેમણે જ્ઞાનની અને તપની આરાધના કરી હશે. બાળક વજ્રકુમારે માતાની સખીઓના મુખેથી ‘દીક્ષા' શબ્દ સાંભળતાં જ મનમાં સંકલ્પ કરી લીધો કે પોતાને હવે જો મનુષ્ય ભવ મળ્યો જ છે, તો પોતે અવશ્ય જલદીમાં જલદી દીક્ષા ગ્રહણ કરવી. વળી પોતાની માતાને પણ દીક્ષા લેવાના ભાવ છે. જો પોતે દીક્ષા લેશે. તો એવી દીક્ષા લેવા માટે માતાને પણ અનુકુળતા મળી. રહેશે. બાળક વજ્રકુમારે વિચાર્યું કે પોતે હજુ બાળક છે, માતાનો એક માત્ર આધાર છે. વત્સલ માતા પોતાને તરત જ દીક્ષા લેવા નહિ દે. પરંતુ બીજી બાજુ દીક્ષા લેવામાં જ માતા-પુત્ર બન્નેનું કલ્યાણ રહેલું છે. માટે માતા થોડી દુઃખી થાય તો પણ પોતે દીક્ષા તો લેવી જ. એ માટે માતાનો પોતાના પરનો વાત્સલ્યભાવ ઓછો કરવાનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. માતા એમને ખોળામાં લે કે તરત જ તેઓ રડવા લાગે. આમ રાત દિવસ તેઓ રડીને માતાને જાણી જોઈને સતાવવા લાગ્યા. માતાએ તેમને રાજી રાખવા રમકડાં, કપડાં, ખાદ્યપદાર્થો, મીઠાં હાલરડાં વગેરે દ્વારા અનેક ઉપાયો કર્યાં, પણ તે બધા નિષ્ફળ ગયા. ક્યારેક બહુ કંટાળીને માતા જ્યારે તેમને ધમકી આપતી કે, 'બસ, હવે, બહુ ડીશ તો તને તારા પિતાને સોંપી દઈશ.' પરંતુ આટલું સાંભળતાં જ તેઓ તરત છાના રહી જતા. અને થોડી વાર પછી પાછું રડવાનું ચાલુ કરી દેતા. આ ત્રાસથી વજ્રકુમારની માતા બહુ થાકી ગઈ. તેમની સખીએ તેમને કહ્યું : `સુનંદા, આ આખો દિવસ રડતા બાળકને જોતાં અમારી તને સલાહ છે કે તારા સાધુ પતિ જ્યારે આ ગામમાં પધારે ત્યારે નું આ બાળક એમને સોંપી દેજે.” સુનંદાને પણ લાગ્યું કે આ સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એથી તે પોતાના સાધુ થયેલા પતિના આગમનની રાહ જોવા લાગી. થોડા સમય પછી સાધુ આર્ય ધનગિરિ અને સાધુ આર્ય સમિત પોતાના ગુરુ મહારાજ સાથે વિહાર કરતા તે નગરમાં પધાર્યા. ગુરુની રજા લઈ બંને સુનંદાના ઘરે વહોરવા પધાર્યા. સુનંદાને આર્ય ધનગિરિના આગમનના સમાચાર મળ્યા હતા, તેથી તે બાળકને વહોરાવવા ઉત્સુક હતી. ધનગિરિ સુનંદાના ઘરે વહોરવા પધાર્યા તે વખતે સુનંદાને બાળક માટે ફરિયાદ કરતાં કહ્યું, "આપા પુત્રનું મેં અત્યાર સુધી કાળપૂર્વક પાલા પોશ ક્યુછે, પરંતુ તે દિવસરાત રહ્યા જ કરે છે. તેથી હું બહુ કંટાળી ગઈ છું. એ તમારો પણ પુત્ર છે. તમે એના પિતા છો. માટે તમે જો એને લઈ જાવ તો હું ત્રાસમાંથી છૂટું.' તે દિવસે મુનિ ધનગિરિ જ્યારે વોરવા નીકળતા હતા ત્યારે ભાવિના જાણકાર તેમના ગુરુએ કહ્યું, “ધનગર, આજે તમને જે કોઈ અચિત કે સચિત વસ્તુ વહોરાવે તે લઈ લેજો.' સુનંદાએ બાળકને વહોરાવવાની વાત કરી ત્યારે ધનગિરિ વિમાસણમાં પડી ગયા, પરંતુ ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા. બાળક પિન કહેવાય. એટલે ધરિએ બાળકને વારવા માટે સુનંદાને સંમતિ આપી, પણ કહ્યું, ‘તમે બાળકને વહોરાવો ભલે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228