Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
અતિચાર
અને ભારતીય ફોજદારી ધારો
ડૉ. કવિન શાહ
વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે. અને ધર્મનો સાર આચાર છે. મનુસ્મૃતિમાં “મારા પરમો ધર્મ:''નો ઉલ્લેખ થયેલો છે. ૪૫ આગમમાં સૌપ્રથમ અંગ સૂત્ર તરીકે આચારાંગને સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરથી આચારની મહત્તાનો પ્રાથમિક ખ્યાલ આવી શકે તેમ છે. આચાર છે ત્યાં જ ધર્મ છે.
આચારને વિવિધ ધર્મો ને સંપ્રદાયો સમજાવે છેતદ્અનુસાર આચાર એ શૌચ ક્રિયા કુલપરંપરાથી રિવાજનું પાલન. આચારમાં ધર્માચારનો પણ સમાવેશ થાય છે. દરેક ધર્મમાં વિશિષ્ટ આચારસંહિતા છે. તેનો મૂળભૂત હેતુ મનુષ્યમાં રહેલી દિવ્યતાની અનુભૂતિ કરાવવાનો, આત્મસ્વરૂપ પામવાનો છે. આચાર માત્ર બાહ્યાડંબર બની જાય ત્યારે આચારની નિંદા કરવામાં આવે છે. પણ આચાર ખોટો નથી. તેનું આચરણ કરનાર અજ્ઞાની-અર્ધદગ્ધ છે એટલે આચારથી જે પામી શકાય તે પામી શકતો નથી. સંસારી કે ત્યાગી જીવન જીવતા માનવીઓ હોય તો પણ આચારના હાર્દને સમજીને પાલન કરે તો આચારનું મૂલ્ય સુવર્ણ કરતાં પણ અધિક છે કે જેનાથી આત્માની અનંત શક્તિ ને દિવ્યતાનો પરિચય થાય છે.
આચાર વિશે જૈન ધર્મમાં સાધુનાં પાંચવ્રત અને શ્રાવકનાં ૧૨ વ્રતનો ઉલ્લેખ થયેલો છે. વ્રતગ્રહણ પછી તેમાં લાગેલા દોષના નિવારણ માટે અતિચારનું વિધાન છે. દેવગુરુ અને ધર્મની સાક્ષીએ લાગેલા અતિચારની નિંદા અને ગહ કરવાની પવિત્ર ક્રિયા અતિચાર દ્વારા પ્રતિક્રમણમાં થાય છે.
મનુષ્યમાં રહેલી તામસી ને રાજસી પ્રકૃતિથી વિકૃત વર્તનથી જે અતિચાર ને અનાચારનું સેવન થાય છે તેને નિયંત્રિત કરવા માટે આચારસંહિતા છે. આવી આચારસંહિતાના પાલનથી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રમાં શાંતિ સ્થપાય છે. રાજ્યની શાંતિનો આધાર પણ માનવ સમાજના સંસ્કારપૂર્ણ સભ્ય વર્તન પર અવલંબે છે.
ધર્માચરણ દ્વારા માનવ વધુ સંસ્કારી ને સંયમી બની કુટુંબ, સમાજ ને રાજ્યમાં પોતાના આવા વ્યવહારથી શાંતિમય જીવન જીવે છે. જેમ જેમ ધર્માચરણની શિથિલતા વધતી ગઈ તેમ તેમ ધર્મના આચારમાંથી રાજ્ય સરકારે રાષ્ટ્રમાં ‘શાંતિ, સલામતી, જીવોને જીવવા દો' જેવા ઉદાર વિચારોથી કાયદા ઘડીને વ્યક્તિના વર્તનને સુધારવા નિયંત્રિત કરવા માટે પ્રયત્નો કર્યા છે. કાયદાના
ભંગ બદલ આ જન્મમાં સરકારી કાયદેસરની કાર્યવાહી કરીને જે તે વ્યક્તિ કે સંસ્થાને શિક્ષા કરે છે.
ભારતીય ફોજદારી કાયદામાં ઘણા કાયદા એવા છે કે જેને ધર્મના અતિચારની સાથે સીધો સંબંધ છે. કાયદાના ઉદ્ભવસ્થાન તરીકે ધર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ધર્મ, જાતિ અને કાયદાનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે. વ્યવહારજીવનમાં સંપત્તિ અને સત્તાના પ્રભાવથી કાયદામાંથી છટકી જઈ શકાય પણ કર્મસત્તા ઉદયમાં આવે ત્યારે કોઈ છટકબારી રહેતી નથી.
વર્તમાન સમયના કેટલાક કાયદા અને અતિચારનો તુલનાત્મક પરિચય અહીં આપવામાં આવ્યો છે. તેનું મુખ્ય પ્રયોજન ધર્મ એ કપોલકલ્પિત હમ્બગ, માત્ર પાપ-પુણ્યનો ડર ફેલાવીને લોકોને ગભરાવવાનું છે એવી માન્યતાનું જોર વધી રહ્યું છે ત્યારે આ વિગતો ધર્મની શ્રદ્ધા, આત્માની શાશ્વતતા અને કર્મ પુનર્જન્મના શુભાશુભ ફળનો કર્તા ભોકતા આત્મા છે ને શરીરે એ સાધન છે, સાધ્ય મોક્ષ છે જેવી જૈન દર્શનની મૂળભૂત માહિતી સ્પષ્ટ કરવામાં માર્ગદર્શન અને તે છે. - “હિન્દુ કાયદો” એ નામથી કાયદાનું પુસ્તક પ્રગટ થયેલ છે. તેમાં હિંદુ કાયદાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કાયદાના ઉદ્ગમસ્થાનમાં ધર્મગ્રંથોનો મોટો ફાળો છે. હિન્દુ કાયદા અંગેની માહિતી, મહત્ત્વની વિગતો અત્રે નોંધવામાં આવી છે. મુસ્લિમ જ્ઞાતિ માટે મુસ્લિમ કાયદો અસ્તિત્વ ધરાવે છે. તેમાં કુરાને શરીફમાં હજરત મહંમદ પયગંબરે જે વિચારો વ્યક્ત કર્યા છે તેનો સંદર્ભ રહેલો છે. વિશ્વના ધર્મનો મહદ્ અંશે દેશ-પરદેશના કાયદા પર પ્રભાવ પડેલો છે. ભારતીય ફોજદારી ધારો ઇ.સ. ૧૮૬૦થી અમલમાં આવ્યો છે.
આ ધારાના અસ્તિત્વ પહેલાં રાજા-મહારાજાઓ પોતાના તાબા, હેઠળના વિસ્તારમાં પ્રજાજનોની શાંતિ ને સુખાકારી માટે ધર્મનો આશ્રય લઈને વહીવટ કરતા હતા. પૂર્વજીવનમાં ડોકિયું કરતાં એમ લાગે છે કે વ્યક્તિ ને સમાજ-જીવનમાં ધર્મનો વિશેષ પ્રભાવ હતો એટલે લોકો નીતિપરાયણ અને માનવીય ગુણોથી સંસ્કાર-સંપન્ન જીવન જીવતા હતા.
ધર્મ દ્વારા લોકોની અનૈતિક એષણાઓ અને આચારનું નિર્મૂળ કરવાનું કાર્ય થયું હતું. વર્તમાનમાં સ્વતંત્રતા, સ્વચ્છંદતા, ધર્મપ્રત્યે
*
ડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org