________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપયોગ દર્શનલાલ – ભાઈ જ્ઞાનચંદ, એ મારા સમજવામાં નથી આવતું કે પિતાજીએ
આપણાં આ નામ કયાંથી પસંદ કર્યા છે? જ્ઞાનચંદ - અરે, તમને ખબર નથી કે આ બન્નેય નામ ધાર્મિક દૃષ્ટિએ પૂરેપૂરા
સાર્થક છે. આપણા આત્માનું સ્વરૂપ જ જ્ઞાન-દર્શનમય છે. મોક્ષશાસ્ત્રમાં લખ્યું છે- “ઉપયોગોનક્ષણ” | ૨ || ૮ાા અર્થાત્ જીવનું લક્ષણ ઉપયોગ છે અને જ્ઞાનદર્શનના વ્યાપારને અર્થાત્ કાર્યને
જ ઉપયોગ કહે છે. દર્શનલાલ – અરે વાહ! શું એવી વાત છે? મને તો આ નામ બહુ અટપટાં લાગે છે. જ્ઞાનચંદ - ભાઈ, તમે બરાબર કહો છો. જ્યાં સુધી જે વાત કદી સાંભળી ન
હોય, જાણી ન હોય ત્યાં સુધી એમ જ થાય છે. આચાર્ય કુંદકુંદસ્વામીએ પણ લખ્યું છે- આ જીવે વિષય-કષાયની વાતો તો ખૂબ સાંભળી, પરિચય કર્યો અને તેનો અનુભવ કર્યો છે તેથી તે સરળ લાગે છે; પરંતુ આત્માની વાત આજ સુધી સાંભળી નથી, તેનો પરિચય કર્યો નથી અને આત્માનો અનુભવ પણ કર્યો નથી, તેથી
અટપટી લાગે જ. દર્શનલાલ – ભાઈ જ્ઞાનચંદ! તો આપ આ ઉપયોગ વિષે જરા સ્પષ્ટતા કરીને
સમજાવો કે જેથી ઓછામાં ઓછું આપણાં નામનું રહસ્ય તો જાણી શકું? જ્ઞાનચંદ – ઠીક વાત છે, સાંભળો.
ચૈતન્ય સાથે સંબંધ રાખનાર (અનુવિધાયી) જીવના પરિણામને ઉપયોગ કહે છે, અને ઉપયોગને જ જ્ઞાન-દર્શન પણ કહે છે. તે જ્ઞાનદર્શન બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતાં નથી. તેથી એ જીવનું લક્ષણ છે. એના વડે જ જીવની ઓળખાણ થાય છે. આ ઉપયોગના મુખ્ય બે ભેદ છે:
(૧) દર્શનોપયોગ, (૨) જ્ઞાનોપયોગ. દર્શનલાલ - દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગમાં શું તફાવત છે? એ સમજાવો.
૧૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com