________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વિનોદ – અને આર્જવ ?
જિનેશ –નિશ્ચયથી ત્રિકાળી આર્જવ સ્વભાવી આત્માના આશ્રયે ત્રણ પ્રકારની માયાના ત્યાગરૂપ શુદ્ધિનું થવું તે ઉત્તમ આર્જવ ધર્મ છે અને નિશ્ચય આર્જવની સાથે જ કપટરૂપ અશુભભાવ ન થતાં શુભભાવરૂપ સરળતા થવી તે વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી શૌચસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ પ્રકારના લોભના ત્યાગરૂપ શુદ્ધિ તે નિશ્ચયથી ઉત્તમ શૌચ ધર્મ છે અને નિશ્ચય શૌચની સાથે લોભરૂપ અશુભ ભાવ ન થતાં શુભભાવરૂપ નિર્લોભતાનું થવું તે વ્યવહારે ઉત્તમ શૌચ ધર્મ છે.
વિનોદ – અને સત્ય બોલવું એ તો સત્ય ધર્મ છે જ?
જિનેશ – અરે ભાઈ, વાણી તો પુદ્દગલની પર્યાય છે, તેમાં ધર્મ કેવો ? ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે જે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણિત છે તે જ નિશ્ચયથી ઉત્તમ સત્ય ધર્મ છે, અને નિશ્ચય સત્યધર્મની સાથે રહેનાર, સત્ય વચન બોલવારૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી સંયમસ્વભાવી આત્માના આશ્રયે થતી ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ તે નિશ્ચયથી ઉત્તમ સંયમ ધર્મ છે અને નિશ્ચય સંયમની સાથે રહેનારી, મુનિની ભૂમિકાનુસાર હિંસાદિથી પૂર્ણ વિરતિ અને ઈન્દ્રિયનિગ્રહ તે વ્યવહારે ઉત્તમ સંયમ ધર્મ છે. વિનોદ – ભાઈ, તમે તો ઘણું સારું સમજાવો છો, સમય હોય તો થોડું વિસ્તા૨થી કહો ને ?
જિનેશ – અત્યારે સમય ઓછો છે, પ્રવચનનો સમય થઈ ગયો છે. દ૨૨ોજ સાંજે આ જ દશ ધર્મો ઉપર પ્રવચન થાય છે, માટે વિસ્તારથી ત્યાં સાંભળજો. હજી બાકી રહેલા તપ, ત્યાગ વગેરે વિષે પણ સંક્ષેપમાં બતાવવાનું છે. ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ તપ ધર્મ છે તથા તેની સાથે રહેનાર અનશનાદિ સંબંધી શુભભાવ તે વ્યવહારે ઉત્તમ તપ ધર્મ છે.
૪૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com