________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ ત્યાગ ધર્મ છે અને તેની સાથે રહેનાર, યોગ્ય પાત્રોને દાનાદિ આપવાના શુભભાવ તે વ્યવહારે ઉત્તમ ત્યાગ ધર્મ છે.
એવી જ રીતે ત્રિકાળી જ્ઞાનસ્વભાવી આત્માના આશ્રયે ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી ઉત્તમ આકિંચન ધર્મ છે અને તેની સાથે રહેનાર, પરિગ્રહના ત્યાગરૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ આર્કિચન ધર્મ છે.
આનંદસ્વભાવી પરમ બ્રહ્મ ત્રિકાળી આત્મામાં ચરવું – રમવું અર્થાત્ લીન થવા રૂપ શુદ્ધિ તે નિશ્ચયથી ઉત્તમ બ્રચર્ય ધર્મ છે અને તેની સાથે રહેનાર, સ્ત્રીસંગમાદિના ત્યાગરૂપ શુભભાવ તે વ્યવહારે ઉત્તમ
બ્રહ્મચર્ય ધર્મ છે. વિનોદ - નિશ્ચય અને વ્યવહાર ધર્મમાં શું તફાવત છે? જિનેશ – જે ઉત્તમ ક્ષમાદિ શુદ્ધ ભાવરૂપ નિશ્ચય ધર્મ છે, તે સંવર નિર્જરારૂપ
હોવાથી મુક્તિનું કારણ છે અને જે ક્ષમાદિરૂપ શુભભાવ વ્યવહારધર્મ છે,
તે પુણ્યબંધનું કારણ છે. વિનોદ – તે નિશ્ચય-વ્યવહારરૂપ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ તો મુનિવરોને માટે છે,
પણ આપણા માટે .....? જિનેશ – ભાઈ, ધર્મ તો બધાને માટે એક જ છે. એ વાત જુદી છે કે મુનિરાજ
પોતાના ઉગ્ર પુરુષાર્થથી અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવરૂપ વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને ગૃહસ્થ પોતાની ભૂમિકાનુસાર બે
અથવા એક કષાયના અભાવરૂપ અલ્પ શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન
૧. દશલક્ષણધર્મ શું છે? તે કેટલા પ્રકારના છે? નામ સહિત ગણાવો. ૨. નિશ્ચય અને વ્યવહાર ધર્મમાં શું તફાવત છે? સ્પષ્ટતા કરો. ૩. નીચેનામાંથી કોઈપણ ધર્મો વિષે નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક સ્પષ્ટતા કરોઃ
ઉત્તમ ક્ષમા, ઉત્તમ સત્ય, ઉત્તમ તપ, ઉત્તમ કિચન અને ઉત્તમ બ્રહ્મચર્ય.
૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com