Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 49
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ 10 બલભદ્ર રામ વિદ્યાર્થી – શું રામ અને હનુમાન ભગવાન નથી? શિક્ષક - કોણ કહે છે કે તે ભગવાન નથી? તેમણે માંગતુંગી સિદ્ધક્ષેત્ર ઉપરથી મુક્તિ પદ પ્રાપ્ત કર્યું છે અને સિદ્ધ-ભગવાનપણે શાશ્વત બિરાજમાન છે. આપણે નિર્વાણકાંડ ભાષામાં બોલીએ છીએ :રામ હણ્ સુગ્રીવ સુડીલ, ગવગ વાખ્ય નીલ મહાનીલ; કોડિ નિન્યાણવ મુક્તિ પયાન, તુંગીગિરિ વંદો ધરિ ધ્યાન. વિદ્યાર્થી - તો સુગ્રીવ વગેરે વાનર અને નલ નીલ વગેરે રીંછ પણ મોક્ષે ગયા છે? તે પણ ભગવાન થઈ ગયા છે? શિક્ષક - હનુમાન, સુગ્રીવ વાનર નહોતા તેમજ નલ નીલ રીંછ નહોતા. તેઓ તો સર્વાગ સુન્દર મહાપુરુષ હતા, જેમણે પોતાના જીવનમાં આત્મસાધના કરીને વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી - તો પછી તેમને વાનરાદિ કેમ કહેવામાં આવે છે? શિક્ષક - તેમના વંશનું નામ વાનરાદિ વંશ હતું. એવી જ રીતે રાવણ કોઈ રાક્ષસ થોડો જ હતો? તે તો રાક્ષસવંશી ત્રિખંડી રાજા હતો. વિદ્યાર્થી - લોકો કહે છે-તેને દશ મુખ હતા. શું એ વાત સાચી છે? શિક્ષક - શું દશ મુખવાળો પણ કોઈ માણસ હોય છે? તેનું નામ દશમુખ જરૂર હતું. તેનું કારણ એ હતું કે જ્યારે તે બાળક હતો અને પારણામાં સૂતો ४४ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55