Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક – લંકાના રાજા રાવણે તે, તે વખતનો અર્ધચક્રી રાજા હતો. હનુમાન, સુગ્રીવ વગે૨ે તેની નીચેના મંડલેશ્વર રાજા હતા. પણ તેના આ અધમ કુકૃત્યથી તેમનું મન તેના તરફ્થી ખસી ગયું. એટલે સુધી કે તેના નાનાભાઈ વિભીષણ સુદ્ધાંયે તેને બહુ સમજાવ્યો પણ તેનું તો ભાવિ જ બૂરું હતું. તેથી તેણે કોઈનું ય સાંભળ્યું નહિ. આખરે વિભીષણને પણ તેનો દરબાર છોડવો જ પડયો. વિદ્યાર્થી – પછી શું થયું? શિક્ષક -રામ અને લક્ષ્મણે લંકા પર ચડાઈ કરી. વિભીષણ, સુગ્રીવ, નલ, નીલ, હનુમાન વગેરે મંડલેશ્વર રાજાઓએ રામ લક્ષ્મણને સાથ આપ્યો અને દુરાચારી રાવણની જે ગતિ થવાની હતી તે થઈ. અર્થાત્ રાવણ માર્યો ગયો અને રામ લક્ષ્મણનો વિજય થયો. સીતા રામને પાછાં મળ્યાં. ચૌદ વર્ષ પૂરાં થયાં અને રામ લક્ષ્મણ અયોધ્યા પાછા આવીને રાજ્ય કરવા = લાગ્યા. વિધાર્થી – ચાલો, ઠીક થયું, સંકટ ટળી ગયું. પછી તો સીતા, રામ વગેરે આનંદથી ભોગોપભોગ ભોગવતા રહ્યા હશે ? શિક્ષક – ભોગોમાં પણ શું આનંદ હોય છે? તેઓ તો સદાય વિપત્તિનાં ઘર કહેવામાં આવ્યા છે. જ્યાં સુધી આત્મામાં મોહ-રાગ-દ્વેષ છે ત્યાં સુધી સંકટ જ છે. સીતા અને રામ થોડા દિવસો પણ શાંતિથી રહ્યા નહિ હોય કે લોકાપવાદને કારણે ગર્ભવતી સીતાને રામે દેશનિકાલ કરી દીધા. ભયંકર જંગલમાં જો પુંડરીકપુરનો રાજા વજંઘ તેને ધર્મની બહેન બનાવીને આશ્રય ન આપત તો... વિધાર્થી – પછી.... ? શિક્ષક – પુંડરીકપુરમાં જ સીતાએ લવ અને કુશ બન્ને જોડિયા ભાઈઓને જન્મ આપ્યો. તે બન્ને ભાઈ રામ લક્ષ્મણ જેવા જ વીર, ધીર અને પ્રતાપી હતા. તેમનું રામ અને લક્ષ્મણ સાથે પણ યુદ્ધ થયું હતું. વિધાર્થી – કોણ જીત્યું ? શિક્ષક –બન્નેય પક્ષ અજેય રહ્યા. હાર જીતનો અંતિમ નિર્ણય થયા પહેલાં જ તેમને અંદરોઅંદર ખબર પડી ગઈ કે એ યુદ્ધ તો પિતા પુત્રનું છે, તેથી ૪૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55