________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયથી તો ત્રણે આત્મરૂપ જ છે અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયો જ છે. ૫૨૫દાર્થોથી ભિન્ન પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ સ્વસન્મુખ થઈને સમજીને, તેમાં પોતાપણાની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન, પરપદાર્થોની ભિન્ન પોતાના આત્માની તથા ૫૨ પદાર્થોની સ્વસન્મુખ થઈને યથાર્થ જાણકારી કરવી તે સમ્યજ્ઞાન અને પરપદાર્થો તેમ જ પરભાવોથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવી આત્મસ્વરૂપમાં લીન થતા જવું તે જ સમ્યક્ચારિત્ર છે.
એનો વિશેષ ખુલાસો કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तनम् । श्रद्धानं विपरीताऽभिनिवेश विविक्तमात्मरुपं तत् ।।२२।।
વિપરીત માન્યતા રહિત જીવાદિક તત્ત્વાર્થોનું શ્રદ્ધાન (પ્રતીતિ ) કરવું તે જ સમ્યગ્દર્શન છે, એને પ્રાપ્ત કરવાનો નિત્ય પ્રયત્ન કરવો જોઈએ કેમકે તે આત્મરૂપ જ છે.
આપણે સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમકે એને પ્રાપ્ત કર્યા વિના મોક્ષમાર્ગનો આરંભ જ થતો નથી. કહ્યું પણ છે કે–
तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिल यत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च ।।२१।।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પૂર્ણ પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું જોઈએ કેમકે એ થતાં જ જ્ઞાન સમ્યગ્નાનરૂપ અને ચારિત્ર સમ્યક્ચારિત્રરૂપ પરિણમે છે.
સમ્યગ્દર્શન વિના બધું જ્ઞાન અજ્ઞાન અને સમસ્ત મહાવ્રતાદિરૂપ શુભાચરણ મિથ્યાચારિત્રરૂપે જ રહે છે. – એ સમ્યગ્દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય છે?
મુમુક્ષુ
પ્રવચનકાર – સૌથી પહેલાં તત્ત્વોના અભ્યાસ વડે સાત તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજવાનો અને ૫૨ પદાર્થ તથા પરભાવોમાં પરબુદ્ધિ અને તેમનાથી ભિન્ન પોતાના આત્મામાં આત્મબુદ્ધિ પૂર્વક ત્રિકાળી આત્માની સન્મુખ
૩૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com