Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અંતરમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષરૂપ ભાવહિંસા તથા ત્રસ અને સ્થાવરના ઘાતરૂપ દ્રવ્યહિંસાથી સહિત જે કોઈ કિયાઓ છે, તેને ધર્મ માનવો એ કુધર્મ છે. એમાં શ્રદ્ધા રાખવાથી જીવ દુઃખી થાય છે. વિધાર્થી – એનાથી બચવાના ઉપાય શું છે? શિક્ષક - દેવ-શાસ્ત્ર-ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તો ગૃહીત મિથ્યાત્વથી બચી શકાય છે અને જીવાદિ તત્ત્વોની સાચી જાણકારીપૂર્વક આત્માનુભવ કરીને અગૃહીત મિથ્યાત્વ દૂર કરી શકાય છે. વિદ્યાર્થી – તો સમજાવોને એ બધાનું સ્વરૂપ! શિક્ષક - ફરી કોઈ વાર.... પ્રશ્ન ૧. જીવ દુઃખી કેમ છે? શું દુ:ખથી છૂટી શકાય છે? જો હા, તો કેવી રીતે? ૨. ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. શું રાગાદિને પોષનારાં શાસ્ત્રો વાંચવાં એટલું જ માત્ર ગૃહીત મિથ્યાજ્ઞાન છે? ૪. સંયમીની લોકમાં પૂજા થાય છે, તેથી સંયમ ધારણ કરવો જોઈએ. શું આ કથન યુક્તિયુક્ત છે? નહિ, તો શા માટે? ૫. પં. દોલતરામજીનો પરિચય આપો. તેમની છ ઢાળામાં પહેલી અને બીજી ઢાળમાં કઈ બાબત સમજાવવામાં આવી છે તે સ્પષ્ટ કરો. ૧૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55