Book Title: Virprabhuna Vachano Part 1 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 13
________________ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે ! વસ્તુતઃ કાળને બરાબર પારખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એકસાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઈ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એકસાથે બે કામ કરવાનો એમને સારો મહાવરો હતો. આવો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ, ભુલકણાપણું ન આવવું જોઈએ અને વિનયવિવેક ન ચૂકવા જોઈએ. જે પ્રજા પોતાના માનવ-કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે ને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ભાર ત્યાં મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકાર નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકૂથલીમાં કે ક્ષુદ્ર બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાયેલા કલાકોનું આર્થિક બોજા વગરનું સ્વૈચ્છિક આયોજન જો થાય તો પણ કેટલાંયે વિકાસ-કાર્યો સહેલાઈથી થઈ શકે. ગાંધીજીએ ગ્રામસફાઈ, પ્રૌઢશિક્ષણ, રાષ્ટ્રભાષાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 170