Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha Author(s): Jayant Kothari, Kantibhai B Shah Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 5
________________ પ્રકાશકીય નિવેદન “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા'નાં પ્રથમ બે પુસ્તકો આ અગાઉ અમે પ્રકાશિત કર્યા છે. ૧૯૮૮માં “સામાયિકસૂત્ર'ની ત્રીજી આવૃત્તિ અને ૧૯૮૯માં “જિનદેવદર્શન'ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી. બંનેના રચયિતા શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ હતા. આ ગ્રંથમાળાના તૃતીય પુષ્પ તરીકે ‘વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા' ગ્રંથનું પ્રકાશન કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ પ્રસંગનું વિશેષ ઔચિત્ય એ છે કે સ્વર્ગસ્થ મોહનભાઈ આ સંસ્થાના સ્થાપક સભ્યોમાંના એક હતા અને જીવનપર્યત એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહેલા. આ ગ્રંથમાં શ્રી મોહનભાઈનું પ્રમાણભૂત ચરિત્ર અને શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલી મોહનભાઈની ગ્રંથસૂચિ-લેખસૂચિ પ્રગટ કરવામાં આવ્યાં છે. આ માટે બન્ને સંપાદકોએ ઉઠાવેલા પરિશ્રમની અમે ઊંડી કદર કરીએ છીએ. ભવિષ્યમાં મોહનભાઈ વિશે સંશોધનકાર્ય કરનારને માટે આ ગ્રંથ ઉપયોગી નીવડે એવો થયો છે એ વિશેષ આનંદની વાત છે. આ પ્રકારનાં ઉપયોગી પ્રકાશનો ઉપલબ્ધ બની શક્યાં છે એમાં સ્વ. મોહનલાલ દેશાઈની પુણ્યસ્મૃતિમાં એમના રાજકોટનિવાસી સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી રૂપિયા એક લાખનું સાંપડેલું માતબર દાન સહાયભૂત નીવડ્યું છે. એ માટે અમે શ્રી જયસુખભાઈ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં વિદ્યાલયના સાહિત્ય-સંશોધન વિભાગના ભૂતપૂર્વ ડાયરેક્ટર સ્વ. કાન્તિલાલ ડી. કોરા તેમજ સંસ્થાના આપ્તજન સમા શ્રી રમણલાલ ચી. શાહે જે રસરુચિ દર્શાવ્યાં છે તેમના પણ અમે આભારી છીએ. આ પુસ્તક પ્રકાશિત થાય તે અગાઉ મુ. શ્રી કોરાસાહેબનું નિધન અમારે માટે ખેદનો વિષય છે. આ ગ્રંથના સંપાદકોને જેમની જેમની સહાય પ્રાપ્ત થઈ છે તે સૌ . પ્રત્યે અમે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ધીરજલાલ મોહનલાલ શાહ ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, શ્રીકાંતભાઈ સાકરચંદ વસા મુંબઈ 400 036 દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા 10-4-1992 મંત્રીઓPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286