________________
અર્થ : હે મુનિસુવ્રત જિનેશ્વર ભગવાન ! મારી એક અરજી આપ . . સાંભળો. હે જગતગુરુ, આત્મત્ત કેવી રીતે જણાય એનો વિચાર મને શું કહો કારણ કે, આત્મતત્ત્વ જાણ્યા વિના નિર્મલ-નિર્વિકલ્પ સમાધિ. થાય નહીં.
કોઈ અબંધ આતમતા માને, કિરિયા કરતો દીસે; ક્રિયાતણું લ કહો કુણ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે. ૨
અર્થ : કોઈ કહે છે કે આત્મા ફૂટસ્થ છે, કાંઈ કરતો નથી, એ શું તો નિષ્ક્રિય છે પણ તેનામાં ક્રિયાનું આરોપણ કરવામાં આવે છે.
એ બંધાતો નથી એમ માને છે. ચિત્તમાં ગુસ્સો લાવીને પ્રશ્ન કર્યો છે કે જે માણસો ક્રિયા કરીને ધર્મ કરતા હોય છે તેની આ ક્રિયાનાં ફળ કોણ ભોગવશે ?
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. ૩ અર્થ : કોઈ એમ કહે છે કે જડ અને ચેતન એ બંને આત્મા જ ! છે, જંગમ અને સ્થાવર બંને સરખા છે. જો આ અભિપ્રાય પર વિચારીને પરીક્ષા કરીએ તો સુખ અને દુઃખ બંને સરખાં, એવું સંકર દૂષણ આવે.
એક કહે નિત્ય જ આતમતત્ત્વ, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીણો. ૪ /
અર્થ : આત્મદર્શન માટે લીન થયેલા એવા વાદી કહે છે કે આ હું આતમતત્ત્વ નિત્ય જ છે. પરંતુ આનંદઘનજી મહારાજ કહે છે કે
કરેલાં કર્મોનો નાશ અને નહીં કરેલા કર્મોનું આવવું તે રૂપ દૂષણને ૬ ઓછી બુદ્ધિવાળા જીવો જોઈ શકતા નથી.
સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ-મોક્ષ સુખ-દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. ૫
| ૪૦ |
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org