________________
હવે છાનું આપને વધારે શું કહેવું ?
ખોટ ખજાને કો નહીં, દીજીએ વાંછિત દાનો રે; રે કરૂણાનજર પ્રભુજી તણી, વાધે સેવક વાનો રે. ૩
અર્થ : હે ભગવાન ! આપના ખજાનામાં કોઈ ખોટ નથી તો મેં જે તે ઇચ્છા કરી છે એ દાન આપો. મારા પ્રભુ ! આપની કરૂણા નજર , મારા તરફ રહે તો આ સેવકનો આત્મિક પ્રભાવ વધે. કાળલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે. ૪ ;
અર્થ : હે ભગવાન ! આ બાબતમાં આપ કાળલબ્ધિ ગણશો નહીં અને ભાવલબ્ધિ તો આપના હાથમાં રહેલી છે. નાનું હાથીનું બચ્ચું લથડિયા ખાતું હોય તો પણ મોટા હાથી સાથે એ ગાજે છે.
દેશો તો તુમ હી ભલા, બીજા તો નવિ જાચું રે; વાચક્ષશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. ૫
અર્થ ? હે ભગવાન ! જો મારું ઇચ્છિત ફળ તમે મને આપશો તો સારું. નહીં તો બીજા કોઈની પાસે તો હું માગણી કરીશ નહીં. શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ ભગવાનને કહે છે કે મારી આ અરજનું ફળ મને મળશે જ એવો મને વિશ્વાસ છે.
શું
૪. શ્રી અભિનંદન સ્વામી . દીઠી હો પ્રભુ! દીઠી જગગુરુ ! તુજ,
- મૂરતિ હો પ્રભુ ! મૂરતિ મોહન વેલડી જી! મીઠી હો પ્રભુ ! મીઠી તાહરી વાણ,
લાગે હો પ્રભુ! લાગે જેસી સેલડી જી. ૧
| મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી |
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org