________________
(૪) અશુદ્ધતાનો તથા દ્રવ્યકર્મનો લાભ તે સંપ્રદાન.
(૫) સ્વરૂ૫રોધ, ક્ષયોપશમની હાનિ તથા પરઅનુયાયિતા તે અપાદાન. (૬) અનંતી અશુદ્ધ વિભાવતા તથા જ્ઞાનાવરણાદિ કર્મને રાખવારૂપ જે શક્તિ તે આધાર.
જ્યારે સાધક આત્મા પોતાના સ્વધર્મની પરિણતિને પામવા માટે પુરુષાર્થ આદરે ત્યારે આ છ કારક સાધકપણે પરિણમવાથી કાર્ય - શુદ્ધ સ્વરૂપ થવારૂપ થાય. એટલે નિરાબાધપણે નિપજે.
આ છ કારક બાધક જીવોને બાધકપણે પરિણમે છે તથા સમકિત ગુણસ્થાનકથી માંડીને અયોગી ગુણસ્થાનક પર્યંત સાધકપણે પરિણમે છે.
માટે સાધકપણે કારક પરિણમવાથી નિરાબાધ જે સિદ્ધતા - તેના કર્તાનો શુદ્ધ પારિણામિક ભાવ શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. એટલે ભાવ શુદ્ધપણે સ્વસ્વરૂપ કર્તૃત્વપણે પરિણમે છે.
–
કર્તા આતમદ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે, કા. ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે; પ્ર. આતમ સંપ ્ દાન, તે સંપ્રદાનતા રે, તે. દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. ત્રિ. ૨
૧. કર્તા આતમ દ્રવ્ય તે આત્મ શુદ્ધતા નિપજાવવારૂપ કાર્યે પ્રવર્ત્ય પોતે પોતાનો કર્તા થયો.
Jain Education International
૨. આત્મા પોતાની સિદ્ધતા સર્વ ગુણ પૂર્ણતારૂપ કાર્યને નિપજાવવાની ક્રિયાનું પ્રવર્તન તે કારકતા થયું. કાર્ય થઈ ગયા પછી કારકતા કાર્યમાં રહેતી નથી.
૩. આત્મા સ્વગુણની પરિણતિ ચેતના સ્વરૂપ પ્રગટાવવા અનુરૂપ
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી
For Personal & Private Use Only
૧૨૭
www.jainelibrary.org