________________
આજ્ઞાપાલનરૂપ સેવા તે આત્મગુણોની પૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે, અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે.
૨. બીજા સ્તવનમાં કાર્ય-કારણ ભાવની વ્યવસ્થા વર્ણવી છે. પરમાત્મા-સત્પુરુષ-જ્ઞાની મહાત્મા તેના પુષ્ટ નિમિત્ત કારણ છે એ વાત બતાવી છે. આત્માની ઉપાદાન શક્તિનું પ્રગટપણું પુષ્ટ નિમિત્ત એવા અરિહંત ભગવાન-પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા થાય છે તેમ બતાવેલ છે.
૩. ત્રીજા સ્તવનમાં ઉપાદાન-કારણથી પણ નિમિત્ત કારણની અધિક પ્રધાનતા બતાવી છે. મોક્ષનું ઉપાદાન-કારણ આત્મા પોતે જ છે. પરંતુ તેનું પુષ્ટ આલંબન પરમાત્મા છે. જિનસ્વરૂપ થઈ જિનનું ધ્યાન ક૨વું એ જ ઉત્કૃષ્ટ વંદન છે, જેને પરાભક્તિ પણ કહેવામાં આવે છે.
૪. ચોથા સ્તવનમાં પરાભક્તિની ભૂમિકા પ્રાપ્ત કરવાના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. ધ્યાનમાં એકાગ્રતા, તન્મયતા સિદ્ધ કરવા માટે આલંબનના સતત અભ્યાસ દ્વારા પરમાત્માની સાથે અભેદ ધ્યાન કરવાનું છે. તેથી સત્તાએ પરમાત્માથી અભિન્ન એવા સ્વ આત્માના સ્વરૂપનું નિઃશંકપણે ચિંતન કરવું જોઇએ.
૫. પાંચમા સ્તવનમાં સ્યાદવાદને અનુલક્ષી સ્વભાવદશાનું વર્ણન કર્યું છે અને અસંગ અનુષ્ઠાનને કરવાવાળો યોગી પરમાત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ પર્યાયનાં ચિંતન દ્વારા પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કેવી રીતે લીન બને છે તે ટૂંકમાં જણાવેલ છે. તેમજ નિત્યત્વ, અનિત્યત્વ આદિ પરસ્પર વિરોધી અનેક ધર્મો એક જ આત્મામાં એકી સાથે રહેલા છે તેનું યથાર્થ સ્વરૂપ જાણીને સાધક પોતાના આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટાવે છે.
૬. છઠ્ઠા સ્તવનમાં નિમિત્ત કારણ કેવી રીતે ઉપયોગી છે અને સાતે નય દ્વારા પ્રભુદર્શનનું સ્વરૂપ (સમ્યક્ત્વનું સ્વરૂપ) સમજાવ્યું છે. જુદા જુદા દૃષ્ટાંતો દ્વારા પરમાત્મા (જ્ઞાની મહાત્મા) મોક્ષના નિર્યામક
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી
Jain Education International
For Personal & Private Use Only
પ
www.jainelibrary.org