________________
અર્થ: હે કુંથુનાથ ભગવાન ! મારું મન કોઈ પ્રકારે ઠેકાણે આવતું ? નથી. જેમ જેમ તેને અંકુશમાં લાવવા પ્રયત્ન કરું છું તેમ તેમ તે દૂર ભાગે છે. દૂરને દૂર જતું જાય છે.
રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય. ૨ અર્થ : મારું આ મન રાત્રે રખડે, દિવસે રખડે, શહેરમાં જાય, જંગલમાં જાય, આકાશમાં જાય છે અને પાતાળમાં પણ જાય છે. તે ભગવાન ! આ તો એવું ઉખાણું છે કે સર્પ કોઈને કરડે તો “સાપે છે ખાધો” એમ કહેવાય પણ એના મોઢામાં તો થોથું જ આવે. એટલે કે મોટું ખાલી જ રહે.
મુક્તિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એવું ચિંતે, નાખે અવળે પાસે. ૩
અર્થ : મોક્ષની અભિલાષાવાળા કેટલાય તપસ્વીઓ જ્ઞાન અને શું ધ્યાનનો અભ્યાસ કરીને આગળ વધવા પ્રયાસ કરતા હોય ત્યારે આ મન કાંઈક એવું ચિંતવન કરે કે બધુંય ઊંધે કાંધ નાખી દે.
આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આકું, કિંતાં કણે જો હઠ કરી હટકું તો, વ્યાલતણી પેરે વાંકું. ૪ - અર્થ : આગમથી કે આગમોના જાણકાર પંડિતોથી પણ આ મન કોઈ રીતે અંકુશમાં આવતું નથી. અને હે ભગવાન, કોઈ વખત હું હઠ કરીને તેને અંકુશમાં લાવવા પ્રયત્ન કરું છું તો સર્ષની જેમ હું તરત વાંકું થઈને છટકી જાય છે.
જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાહીં, સર્વમાંહી ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહીં. ૫ અર્થ : હે ભગવાન! એને જો હું ઠગ કહું તો તે ઠગાઈ કરતું તો હું
- શ્રી આનંદઘનજીની ચોવીસી
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org