Book Title: Vandittu Pratikraman Author(s): T U Mehta Publisher: Neki Pankaj Shah Florida USA View full book textPage 9
________________ News Amreli R પ્રાસ્તાવિક આજથી પોણાસો વરસ પહેલાંના દિવસો યાદ કરું છું જ્યારે સંવત્સરીના દીવસે સમસ્ત જૈન સમાજમાં એક અનોખા પ્રકારની ધાર્મિક ઉત્સુકતા જણાઈ આવતી એક સાંજના સમયે વાર્ષિક પ્રતિક્રમણની તૈયારીમાં બધાની સાથે અમો બાળકો પણ અતિ ગુંથાએલ રહેતા, પ્રતિક્રમણમાં બે અઢી કલાક વડીલોની સાથે અમો પણ ઉપાશ્રયમાં બેસતા પરંતુ અર્ધમાગધી ભાષામાં બોલાતા પ્રતિક્રમણનો શું અર્થ છે તે કાંઈ સમજ્યા વિના બીજાઓ ઊઠ બેસ વગેરેની જે ક્રિયાઓ કરે તે કરતા – સમસ્ત પ્રસંગમાં અમારી હાજરી ફકત ઔપચારિક અનિવાર્યતાની ગણત્રી એ જ રહેતી અને આ સ્થિતિ મારી ઉમરની તમામ વ્યક્તિઓમાં રહેતી આથી મોટી ઉમર થતાં પણ પ્રતિક્રમણમાં કોઈ રસ લાગ્યો નહી જૈન દર્શનના મૌલિક સિધ્ધાંતો સમજયા બાદ અને તેની અઈ માગવી ભાષાનો અનુવાદ વાંચ્યા બાદ પણ તેમાં રસ ઉત્પન્ન થઈ શક્યો નથી આથી દર સંવત્સરીના દિવસે ભક્તામર કિંકર્પર, લોન્ગસ્ટ, નમોથણમ્ જેવા પ્રાર્થના કવ્યોમાં મન પરોવી સાંત્વન મેળવતો રહેલ. પરંતુ મારા પરમ મિત્ર શ્રી જયંતિભાઈએ મને પુ. સંતબાલજીએ રચેલ વંદિત્ત પ્રતિક્રમણ તથા તેના વિવેચન રૂપ “ચિત્ત ચારિત્ર વિશુધ્ધિ” નું પુસ્તક આપ્યું તે વાંચ્યા બાદ મને જરૂર ભાન થયું કે પ્રતિક્રમણમાં આત્મશુદ્ધિની તેમજ રોજીંદા જીવનની સફાઈની જે ભાવના ભરી છે તે જીંદગીભર હું ગુમાવતો જ રહ્યો છું. આ જાતની લાગણી મારી કક્ષાના બીજા અમુક મિત્રોને પણ હોવા સંભવ છે. તેમ સમજીને મુનિશ્રીએ પદ્યમાં વંદિતુ પ્રતિક્રમણની રચના કરીને માનવ સમાજને જે રીતે ઉપકૃત કરેલ છે તેની નોંધ આ પુસ્તિકા રૂપે લીધી છે. મુનિશ્રી સંતબાલજીને ફકત એક જૈન મુનિ તરીકે ઓળખીશું તો એ એક મોટી ભૂલ થશે. તેઓ એક મૌલિક અને ક્રાન્તિકારી વિચારક હતા. સમસ્ત માનવ સમાજની રચના ધર્મ દષ્ટિએ કરવાની તેમની કલ્પના હતી અને તે કલ્પનાને સાકાર કરવા તેમણે 0 3 Le Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44