Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 19
________________ મમતા અને સમતામાં ફેર એ છે કે મમતા બાંધે છે અને સમતા છોડે છે.” વિશેષમાં સંતબાલજી જણાવે છે :‘‘પરિગ્રહ માત્ર બહાર નથી, આંતરિક પણ છે. શરીર પણ પરિગ્રહ છે. શરીર જો આત્મસાધનાનું સાધન નહીં બનતાં કર્મ બંધનનું સાધન બને તો તે પણ પરિગ્રહ છે.” ગાથા શ્રધ્ધા વિના જ્ઞાન સ્વભાવનું નહિ, ટકે ન ચારિત્ર્ય રતિ અજ્ઞાનથી, ચારિત્ર્ય ને દર્શન જ્ઞાનની ખરી, છે મોહથી આવરણા મળે ભરી. (૮) અર્થાત: (ઉપર “સત્વની શુદ્ધિ કરૂં સ્વ સત્વથી” તેમ કહ્યું એટલે કહે છે.) સ્વભાવ નું (સ્વસત્વનું) જ્ઞાન શ્રધ્ધા વિના થાય નહીં અને અજ્ઞાન દશા હોય ત્યાં ચરિત્ર-પ્રેમ પણ ન હોય. આ રીતે શ્રધ્ધા (દર્શન) જ્ઞાન અને ચારિત્ર્યની ક્ષતિ જે મોહજન્ય છે તે આત્મપ્રકાશને આવરી લે છે. નોધ : અસલ ગાથામાં અહિં “સમકિતના પાંચ દોષો – શંકા, કાંસા, વિચિકિત્સા, પ્રશંસા, સ્તુતિ - માંથી પ્રતિક્રમવાની વાત છે. તેને મુનિશ્રીએ ગાથા ૮, ૯, ૧૦ માં સાચી શ્રધ્ધા અને તેના આવરણોની ચર્ચા કરી સમજાવી છે કારણ કે આત્મતત્વમાં શ્રધ્ધા હોય તોજ સમક્તિનો પાયો બંધાય છે. દર્શન, જ્ઞાન ચારિત્ર્ય ને વિદ્વાનોએ “રાનત્રયી” કહેલ છે આદર્શ જીવનના આ ત્રણ મહામૂલ્યવાન રત્નો છે. જગતના તમામ ધર્મોનું અંતિમ લક્ષ્ય સદાચાર, સતું ચારિત્ર્યનું જ છે. આ સદાચારની ખીલવણીના ત્રણ મનોવિજ્ઞાનિક પગથીઆ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર્યની રત્નત્રયીમાંજ છે. એક વસ્તુનું દર્શન થાય એટલે ઝાંખી થાય તો તે શું છે તેની ખાત્રી માટે જે માનસિક તથા બૌધ્ધિક પ્રયત્ન થાય છે તે જ્ઞાન મેળવવાનું પગથીયું છે. અને તે જ્ઞાન મેળવ્યા બાદ, તેના સાતત્યની ખાત્રી થયા બાદ માણસ તેને મેળવવા કે ત્યજવા જે પ્રયત્નો કરે છે, તેથી તેનું ચારિત્ર્ય ઘડાય છે. આથી ચારિત્ર્યના ઘડતરમાં પાયારૂપ “દર્શન” છે. આ ““દર્શન” તત્વમાં સાચી શ્રધ્ધાનું અસ્તિત્વ નિહિત છે. જે ઝાંખી રૂપે જણાય છે. તેમાં કાંઈક હોવું જોઈએ” એટલી શ્રધ્ધા પણ ન હોય તો વાત આગળ વધે નહીં અને વસ્તુ કે વિચારનું જ્ઞાન પ્રાપ્ત થાય નહી. ૧૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44