Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 42
________________ શ્રીમદ્ગી ક્ષમાપના (ખામણા) હે ભગવાન્ ! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારે કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ. હે ભગવાન! હું ભૂલ્યો, આથડ્યો-રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજની કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું; મારામાં વિવેકશકિત નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારે તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન્ ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ * * * * * * * દ્વવ્ય પ્રતિકમણ તથા ભાવ પ્રતિક્રમણ અપકૃત્ય તણા પથથી વળવું, વળી સત્ય તણા પથમાં પડવું થયું દ્રવ્ય વિશુધ્ધ પડિક્કમણું, વળી ભાવ થકી પણ પૂર્ણ થજો. અહંન્ત છો મંગલરૂપ આપ, સિધ્ધો તથા સાધક સાધુધર્મ સાસ્ત્ર સૌ મંગલ મંગલોમાં, સત્યે ભર્યું જીવન માંગલિક 3६ ૐ શાનિ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44