Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA
Catalog link: https://jainqq.org/explore/004594/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ પ્રતિક્રમણ (સંતબાલજીનો પધાનુવાદ) : રજુઆત : ચં. ઉ. મહેતા -: પ્રકાશક :NEKI PANKAJ SHAH 2711, North Ridge, Drive East, Clear Water, Florida - 33761 (USA) Ph. : 727 - 786 - 4074 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અને પ્રતિક્રમણ જૈનોમાં સામાયિક અને પ્રતિક્રમણ એ બે શબ્દો વધારે પ્રચલિત છે. સામાયિકમાં અડતાલીસ મિનિટ લગી વાંચન, મનન અને નિદિધ્યાસન કરીને સમતાયોગ સાધવાનો હોય છે. સાધુઓ અને સાધ્વીઓ સમતાયોગને સાધીને જ દીક્ષિત થાય છે. એટલે એમને સામાયિક કરવાનું હોતું નથી. કારણ કે ચોવીસે કલાક એમની સામાયિક હોય છે. પણ ગૃહસ્થાશ્રમી શ્રાવક-શ્રાવિકાઓ સામાયિક કરે છે. એટલે કે સમતાયોગ સાધવાની તાલીમ મેળવે છે. પ્રતિક્રમણ એટલે આખા દિવસમાં જે જે કંઈ ક્રિયાઓ (મનથી, વચનથી અને કાયાથી) કરી હોય તેનું ચિંતન કરવાનું હોય છે. જેને આલોચના શબ્દથી ઓળખવવામાં આવે છે. એમાં જે ભૂલ દેખાય છે તેનું નિંદામણ કરવાનું હોય છે. જેને નિંદના શબ્દથી ઓળખવામાં આવે છે. એવી જ રીતે સારી વસ્તુ સ્થાપવાની હોય છે. એટલે કે ભૂલોને દૂર કરી નવા સંકલ્પો કરવાના હોય છે. જેને ગઈણા કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણમાં ક્ષમાપનાનો પાઠ પણ આવે છે. ક્ષમાપના એટલે માફી માંગવી. ખાસ કરીને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની ક્ષમા માગવાની હોય છે. એવી જ રીતે પ્રાણીમાત્રની પણ ક્ષમા માગવાની હોય છે. જેવો અપરાધ કે ભૂલ ખ્યાલમાં આવે કે તરત (પાણીવાળી હાથની રેખા સુકાય નહીં તે પહેલાં) માફી માગી લેવી જોઈએ. આમ બધા ધર્મો પોતાના છે અને તેથી કોઇપણ ધર્મની અસાતના (અપમાન) અવિનય, અભકિત કે અપરાધ નહિ કરવો જોઈએ અને કદાચ થઈ જાય તો તેની તુરત માફી માગી લેવી જોઈએ. આ છે પ્રતિક્રમણનો સાર. મારા રણાપુરના સમૌન એકાંતવાસમાં – તે સમયના કાષ્ઠમૌનમાં, જે કંઈ લખાતું તેમાં એક પ્રકારનું કુદરતમય જીવનનું ઓજસ હતું. આજે પણ જ્યારે એ દિવસો યાદ કરું છું ત્યારે એક અવનવો રોમાંચ ખડો થાય છે. આ પ્રતિક્રમણ તે દિવસોની પ્રસાદીરૂપ છે. - સંતબાલ. 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ પ્રતિક્રમણ (સંતબાલજીનો પદ્યાનુવાદ). સંતાબાલ (ા જ મહેતા) : રજુઆત : ચં. ઉ. મહેતા પ્રકાશક NEKI PANKAJ SHAH 2711, North Ridge, Drive East, Clear Water, Florida. - 33761 (USA) Ph. : 727 - 786 - 4074 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ પ્રતીક્રમણ. (સંતબાલજીનો પધાનુવાદ) મુનીશ્રી સંતબાલજી રચિત “ચિત્ત ચારિત્ર વિશુધ્ધિ” પુસ્તકમાં વંદિતુ પ્રતીક્રમણ રચેલ છે. તેનો ભાવાનુવાદ તથા રજુઆત શ્રી ચંબકલાલ ઉ. મહેતા દ્વારા પ્રથમ આવૃત્તિ : મે – ૨૦૦૪ પ્રત : ૧000 | કિંમત : રૂ. ૫/- • $ 2 પ્રાપ્તિ સ્થાન : (1) Neki Pankaj Shah 2711, North Ridge, Drive East, Clear Water, Florida-33761 (U.S.A.) Ph. : 727 - 786-4074 (૨) જશવંતલાલ ચીમનલાલ શાહ સી-૩, અર્ચના પાર્ક, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. (ગુજરાત) ફોન: ૨૬૪૬૮૦૭૭ મુદ્રક અરિહંત પ્રિન્ટર્સ કે-૬, વિભાગ-૧, શાયોના સીટી, અમદાવાદ-૬૧. (ગુજરાત) મોબાઇલ : ૯૮૨૫૦૨૩૨૩૯ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શ્રીમતી HIબેન જશવંતલાલ શાહ અર્પણ અમારા પુ. માતુશ્રી જેના મન, વચન અને કાયાથી આચરાએલ ધાર્મિક જીવને અમોને સતત પ્રેરણા આપેલ છે. પંકજ શાહ-નેકી શાહ 2010_04 - Page #6 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન મુનિશ્રી સંતબાલજીએ અસલ વંદિતુ પ્રતિક્રમણનો પદ્યાનુવાદ કરી આધુનિક યુગની જરૂરીયાતોને બંધ બેસે તે પ્રકારનું અર્થઘટન કરેલ છે જે જૈન તેમજ જૈનેતર સમાજને પણ ઉપયોગી થાય તે પ્રકારનું છે. શ્રી ચંબકભાઈ મહેતાએ મુનિશ્રીના પધ્યાનુવાદનું આધુનિક દષ્ટિએ વિવરણ કરી પ્રતિક્રમણ કરવાના ખ્યાલને એક સાંપ્રદાયિકવાડામાંથી બહાર કાઢી તેને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કરેલ છે તે પ્રશંસનિય છે. શ્રી મહેતા વ્યવસાયે વકીલ છે અને તેર વર્ષ વકીલાત કર્યા બાદ અને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવ્યા બાદ ભારતની સુપ્રીમ કોર્ટમાં પંદર વર્ષ સીનીયર એડવોકેટ તરીકે પ્રેકટીસ કરી તેઓ અમદાવાદમાં સ્થીર થયા છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ સ્થાપેલ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદીના પ્રમુખ છે. તેઓ વિશ્વમાં પ્રચલિત ધર્મોના અને ખાસ કરીને જૈન દર્શનના અભ્યાસી છે અને તે અંગે જુદા જુદા પુસ્તકો પણ પ્રકાશીત કરેલ છે. વિંદિતુ પ્રતિક્રમણની આ પુસ્તક દ્વારા રજુઆત કરીને તેમણે આધિભૌતિક પ્રશ્નોમાં રસ ધરાવતી જનતાની સેવા કરી છે તેની કદર રૂપે અમોએ આ પુસ્તકનું પ્રકાશન કરેલ છે. ફલોરીડા (યુ.એસ.એ.) પંકજ શાહ તા. ૨-૬-૨૦૦૪ નેકી શાહ પ્રકાશકો 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ News Amreli R પ્રાસ્તાવિક આજથી પોણાસો વરસ પહેલાંના દિવસો યાદ કરું છું જ્યારે સંવત્સરીના દીવસે સમસ્ત જૈન સમાજમાં એક અનોખા પ્રકારની ધાર્મિક ઉત્સુકતા જણાઈ આવતી એક સાંજના સમયે વાર્ષિક પ્રતિક્રમણની તૈયારીમાં બધાની સાથે અમો બાળકો પણ અતિ ગુંથાએલ રહેતા, પ્રતિક્રમણમાં બે અઢી કલાક વડીલોની સાથે અમો પણ ઉપાશ્રયમાં બેસતા પરંતુ અર્ધમાગધી ભાષામાં બોલાતા પ્રતિક્રમણનો શું અર્થ છે તે કાંઈ સમજ્યા વિના બીજાઓ ઊઠ બેસ વગેરેની જે ક્રિયાઓ કરે તે કરતા – સમસ્ત પ્રસંગમાં અમારી હાજરી ફકત ઔપચારિક અનિવાર્યતાની ગણત્રી એ જ રહેતી અને આ સ્થિતિ મારી ઉમરની તમામ વ્યક્તિઓમાં રહેતી આથી મોટી ઉમર થતાં પણ પ્રતિક્રમણમાં કોઈ રસ લાગ્યો નહી જૈન દર્શનના મૌલિક સિધ્ધાંતો સમજયા બાદ અને તેની અઈ માગવી ભાષાનો અનુવાદ વાંચ્યા બાદ પણ તેમાં રસ ઉત્પન્ન થઈ શક્યો નથી આથી દર સંવત્સરીના દિવસે ભક્તામર કિંકર્પર, લોન્ગસ્ટ, નમોથણમ્ જેવા પ્રાર્થના કવ્યોમાં મન પરોવી સાંત્વન મેળવતો રહેલ. પરંતુ મારા પરમ મિત્ર શ્રી જયંતિભાઈએ મને પુ. સંતબાલજીએ રચેલ વંદિત્ત પ્રતિક્રમણ તથા તેના વિવેચન રૂપ “ચિત્ત ચારિત્ર વિશુધ્ધિ” નું પુસ્તક આપ્યું તે વાંચ્યા બાદ મને જરૂર ભાન થયું કે પ્રતિક્રમણમાં આત્મશુદ્ધિની તેમજ રોજીંદા જીવનની સફાઈની જે ભાવના ભરી છે તે જીંદગીભર હું ગુમાવતો જ રહ્યો છું. આ જાતની લાગણી મારી કક્ષાના બીજા અમુક મિત્રોને પણ હોવા સંભવ છે. તેમ સમજીને મુનિશ્રીએ પદ્યમાં વંદિતુ પ્રતિક્રમણની રચના કરીને માનવ સમાજને જે રીતે ઉપકૃત કરેલ છે તેની નોંધ આ પુસ્તિકા રૂપે લીધી છે. મુનિશ્રી સંતબાલજીને ફકત એક જૈન મુનિ તરીકે ઓળખીશું તો એ એક મોટી ભૂલ થશે. તેઓ એક મૌલિક અને ક્રાન્તિકારી વિચારક હતા. સમસ્ત માનવ સમાજની રચના ધર્મ દષ્ટિએ કરવાની તેમની કલ્પના હતી અને તે કલ્પનાને સાકાર કરવા તેમણે 0 3 Le 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવનભર તનતોડ મહેનત કરી. જૈન તેમજ જૈનેતર સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી તેમાં રહેલ સાર તત્વોને કાંઇ પણ આંચ લાવ્યા વિના આધુનિક સમાજની વિષમતાઓને નિવારવાના ઉપાયો તેમણે સૂચવ્યા. પ્રતિક્રમણની ક્રિયાને તેમણે એ રીતે વંદિત્તુમાં સમજાવેલ છે કે અસલ વ્યવહાર માં વપરાતા અર્ધ - માગર્ષિ ગાથાઓના સાર તત્વને જરાપણ આંચ ન આવે અને છતાં આધુનિક યુગના ગૃહસ્થીઓને સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર કાઢીને એક શ્રેષ્ઠ નાગરિક તરીકે ઘડે. પ્રતિક્રમણ એટલે શું ? તે સમજાવતા કહ્યું છે. : स्वस्थानात् यत् परस्थानं, प्रमादस्य वशम् गतः । भूयः, प्रतिक्रमणम् उच्यते ॥ तत्रेय क्रमणं भूयः, અર્થાત ઃ- આત્મા પ્રમાદવશ પોતાના સ્થાનમાંથી પરસ્થાનમાં ગયો હોય ત્યાંથી પાછા ફરવું તે પ્રતિક્રમણ કહેવાય. આત્માનું ‘પરસ્થાન' શું છે ? જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ભાવ છોડીને મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને ક્રોધ, લોભ, માન, મોહ માયા અને મદના કષાયો આત્માને વળગે ત્યારે આત્મા “સ્વ” સ્થાન છોડી ‘‘પરસ્થાન” માં જાય છે. તે પરસ્થાનમાંથી પાછું ફરવું અને શુધ્ધ આત્મ ભાવમાં જ રહેવાનો પ્રયત્ન કરવો તે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એક આત્મિક સફાઇની પ્રક્રિયા છે. જીવનના રોજીંદા વ્યવહારમાંથી દરેક વ્યક્તિને કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર વગેરેના કષાયોમાંથી પસાર થવું પડે છે. આવા પ્રવૃત્તિમય દિવસને અંતે ‘‘મે મારા રોજીંદા વ્યવહારમાં ક્યાં ક્યાં ભૂલો કરી, શા માટે કરી અને તેવી ભૂલો ફરી ન થાય તે માટે શું શું કરવું ઇષ્ટ છે” તે જાતની સફાઇ કરી આત્મ નિરિક્ષણ કરવું તેનું નામ પ્રતિક્રમણ છે. રોજીંદા જીવનનો ક્રમ રાગ-દ્વેષ ના કષાયોમાં ગયો તે ક્રમને ફેરવી શુદ્ધ આત્મ તત્વ તરફ પાછું ફરવું ૪ _2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રતિક્રમણ. આમાં કોઇ સાંપ્રદાયિક વાત નથી આત્મ નિરક્ષણ તો હંમેશાં વ્યક્તિગત હોય છે. અને તેથી આ પ્રતિક્રમણની પ્રક્રિયા ફકત જૈન સમાજની જ છે તેવી માન્યતા પણ ભૂલ ભરેલ છે. તેની વિશેષ પ્રતિતિ તો સંતબાલજીએ રચેલ વંદિત્તુ નો અભ્યાસ કરવાથીજ થશે, અને હરકોઇ આત્માર્થી ચિંતકને ખાત્રી થશે કે પ્રતિક્રમણ કરવું તે કોઇ સાંપ્રદાયિક પ્રક્રિયા નથી. વંદિત્તુ પ્રતિક્રમણની વિશેષતા એ છે કે તેમાં ફકત આત્મ નિરિક્ષણની જ વાત છે ‘ઇશ્વર” નામની કોઇ બાહ્ય સત્તાને પાપ મુક્તિની કોઇ આજીજી નથી કારણ કે આત્મ નિરિક્ષણ મારફત આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવાનું જ એક માત્ર ધ્યેય દરેક સાધકનું હોવું જોઇએ તેવો જૈન દર્શનનો આગ્રહ છે આ પ્રતિક્રમણમાં કુલ ૪૮ ગાથાઓ છે જેમાં ગૃહસ્થ જીવવના વ્યવહારમાં જે જે દોષો થવા સંભવ છે તે તમામને આવરી લેવામાં આવેલ છે અને તેમાંથી પરિક્રમી તે ફરીથી ઉત્પન્ન થતાં અટકે ને જાતનો નિશ્ચય દરેક જીવને થાય તેવો પ્રયત્ન કરવામાં આવેલ છે. ગાથા નં. ૧-૨ માં જે આત્માઓએ વિતરાગ સ્થિતિ પ્રાપ્ત કરી છે તેમને વંદના કરીને શરૂઆત કરવામાં આવેલ છે. ,, ગાથા નં. ૩-૪ માં ‘“ દર્શન, જ્ઞાન, ચારિત્ર ' અંગેના દોષોનું નિરીક્ષણ છે. ગાથા નં. ૫-૬-૭ માં આત્માને ‘“ કર્મબંધ '' કેવી રીતે થાય છે તે સજાવવામાં આવેલ છે. અને ત્યારબાદ ગાથા નં. ૮ થી ૧૩ માં “ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ’ ના દોષો વિચારીને તેમાંથી પ્રતિક્રમણ (પાછા ફરવા) નો નિર્ધાર વ્યકત થયેલ છે. ત્યારબાદ ગાથા નં. ૧૪-૧૫ ગૃહસ્થના બાર વ્રતો અંગે થયેલ ક્ષતિઓમાંથી પ્રતિક્રમણની વાત આવે છે. ત્યારબાદ ગાથાઓમાં ગૃહસ્થ જીવનમાં પાળવાના દરેક અણુવ્રત બાબત કાંઈ ક્ષતિ થઇ હોય તેમાંથી પ્રતિક્રમણનો ઉલ્લેખ છે. આથી ગાથા નં. ૧૬-૧૭-૧૮ માં અહિંસા ૧૯-૨૦ માં સત્ય, ૨૧-૨૨ માં અદત્તાદાન (અચૌર્ય), ૨૩-૨૪-૨૫ (અ), ૨૫ (બ) માં બ્રહ્મચર્ય અને ૨૬-૨૭ માં અપરિગ્રહ વિશેના દોષોનો ઉલ્લેખ છે. ત્યારબાદ ત્રણ ગુણ વ્રતો અને ચાર શિક્ષાવ્રતો આવે છે. જે બાબતમાં ગાથા નં. ૨૮-૨૯-૩૦-૩૧ (ગુણવ્રત્તો) અને નં. ૩૨-૩૩-૩૪ (શિક્ષાવ્રત્તો) બાબત છે. ગાથા ૩૫-૩૬-૩૦ અને ૩૮ સમત્વભાવ કેળવવા અંગે છે. ૫ _2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથા નં. ૩૯-૪૦ સમિતિ-ગુપ્તિના આઠ નિયમો જે “ પ્રવચન માતા ” તરીકે ઓળખાય છે તે બાબત છે. ગાથા નં. ૪૧ થી ૪પ “ ભાવના ” ભાવે છે અને આસ્રવ, સમ્યત્વ શું છે તે સમજાવી ટોળા શાહી અને લૌકિક કામનાથી દૂર રહેવા સમજાવે છે અને કૈવલ્યની ભાવના ભાવે છે. ગાથા નં. ૪૬-૪૭માં બોધી બીજની યાચના છે અને ગાથા ૪૮ માં ક્ષમાપના કરી મંગલની કામના કરવામાં આવેલ છે. રજાઆત :- પૂ. મુનિશ્રી સંતબાલજીએ કરેલ પદ્યાનુવાદ દરેક ગાથા દીઠ બોલ્ડ અક્ષરે રજા કરી તેને ગદ્યમાં થયેલ અર્થ આપ્યા બાદ વિશેષ વિવરણ “નોંધ” ના સ્વરૂપમાં ઇટાલીસમાં આપવામાં આવેલ છે. આ રીતે આધુનિક જીવનને બંધ બેસે તે પ્રમાણે વંદિતુ પ્રતિક્રમણની રચના અને અર્થઘટન મુનિશ્રીએ કરેલ છે જે જૈન તથા જૈનેતર તમામને સ્વીકાર્ય થઈ શકે તેમ છે. પ્રતિક્રમણનો મૂળ હેતુ તો પાપ કર્મથી નિવૃત્તિ છે અને તેથી તે હેતુ સિદ્ધ કરવા જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી રચના કરેલ છે. પરંતુ તે તમામ રચનાઓ જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ છે. “ વંદિતુ ” તે પ્રકારની રચના છે. આધુનિક જમાનાના યુવાનોને તથા જૈન તેમજ જૈનેતર વર્ગની તમામ વ્યક્તિઓને પદ્યની ગાથાઓનો અર્થ સરળતાથી અને તત્વાર્થની ગુંચવડમાં પડ્યા વિના સમજાય તેવી રજુઆત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યોગ્ય સૂચનો તથા માર્ગદર્શન આપવાનું શ્રેય શ્રી જયંતિભાઈ શાહને જાય છે. આ પુસ્તિકા વાંચીને કોઇ ગણી ગાંઠી વ્યક્તિઓ પણ પ્રતિક્રમણ કરવા આકર્ષાશે તો આ પ્રયત્ન સફળ છે તેમ માનું છું. - ચં. ઉ. મહેતા “સિધ્ધાર્થ”, ૩ દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : ૦૭૯ - ૨૬૬૦૮૮૧૬ મોબાઈલ : ૯૮૭૯૦ ૨૬૩૫૪ 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ની વિધિ સામાયિક એક અગત્યનું આવશ્યક છે અને તેમાં થતા કાયોત્સર્ગની વિધી શું તે જાણવું જરૂરી છે. તે નીચે મુજબ છે. ‘‘સામાયિક” શબ્દ સમર્થેિ ઉપરથી આવ્યો છે. તેનું પદ “સમય” કે “સામાય” છે. સમાય એટલે સમની પ્રાપ્તિ - સમરત્ર સાચ: સમય - રામ એટલે સમભાવ - રાગદ્વેષ રહિતની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સામાયિકનો હેતુ અમુક સમયને માટે સમભાવ અને શાંતિ પ્રાપ્ત કરી તે કાયમને માટે પ્રાપ્ત થાય તેવી કેળવણી. આથી સામયિકની રચનામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ)ને અગ્રસ્થાન આપવામાં આવેલ છે. આ કાયોત્સર્ગની વિધિ પૂર્ણ રીતે થઈ શકે તે માટે નવકાર મંત્ર બોલી તિષ્ણુતોના પાઠમાં પંચ પરમેષ્ટીને વંદના કરવામાં આવી છે અને ત્યારબાદ ““ઇરિયા વહિયા”ના પાઠમાં, મન, વચન અને કાયાથી નિગોદના જીવોથી માંડી પંચેન્દ્રિય જીવોની કોઇપણ પ્રકારે આશાતના કરી હોય તો તેની ક્ષમા માંગવામાં આવી છે. ત્યારબાદ પાઠ ૪ - જે તસ્સોતરી કરણનો છે. તેમાં કાર્યોત્સર્ગ (કાઉસ્સગ)ની વિધિનો ઉલ્લેખ આવે છે. તેમાં આ “કાયોત્સર્ગ” શું છે તે પ્રથમ સમજાવ્યું છે અને કાયોત્સર્ગ દરમ્યાન કાયાના અમુક વ્યાપારો અનિવાર્ય થઇ પડે તે માટે છૂટ આપવામાં આવી છે. કાયોત્સર્ગ એટલે “કાયા”નો “ઉત્સર્ગ” - કાયાને ભૂલી જવી. દેહભાન ભૂલીને આત્મભાનમાં સ્થિર થવું. કાયાને ભૂલી જવું એટલે શું ? ગૃહસ્થજીવનની તમામ સાંસારિક પ્રવૃત્તિઓ “કાયા” ની જ પ્રવૃત્તિઓ છે. સંસારની તે તમામ ઘટમાળોમાં રાગ દ્વેષ, માયા, મોહ વગેરેના અનેક પ્રસંગો આવતા હોય છે. કાયોત્સર્ગ વખતે તે તમામ પ્રસંગો ભૂલી જઈને આપણું જે શાશ્વત સ્વરૂપ - આત્મસ્વરૂપ છે તેમાં મન સ્થિર કરવું તેવો આદેશ છે. સમ એટલે સમતાના ગુણો પ્રગટાવવા. કામ, ક્રોધ, મોહ, લાભ વગેરે કષાયોથી આત્માને સુબ્ધ થતો અટકાવવાની જરૂર છે અને તે ત્યારે જ અટકે કે જયારે મનની ચંચળતા કાબૂમાં રાખી આત્મામાં જ મનને પરોવાય. પરંતુ પ્રશ્ન એ છે કે આમ કરવાનો સરળ રસ્તો શું હોઈ શકે ? ગીતામાં અર્જુને પણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછયો અને કહ્યું કે ભગવાન ! મનને કાબૂમાં રાખવાનું એટલું જ દુષ્કર છે જેટલું વાયુને કાબૂમાં રાખવાનું છે. ભગવાને તેના બે રસ્તા બતાવ્યા 2010_04 Page #14 -------------------------------------------------------------------------- ________________ - એક તો વૈરાગ્યથી અને બીજો અભ્યાસથી મનને કાબૂમાં લઇ શકાય તેમ જણાવ્યું. સામયિકની વિધિમાં આ બન્ને રસ્તાઓનો નિર્દેશ આવે છે. સામયિકની શરૂઆતમાં જ નવકાર મંત્ર, તિખુત્તો અને લોગસ્સના પાઠો “વૈરાગ્યની” ભાવના ઉત્પન્ન કરવા માટે છે અને ઇરિયા વહિયાનો પાઠ કષાયોને લઈને થતી હિંસાને દૂર કરવા માટે છે અને રોજિંદા વ્યવહારમાં નિયમિત રીતે સામાયિક કરવાનો જે આદેશ છે તે ‘‘અભ્યાસમાટે છે. આ અભ્યાસની સરળતા માટે ધ્યાન (Meditation)ની વિવિધ પ્રકારની વિધિઓ છે. પરંતુ તે દરેકનો હેતુ મનને ફકત આત્મામાં સ્થિર કરીને તેના બીજા સંવેગો અટકાવવાનો જ છે. આ માટે જે સરળ વિધિ છે તે નીચે પ્રમાણે છે. (૧) પ્રભાતને પહોરમાં જયારે સંસારની ઘટમાળ હજી શરૂ થઇ ન હોય અને વાતાવરણ સ્વચ્છ તથા તાજગી ભરેલ હોય ત્યારે કોઈ શાંત સ્થળે એક આસન ઉપર કોઈપણ જાતના માનસિક કે શારીરિક તનાવ વિના કરોડરજજુ સીધી રાખી સ્થિર બેસો. (૨) પછી વિચારો કે માનવજીવનનો અંતિમ હેતુ શું છે? “શાશ્વત શાંતિ અને સમતા”માંથી પ્રાપ્ત થતો આનંદ મેળવવાનો જ અંતિમ હેતુ છે તેમ બોધિ પ્રાપ્ત કરનાર તમામ વિચારકોએ કહેલ છે તે સત્ય છે ? આ પ્રશ્નનો જવાબ તમારા અંતરાત્મામાંથી હકારનો મળતો હોય તો જ ધ્યાનની પ્રક્રિયામાં આગળ વધવાનું શક્ય છે. (૩) જવાબ જો હકારમાં આવતો હોય તો બીજો પ્રશ્ન આપણી જાતને કરવાનો રહે છે. તે એ છે કે ““શાશ્વત શાંતિ અને સમતા” અશાશ્વત - ક્ષણિક - વસ્તુમાંથી પ્રાપ્ત થઈ શકે કે જે વસ્તુ પોતે જ શાશ્વત છે તેની મારફત થઈ શકે ? આ બીજા પ્રશ્નનો જવાબ જરૂર આવશે કે વસ્તુ શાશ્વત છે તેમાંથી જ મળી શકે. (૪) હવે આગળ વધો કે આપણા જીવનમાં શાશ્વત શું છે ? શરીર અગર શરીર મારફત પ્રાપ્ત કરેલ વસ્તુ અને સંબંધો શાશ્વત છે કે શરીરમાં રહેલ ચૈતન્ય તત્ત્વ - આત્મા? જવાબ જરૂર મળશે કે આત્મા. (૫) જો આમ હોય તો સિદ્ધ થાય છે કે શુદ્ધ આત્મતત્ત્વ મારફત જ આપણને શાશ્વત શાંતિ અને સમતા પ્રાપ્ત થઈ શકે અને આત્મતત્ત્વ ત્યારે શુદ્ધ ગણાય કે જયારે કાયમ માટે નહીં તો થોડીક ક્ષણ માટે પણ આત્માને શરીરના વ્યાપારો મારફત ઉત્પન્ન થતા કષાયોથી દૂર રાખીએ. કષાયોને આ રીતે દૂર રાખવાની આ પ્રક્રિયાને કાયોત્સર્ગ કહેવાય. 2010_04 WWW.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ છે (૬) આ માટે વારંવાર યાદ રાખવા માટેનું સૂત્ર છે : સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ” એટલે કે “હું” કોણ છું ? તેના જવાબમાં કહે છે કે હું આત્મસ્વરૂપ છું અને મારો તે આત્મા કષાયોથી મુકત થયેલ શુદ્ધ સ્વરૂપે છે, તે અવિનાશી છે અને સત ચિત્ત અને આનંદ તેને સહજરૂપે પ્રાપ્ત છે. આ સૂત્રનું રટણ રાત-દિવસની તમામ પ્રવૃત્તિઓ દરમ્યાન જો રહે તો કાયોત્સર્ગ સફળતાપૂર્વક થાય. (૭) આટલું થયા બાદ સીધા ટટ્ટાર બેસી શરીર તથા મનના તમામ પ્રકારના તનાવોને દૂર કરી શાંત ચિત્તે થોડાક ઊંડા શ્વાસ લો અને મૂકો. (૮) ત્યારબાદ કુદરતી રીતે જે શ્વાસોચ્છવાસ લેતા હોઇએ તે પ્રમાણે લો પરંતુ તમારું સમગ્ર ધ્યાન ફકત શ્વાસ લેવા અને મૂકવા ઉપર જ રાખો. (૯) આમ કરતાં તરેહ તરેહના વિચારો આવશે અને ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ પડતો જણાશે. પરંતુ તેથી મૂંઝાયા વિના એટલું કરો કે કોઈ એક વિચારમાં ચિત્તને અટકવા દેવું નહીં અને વિચારોની હારમાળાને સિનેમાનું ચિત્ર જોતા હોઈએ તે રીતે પસાર થવા દો. (૧૦) વિચારની હારમાળાને અટકાવવા શ્વાસ લેવા અને મૂકવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો ચાલુ જ રાખવા. (૧૧) બધા વિચારો કાયાના વ્યાપારોમાંથી ઉત્પન્ન થયા હોય છે, તેથી તેનો ઉત્સર્ગ કરવાની જરૂર હોવાથી મારું ખરું સ્વરૂપ આત્માનું છે તે એક જ ખ્યાલ શ્વાસની ક્રિયા સાથે થવા દેવો. (૧૨) ધ્યાન યોગની એક બીજી ક્રિયા શરીરમાં રહેલ સાત ચક્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે તેનો ઉલ્લેખ પણ અહીં જરૂરનો છે. જે કોઇને તે અનુકૂળ પડે તો તે પણ કાયોત્સર્ગની જ ક્રિયા છે. આ ચક્રો નીચે મુજબ શરીરમાં છેઃ ૧. સહસ્ત્રાર ચક્ર – મસ્તિષ્કમાં તદન ઊંચે ૨. આજ્ઞા ચક્ર - કપાળમાં ચાંદલો કરીએ તે જગ્યાએ ૩. વિશુદ્ધિ ચક્ર – ગળામાં સ્વરનળી પાસે ૪. અનાહત ચક્ર - છાતીમાં દૃય પાસે ૫. મણિપુર ચક્ર - તૂટી પાસે પેટમાં ૬. સ્વાધિષ્ઠાન ચક્ર – જનનેન્દ્રિય નીચે ૭. મૂલાધાર ચક્ર - કરોડરજજુના અંત ભાગમાં આમાંથી કોઈ એક ચક્ર કે વારાફરતી દરેક ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે તો તે પણ કાયોત્સર્ગ થશે. - ચં. ઉ. મહેતા 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા વંદિતુ પ્રતિક્રમણ (રાગ શાર્દુલ) જ્ઞાને આપ ત્રિલોક - વ્યાપક છતાં સ્વાધીન સંસારથી, ને તેથી પ્રભુ આપના અવનીથી મંદિર ઊંચે રહ્યાં; આવું છું જિનદેવ ! તોય શરણે ઊર્મિ વિમાને ઊડી, વંદુ છું વિતરાગ ! આપ ચરણે અર્થો ધરી અંગના; (૧) અર્થાત : જેને રાગદ્વેષ નથી તેવા નિઃસ્વાર્થ જિનેશ્વરનું શરણ સ્વીકારીને આ ગાથામાં કહે છે કે પ્રભુ આપ આપના જ્ઞાનના બળે કરીને ત્રિલોક વ્યાપી છો અને છતાં સંસારથી વિરક્ત છો. અને સંસારી જીવોથી ઘણા ઊંચા આસને બીરાજો છો. તેમ છતાં મારા ભવોર્મિ રૂપી વિમાનની મદદથી આપને સ્મરું છું અને આપના ચરણમાં મારું સમર્પણ કરું છું. નોધ : સંસારની રોજીંદી ઘટમાળથી નિવૃત્ત થઈ આત્મસ્થિત થવા માટે પ્રથમ તો જે આત્મા રાગ-દ્વેષ જેવા વિકારો થી મુક્ત છે તેને શરણે જઈએ તોજ થોડા સમય માટે પણ તેમના જેવા થવાય. સર્વે સાધુજનો વહે નદ બની ઓ સિંધુ ! આપ પ્રતિ, હું બિંદુ બની એમના વહનમાં ભેળાંનું ભાવે નમી, રાખીને નિજ દ્રષ્ટિને નિજ, પ્રતિ ટાળી વિભાવો બધા, સંભારું મમ સાધના ત્રુટી ફળે હવે સુક્ષ્મ કે સ્કૂલ વા. (૨) અર્થાત : હે વિતરાગ ! આપ જ્ઞાન - સિંધુ છો અને આપના ચિંધેલા પથ પર ચાલતા સાધુ જનો નદી સ્વરૂપે આપને પામવા પ્રગતિ કરી રહેલ છે. આ પ્રવાહમાં મારું સ્થાન તો એક બિંદુ જેવડુંજ છે તેથી તેમાં ભળી આપને ભેટવાના મારા ભાવો છે. આથી સંસારના તમામ વિભાવોને બાજુએ રાખીને હું આત્મ-દષ્ટિ કેળવું છું અને મારી સૂક્ષ્મ તથા સ્થૂલ તમામ ત્રુટીઓને આત્મનિરિક્ષણ કરી યાદ કરવા ઇચ્છું છું. ગાથા ૧૦ 2010_04 Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગાથા (અનુષ્ટ્રપ) જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, ત્રિપુટી નિજ ભાવની, સ્વચ્છ એ આરસી મારી ડાઘા લુછી પ્રતિક્રમુ. (૩) અર્થાત : નિજ ભાવ” એટલે શુધ્ધ આત્મભાવ જે ફકત જ્ઞાન, દર્શન અને ચારિત્રયની શુદ્ધતાથીજ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કષાયોના બળે તે અશુદ્ધ થયેલ હોવાથી તે કષાયો રૂપી ત્રુટીઓને દૂર કરી તે સ્વચ્છ આરસી રૂપ બને તેવી મારી મહેચ્છા છે. (વંશસ્થ) આલોચના આંખથી દોષ દેખીને, વિવેકથી નિંદન સર્વનું કરી; ગુણોની પંક્તિ ગ્રહી માત્ર ગૂંથીને, હૈયે જડું માળ કુબુદ્ધિથી તરી. (૪) અર્થાત : (કષાયો રૂપી ત્રુટીઓને દૂર કરવા) મારામાં શું શું દોષો છે. તેનું હું મારા મનઃચક્ષુ વડે નિરીક્ષણ કરીશ અને વિવેક બુદ્ધિ વાપરી શુધ્ધ બુદ્ધિ, સગુણોની માળા ગુંથી મારા હૈયે ધારણ કરીશ. નોધ : જ્ઞાન દર્શન અને ચારિત્ર્યને લાગેલા દોષો દૂર કરવા માટે પણ વિવેકની જરૂર રહે છે કારણકે એક જ ઝાટકે તેનું “નિંદન” થઈ શકતું નથી તે જાતનો ‘વિવેક' લાવવા માટે પ્રથમ જરૂર ‘કુબુદ્ધિ” થી તરી જઈ શુદ્ધ બુદ્ધિ કેળવવાની છે. (ઉપ જાતિ). પરિગ્રહોથી પ્રતિબંધ થાય, બંધાયે આરંભથી કર્મગ્રંથી, એ મોહતૃષ્ણા બીજવૃક્ષ કાય, ફળે કષાયો ભવચક્ર જેથી. (૫) અર્થાત : “પરિગ્રહ” એટલે શક્ય તેટલું એકઠું કરવાની વૃત્તિ ધારણા કરવાથી અનેક જાતના સમારંભો આદરીને હું કર્મગ્રંથીઓ બાંધુ છું. તેના બીજમાં મોહ અને તૃષ્ણા, પરિગ્રહોના બીજ રૂપ છે. જેમાંથી વિવિધ પ્રકારના કષાયો ઉત્પન્ન થાય છે. અને પરિણામે ભવચક્રના ફેરા ચાલ્યા કરે છે. ગાથા 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ નોધ : ગાથા અર્થાત : નોધ : ‘‘પરિગ્રહ’’ ફકત ભૌતિક વસ્તુઓનોજ હોય છે તેવું નથી. વાસના અને ભોગેષણાનો પણ પરિગ્રહ હોઇ શકે છે. પરિગ્રહની કોઇ સીમા નથી હોતી અને જેમ જેમ તેનો વિસ્તાર થતો જાય છે. તેમ તેમ તે વધુ મેળવવાની પ્રવૃત્તિ પણ જોર પકડતી જાય છે. પરિણામે પાપારંભો પણ વધતા જાય છે. અને મૃત્યુ સુધી માનવી આંખે પાટા બાંધેલ ઘાંચીના બળદની પેઠે ભવચક્રની ચક્કી પીસ્યાજ કરે છે. ગૃહસ્થ જીવનનો આ મહત્વનો સૂચિતાર્થ છે. જેને પ્રથમ સ્થાન પ્રતિક્રમણ માટે આપવામાં આવ્યું. (વંશસ્થ) મમત્વ બુધ્ધિ ! અથવા મમત્વ એ, છે વસ્તુમાત્રે ઉભયે પરિગ્રહે આવેશ ને તાડન રોષ તર્જના ! હિંસાદિ દોષો મન-વાણી-દેહનાં (૬) સાવધ એવી કરણી હશે કરી, કરાવી કિં વા અનુમોદના કરી, પદાર્થ કે જીવ તણા મમત્વથી, તે સત્વની શુદ્ધિ કરું સ્વ સત્વથી (૭) વસ્તુ માત્રના પરિગ્રહના મૂળમાં છે ‘‘મમત્વ બુદ્ધિ” એટલે કે ‘‘કામના’ અને ‘‘મમત્વ” એટલે કામનાથી જન્મ પામતું માનસ. પરંતુ પરિગ્રહ ના પરિણામે મન વાણી અને દેહના આવેશો ઉત્પન્ન થાય છે. જેને પરિણામે કલહ થાય છે. આ રીતે સજીવ તથા નિર્જીવ વસ્તુ પ્રત્યેના મમત્વથી જે પાપો મેં કર્યા, કરાવ્યા કે અનુમોદયા હોય તેને મારા ખુદના પ્રયત્નોથી સત્વ શુદ્ધિ કરૂં તેવી અભિલાષા છે. આ બાબત મુનિશ્રી સંતબાલજી જણાવે છે. ‘‘મમત્વ બુદ્ધિ એટલે શું ? એક વાર પદાર્થ મળ્યો હોય તો મમત્વ થાય છે. પણ વસ્તુ ના મળી હોય તો પણ મમત્વ થાય છે. પશુને તો કાંઈક મર્યાદા આવે છે પણ મનુષ્યને તો આખા વિશ્વનું રાજ્ય મળે તો પણ તેને સંતોષ થતો નથી. આખા જગતના દુ:ખનું કારણ તો પરિગ્રહ જ છે.... અપરિગ્રહ વિના અહિંસા ટકી શકતી નથી. તમે ધન ન રાખો એ બનવાનું નથી પણ એની પાછળ મર્યાદા હોવી જોઇએ, ટ્રસ્ટીશીપની ભાવના હોવી જોઇએ.... ૧૨ _2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ મમતા અને સમતામાં ફેર એ છે કે મમતા બાંધે છે અને સમતા છોડે છે.” વિશેષમાં સંતબાલજી જણાવે છે :‘‘પરિગ્રહ માત્ર બહાર નથી, આંતરિક પણ છે. શરીર પણ પરિગ્રહ છે. શરીર જો આત્મસાધનાનું સાધન નહીં બનતાં કર્મ બંધનનું સાધન બને તો તે પણ પરિગ્રહ છે.” ગાથા શ્રધ્ધા વિના જ્ઞાન સ્વભાવનું નહિ, ટકે ન ચારિત્ર્ય રતિ અજ્ઞાનથી, ચારિત્ર્ય ને દર્શન જ્ઞાનની ખરી, છે મોહથી આવરણા મળે ભરી. (૮) અર્થાત: (ઉપર “સત્વની શુદ્ધિ કરૂં સ્વ સત્વથી” તેમ કહ્યું એટલે કહે છે.) સ્વભાવ નું (સ્વસત્વનું) જ્ઞાન શ્રધ્ધા વિના થાય નહીં અને અજ્ઞાન દશા હોય ત્યાં ચરિત્ર-પ્રેમ પણ ન હોય. આ રીતે શ્રધ્ધા (દર્શન) જ્ઞાન અને ચારિત્ર્યની ક્ષતિ જે મોહજન્ય છે તે આત્મપ્રકાશને આવરી લે છે. નોધ : અસલ ગાથામાં અહિં “સમકિતના પાંચ દોષો – શંકા, કાંસા, વિચિકિત્સા, પ્રશંસા, સ્તુતિ - માંથી પ્રતિક્રમવાની વાત છે. તેને મુનિશ્રીએ ગાથા ૮, ૯, ૧૦ માં સાચી શ્રધ્ધા અને તેના આવરણોની ચર્ચા કરી સમજાવી છે કારણ કે આત્મતત્વમાં શ્રધ્ધા હોય તોજ સમક્તિનો પાયો બંધાય છે. દર્શન, જ્ઞાન ચારિત્ર્ય ને વિદ્વાનોએ “રાનત્રયી” કહેલ છે આદર્શ જીવનના આ ત્રણ મહામૂલ્યવાન રત્નો છે. જગતના તમામ ધર્મોનું અંતિમ લક્ષ્ય સદાચાર, સતું ચારિત્ર્યનું જ છે. આ સદાચારની ખીલવણીના ત્રણ મનોવિજ્ઞાનિક પગથીઆ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર્યની રત્નત્રયીમાંજ છે. એક વસ્તુનું દર્શન થાય એટલે ઝાંખી થાય તો તે શું છે તેની ખાત્રી માટે જે માનસિક તથા બૌધ્ધિક પ્રયત્ન થાય છે તે જ્ઞાન મેળવવાનું પગથીયું છે. અને તે જ્ઞાન મેળવ્યા બાદ, તેના સાતત્યની ખાત્રી થયા બાદ માણસ તેને મેળવવા કે ત્યજવા જે પ્રયત્નો કરે છે, તેથી તેનું ચારિત્ર્ય ઘડાય છે. આથી ચારિત્ર્યના ઘડતરમાં પાયારૂપ “દર્શન” છે. આ ““દર્શન” તત્વમાં સાચી શ્રધ્ધાનું અસ્તિત્વ નિહિત છે. જે ઝાંખી રૂપે જણાય છે. તેમાં કાંઈક હોવું જોઈએ” એટલી શ્રધ્ધા પણ ન હોય તો વાત આગળ વધે નહીં અને વસ્તુ કે વિચારનું જ્ઞાન પ્રાપ્ત થાય નહી. ૧૩ 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ S ગાથા અહિ આ ગાથામાં જે શ્રધ્ધાની વાત આવે છે. તે “આત્મશ્રદ્ધા” ની વાત છે. આત્મા છે. તેનું સ્વરૂપ શું છે, તેનું જ્ઞાન નથી પરંતુ તે છે તેની ઝાંખીજ માત્ર છે. તેટલી શ્રદ્ધા પણ ન હોય તેનો રસ્તો સમક્તિનો નથી અને તેને માટે પ્રતિક્રમણની કોઈ અગત્ય પણ નથી. શ્રધ્ધા તણા ઘાતક પાંચ દોષ આ, દુબુધ્ધિના વહેમ વિતર્કથી ભર્યા. શંકા, વિપર્યાસ વિકલ્પ જીવમાં, જડ પ્રશંસા જડવાદ પૂજના. (૯) અર્થાત : દુબુધ્ધિથી ઉત્પન્ન થયેલ વહેમ અને વિતર્કથી ભરેલ શ્રધ્ધાના ઘાતક પાંચ દોષો છે. તે શંકા, વિપર્યાસ, વિકલ્પ, જડ પ્રશંસા અને જડવાદ છે. નોધ: મુનિશ્રી આ અંગે જણાવે છે. “શંકા ન કરવી તેવો અહિ નિષેધ નથી પણ શંકાનો પાયો જિજ્ઞાસા હોવો જોઈએ. ગૌતમ વારેઘડીએ પોતાને જે શંકા થતી તે ભગવાનને પૂછી જોતા. જિજ્ઞાસા રહિત જયારે શંકા થાય છે. ત્યારે તેનો પાયો કાચો રહી જાય છે. એમાંથી ચર્ચા અને વિતંડાવાદ જન્મે છે.” સમ્યકત્વ દ્રષ્ટિ સુવિચાર નમ્રતા, વિવેક જિજ્ઞાસુમતિ, ગુણજ્ઞતા, રોકી વધારે જીવ કેરી મૂઢતા, આત્માતણી નાસ્તિક આ અશ્રધ્ધા. (૧૦) અર્થાત : આત્માના અસ્તિત્વમાંજ અશ્રધ્ધા હોય તેવી નાસ્તિકતા જીવની અજ્ઞાનતા છે અને તે સમ્યક્તની દ્રષ્ટિ, સુવિચાર, નમ્રતા, વિવેક, જિજ્ઞાસુમતિ અને ગુણજ્ઞતાના ગુણોને રોકી રાખે છે. નોધ : મુનિશ્રી આ અંગે જણાવે છે. “અગ્નિને અડીએ તો દઝવશે તેથી આપણે અગ્નીને અડતા નથી. આજ રીતે મોહ, રાગ-દ્વેષ, માન માયાનાં અનિષ્ટોની આપણને ખબર નથી એટલે એનાથી ડરતા નથી અને અગ્નિની દાહકતાથી અજાણ બાળકની જેમ આપણે એમાં અબુધની જેમ વર્તીએ છીએ. “જીવને કોઈ રોકી રાખતું હોય તો મૂઢતા રોકે છે. ... એટલે મૂઢતા દૂર કરવી જોઈએ..... “નિમિત્તમાં દષ્ટિ હોય એવો મનુષ્ય દુર્ગુણો અને દોષનો ટોપલો સાથેજ રાખે છે. એને કોઈ સારું દેખાતું નથી પણ એની મૂઢતા ગયા પછી ખરાબમાં ખરાબ તત્વમાંથી પણ સારંજ ગ્રહણ ગાથા ૧૪ 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથા અથાર્ત : કરે છે. સોમિલ જ્યારે ગજસુકુમારને માથે ખેરના અંગારા મૂકે છે. ત્યારે ગજસુકુમાર વિચારે છે કે આવો ઉત્તમ સસરો ક્યારે મળે? મને આ સ્વર્ગ માટેની પાઘડી પહેરાવે છે. સુવિચાર આવશે તો નમ્રતા આપોઆપ આવશે.” એ પાંચ દોષોથી નિઃશલ્ય થઈ હવે, દોષો હું ચારિત્ર્ય તણા તપાસું છું, ખાતાં પીતાં સ્થિર થતાં જતાં સૂતાં, કે બોલતાં વાપરતાં કે બેસતાં (૧૧) જે જે વિરાધ્યાં જીવ જંતુ માનવી, મારા અનાભોગ તથા નિયોગથી, કષાય ને ઇન્દ્રિય વશ્ય મેં રહી, હણ્યા હશે કૅ અભિયોગ ધાતથી (૧૨) છકાયનો પાળક માનવી થઈ, સ્વાર્થે પરાર્થે અથવા મુધા વળી, વ્રતો ગુમાવું, મમતા અહંત્વથી, એ મૂર્ખતા કેવી નવાઈથી ભરી (૧૩) ઉપર ગાથા નં. ૯ માં જણાવેલ શ્રધ્ધાને ઘાતક પાંચ દોષોને નિવારીને હવે હું મારા ચારિત્ર્ય તણા દોષો તપાસું છું. મેં ખાતા, પીતાં સ્થિર, અવસ્થામાં, ચાલતાં, સૂતાં, બોલતાં, બેસતાં કે વસ્તુનો ઉપયોગ કરતાં મારા અનાચારથી (અનાભોગથી) કે નિયોગ (વહેમ, લાલચ, પામરતા રસસ્વાદ વગેરે) થી કષાયો તથા ઇન્દ્રિયોને વશ થઈને કોઈ પણ જીવ જંતુ કે માનવીને દુ:ખ પહોંચાડ્યું હશે કે હુમલો કરીને હણ્યા હશે અગરતો હું છકાય જીવોનો પાલક માનવી થઈને મારી સ્વાર્થ વૃત્તિથી દોરવાઈને અગર તો પરાર્થે તેમજ કારણ વગર પણ મેં હિંસક વૃત્તિ દર્શાવી હોય અને તે રીતે મારા વ્રતોનું પાલન ન કર્યું હોય તો તે મારા અહમ્ ને કારણે હતું અને તેથી મેં જે મૂર્ખાઈ કરી તે કેવી નવાઈની વાત છે? શ્રધ્ધાને ઘાતક દોષોનું વર્ણનં કરીને તે દોષોમાંથી પ્રતિક્રમણ કરી પાછા આત્મસ્થિર થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંસારની ઘટમાળમાં વ્યસ્ત રહેતાં જાણ્યું કે અજાણ્ય, મારા અહમ્ - ભાવથી દોરવાઈને અગર ઈન્દ્રિયોના પ્રલોભનને વશ થઈને મે નાના – મોટા જીવોને કોઈપણ રીતે દુભવ્યા હોય કે તેમની હિંસા કરી હોય તો તેવા કૃત્યોનું પણ આત્મ નિરીક્ષણ કરી તેને નિંદી ગ્રહિં અને પશ્ચાતાપ કરી આત્મસ્થ થવા પ્રયત્નો કરૂ છું. અહિં એક વૈશ્વિક ભાવનાનો વિચાર છે. જીવ માત્ર આ સમગ્ર વિશ્વ નોધ : ૧ ૫ 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ રચનાનો એક ભાગ છે. તેથી તમામ જીવો પરસ્પરાવલંબી છે તેટલું જ નહિ પરંતુ તે તમામ આત્મવત છે. તેમાંનાં કોઈની પણ હિંસા તે મારી જ હિંસા છે. પરંતુ હું તો મારા અજ્ઞાનથી મારા જ અહમ્ માં બંધાએલ રહું છું, તેથી આ વિશ્વમયતાનો ખ્યાલ રાખી શકતો નથી. આ વિશ્વમયતાનાં ખ્યાલને સંતબાલજી "પ્રેરકબળ" કહે છે અને સાચું જ કહે છે કે જ્યાં સુધી આત્માની ખરી ઓળખવાળું આ પ્રેરકબળ માણસ પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી તેની કઠોરમાં કઠોર તપસ્યા પણ નકામી છે. કારણકે ત્યાં સુધી ““જીવને સ્વચ્છેદનું રાંઢવું એવું બંધાયું હોય છે કે તે ત્યાંને ત્યાંજ ફર્યા કરે છે - ધનને માટે, પુત્રને માટે, પ્રતિષ્ઠા માટે. પણ હું મારા વિકાસ માટે અને વિશ્વના વિકાસ માટે પણ કરૂ છું એવી પ્રેરણા આપનાર વિચાર નું બળ ના હોય ત્યાં સુધી એનાથી છુટાતું નથી.” આ ગાથામાં વર્ણવેલ દોષો રાગ દ્વેષમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી મૂળ ગાથામાં તે વિશે કહ્યું છે. “રાગેણવ દોએણવ, તું નિંદે તં વ ગરિહામી” આથી મુનિશ્રી કહે છે. ““મારા રસાસ્વાદને પોષવા અગર ક્રોધ, માન, માયા તથા લોભને વશ વર્તીને કે ઈન્દ્રિયોના સુખાર્થે હું તેના પર આક્રમણ કરી તેને પજવતો નથી ને ? દુભવતો નથી ને? એમ કરીને મારા આ તત્વને કે તે તત્વના સત્યરૂપ છકાયની રક્ષારૂપે વ્રતને મૂર્ખતાથી ગુમાવતો નથી ને ? ગાથા ગૃહસ્થ સાધકો માટે, પાંચ બોધ્યા, અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો બીજાં, ચાર શિક્ષાવ્રતો તથા. (૧૪) બારે વ્રતોથી સુપ્રતિત થયો હું, તોયે ક્ષતિ થે મુજ રાગ - દ્વેષથી, તે તે નિવારી ફરી હું ગતિ કરૂં, સજ્ઞાન ચારિત્ર્ય નિજાત્મ ભાવથી (૧૫) અથાર્ત : વિદ્વાન સંતોએ ગૃહસ્થ સાધકો માટે બાર વ્રતો નક્કી ક્ય (કે જેથી ગૃહસ્થાશ્રમમાંથી ઉત્પન્ન થતી ફરજો બરાબર બજાવી શકાય.) તે બાર વ્રતોમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત આવે છે તે તમામ હું જાણું છું, છતાં રાગ - દ્વેષથી દોરવાઈને મારાથી તેમાં ક્ષતિ થઈ છે તેથી મારા આત્મભાવમાં જાગૃત્તિ લાવી જ્ઞાન અને ચારિત્ર્યના બળે તે ક્ષતિઓ નિવારી હવે હું ગતિ કરીશ. ગાથા 2010_04 Page #23 -------------------------------------------------------------------------- ________________ નોધ : પ્રથમ પરિગ્રહોમાંથી પરિણમતી વિષમતાઓનો વિચાર કર્યો (ગાથા-પ) ત્યારબાદ સમક્તિના આવરણરૂપ શ્રધ્ધાના દોષોના નિવારણનો વિચાર કર્યો. (ગાથા ૮,૯, ૧૦) અને ત્યારબાદ ચારિત્ર્યના અતિચારોનો વિચાર કર્યો. (ગા. ૧૧, ૧૨, ૧૩) આટલી સફાઈ થયા બાદ હવે ગૃહસ્થજીવનમાં જે વ્યક્તિગત તથા સામાજિક જવાબદારીઓ ઉત્પન્ન થાય છે અને તેમાં જે ક્ષતિઓ આવે છે તેનો વિચાર થાય છે. આ વિચારોના મૂળમાં વિશ્વમયતાનો ખ્યાલ, જેની ચર્ચા આપણે ગાથા ૧૧, ૧૨, ૧૩, ની નોધમાં કરી ગયા, તે ઉપર જ લક્ષ્ય રાખવાની જરૂર છે. કારણ કે પ્રતિકમણની સમગ્ર ક્રિયાનો આધાર વિશ્વમયતા જ છે. ગૃહસ્થજીવન ફક્ત વ્યક્તિગત જીવન, ઐહિક સુખ, કૌટુંબિક વિસ્તાર અને અહમ પોષક પ્રવૃત્તિ માટે જ નથી. માનવી એક સાંસારિક પ્રાણી છે. આ સંસારની જ પેદાશ છે, સમાજે જ તેનું પાલન - પોષણ કરેલ છે. તે જે કાંઈ છે તે માટે તે સમાજનો ઋણી છે. તેથી ગૃહસ્થાશ્રમની ફરજો બજાવતાં તે જો સામાજિક ઋણ અદા કરવાનું ચુકી જાય તો તે દોષને પાત્ર ઠરે છે. તેમ ન થાય તેમ જોવાને માટે સંતોએ બાર અણુવ્રતોના પાલનનો આદેશ આપ્યો છે. તે આદેશોનો ભંગ સંસારની પ્રવૃત્તિઓ કરતાં ક્યાં ક્યાં થયો તેનું આંતર – નિરીક્ષણ કરી તેનું પ્રતિક્રમણ કરવા અહિં આદેશ છે. મુનિશ્રી સંતબાલજી આ વિષય અંગે કહે છે. “આપણે પોતાનાં દોષો દૂર કરી નાખીએ પછી બીજા માટે કાંઈ કરવાનું રહે છે ? ખરી રીતે, બીજા પ્રાણીઓ અને આપણે જુદા નથી. - વિશ્વના પ્રાણી માત્ર એક છે. એક વાતાવરણની અસર બીજા ઉપર પડે છે... એટલે કહ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની ફરજ બજાવતાં વિકાસ કરો... એટલા માટે બાર વ્રતો કહ્યા છે. ” આણંદાદિ શ્રાવકો પાસે કરોડો સોના મહોરો હતી. આટલે બધો પરિગ્રહ હોય અને આસક્તિ કેમ નહીં હોય ? આવો સવાલ થાય, પરંતુ પહેલેથી જ તાલીમ લેતા. પંદર દિવસ થાય એટલે ર૪ કલાક સુધી બધી ૧૭ 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા સાંસારિક માયાથી દૂર રહેવાનું વ્રત (પૌષધ) લેતા. રાજા રાજ્ય કરતો હોય તો તેને અન્યાય દૂર કરવા માટે લડાઈ કરવી પડે અને તે વખતે હિંસા થાય તો પંચેન્દ્રિય વધની પણ ક્ષમતા આપી. ક્રિયા કરો એટલે કર્મ બંધન થાય. એટલે એમ કહ્યું કે કિયાએ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગે ધર્મ. એટલા માટે વિવેક અને ઉપયોગ એ બે શબદો વાપરવાની જરૂર છે. તમે ઉપયોગ માટે વસ્તુ લેજો પરંતુ ઉપભોગ માટે નહીં.” હવે વ્રત વિચારો અણુવ્રત ૧લું - અહિંસા પંચેદ્રિયો કે વિકસેન્દ્રિયો તણા, પ્રાણાતિપાતે અપ્રવૃત્તિ સૂચવે, સ્થાવરો ચેતન યુક્ત વિશ્વનાં, વિવેક ને ત્યાં ઉપયોગ શીખવે. (૧૬) પેલા અહો આ અણુવ્રતમાં ભરી, છે વિશ્વબંધુત્વતણી વિચારણા, એ આદર્યું મેં જિનદેવ ભાવથી, ભૂલ્યો, પ્રભુ તોય હું મૂઢ સ્વાર્થથી, (૧૭) હિંસા થઈ તે ફરીને હું ચિંતવી, ને એ અહિંસાવ્રતને સમાચરું. રાખી હવે સંયમ, પ્રેમ ચિત્તમાં, કરું ક્રિયા હું સઘળી વિવેકથી. (૧૮) અર્થાત : આ પ્રથમનું અણુવ્રત એકેન્દ્રિયથી માડીને પંચેન્દ્રિયના તમામ જીવોની હત્યા સામે પ્રતિબંધ સૂચવે છે. તેમાં આ ચેતનયુક્ત વિશ્વના જે સ્થાવર જીવો છે. (દા. ત. નિગોદના જીવો છે.) તેનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહિંસાની આ પ્રકારની વ્યાપકતા ગૃહસ્થ જીવનમાં કેટલે અંશે શક્ય છે? તેના જવાબમાં આ ગાથા જણાવે છે કે તેનો અમલ “વિવેક' અને ““ઉપયોગને” લક્ષમાં રાખી કરવો. (ગા.-૧૬) પરંતુ “વિવેક” તથા ““ઉપયોગ” ને સમજતાં પહેલા એ ખાસ સમજવાની જરૂર છે. કે આ અણુવ્રતમાં “વિશ્વબંધુત્વની વિચારણા ભરી છે. આ વિચારણાના ભાવોથીજ મેં, હે પ્રભુ ! જીવનની શરૂઆત તો કરી પરંતુ મારા મૂઢ અજ્ઞાનતા ભરેલ સ્વાર્થને લઈને મેં ભૂલો કરી છે અને તેથી હિંસા પણ થઈ છે. તેથી હવે હું મારા ચિત્તમાં સંયમ અને પ્રેમની ભાવના રાખી વિવેક વાપરી અહિંસા, વ્રતને આદરીશ. (ગા. ૧૭-૧૮) - ૧૮ - * 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ નોધ : આ અણુવ્રતમાં અહિંસાનો વ્યાપ ઘણો વિસ્તૃત કલ્પાયો છે, જે જીવ-હિંસાથી આગળ વધીને તમામ પ્રકારની ભાવ હિંસાને પણ આવરી લે છે. “એ આદર્યું મેં જિનદેવ, ભાવથી” - આ વાક્યમાં પણ મુનીશ્રીએ “ભાવ” ઉપર જ જોર આપ્યું છે, હકીકતે જ્યારે જ્યારે સ્કૂલ હિંસા થાય છે ત્યારે ત્યારે તેનાં પહેલાં ભાવ - હિંસા શરૂ થઈ ગયેલ હોય છે. અને કર્મનું બંધન આ ભાવ - હિંસાના પ્રકાર અને ભાવની ઉગ્રતા ઉપર જ આધાર રાખે છે. આજ કારણસર મુનિશ્રી "વિવેક" અને "ઉપયોગ” ની જરૂરિયાત ઉપર વજન આપતાં કહે છે, “ગમે તેવા અનિષ્ટો આવે ત્યારે તમે અંગત રીતે સામનો કરો, પણ સામાજિક સડાનો, પ્રશ્ન આવે ત્યારે. વિવેક વાપરવો પડશે... નકામું ફુલ ચુંટશો તો વનસ્પતિનો ધાત થશે. પાણીનું ટીયું બગાડશો તો પાણીના જીવનો ઘાત થશે. બીજી બાજુ સુન્યાય કે રક્ષા માટે સાપરાધી એવા એવા પંચેન્દ્રિય મનુષ્યનો વધ કરવો પડે તો ક્ષમતા આપી. એક ફુલની પાંખડી પણ અકારણ દુભાય નહીં એ વાત આપી અને બીજી બાજુ હજારો જીવોની હિંસા થઈ તેવી લડાઈઓમાં જેન રાજાઓ ભળ્યા છે... એટલે સંયમમાં પ્રેમ રાખીને અનિવાર્ય કાર્યો માટે થતી હિંસાનું વિચારપૂર્વક નિવારણ કરવું જોઈએ. અકારણ તો કોઈની હિંસા ન જ થાય પણ અનિવાર્ય હિંસામય ઉપયોગ રહે એટલે કે કોઈ પાસેથી ગજા ઉપરવટ કામ ન લેવું, કોઈના અંગનું છેદન સજારૂપે ન કરવું, અન્નપાણીમાં અંતરાય ન કરવો, બાંધવા ગોધવાની સજા ન કરવી. આમ પ્રાણી માત્રમાં એકત્વ રહે એટલે વિશ્વબંધુત્વ ભાવ વધે એવી નિરતિચાર વિશ્વવાત્સલયની ભાવના ભરી છે. તેથી હું તેને લક્ષમાં રાખી બધી કિયા સંયમથી તથા વિવેકથી કરીશ.” ૧૯ 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા બીજા વ્રતે સત્યતણું મહાત્મય છે. જેથી અહિંસાવ્રત શોભતું ખરે, મૃષા અહિંસા કદીયે મળે નહીં, સત્યે અહિંસા વહતી સખી બની. (૧૯) ન્યાયાલયે ફૂટ વિચાર લેખથી, કુતુહલે કે ભય લાભ ક્રોધથી, રહસ્ય ! પીડાકાર વાક્ય જે વધ્યો, અસત્ય તે વર્તનથી પ્રતિકમું. (૨૦) અથાર્ત બીજુ અણુવ્રત સત્યનું છે જે મહત્વનું છે કેમ કે તેનાથી અહિંસાનું વ્રત : શોભે છે. જુઠાણું અને અહિંસા સાથે રહી શકે જ નહીં આથી આથી સત્ય અને અહિંસા બન્ને સખીઓ છે. ન્યાયાલયમાં કૂડા કામો જે કાંઈ કર્યા હોય, કુતુહલ કે ભયને વશ થઈ કે ગુસ્સામાં કોઈના રહસ્યો ખુલ્લા કર્યા હોય કે પીડા કરે તેવી ભાષા વાપરી હોય આવા તમામ અસત્ય વર્તનથી હું હવે પરીણમીશ. નોંધ : મુનિશ્રી કહે છે કે કોઈવાર સત્ય અને અહિંસા વચ્ચે વિરોધાભાસ જણાય તેવા સંજોગો ઉત્પન્ન થાય છે તે સમયે હિંમત રાખીને સમાજહિત ધ્યાન માં રાખી કામ લેવું. અદત્ત ત્રીજું ઉપયોગ વસ્તુનો, છાજે ના કદી ઉપભોગ વસ્તુનો, બોધી અને જીવન સાદગી ભર્યું, જીવાડવા માનવને જ પ્રેરતું (૨૧) સ્વદેશ ને સંઘ સમષ્ટિરૂપ, છે વિશ્વના અંગજ કર્મ ધર્મે, વિદ્રોહ કોઈ મુજથી થયો હો, તો સર્વને હું મનથી નિવારૂં. (૨૨) અથાર્ત : ત્રીજું વ્રત અદત્તા દાનનું છે. અચૌર્ય - જે ચોરી કરીને લીધું નથી તેજ સ્વીકારવાનું આ વ્રત છે. વસ્તુ ઉપયોગ માટે મેળવી શકાય. પરંતુ ઉપભોગ માટે તે મેળવવી યોગ્ય નથી. ગૃહસ્થનું જીવન સમજણ અને વિવેક પુરઃસરનું તેમજ સાદગી ભર્યું હોય તેવી પ્રેરણા મેળવવી જોઈએ. ગૃહસ્થનું કર્તવ્ય (કર્મ) અને ધર્મ, આ સમષ્ટિના બે અંગો સ્વદેશ અને સંઘ છે, તેના હિતમાં હોય તે રીતે અર્થો-પાર્જન કરવું જોઈએ. તેથી તેમ કરવામાં મારાથી ગલતી થઈ હોય તો તે હું નિવારૂ છું. હું ગાથા આ ત્રીજા અચૌર્ય વ્રતનો અર્થ મુનિશ્રીએ અતિ વ્યાપક કર્યો છે. ફક્ત સ્થૂળ સ્વરૂપે કરવામાં આવેલી ચોરીનો તો પ્રતિબંધ જરૂર છે. પરંતુ જે કોઈ કમાણી સ્વદેશ કે જનસમાજનું હિત જોખમાય તે રીતે કરી હોય ૨૦ _2010_04 નોંધ : Page #27 -------------------------------------------------------------------------- ________________ ગાથા તેનું સ્વરૂપ પણ ચોરીનું જ છે તેમ સમજવું જોઈએ. તેઓ કહે છે કે : ““અદત્તાદાન વ્રતને આપણે વ્યવસાય મર્યાદારૂપ ગણતા હોવાથી કર્માદાન સાતમાં વ્રતમાં ગણવામાં આવે છે. .. વિશ્રુત, અગ્નિ, કોલસા વગેરેથી ચાલતા મહાયંત્રોની ભઠ્ઠીઓ સ્ફોટક પદાર્થો અણુભઠ્ઠીઓના મહારંભો જેમાં છે. તેનો ત્યાગ કરવો.” પાંચ પ્રકારના કર્મ દાનથી દૂર રહેવાની તેઓશ્રી સલાહ આપે છે. હાથીદાંત, ચામડાં, પીછા, ઝેરી કે કેફી પદાર્થ સંઘરવામાં આવે કે પેદા કરવામાં આવે તો સમાજને હાની થાય છે. તેઓ કહે છે -શ્રમજીવી અને સજજનોનું શોષણ થાય અને અન્યાય અનીતિ તથા સત્તા સંપતિની, પ્રતિષ્ઠા વધારી તેની પકડ મજબૂત કરે તેવા સામાજિક અન્યાય, અનીતિ અને શોષણ પોષક વ્યવસાયનો ત્યાગ કરવો જોઈએ.” સૌ વ્રત માંહે શિરછત્રરૂપ છે, સમુદ્ર-શું જ્યાં સરિતા બધી મળે, છે બ્રહ્મની મૂર્તિજ બ્રહ્મચર્ય એ સ્વભાવ સંજીવન તત્વ એજ છે. (૨૩) છે વિશ્વની સૌ વનિતા જનેતા, રગે રગે વત્સલતા ભરેલી, એ માતૃભાવો દગથી પીએ જે, ગૃહસ્થ તે સાધક બ્રહ્મચારી (૨૪) સ્વનારી મર્યાદિત બ્રહ્મચારી, હોયે ભલે તોય જ બ્રહ્મચારી, પરંતુ જો તે વૃત્તિ જ કામચારી તો બ્રહ્મચારી નહીં, બ્રહ્મચારી (૨૫-અ) સ્વનારી મર્યાદિત બ્રહ્મચારી, ગૃહસ્થ તે સાધક બ્રહ્મચારી જો બ્રહ્મચારી વૃત્તિ કામચારી તો બ્રહ્મચારી નહીં બ્રહ્મચારી (૨૫-બ) ગૃહસ્થો માટેના જે બાર વ્રતો નક્કી થયા છે. તેમાંથી આ ચોથું વ્રત (બ્રહ્મચર્યનું) શિરછત્રરૂપ છે. જેમ નદીઓ સમુદ્રમાં જઈ મળે છે. તેમ બાકીના તમામ વ્રતો આ વ્રતમાં ભળે છે. બ્રહ્મમાં ચર્ચા કરવી એટલે બ્રહ્મરૂપ થઈ જવું અને આત્મભાવ (સ્વભાવ) માં સ્થિત થવું, જીવનની તેજ ખરી સંજીવની છે. (૨૩) ખરો સાર્થક બ્રહ્મચારી તો એ છે કે જે જગત સમસ્તની નારી જાતિને માતા સમાન ગણે છે કે જેની રગે રગમાં વત્સલતા ભરી છે. (૨૪) અથાર્ત : ૨૧ I 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ જ નોંધ : ગૃહસ્થની બ્રહ્મચર્યની મર્યાદા પરદારા - ગમન પુરતી નક્કી કરવામાં આવેલ છે. અને સ્વદારા સાથે વિવેક પૂર્વક વર્તિ કામાચારી વલણ ધરાવે નહીં તો તેની ગણત્રી પણ બ્રહ્મચારીમાં થઈ શકે. (““સ્વનારી મર્યાદિત હોય ભલે તોયજ બ્રહ્મચારી”) (૨પ-અ) સ્વનારી મર્યાદિત ગૃહસ્થ સાધક મર્યાદામાં રહે તો બ્રહ્મચારી કહેવાય, પરંતુ સન્યાસ લીધેલ અને બ્રહ્મચારી ગણાતી વ્યક્તિ જો કામાચારી વૃત્તિ ધરાવે તો તે બહ્મચારી ગણાય નહી. (૨૫-બ) ગાથા નં. ૨૫-અ, તથા રપ-બ, ને પ્રથમ દ્રષ્ટિએ વાંચતા મુનિશ્રી ખરેખર શું કહેવા ઈચ્છે છે. તે સ્પષ્ટ થતું નથી. પરંતુ મુનિશ્રીના ખુદના જ વચનો, ઉપર જે તરજુમો રજુ કરેલ છે તેને ટેકો આપે છે. મુનિશ્રી જણાવે છે. - બહારથી વેશધારી બ્રહ્મચારી ખરો બ્રહ્મચારી નથી, પણ ગૃહસ્થાશ્રમી દેખાતો માણસ બ્રહ્મચારી હોઈ શકે... જયાં લગી મનસા, વચસા, કર્મણા, સંપૂર્ણ બ્રહ્મચર્યને તે આરાધી નથી શકતો ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્યના લક્ષે મર્યાદિત છૂટ માંગે છે. તે જૈન, દ્રષ્ટિ ગૃહસ્થ માટેની એ છૂટ કબુલ રાખે છે... તે ગૃહસ્થનું સ્થાન બ્રહ્મચારી કરતાં ઊંચું આપવામાં આવ્યું છે જે કામાચારી નથી પણ ગૃહસ્થ ધર્મ પાળવા છતાં બ્રહ્મચર્ય પાળે છે” બ્રહ્મચર્યના આ વ્રતને વિશે એક અતિ – અગત્યની વાત લક્ષમાં રાખવી જરૂરી છે તે એ છે કે ભ. મહાવીર પહેલાં પ્રભુ પાર્શ્વનાથના અનુયાયિઓ જે ચતુર્વિધ ધર્મનું પાલન કરતા હતાં તેમાં બ્રહ્મચર્યને સ્વતંત્ર વ્રત તરીકે સ્થાન આપવામાં આવતું નહિ કારણકે માન્યતા એવી હતી કે અપરિગ્રહના વ્રતમાં એક પત્નિત્વનું વ્રત આવી જાય છે. આવી માન્યતાનો અર્થ તો એવો થાય કે પત્નિ બીજી ભૌતિક ચીજો ની પેઠે પરિગ્રહની વસ્તુ છે. તે જમાનામાં તો દરેક પુરુષને એક પત્ની કરતાં વિશેષ પત્ની કરવાની છૂટ હતી એટલે સામાજિક ઢાંચો જ એવો હતો ૨૨ 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાથા ને પાંચમું બાહ્ય પરિગ્રહોની આસક્તિથી સજ્જનને નિવારે, જે વાસના સિંચતી લાલસા ને, તૃષ્ણા તણા લોભ વળી સમાવે, (૨૬) પાંચે વ્રતોમાં ત્રુટીઓ થઈ જે, વ્યાપારવૃત્તિ અથવા રૂઢીથી, વાણી તથા કર્મ મને કરીને, તે ચિત્તથી દૂર કરુ હવે હું (૨૭) પરિગ્રહોની આસક્તિથી ગૃહસ્થને બચાવે છે, અથાર્ત : પાંચમું અણુવ્રત બાહ્ય તેમજ પરિગ્રહ એકઠો કરવા વાસનાથી પ્રેરાઈને જે પ્રલોભનો થાય છે. તેટલું જ નહીં પરંતુ તેથી જે તૃષ્ણા તથા લોભ વધતો જ જાય છે, તેનાથી પણ બચાવે છે. (૨૬) કે સ્ત્રીનું સ્થાન ગૌણ હતું અને પુરૂષે પરિગ્રહ વધારવો જોઈએ નહિ તે પ્રકારના લક્ષમાં સ્ત્રીની કોઇ સ્વતંત્ર ગણત્રી નથી. ભ. મહાવીરે તે સમયના ચાર વ્રતોમાં પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેરી સ્ત્રીને પુરૂષથી સ્વતંત્ર રીતે બ્રહ્મચર્યનું વ્રત લેવાનો અધિકાર આપી આધ્યાત્મિક ક્ષેત્રે તેને પુરૂષ સમોવડી કરી. તેટલું જ નહી પરંતુ ચતુર્વિધ સંધની રચનામાં ભ. બુધ્ધની પેઠે સ્ત્રીઓને યોગ્ય સ્થાન આપતા ખચકાયા નહીં. તે જમાનામાં ભ. મહાવીરનું આ એક ક્રાતિકારી પગલુ હતુ. નોધ : > મારી વેપાર વૃતિથી અગર રૂઢિગત આચરણથી મેં મન વચન અને કાયાથી આ વ્રત અંગે જે ત્રુટીઓ આચરી હોય તેમાંથી પ્રતિકમુ છું. (૨૭) અગાઉ ગાથા ૫ મી માં પરિગ્રહ દોષ અંગે જોઇ ગયા છીએ. તૃષ્ણા અને ધન આસક્તિ વાસનાના જે પરિબળો કામ કરે છે, તેને ગૃહસ્થ જીવનમાં પરિમિત કરવામાં આવે નહીં તો માનવીનું જીવન પશુ જીવન કરતાં કોઈ વિશેષ ઉચ્ચ કોટિનું નથી. પશ્ચિમની ભૌતિક પ્રગતિનું પરિણામ ધન કે ભૌતિક ચીજો એકઠું કરવામાં જ પૂર્ણ વિરામ પામતું હોય તો તે પ્રગતિ પણ માનવ સમાજ માટે કેટલી ઉપયોગી છે, તેનો વિચાર દરેક ચિંતનશીલ ગૃહસ્થે કરવો જ ઘટે છે. ૨૩ _2010_04 Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા ત્રણ ગુણ વ્રતો માલીની ત્રણ ગુણવ્રતો એ તો પાંચને પોષવામાં, જનનિરૂપ સ્વરૂપે સિંચતા પ્રેમવાણી, સુખદ તરુ થઈ એ ચાર શિક્ષાવ્રતોથી, મધુર રસ ફળો ને આપતું આત્મવૃક્ષ. (૨૮) શિખરીણી દિશાની મર્યાદા સ્વધાર હિત અર્થે જિન મતે, પદાર્થો માટેની પણ કહી તથા રૂપ જ વળી, છતાં પૂર્વાધ્યાસે મતિકૃતિ થકી જે ક્ષતિ થઈ, ક્રમે પેલે બીજે ગુણવ્રત વિશે હું પ્રતિક્રમ્ (૨૯) અભક્ષ્ય ને કામ વધારનારાં, રસાળ જે ભોજન પાન - કર્મ કુદશ્ય કંદર્પ કથા કુચિત્ર, કુસ્પર્શ દોષો સઘળા વમું છું. (૩૦) દુધ્ધન કે શોક અનિષ્ટ યોગે, ઇર્ષા, ધૃણા, મત્સર, દંભ, તંદ્ર ને માન વ્યામોહ જ ઈષ્ટ યોગે, તજ થયેલા સઘળાં અનર્થો (૩૧) અથાર્ત : પાંચ અણુવ્રતોને પોષણ આપવા ત્રણ ગુણવ્રતો છે જે માતા સ્વરૂપે, પુષ્ટિ આપે છે. આથી અણુવ્રતો વિકાસ પામે છે. (સુખદ તરૂ થઈ) અને ચાર શિક્ષાવ્રતો તેમાં પોતાનો મધુર રસ સીંચે છે. અને આ રીતે આત્મારૂપી વૃક્ષ મોટું થાય છે. જે ત્રણ ગુણવ્રતોની વાત કરી તે છે. ૧ દિશા પરિમાણ ૨ ભોગ ઉપભોગ પરિમાણ ૩ અનર્થોથી બચવા માટેની અનર્થી દંડ વિરક્તિ જે ચાર શિક્ષા વ્રતો છે. તે ૧ સમાયિક ૨ દેશાવકાશિક ૩ પૌષધ ૪ અતિથિ સંવિભાવ. આ બાબતની ચર્ચા હવે આવે છે. (૨૮). ૨૪ 2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ ગુણવ્રતોમાનું પ્રથમ ગુણવ્રત દિશાની મર્યાદા નક્કી કરવાનું છે. બીજું ગુણવ્રત પદાર્થોની મર્યાદા તેમજ રૂપ રસગંધવાની મર્યાદા માટે છે. આ મર્યાદાઓ અંગે મારા મનથી તથા કાર્યથી જે ક્ષતિ પૂર્વાભ્યાસને કારણે થઈ હોય તો તે પ્રતિક” છે. (૨૯) આ જ પ્રમાણે ખાવી જોઈએ નહિ તેવી વસ્તુ હોય ખાધી કામ વધે તેવા કાર્યો કર્યા હોય, રસાળ ભોજનનો આગ્રહ સેવ્યો હોય, કુદશ્ય, કામોત્તેજક કથા સાંભળી હોય અગર તેવા ચિત્રો જોયા હોય અનિચ્છનીય સ્પર્શ કર્યો હોય તો તેવા તમામ કાર્યોથી પ્રતિક્રમું છું. (૩૦) કોઇ શોકજન્ય સ્થિતિના અનિષ્ટ યોગથી મારા મનમાં ઇર્ષા, ધૃણા, મત્સર, દંભ કે ઠંદ ભાવ ઉત્પન્ન થયા હોય અથવા કોઈ સારા બનાવથી ઇષ્ટ યોગથી વ્યામોહ પેદા થયો હોય તો તે બંન્ને પ્રકારની સ્થિતિ અનર્થકારી છે માટે આ બંન્ને સ્થિતિ અંગે મને જે દોષ લાગ્યો હોય તેમાંથી પ્રતિક્રમું છું. (૩૧) ગાથા ર૯ માં પ્રથમના બે ગુણસ્થાનકો – દિશા પરિમાણ અને ભોગોપભોગ પરિમાણની વાત આવી. પરિમાણ એટલે મર્યાદા, ગૃહસ્થ કેટલા વિસ્તારમાં પોતાનું ધંધાકીય કામ વિસ્તારવું તેની મર્યાદા મુકવી જોઈએ, કે જેથી અપરિગ્રહના વ્રતને બળ મળે. મુનીશ્રીના મંતવ્ય મુજબ માણસ જયાં જન્મયો ત્યાં જ કામ કરી પોતાની આજીવિકા ચલાવવી જોઈએ, કારણ કે તેઓશ્રીના માનવા મુજબ બીજા વિસ્તારમાં કામ કરવાથી તે વિસ્તારના લોકોનું શોષણ થાય છે. સૂત્રો લખાયા ત્યારની આ વિષય પરત્વે જે પરિસ્થિતિ હતી તે આધુનિક સમયમાં નથી રહી. આજે વિજ્ઞાનની શોધોને પરિણામે દુનિયા એક શહેર જેટલી નાની બની ગઈ છે. અને કાર્ય વિસ્તારની સીમાં માણસ જનમ્યો તે સ્થળ પુરતી જ મર્યાદિત રહી શકે તેમ નથી. તેમજ માણસ પરદેશ ૨૫ નોધ: I , I 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ જઈને સ્થાનિક પ્રજાને ચૂસી શકે તેવી શક્યતા પણ નથી. ઉલ્ટાનું અમેરીકા જેવા દેશોએ તો પરદેશીઓને વસાવી પોતાના દેશની પ્રગતિને વિકસાવી છે. મુનિશ્રીને પણ આ પરિસ્થિતિનું જ્ઞાન હોય તેમ જણાય છે જે તેમના નીચેના કથન પરથી જણાય છે ‘‘આજનું જગત વિજ્ઞાન પુત્ર છે, તેથી માણસને બીજે જવું સહેલું બની ગયું છે. પરદેશી સત્તા આમાં ઘણી કારણભૂત બની છે. આફ્રિકામાં ઘણા લોકો ગયા છે. કમાવા માટે... આમ આપણે કમાંવા ભલે ગયા, પણ ત્યાંના લોકો માટે કાંઈ કરીએ નહીં તો વતનીઓ ધૃણા કરે તે સ્વાભાવિક છે... ભલે ગયા પણ જ્યાંથી રોટલો મેળવ્યો ત્યાંની પ્રજા માટે કાંઇક કરવું જોઈએ. આથી સ્વ. અને પરનું કલ્યાણ થાય છે.’’ જે દેશમાં અર્થોપાર્જન કર્યું તે અર્થોપાર્જન ઉપર તે દેશનો હક્ક પ્રથમ પહોચે છે તે સિધ્ધાંતનો સ્વીકાર હોયતો જ વતન છોડીને બીજા વતનમાં ધંધાર્થે જવું તે જાતનો અર્થ ‘‘દિશાની મર્યાદા'' શબ્દોને મુકીએ તો યથાર્થ થશે. ભોગ ઉપભોગની મર્યાદા વિના અપરિગ્રહનું વ્રત પાળવું શક્ય જ નથી. આર્થિક દ્રષ્ટિએ પણ આ મર્યાદા જરૂરી છે કારણ કે બીન જરૂરી વસ્તુઓ ફક્ત શોખને ખાતર કે શ્રીમંતાઈનો દેખાવ કરવા ખાતર ભેગી કરવાથી કાચા માલનો દુરુપયોગ વધે છે. અને બજાર ભાવો અસમતુલ બને છે. મુનીશ્રી જણાવે છે ‘‘જૈનોએ આ સાતમા વ્રતમા (ભોગોપભોગના વ્રતમાં) વિચાર કર્યો છે કે નાનામાં નાની ચીજનો પણ દુરૂપયોગ ન થાય. ગાંધીજી એક માટીના ઢેફાને પણ જરૂર કરતાં વધુ ન વાપરતા. ખાવાની પીવાની પહેરવાની, ઓઢવાની બધી સામગ્રી હોય પણ તેમાંથી ઉપયોગ પુરતી જ વાપરવી બાકીની છોડી દેવી તે સાચી ટ્રસ્ટીશીપ છે.’’ 2010_04 ૨૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ જ આ ગાથા ચાર શિક્ષાવતો સમત્વ સામાયિક અંગ યોગ, પ્રસન્ન ચિત્તે ફળ તો પ્રયોગ, વિશુધ્ધ એકાન્ત નિવૃત સ્થાને, દેઢાસને આત્મીય ચિંતનાથી (૩૨) દેશાવકાશિક વ્રતે વધીને સર્વેવ્રતો પૌષધમાં રહેલા, ક્રમે ક્રમે આત્મ નિમજ્જતામાં, સંસારના બંધ શિથિલ થાતા (૩૩) ત્રણે વ્રતોનો રિપુ છે પ્રમાદ, નિંદા, સમા નિર્દય બાણ ફેંકે, તે બાણથી ચિત ઘવાય ત્યારે સંસારના બંધ નિબિડ થાયે (૩૪) અથાર્ત : પ્રથમ શિક્ષાવ્રત જે સામાયિક છે તેનો પ્રયોગ પ્રસન્ન ચિતથી વિશુધ્ધ, એકાન્ત અને નિવૃત્ત સ્થાને બેસીને કરવો. તમામ અંગોને એકાકાર કરવાનો આ યોગ છે. (અંગ યોગ) તેથી દ્રઢાસને સ્થીર) બેસીને આત્મ ચિંતન કરવું, (૩૨) બીજું શિક્ષાવ્રત દેશાવકાશિકનું છે. જે આગળ વધીને પૌષધવ્રતમાં પરિણમે છે. સર્વવ્રતો (ગૃહસ્થના તમામ બાર વ્રતો) નો સમાવેશ પૌષધ વ્રતમાં થાય છે અને તેથી ક્રમે ક્રમે આત્મ ચિંતનમાં જ વ્યક્તિ ડુબેલી રહે છે. અને સંસારના બંધનો ઢીલા થાય છે. (૩૩) આ ત્રણે વ્રતો (સામાયિક, દેશાવકાશિક અને પૌષધ) નો દુશ્મન પ્રમાદ છે, જેને પરિણામે નિંદા (સદ્ગુણો અને સદ વ્યક્તિઓની) વૃત્તિનો અવકાશ વધે છે જેથી ચિતા ઘવાય છે અને સંસારના બંધ અતિ ગાઢા થાય છે. (૩૪). નોધ : સામાયિકનો હેતુ સમત્વ પ્રાપ્ત કરવાનો છે. જે મુખ્યત્વે કાર્યોત્સર્ગ કરવાની ધ્યાન ધરવાની વિધિ જ છે. આ વિધિ શાંત અશુધ્ધ ચિત થાય તે માટે પ્રથમ નવકાર મંત્ર બાદમાં સાધુવંદના તથા ચોવીસ તિર્થકરોને વંદના (લોગસ્સ) તથા તિર્થંકર દેવોના ગુણો તથા અતિશયોનું વર્ણન વગેરે આવે છે. તે તો ફક્ત ચિત્ત શુદ્ધિ માટે છે. પરંતુ તેમાં કાયોત્સર્ગ - ધ્યાન - નો હેતુ મુખ્ય છે. કાર્યોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ - કાયાને તથા કાયાના પરિણામોને ભૂલી જઈ આત્મ સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે સામાયિક થાય. (કાયોત્સર્ગની વિધી બાબતમાં આ પુસ્તકના પા. ૭ થી પા. ૧૦ જુઓ.) ૨૭ 2010_04 Page #34 -------------------------------------------------------------------------- ________________ Sાડા મુનિશ્રી કહે છે “એમાં સૌથી પહેલાં આત્માનું ચિંતન આવે છે.” મારે ચિંતા શા માટે કરવી ? જે કઈંક આવે તે કર્મનું પરિણામ છે. એમની સાથે મારા સંબંધો છે, ઋણાનુંબંધ પૂરો કરીશ. આમ જય, અજય, નિંદા, પ્રશંસામાં, સમતા રહે તે માટે સામાયિક છે. " દેશાવકાશિક વતમાં પરિગ્રહ મર્યાદામાં આંતરભાવની દ્રષ્ટિ પ્રધાન સ્વરૂપે છે. તેને મુનિશ્રી સમજાવતા કહે છે " સંસારની અંદર અનેક જાતના ઝંઝાવાતો આવે છે. તેમાં ડોલી ન જવાય તેને માટે આ ક્રિયા કરવી જોઈએ. રોજ એક ઘડીનું ચિંતન કરવાથી નવું બળ મળે છે..... ઓછામાં ઓછું લો. ઓછામાં ઓછું રાખો અને એમ નિજ જીવન કરી દઈ સુખી થાઓ " દેશાવકાશિક અને પૌષધ વ્રતોને સમજાવતા મુનિશ્રી જણાવે છે કે "દેશાવકાશિક વ્રત એવું છે કે, અમુક હદથી વધુ જવું નહી. તમારે વૃત્તિને એકાગ્ર કરવી હોય ત્યારે કોઈ સ્થિર સ્થાન લો નહી અને કાયાને ડગલેને પગલે ફેરવ્યા કરો તો મનની ચંચળતા દૂર નહી થાય... સાધન સામગ્રીમાં અનાસક્ત ભાવે રહેવાની તાલીમ લેવી જરૂરી છે. એટલા માટે પૌષધનું વ્રત આપ્યું છે. ર૪ કલાક માટે બધાં સાંસારિક સાધનોથી મુક્ત બની જીવન જીવવું માલ મિલ્કત, સગા સંબંધીઓ સાથે સંબંધ નથી એમ મનને કેળવવું જોઈએ. ગાથા નિવૃત્તિમાં ચિત્ત વિકલ્પવાળું વધુ વધારે ભય રાગ-દ્વેષ, તેથી પ્રભુ ઓ ! તુજ ભક્તિ એક, સંકલ્પ સાચું શરણું જ તારૂં (૩૫) સાધુજનોમાં તુજ ભાવ રોપી, પૂજાં સદા શિષ્ય શિશુ બનીને, સેવા અને ભક્તિ સમર્પણાથી સત્સંગ રંગે મુજ અંગ રંગુ (૩૬) સૌ સજ્જનોનાં ગુણ લે પ્રમોદુ, અસાધુ ભાવેય રહુ તટસ્થ, વિરોધ વૃત્તિ કૃતિ કે વિચારે, સર્વત્ર મૈત્રી અનુકંપભાવે (૩૭) અથાર્ત : (પૌષધમાં બેસવાથી) જ્યારે નિવૃતિ પ્રાપ્ત થાય છેત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે નિવૃતિને લઈને ચિત્તમાં જાત જાતના વિકલ્પો ઉત્પન્ન થાય છે. જેને પરિણામે ભય, રાગ અને દ્વેષના વિકારોમાં મન સપડાય છે. તેથી હે પ્રભુ! આવું ન બનવા પામે તે માટે તારી ભક્તિનો સંકલ્પ કરી તારૂં જ શરણ સ્વીકારૂ. (૩૫) ૨૮ 2010_04 Page #35 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરાંત, સાધુ પુરૂષોમાં પ્રભુત્વનો ભાવ રોપીને એક બાળ શિષ્ય બની સાધુ જનોની સેવા કરૂં અને સેવા, ભક્તિ, અને સમર્પણના ભાવો ધારણ કરી સાધુ પુરુષોના સત્સંગથી મારા સમસ્ત જીવનને રંગ. (૩૬) તેમજ તમામ સજ્જનોના ગુણો સ્વીકારી આનંદ પામું અને મારામાં સાધુભાવ જન્મે નહીં તો કમમાં કમ એટલું તો કરું કે સંસારની ઘટમાળમાં તટસ્થતા કેળવું. કોઈપણ વ્યક્તિ વિરોધના વિચાર કે કૃત્યો કરે તો પણ હૈયે અનુકંપાના ભાવો લાવી મૈત્રીની ભાવના ધારણ કરૂ. (૩૭) નોંધ : પૌષધ સમયે નિવૃત્તિ હોય ત્યારે ચિત્તમાં ધણા બિન જરૂરી વિચારો આવે. જૈન પરિભાષામાં આને “પ્રમાદ” કહે છે. પ્રમાદ એટલે આળસ તેવો જ ફક્ત અર્થ નથી. મુનિશ્રી કહે છે તે મુજબ વિષયની કે નિંદાથી પ્રસાદ ઉત્પન્ન થાય છે કારણ કે તે સમયે જે રાગ-દ્વેષના ભાવો ઉભા થાય છે, તેનાથી આત્માનું વિસ્મરણ થાય છે. ચોથું શિક્ષાવ્રત ‘‘અતિથિ સમવિભાગ” નું વ્રત કહેવાય છે. આથી આ વિભાગમાં કહ્યું કે જે સાધુ છે તેની સાથેનો સત્સંગ વધારવો. મુનિશ્રી જણાવે છે તેમ આપણા વિરોધીઓમાં પણ જે સગુણો હોય તો તેની કદર કરવી જોઈએ પરંતુ તેટલું જ નહીં કોઈ આપણને ત્રાસ આપે ત્યારે પણ તટસ્થ રીતે વિચાર કરવો જોઈએ. તેઓશ્રી કહે છે. “આ ગાથામાં કહ્યું છે કે આપણી કૃત્તિ, વૃત્તિ કે વિચારો પ્રત્યે કોઈનો વિરોધ હોય તેના તરફ પણ આપશે પોતા પ્રત્યે જેવા પ્રતિભાવો (હોય) તેવા રહે.” મૃત્યુ તથા જીવનમાં સમત્વ, નિંદા - પ્રશંસા અપમાન - માને, પ્રલોભનો સંકટમાં રહેલું એ સ્વત્વને આજ ફરી સ્મરૂ છું. (૩૮) અથાર્તઃ જીવન અને મૃત્યુ તે બન્નેમાં મારૂ સમત્વ રહે, નિંદા કે પ્રશંસા, માન કે અપમાન કે તમામ પરિસ્થિતિમાં હું સમત્વ રાખી શકું, ભૂતકાળમાં સંકટ સમયે જ્યારે જે જે પ્રલોભનો મળ્યાં ત્યારે હું જે સમત્વ રાખી શક્યો તે યાદ કરી તે પ્રમાણે વર્તવા પ્રયત્નો કરૂ. (૩૮) ગાથા ૨લ 2010_04 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા કાયાથી કાયાના દોષો, વાચાથી વાક્યના વળી, મનથી મનના ટાળું, વ્રતના અતિચાર એ (૩૯) સમિતિ પાંચ અને ગુપ્તિ ત્રણ એ આઠ ને ઉરે, માતૃરૂપે ફરી ધારી, સમ્યમ્ દ્રષ્ટિ સમાચરું (૪૦) અથાર્ત: કેટલાક દોષો કાયાના હોય, કોઈ દોષો વાચામાંથી ઉત્પન્ન થયા હોય, અને કોઈ મનના હોય તે તમામ ભોગવ્યા વિના છૂટકો નથી તેથી સમભાવે ભોગવી તેની નીર્જરા (નિવારણ) કરું. તે જુદા જુદા વ્રતોના અતિચાર છે. તેથી તેને પરિક્રમ્ (૩૯) પાંચ સમિતિ આને ત્રણ ગુપ્તિ એમ આઠ “પ્રવચન-માતા” કહેવાય છે તેનું પાલન કરી સમ્યમ્ દ્રષ્ટિ મેળવું. નોધ: પાંચ સમિતિમાં ઇર્ષા સમિતિ એટલે કેમ ચાલવું, કેમ જોવું, કેમ વર્તવું, ભાષા સમિતિ એટલે કેમ બોલવું, એષણા સમિતિ એટલે આહાર, વ્યવસાય વગેરે કેવી રીતે કરવા. ત્રણ ગુણિ એટલે મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે અંગેના જે નિયમો છે તે હું સમ્યગુ દ્રષ્ટિથી પાછું કે જેથી આ નિયમો માતૃરૂપે ધારણ કરી શકાય. આ સમિતિ ગુણિના આઠ નિયમો "પ્રવચનમાતા" તરીકે ઓળખાય છે. કારણ કે મનુષ્ય જીવનને તે વ્યવસ્થિત બનાવે છે. મુનિશ્રીના શબ્દોમાં “આ સમિતિના નિયમો જીવન એમ જીવવાનું શીખવે છે કે કચરો, મળમુત્રાદિ ગંદકી કે જંતુ ન વધારે તેમ સૂગ પણ ન વધારે એ ટેવો કેળવવી જરૂરી છે.... “આપણી સાધનાનું સંગોપન અને સંવર્ધન આ પાંચ સમિતિ અને ગુણિરૂપી માતા કરે છે. સમ્યફ દ્રષ્ટિપૂર્વક એનું આચરણ કરવાનો અધિક સંકલ્પ કરે તો આ પ્રવચન માતા એ વ્રતો રૂપી શીલ અને ચારિત્ર્યની રક્ષા કરે છે.” ૩૦ 2010_04 Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવના. ગાથા ૪૧-૪૨-૪૩-૪૪-૪૫ નોધ : ઉપર છેલ્લી ગાથા ૪૦ માં સમ્યફ - દ્રષ્ટિની વાત આવી સાધક ગૃહસ્થ જયારે બાર વ્રતોને સંપૂર્ણ રીતે પાળે છે. અને પાંચ સમિતિ તથા ત્રણ ગુમિ રૂપી પ્રવચન, માતાને પણ ધારણ કરે છે. ત્યારે તેને સમ્યકુ – દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદની આત્મ સ્થિતિ વિશે ગાથા ૪૧ માં કહે છે. ગાથા લોકે રહ્યા આસ્રવસ્થાન જે જે, સમ્યકત્વમાં સંવર રૂપ ધારે, પ્રજ્ઞપ્ત એ કેવલી ધર્મ સત્વ, આરાધવા વીર્ય વધું પવિત્ર (૪૧) અથાર્તઃ જીવનમાં કર્મોની સરવાણીરૂપ જે જે આગ્નવસ્થાનો છે તે સ્થાનો જે વ્યક્તિને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેને તે સરવાણી બંધ કરનાર સંવર રૂપ બને છે. કૈવલ્ય પ્રાપ્ત થયું હોય તેવા શુધ્ધ આત્માએ ધર્મનું જે સત્વ નિરૂપેલ છે તે પવિત્ર સત્વને જ સમ્યક્ત પ્રાપ્ત થયેલ જીવ આરાધતો રહે છે. નોધ : આ ગાથામાં ‘‘આસવ, ““સમ્યક્તવ” અને “કેવલી” વગેરે શબ્દો આવે છે. આ શબ્દો જેને પરિભાષાના હોવાથી તેના સૂચિતાર્થની પ્રાથમિક સમજની જરૂર છે. આસ્રવ” એટલે કર્મની સરવાણી. જીવનમાં વિવિધ પ્રકારના કર્મો અનિવાર્ય રીતે સતત થયા જ કરે છે. એક ક્ષણ માટે પણ મન વિચાર હીન દશામાં રહી શકતું નથી. અને આ વિચારોથી જ કર્મોની સરવાણી શરૂ થાય છે. વિચારોને કાર્યાન્વિત કરવામાં આવે છે, ત્યારે જુદી જુદી ઈન્દ્રિયો મારફત કર્મની સરવાણી શરૂ થાય છે. આથી મન તથા ઈન્દ્રિયો કર્મોના “આસ્રવ સ્થાન” છે - ૩૧ - 2010_04 Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથા અથાર્ત : નોંધ : ‘‘સંવર’” તે ક્રિયાને કહેવાય છે કે જેથી નવા કર્મોની સરવાણી બંધ થાય. જે આત્માએ બાર વ્રત તથા સમિતિ ગુપ્તિઓને યોગ્ય રીતે આરાધી હોય તે મદહું અંશે નવા કર્મનું ઉપાર્જન અટકાવે છે. ‘‘સમ્યક્ત્વ” સમતા તથા શ્રેય પ્રાપ્તિ જેનો ઉલ્લેખ ગાથા-૪૦ માં આવી ગયો. ‘‘કેવલી’’ એટલે જે આત્માને શુધ્ધ જ્ઞાન દર્શન તથા ચારિત્ર્ય પ્રાપ્ત થયેલ છે. અને જેનામાં જ્ઞાતા દ્રષ્ટા સીવાય બીજા કોઈ પણ ભાવ રહેલ નથી તે આત્મા, જેવા કે તિર્થંકરો. - હવે ગાથા ૪૧ એમ કહે છે કે જે આત્માને સમયક્તવ પ્રાપ્ત થયું હોય છે, તે સજીવે સંસારમાં હોવાથી તેને કર્મોપાર્જન તો થાય છે. એટલે આન્નવસ્થાનો સંપૂર્ણ બંધ થતા નથી. પરંતુ તેવી વ્યક્તિનું વલણ જીવનના તમામ પ્રશ્નોમાં તદન નિરપેક્ષ, નિ:સ્વાર્થ અને વિતરાગી અવસ્થાનું હોવાથી તેના આસ્રવસ્થાનો સંવર જેવા જ બને છે. એટલે કે તેને કર્મ બંધન થતું નથી અગર જો થાય છે તો એવું પાતળું હોય છે કે જે તુરત ખરી પડે છે. અરિહંત ભગવંતોની આ સ્થિતી હોય છે. સૌ ઓધસંશા અળગી કરીને, ને લોકસંજ્ઞા સઘળી તરીને, પ્રમાદ હીણા ઉપયોગ યોગે, શમવું પે'લા ચિત્તવૃતિ વેગ (૪૨) તમામ પ્રકારની "ઓધસંજ્ઞા" એટલે ટોળાશાહી - ગાડરીઓ પ્રવાહ તથા " લોકસંજ્ઞા" (એટલે લૌકિક કામના) થી દૂર રહીને પ્રમાદ રહીતના પુરૂષાર્થથી મારા ચિત્તના આવેગો શમાવું. – જીવનના દરેક કાર્યોમાં - સામાજિક, રાજકીય કે ધાર્મિક તમામ કાર્યોમાં માનવ સમાજ ચિલા - ચાલુ, પ્રણાલિકાને અનુસરતો હોય છે. મૌલિક વિચાર કરી ક્રાન્તિકારી પગલું ભરવાવાળી વિરલ વ્યક્તિઓ હોય છે. તેવી વિરલ વ્યક્તિના પુરૂષાર્થનો અહિં ઉલ્લેખ છે. ૩૨ 2010_04 Page #39 -------------------------------------------------------------------------- ________________ ગાથા થતાં પ્રભુજી ક્રિયમાણ શુધ્ધ, ને શીઘ્ર પ્રારબ્ધ પડો વીંખાશે, વંટોળમાં મુજ નાવ ડોલે, તો આપજો આપ એક ટેકો (૪૩) ક્રિયમાણ એટલે કર્મબંધ - તે કર્મબંધ છુટ્ટે ત્યારે પ્રારબષ્ના તમામ પડો વીંખાશે - આત્માની શુધ્ધિ માટે - પરંતુ તે પ્રક્રિયામાં જો મારી માનસ સ્થિતિ સમતુલતા ગુમાવે તો હે, પ્રભુજી, મને ટેકો આપજો. નિથતા આંતર બાહ્ય સાધી, નિર્લેપ થઈ બંધન સર્વટાળી, પામી પ્રભુ કેવળ જ્ઞાન પૂર્ણ, ધ્યેયાકૃત્તિરૂપ બનું અનંત (૪૪) અથાર્ત : મારા અંતરની અને બહારની તમામ ગ્રંથીઓથી મુક્ત થઈ, બધા કર્મ બંધનોને ટાળી અનંત, જ્ઞાન રૂપ કૈવલ્યને પ્રાપ્ત કરવાના મારા ધ્યેયને મેળવું તેવી ભાવના છે. અથાર્ત : ગાથા આ અંગે મુનિશ્રી જણાવે છે કે ‘‘આપણે મનુષ્ય તરીકે આખા વિશ્વ સાથે સંકળાયેલા છીએ અને વ્યક્તિની અસર વિશ્વને થયા વગર રહેતી નથી.... ભૌતિક દ્રષ્ટિથી કેવળ આજે વિચાર્યે નહી ચાલે.'' આજની પરિસ્થિતિમાં ભૌતિકવાદ બહુ વ્યાપ્યો છે. ભોગવિલાસની દ્રષ્ટિ વધે એટલે આત્મા ભુલાઈ જાય.... ચિત્તમાં આવેગો, વિકૃત્તિઓ ન ઉદ્દભવે એવું સમતોલ, શાંત અને સ્વસ્થ તેને કરતા રહેવું" ગાથા અચલ અક્ષર ધામ નિરામય, શિવ સનાતન સ્થાન સુનિર્ભય, અપુનરાવૃતીયુક્ત દશા જ એ, પરમ મુક્તિ સુબોધી બીજે ફળે. (૪૫) અથાર્ત કૈવલ્યની પ્રાપ્તિ બાદ જે સ્થિતિ આત્માની થાય છે. તેનું અહિં વર્ણન છે. તે આત્મા ચલાયમાન ન થાય તેવો, અવિનશ્વર, આરોગ્ય પૂર્ણ, કલ્યાણકારી, અનાદિ, નિર્ભય, અને જ્યાંથી પુનઃ સંસાર ભ્રમણ થતુ નથી. તેવી દશામાં, રહેલ પ૨મ મુક્તિને પામે છે, પરંતુ તેવી મુક્તિ ક્રમે ક્રમે અમુક (ત્રણ થી ચાર ) ભવે ફળે છે. (૪૫) નોંધ : : મુનિશ્રી કહે છે. ‘જીવ જેનું ધ્યાન ધરે છે, તે રૂપ તે બને છે. એ પછી એની શું સ્થિતિ થાય છે તેનો ખ્યાલ આ ગાથા આપે છે. 19 33 2010_04 Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા અથાર્ત : નોંધ : ૧. ર. બોધી બીજ યાચના મંદાક્રાન્તા પાપો મારા તમ ચરણમાં, મેં કર્યો છેક ખુલ્લા, આપી બાંધી બીજ પ્રભુ હવે આપ ટાળો ઉપાધિ, જ્યાં જ્યાં હોવા, તમ ગુણ નિધિ, અંશ વહેતા જ વિશ્વ, યાચુ સૌને મમહ્દયમાં, આપનો વાસ હોજો. (૪૬) પ્રભુ ! મારા તમામ પાપો ખુલ્લા કરી હવે આપના ચરણમાં ધરૂં છું. તો મને ક્ષાયિક સમકિત (બોધી બીજ) આપી મારી ઉપાધિ ટાળો - એટલે કે મને શુધ્ધ સમાધી આપો. આ સંસાર ભ્રમણ મારૂં જ્યાં જ્યાં થયા કરે ત્યા ત્યાં તમારી ગુણ નિધિ વહ્યા કરે અને મારા હૃદયમાં તમારો વાસ પણ રહ્યા કરે તેવી યાચના છે. - ઉપરની ગાથાના ભાષાન્તરમાં ‘ક્ષાયિક સમક્તિ' નો ઉલ્લેખ આવ્યો છે. તેના અનુસંધાનમાં ગાથા ૩૯ માં " સમ્યક દ્રષ્ટિ" નો ઉલ્લેખ આવે છે, અને ગાથા ૪૦ માં "સમ્યક્તવ" નો ઉલ્લેખ આવે છે. આ તમામ શબ્દો જૈન પરિભાષામાં અગત્યના છે. અને તે એક જ અર્થમાં વપરાયા હોઈને તેના ખુલાસાની જરૂર છે. . ‘‘સમ્યક્તવ’’ અગર ‘‘સમક દૃષ્ટિ’’ આત્માનો પરિણતિ રૂપ મૂળ ગુણ છે. બીજા શબ્દોમાં કહેએ તો સમ્યક દ્રષ્ટિ જે આત્માને હોય નહીં તે જીવનો જીવન વ્યવહાર સમતા અને શાંતિ પેદા કરી શકે નહીં. આથી પ્રશ્ન એ થાય છે કે સમતા અને શાંતિ મેળવવા એટલે કે સમ્યક્ત્વ અગર સમક્તિ પ્રાપ્ત કરવા શું કરવુ જોઈએ. તેના જવાબમાં વિદ્વાનોએ નીચેની પાંચ જરૂરિયાતો મેળવવાનું જણાવ્યું. આસ્તિકય : એટલે નવ તત્વો - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, - માં શ્રધ્ધા હોવી જોઈએ. આ નવ તત્તવોની, સમજ આવે એટલે જીવ માત્ર, પ્રત્યેની અનુકંપા કુદરતી રીતે જ ઉત્પન્ન થાય. ૩૪ _2010_04 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩. ૫. ગાથા ગાથા આવી અનુકંપના પરિણામે "નિર્વેદ" જન્મે એટલે કે જન્મ મરણ અને સંસાર ભ્રમણથી ઉત્પન્ન થતાં સુખ દુઃખના પ્રસંગોથી કાયમી છુટકારો મેળવવા શું કરવું જોઈએ તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. મારાં, સફળ હજો ક મારાં, અકળ વહજો આ. સતત સરળ શુચિ ને સત્યમય ભવ પર્યંત મુજમાં (૪૭) અથાર્ત : મારા તમામ અંગો હંમેશા આપના ચરણમાં રહ્યા કરે અને મારા તમામ કાર્યો સર્વના હિતમાં જ થયા કરે તેમજ મારામાં પ્રેમ, ક્ષમા, શાંતિ, પવિત્રતા અને સત્યમયતાના દૈવી ભાવો ભવે ભવ રહ્યા કરે તેવી મારી યાચના છે. અથાર્ત : આ રીતે શરૂ થયેલ ચિંતનને પરિણામે "સંવેગ" જન્મે કે જેથી સંસારના સર્વ વિષયો - ભોગોથી દૂર થવાના પ્રયત્નો થાય. પરિણામે યાગ્ય સમયે ‘શમ સમતા ના ગુણો પ્રગટવા લાગે જ્યારે કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે કષાયથી આત્મા શુધ્ધ થતો નથી. અને સમક્તિની પ્રાપ્તિ થવાની શરુઆત થાય છે. શીખરિણી સદા અંગો અને પ્રીતિ ક્ષાંતિ, શાંતિ, ટકે દૈવી ભાવો ક્ષમાપન હવે સૌ પ્રાણીઓને હું ખમાવું, સુધા અદ્વૈતની પીવા, વેરઝેર બધાં ખામેમી સર્વે મિત્તિ મે સવ્વ જગતના સર્વ જીવોને હું કરે. હું પણ તેમને ખમાવું છું. વેરઝેરને નિવારૂ છું. (૪૮) ૩૫ આપ સર્વ _2010_04 સર્વથા વધું જીવા, સવ્વજીવા 1 ખમન્તુ મે ભૂયેષુ, વેરમ ન કેણઇ 11 (મારી ક્ષતિઓ માટે) પ્રાર્થુ છું કે મને માફ વૈશ્વિક એકાત્મકતા સાધી તમામ ચરણે, હિતમાં, ખમું, (૪૮) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ગી ક્ષમાપના (ખામણા) હે ભગવાન્ ! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારે કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ. હે ભગવાન! હું ભૂલ્યો, આથડ્યો-રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજની કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું; મારામાં વિવેકશકિત નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારે તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન્ ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ * * * * * * * દ્વવ્ય પ્રતિકમણ તથા ભાવ પ્રતિક્રમણ અપકૃત્ય તણા પથથી વળવું, વળી સત્ય તણા પથમાં પડવું થયું દ્રવ્ય વિશુધ્ધ પડિક્કમણું, વળી ભાવ થકી પણ પૂર્ણ થજો. અહંન્ત છો મંગલરૂપ આપ, સિધ્ધો તથા સાધક સાધુધર્મ સાસ્ત્ર સૌ મંગલ મંગલોમાં, સત્યે ભર્યું જીવન માંગલિક 3६ ૐ શાનિ. 2010_04 Page #43 -------------------------------------------------------------------------- ________________ ચત્તારિ મંગલ : (૧) અરિહંતા મંગલં (૨) સિદ્ધા મંગલં (૩) સાહૂ મંગલં (૪) કેવલિ પન્નત્તો ધમ્મો મંગલં ચત્તારિ લોગુત્તમા : ચત્તારિ મંગલં (૧) અરિહંતા લોગુત્તમા (૨) સિદ્ધા લોગુત્તમા (૩) સાહૂ લોગુત્તમા (૪) કેવલિ પન્નત્તો ધમ્મો લોગુત્તમો ચત્તારિ સરણે પવામિ : (૧) અરિહંતા સરણં પવજ્જામિ (૨) સિદ્ધા સરણં પવજ્જામિ (૩) સાહૂ સરણં પવજ્જામિ (૪) કેવલિ પન્નાં ધમ્મ સરણું પવજ્જામિ ચાર શરણા ચાર માંગલિક ચાર ભાવના ચાર ઉત્તમ કરે જેહ, ભવ સાગરમાં ન બૂડે તેહ. સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. _2010_04 Page #44 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય આ પુસ્તિકાના રજાઆતકાર શ્રી યંબકલાલ ઉ. મહેતા (ઉ.વ. 87 વર્ષ) હિમાચલ હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ છે અને પોતાની નિવૃત્તિ બાદ ગુજરાતમાં જાહેર પ્રશ્નોમાં સક્રિય રસ લે છે. નિવૃત્તિ બાદ તેમની મુખ્ય પ્રવૃત્તિ વાંચન-લેખનની રહેલ છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ પંચાવન વરસ પહેલાં સ્થાપેલ ભા.ન. પ્રા. સંઘના પ્રમુખ છે. તેઓ મુનિશ્રી સંતબાલજીએ શરૂ કરેલ ‘‘વિશ્વવાત્સલ્ય” માસિકના સંપાદક મંડળના સભ્ય છે અને વિશ્વમાં પ્રચલિત ધર્મોના તેમજ ખાસ કરીને જૈનદર્શનના અભ્યાસી છે. તેમની રચનાઓ નીચે મુજબ છે. 1. પાથ ઓફ અત્ (અંગ્રેજીમાં) જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજૂતી. 2. સંતબાલ - એ સેઇન્ટ વીથ આ ડિફરન્સ (અંગ્રેજી) મુનિશ્રી સંતબાલજીનું જીવન તથા પ્રેરક પ્રસંગો . 3. સંતબાલ, એક અનોખી માટીના સંત - ઉપરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ - અનુવાદક શ્રી મગનભાઇ પટેલ. 4. આનંદધન સ્તવનો (ગુજરાતી) અવધૂત શ્રી આનંદઘનજીએ બાવીસ તીર્થંકર ઉપર રચેલ સ્તવનોનું વિવેચન. ઉત્તરાધ્યયન - સાર - ભગવાન મહાવીરે આપેલ અંતિમ ઉપદેશની ગાથાઓ અંગેનું વિવેચન. જૈનદર્શનની રૂપરેખા - જૈનદર્શનના દરેક પાયાના સિદ્ધાંતોની સાદી સમજ. 7. વોટ ઇઝ જૈનીઝમ (અંગ્રેજી) - પ્રશ્નોત્તરી રૂપે જૈન સિદ્ધાંતોની અંગ્રેજી ભાષામાં સમજ. 8. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (અંગ્રેજી) આ કાનૂનની અંગ્રેજીમાં કાનૂની દષ્ટિએ વકીલો તથા કોર્ટોને ઉપયોગી ટીકા. 9. ઇસ્લામનું રહસ્ય સૂફીઝમ (ગુજરાતી) 10. મોક્ષ માર્ગના પગથિયા (ગુજરાતી) શ્રીમદ્જીના “અપૂર્વ અવસર”નું વિવેચન 11. સામાયિક સૂત્રો. નીચેની રચનાઓ પ્રકાશિત કરવાની યોજના છે. (1) અનેકાન્તવાદની જીવનમાં ઉપયોગિતા. (2) ગુજરાતની અસ્મિતા (આદિકાળથી શરૂ કરી મરાઠાકાળ સુધીનો ગુજરાતનો ઇતિહાસ) (3) સોક્રેટિસ પૂર્વેના ગ્રીક ફીલસૂફો. 2010_04