SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ નોધ : ગાથા અર્થાત : નોધ : ‘‘પરિગ્રહ’’ ફકત ભૌતિક વસ્તુઓનોજ હોય છે તેવું નથી. વાસના અને ભોગેષણાનો પણ પરિગ્રહ હોઇ શકે છે. પરિગ્રહની કોઇ સીમા નથી હોતી અને જેમ જેમ તેનો વિસ્તાર થતો જાય છે. તેમ તેમ તે વધુ મેળવવાની પ્રવૃત્તિ પણ જોર પકડતી જાય છે. પરિણામે પાપારંભો પણ વધતા જાય છે. અને મૃત્યુ સુધી માનવી આંખે પાટા બાંધેલ ઘાંચીના બળદની પેઠે ભવચક્રની ચક્કી પીસ્યાજ કરે છે. ગૃહસ્થ જીવનનો આ મહત્વનો સૂચિતાર્થ છે. જેને પ્રથમ સ્થાન પ્રતિક્રમણ માટે આપવામાં આવ્યું. (વંશસ્થ) મમત્વ બુધ્ધિ ! અથવા મમત્વ એ, છે વસ્તુમાત્રે ઉભયે પરિગ્રહે આવેશ ને તાડન રોષ તર્જના ! હિંસાદિ દોષો મન-વાણી-દેહનાં (૬) સાવધ એવી કરણી હશે કરી, કરાવી કિં વા અનુમોદના કરી, પદાર્થ કે જીવ તણા મમત્વથી, તે સત્વની શુદ્ધિ કરું સ્વ સત્વથી (૭) વસ્તુ માત્રના પરિગ્રહના મૂળમાં છે ‘‘મમત્વ બુદ્ધિ” એટલે કે ‘‘કામના’ અને ‘‘મમત્વ” એટલે કામનાથી જન્મ પામતું માનસ. પરંતુ પરિગ્રહ ના પરિણામે મન વાણી અને દેહના આવેશો ઉત્પન્ન થાય છે. જેને પરિણામે કલહ થાય છે. આ રીતે સજીવ તથા નિર્જીવ વસ્તુ પ્રત્યેના મમત્વથી જે પાપો મેં કર્યા, કરાવ્યા કે અનુમોદયા હોય તેને મારા ખુદના પ્રયત્નોથી સત્વ શુદ્ધિ કરૂં તેવી અભિલાષા છે. આ બાબત મુનિશ્રી સંતબાલજી જણાવે છે. ‘‘મમત્વ બુદ્ધિ એટલે શું ? એક વાર પદાર્થ મળ્યો હોય તો મમત્વ થાય છે. પણ વસ્તુ ના મળી હોય તો પણ મમત્વ થાય છે. પશુને તો કાંઈક મર્યાદા આવે છે પણ મનુષ્યને તો આખા વિશ્વનું રાજ્ય મળે તો પણ તેને સંતોષ થતો નથી. આખા જગતના દુ:ખનું કારણ તો પરિગ્રહ જ છે.... અપરિગ્રહ વિના અહિંસા ટકી શકતી નથી. તમે ધન ન રાખો એ બનવાનું નથી પણ એની પાછળ મર્યાદા હોવી જોઇએ, ટ્રસ્ટીશીપની ભાવના હોવી જોઇએ.... ૧૨ Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004594
Book TitleVandittu Pratikraman
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherNeki Pankaj Shah Florida USA
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy