________________
ગાથા કાયાથી કાયાના દોષો, વાચાથી વાક્યના વળી,
મનથી મનના ટાળું, વ્રતના અતિચાર એ (૩૯) સમિતિ પાંચ અને ગુપ્તિ ત્રણ એ આઠ ને ઉરે,
માતૃરૂપે ફરી ધારી, સમ્યમ્ દ્રષ્ટિ સમાચરું (૪૦) અથાર્ત: કેટલાક દોષો કાયાના હોય, કોઈ દોષો વાચામાંથી ઉત્પન્ન થયા હોય,
અને કોઈ મનના હોય તે તમામ ભોગવ્યા વિના છૂટકો નથી તેથી સમભાવે ભોગવી તેની નીર્જરા (નિવારણ) કરું. તે જુદા જુદા વ્રતોના અતિચાર છે. તેથી તેને પરિક્રમ્ (૩૯) પાંચ સમિતિ આને ત્રણ ગુપ્તિ એમ આઠ “પ્રવચન-માતા” કહેવાય છે
તેનું પાલન કરી સમ્યમ્ દ્રષ્ટિ મેળવું. નોધ: પાંચ સમિતિમાં ઇર્ષા સમિતિ એટલે કેમ ચાલવું, કેમ જોવું, કેમ વર્તવું,
ભાષા સમિતિ એટલે કેમ બોલવું, એષણા સમિતિ એટલે આહાર, વ્યવસાય વગેરે કેવી રીતે કરવા. ત્રણ ગુણિ એટલે મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે અંગેના જે નિયમો છે તે હું સમ્યગુ દ્રષ્ટિથી પાછું કે જેથી આ નિયમો માતૃરૂપે ધારણ કરી શકાય. આ સમિતિ ગુણિના આઠ નિયમો "પ્રવચનમાતા" તરીકે ઓળખાય છે. કારણ કે મનુષ્ય જીવનને તે વ્યવસ્થિત બનાવે છે. મુનિશ્રીના શબ્દોમાં “આ સમિતિના નિયમો જીવન એમ જીવવાનું શીખવે છે કે કચરો, મળમુત્રાદિ ગંદકી કે જંતુ ન વધારે તેમ સૂગ પણ ન વધારે એ ટેવો કેળવવી જરૂરી છે.... “આપણી સાધનાનું સંગોપન અને સંવર્ધન આ પાંચ સમિતિ અને ગુણિરૂપી માતા કરે છે. સમ્યફ દ્રષ્ટિપૂર્વક એનું આચરણ કરવાનો અધિક સંકલ્પ કરે તો આ પ્રવચન માતા એ વ્રતો રૂપી શીલ અને ચારિત્ર્યની રક્ષા કરે છે.”
૩૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org