Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 26
________________ ગાથા બીજા વ્રતે સત્યતણું મહાત્મય છે. જેથી અહિંસાવ્રત શોભતું ખરે, મૃષા અહિંસા કદીયે મળે નહીં, સત્યે અહિંસા વહતી સખી બની. (૧૯) ન્યાયાલયે ફૂટ વિચાર લેખથી, કુતુહલે કે ભય લાભ ક્રોધથી, રહસ્ય ! પીડાકાર વાક્ય જે વધ્યો, અસત્ય તે વર્તનથી પ્રતિકમું. (૨૦) અથાર્ત બીજુ અણુવ્રત સત્યનું છે જે મહત્વનું છે કેમ કે તેનાથી અહિંસાનું વ્રત : શોભે છે. જુઠાણું અને અહિંસા સાથે રહી શકે જ નહીં આથી આથી સત્ય અને અહિંસા બન્ને સખીઓ છે. ન્યાયાલયમાં કૂડા કામો જે કાંઈ કર્યા હોય, કુતુહલ કે ભયને વશ થઈ કે ગુસ્સામાં કોઈના રહસ્યો ખુલ્લા કર્યા હોય કે પીડા કરે તેવી ભાષા વાપરી હોય આવા તમામ અસત્ય વર્તનથી હું હવે પરીણમીશ. નોંધ : મુનિશ્રી કહે છે કે કોઈવાર સત્ય અને અહિંસા વચ્ચે વિરોધાભાસ જણાય તેવા સંજોગો ઉત્પન્ન થાય છે તે સમયે હિંમત રાખીને સમાજહિત ધ્યાન માં રાખી કામ લેવું. અદત્ત ત્રીજું ઉપયોગ વસ્તુનો, છાજે ના કદી ઉપભોગ વસ્તુનો, બોધી અને જીવન સાદગી ભર્યું, જીવાડવા માનવને જ પ્રેરતું (૨૧) સ્વદેશ ને સંઘ સમષ્ટિરૂપ, છે વિશ્વના અંગજ કર્મ ધર્મે, વિદ્રોહ કોઈ મુજથી થયો હો, તો સર્વને હું મનથી નિવારૂં. (૨૨) અથાર્ત : ત્રીજું વ્રત અદત્તા દાનનું છે. અચૌર્ય - જે ચોરી કરીને લીધું નથી તેજ સ્વીકારવાનું આ વ્રત છે. વસ્તુ ઉપયોગ માટે મેળવી શકાય. પરંતુ ઉપભોગ માટે તે મેળવવી યોગ્ય નથી. ગૃહસ્થનું જીવન સમજણ અને વિવેક પુરઃસરનું તેમજ સાદગી ભર્યું હોય તેવી પ્રેરણા મેળવવી જોઈએ. ગૃહસ્થનું કર્તવ્ય (કર્મ) અને ધર્મ, આ સમષ્ટિના બે અંગો સ્વદેશ અને સંઘ છે, તેના હિતમાં હોય તે રીતે અર્થો-પાર્જન કરવું જોઈએ. તેથી તેમ કરવામાં મારાથી ગલતી થઈ હોય તો તે હું નિવારૂ છું. હું ગાથા આ ત્રીજા અચૌર્ય વ્રતનો અર્થ મુનિશ્રીએ અતિ વ્યાપક કર્યો છે. ફક્ત સ્થૂળ સ્વરૂપે કરવામાં આવેલી ચોરીનો તો પ્રતિબંધ જરૂર છે. પરંતુ જે કોઈ કમાણી સ્વદેશ કે જનસમાજનું હિત જોખમાય તે રીતે કરી હોય ૨૦ Jain Education International_2010_04 For Private & Personal Use Only નોંધ : www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44