Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 31
________________ ગુણવ્રતોમાનું પ્રથમ ગુણવ્રત દિશાની મર્યાદા નક્કી કરવાનું છે. બીજું ગુણવ્રત પદાર્થોની મર્યાદા તેમજ રૂપ રસગંધવાની મર્યાદા માટે છે. આ મર્યાદાઓ અંગે મારા મનથી તથા કાર્યથી જે ક્ષતિ પૂર્વાભ્યાસને કારણે થઈ હોય તો તે પ્રતિક” છે. (૨૯) આ જ પ્રમાણે ખાવી જોઈએ નહિ તેવી વસ્તુ હોય ખાધી કામ વધે તેવા કાર્યો કર્યા હોય, રસાળ ભોજનનો આગ્રહ સેવ્યો હોય, કુદશ્ય, કામોત્તેજક કથા સાંભળી હોય અગર તેવા ચિત્રો જોયા હોય અનિચ્છનીય સ્પર્શ કર્યો હોય તો તેવા તમામ કાર્યોથી પ્રતિક્રમું છું. (૩૦) કોઇ શોકજન્ય સ્થિતિના અનિષ્ટ યોગથી મારા મનમાં ઇર્ષા, ધૃણા, મત્સર, દંભ કે ઠંદ ભાવ ઉત્પન્ન થયા હોય અથવા કોઈ સારા બનાવથી ઇષ્ટ યોગથી વ્યામોહ પેદા થયો હોય તો તે બંન્ને પ્રકારની સ્થિતિ અનર્થકારી છે માટે આ બંન્ને સ્થિતિ અંગે મને જે દોષ લાગ્યો હોય તેમાંથી પ્રતિક્રમું છું. (૩૧) ગાથા ર૯ માં પ્રથમના બે ગુણસ્થાનકો – દિશા પરિમાણ અને ભોગોપભોગ પરિમાણની વાત આવી. પરિમાણ એટલે મર્યાદા, ગૃહસ્થ કેટલા વિસ્તારમાં પોતાનું ધંધાકીય કામ વિસ્તારવું તેની મર્યાદા મુકવી જોઈએ, કે જેથી અપરિગ્રહના વ્રતને બળ મળે. મુનીશ્રીના મંતવ્ય મુજબ માણસ જયાં જન્મયો ત્યાં જ કામ કરી પોતાની આજીવિકા ચલાવવી જોઈએ, કારણ કે તેઓશ્રીના માનવા મુજબ બીજા વિસ્તારમાં કામ કરવાથી તે વિસ્તારના લોકોનું શોષણ થાય છે. સૂત્રો લખાયા ત્યારની આ વિષય પરત્વે જે પરિસ્થિતિ હતી તે આધુનિક સમયમાં નથી રહી. આજે વિજ્ઞાનની શોધોને પરિણામે દુનિયા એક શહેર જેટલી નાની બની ગઈ છે. અને કાર્ય વિસ્તારની સીમાં માણસ જનમ્યો તે સ્થળ પુરતી જ મર્યાદિત રહી શકે તેમ નથી. તેમજ માણસ પરદેશ ૨૫ નોધ: I , I Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44