Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 34
________________ Sાડા મુનિશ્રી કહે છે “એમાં સૌથી પહેલાં આત્માનું ચિંતન આવે છે.” મારે ચિંતા શા માટે કરવી ? જે કઈંક આવે તે કર્મનું પરિણામ છે. એમની સાથે મારા સંબંધો છે, ઋણાનુંબંધ પૂરો કરીશ. આમ જય, અજય, નિંદા, પ્રશંસામાં, સમતા રહે તે માટે સામાયિક છે. " દેશાવકાશિક વતમાં પરિગ્રહ મર્યાદામાં આંતરભાવની દ્રષ્ટિ પ્રધાન સ્વરૂપે છે. તેને મુનિશ્રી સમજાવતા કહે છે " સંસારની અંદર અનેક જાતના ઝંઝાવાતો આવે છે. તેમાં ડોલી ન જવાય તેને માટે આ ક્રિયા કરવી જોઈએ. રોજ એક ઘડીનું ચિંતન કરવાથી નવું બળ મળે છે..... ઓછામાં ઓછું લો. ઓછામાં ઓછું રાખો અને એમ નિજ જીવન કરી દઈ સુખી થાઓ " દેશાવકાશિક અને પૌષધ વ્રતોને સમજાવતા મુનિશ્રી જણાવે છે કે "દેશાવકાશિક વ્રત એવું છે કે, અમુક હદથી વધુ જવું નહી. તમારે વૃત્તિને એકાગ્ર કરવી હોય ત્યારે કોઈ સ્થિર સ્થાન લો નહી અને કાયાને ડગલેને પગલે ફેરવ્યા કરો તો મનની ચંચળતા દૂર નહી થાય... સાધન સામગ્રીમાં અનાસક્ત ભાવે રહેવાની તાલીમ લેવી જરૂરી છે. એટલા માટે પૌષધનું વ્રત આપ્યું છે. ર૪ કલાક માટે બધાં સાંસારિક સાધનોથી મુક્ત બની જીવન જીવવું માલ મિલ્કત, સગા સંબંધીઓ સાથે સંબંધ નથી એમ મનને કેળવવું જોઈએ. ગાથા નિવૃત્તિમાં ચિત્ત વિકલ્પવાળું વધુ વધારે ભય રાગ-દ્વેષ, તેથી પ્રભુ ઓ ! તુજ ભક્તિ એક, સંકલ્પ સાચું શરણું જ તારૂં (૩૫) સાધુજનોમાં તુજ ભાવ રોપી, પૂજાં સદા શિષ્ય શિશુ બનીને, સેવા અને ભક્તિ સમર્પણાથી સત્સંગ રંગે મુજ અંગ રંગુ (૩૬) સૌ સજ્જનોનાં ગુણ લે પ્રમોદુ, અસાધુ ભાવેય રહુ તટસ્થ, વિરોધ વૃત્તિ કૃતિ કે વિચારે, સર્વત્ર મૈત્રી અનુકંપભાવે (૩૭) અથાર્ત : (પૌષધમાં બેસવાથી) જ્યારે નિવૃતિ પ્રાપ્ત થાય છેત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે નિવૃતિને લઈને ચિત્તમાં જાત જાતના વિકલ્પો ઉત્પન્ન થાય છે. જેને પરિણામે ભય, રાગ અને દ્વેષના વિકારોમાં મન સપડાય છે. તેથી હે પ્રભુ! આવું ન બનવા પામે તે માટે તારી ભક્તિનો સંકલ્પ કરી તારૂં જ શરણ સ્વીકારૂ. (૩૫) ૨૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44