Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 24
________________ ગાથા સાંસારિક માયાથી દૂર રહેવાનું વ્રત (પૌષધ) લેતા. રાજા રાજ્ય કરતો હોય તો તેને અન્યાય દૂર કરવા માટે લડાઈ કરવી પડે અને તે વખતે હિંસા થાય તો પંચેન્દ્રિય વધની પણ ક્ષમતા આપી. ક્રિયા કરો એટલે કર્મ બંધન થાય. એટલે એમ કહ્યું કે કિયાએ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગે ધર્મ. એટલા માટે વિવેક અને ઉપયોગ એ બે શબદો વાપરવાની જરૂર છે. તમે ઉપયોગ માટે વસ્તુ લેજો પરંતુ ઉપભોગ માટે નહીં.” હવે વ્રત વિચારો અણુવ્રત ૧લું - અહિંસા પંચેદ્રિયો કે વિકસેન્દ્રિયો તણા, પ્રાણાતિપાતે અપ્રવૃત્તિ સૂચવે, સ્થાવરો ચેતન યુક્ત વિશ્વનાં, વિવેક ને ત્યાં ઉપયોગ શીખવે. (૧૬) પેલા અહો આ અણુવ્રતમાં ભરી, છે વિશ્વબંધુત્વતણી વિચારણા, એ આદર્યું મેં જિનદેવ ભાવથી, ભૂલ્યો, પ્રભુ તોય હું મૂઢ સ્વાર્થથી, (૧૭) હિંસા થઈ તે ફરીને હું ચિંતવી, ને એ અહિંસાવ્રતને સમાચરું. રાખી હવે સંયમ, પ્રેમ ચિત્તમાં, કરું ક્રિયા હું સઘળી વિવેકથી. (૧૮) અર્થાત : આ પ્રથમનું અણુવ્રત એકેન્દ્રિયથી માડીને પંચેન્દ્રિયના તમામ જીવોની હત્યા સામે પ્રતિબંધ સૂચવે છે. તેમાં આ ચેતનયુક્ત વિશ્વના જે સ્થાવર જીવો છે. (દા. ત. નિગોદના જીવો છે.) તેનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહિંસાની આ પ્રકારની વ્યાપકતા ગૃહસ્થ જીવનમાં કેટલે અંશે શક્ય છે? તેના જવાબમાં આ ગાથા જણાવે છે કે તેનો અમલ “વિવેક' અને ““ઉપયોગને” લક્ષમાં રાખી કરવો. (ગા.-૧૬) પરંતુ “વિવેક” તથા ““ઉપયોગ” ને સમજતાં પહેલા એ ખાસ સમજવાની જરૂર છે. કે આ અણુવ્રતમાં “વિશ્વબંધુત્વની વિચારણા ભરી છે. આ વિચારણાના ભાવોથીજ મેં, હે પ્રભુ ! જીવનની શરૂઆત તો કરી પરંતુ મારા મૂઢ અજ્ઞાનતા ભરેલ સ્વાર્થને લઈને મેં ભૂલો કરી છે અને તેથી હિંસા પણ થઈ છે. તેથી હવે હું મારા ચિત્તમાં સંયમ અને પ્રેમની ભાવના રાખી વિવેક વાપરી અહિંસા, વ્રતને આદરીશ. (ગા. ૧૭-૧૮) - ૧૮ - *Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44