Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 21
________________ ગાથા અથાર્ત : કરે છે. સોમિલ જ્યારે ગજસુકુમારને માથે ખેરના અંગારા મૂકે છે. ત્યારે ગજસુકુમાર વિચારે છે કે આવો ઉત્તમ સસરો ક્યારે મળે? મને આ સ્વર્ગ માટેની પાઘડી પહેરાવે છે. સુવિચાર આવશે તો નમ્રતા આપોઆપ આવશે.” એ પાંચ દોષોથી નિઃશલ્ય થઈ હવે, દોષો હું ચારિત્ર્ય તણા તપાસું છું, ખાતાં પીતાં સ્થિર થતાં જતાં સૂતાં, કે બોલતાં વાપરતાં કે બેસતાં (૧૧) જે જે વિરાધ્યાં જીવ જંતુ માનવી, મારા અનાભોગ તથા નિયોગથી, કષાય ને ઇન્દ્રિય વશ્ય મેં રહી, હણ્યા હશે કૅ અભિયોગ ધાતથી (૧૨) છકાયનો પાળક માનવી થઈ, સ્વાર્થે પરાર્થે અથવા મુધા વળી, વ્રતો ગુમાવું, મમતા અહંત્વથી, એ મૂર્ખતા કેવી નવાઈથી ભરી (૧૩) ઉપર ગાથા નં. ૯ માં જણાવેલ શ્રધ્ધાને ઘાતક પાંચ દોષોને નિવારીને હવે હું મારા ચારિત્ર્ય તણા દોષો તપાસું છું. મેં ખાતા, પીતાં સ્થિર, અવસ્થામાં, ચાલતાં, સૂતાં, બોલતાં, બેસતાં કે વસ્તુનો ઉપયોગ કરતાં મારા અનાચારથી (અનાભોગથી) કે નિયોગ (વહેમ, લાલચ, પામરતા રસસ્વાદ વગેરે) થી કષાયો તથા ઇન્દ્રિયોને વશ થઈને કોઈ પણ જીવ જંતુ કે માનવીને દુ:ખ પહોંચાડ્યું હશે કે હુમલો કરીને હણ્યા હશે અગરતો હું છકાય જીવોનો પાલક માનવી થઈને મારી સ્વાર્થ વૃત્તિથી દોરવાઈને અગર તો પરાર્થે તેમજ કારણ વગર પણ મેં હિંસક વૃત્તિ દર્શાવી હોય અને તે રીતે મારા વ્રતોનું પાલન ન કર્યું હોય તો તે મારા અહમ્ ને કારણે હતું અને તેથી મેં જે મૂર્ખાઈ કરી તે કેવી નવાઈની વાત છે? શ્રધ્ધાને ઘાતક દોષોનું વર્ણનં કરીને તે દોષોમાંથી પ્રતિક્રમણ કરી પાછા આત્મસ્થિર થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંસારની ઘટમાળમાં વ્યસ્ત રહેતાં જાણ્યું કે અજાણ્ય, મારા અહમ્ - ભાવથી દોરવાઈને અગર ઈન્દ્રિયોના પ્રલોભનને વશ થઈને મે નાના – મોટા જીવોને કોઈપણ રીતે દુભવ્યા હોય કે તેમની હિંસા કરી હોય તો તેવા કૃત્યોનું પણ આત્મ નિરીક્ષણ કરી તેને નિંદી ગ્રહિં અને પશ્ચાતાપ કરી આત્મસ્થ થવા પ્રયત્નો કરૂ છું. અહિં એક વૈશ્વિક ભાવનાનો વિચાર છે. જીવ માત્ર આ સમગ્ર વિશ્વ નોધ : ૧ ૫ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44