Book Title: Vandittu Pratikraman
Author(s): T U Mehta
Publisher: Neki Pankaj Shah Florida USA

View full book text
Previous | Next

Page 15
________________ છે (૬) આ માટે વારંવાર યાદ રાખવા માટેનું સૂત્ર છે : સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ” એટલે કે “હું” કોણ છું ? તેના જવાબમાં કહે છે કે હું આત્મસ્વરૂપ છું અને મારો તે આત્મા કષાયોથી મુકત થયેલ શુદ્ધ સ્વરૂપે છે, તે અવિનાશી છે અને સત ચિત્ત અને આનંદ તેને સહજરૂપે પ્રાપ્ત છે. આ સૂત્રનું રટણ રાત-દિવસની તમામ પ્રવૃત્તિઓ દરમ્યાન જો રહે તો કાયોત્સર્ગ સફળતાપૂર્વક થાય. (૭) આટલું થયા બાદ સીધા ટટ્ટાર બેસી શરીર તથા મનના તમામ પ્રકારના તનાવોને દૂર કરી શાંત ચિત્તે થોડાક ઊંડા શ્વાસ લો અને મૂકો. (૮) ત્યારબાદ કુદરતી રીતે જે શ્વાસોચ્છવાસ લેતા હોઇએ તે પ્રમાણે લો પરંતુ તમારું સમગ્ર ધ્યાન ફકત શ્વાસ લેવા અને મૂકવા ઉપર જ રાખો. (૯) આમ કરતાં તરેહ તરેહના વિચારો આવશે અને ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ પડતો જણાશે. પરંતુ તેથી મૂંઝાયા વિના એટલું કરો કે કોઈ એક વિચારમાં ચિત્તને અટકવા દેવું નહીં અને વિચારોની હારમાળાને સિનેમાનું ચિત્ર જોતા હોઈએ તે રીતે પસાર થવા દો. (૧૦) વિચારની હારમાળાને અટકાવવા શ્વાસ લેવા અને મૂકવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો ચાલુ જ રાખવા. (૧૧) બધા વિચારો કાયાના વ્યાપારોમાંથી ઉત્પન્ન થયા હોય છે, તેથી તેનો ઉત્સર્ગ કરવાની જરૂર હોવાથી મારું ખરું સ્વરૂપ આત્માનું છે તે એક જ ખ્યાલ શ્વાસની ક્રિયા સાથે થવા દેવો. (૧૨) ધ્યાન યોગની એક બીજી ક્રિયા શરીરમાં રહેલ સાત ચક્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે તેનો ઉલ્લેખ પણ અહીં જરૂરનો છે. જે કોઇને તે અનુકૂળ પડે તો તે પણ કાયોત્સર્ગની જ ક્રિયા છે. આ ચક્રો નીચે મુજબ શરીરમાં છેઃ ૧. સહસ્ત્રાર ચક્ર – મસ્તિષ્કમાં તદન ઊંચે ૨. આજ્ઞા ચક્ર - કપાળમાં ચાંદલો કરીએ તે જગ્યાએ ૩. વિશુદ્ધિ ચક્ર – ગળામાં સ્વરનળી પાસે ૪. અનાહત ચક્ર - છાતીમાં દૃય પાસે ૫. મણિપુર ચક્ર - તૂટી પાસે પેટમાં ૬. સ્વાધિષ્ઠાન ચક્ર – જનનેન્દ્રિય નીચે ૭. મૂલાધાર ચક્ર - કરોડરજજુના અંત ભાગમાં આમાંથી કોઈ એક ચક્ર કે વારાફરતી દરેક ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે તો તે પણ કાયોત્સર્ગ થશે. - ચં. ઉ. મહેતા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44