Book Title: Vandittu Pratikraman Author(s): T U Mehta Publisher: Neki Pankaj Shah Florida USA View full book textPage 7
________________ નિવેદન મુનિશ્રી સંતબાલજીએ અસલ વંદિતુ પ્રતિક્રમણનો પદ્યાનુવાદ કરી આધુનિક યુગની જરૂરીયાતોને બંધ બેસે તે પ્રકારનું અર્થઘટન કરેલ છે જે જૈન તેમજ જૈનેતર સમાજને પણ ઉપયોગી થાય તે પ્રકારનું છે. શ્રી ચંબકભાઈ મહેતાએ મુનિશ્રીના પધ્યાનુવાદનું આધુનિક દષ્ટિએ વિવરણ કરી પ્રતિક્રમણ કરવાના ખ્યાલને એક સાંપ્રદાયિકવાડામાંથી બહાર કાઢી તેને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કરેલ છે તે પ્રશંસનિય છે. શ્રી મહેતા વ્યવસાયે વકીલ છે અને તેર વર્ષ વકીલાત કર્યા બાદ અને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવ્યા બાદ ભારતની સુપ્રીમ કોર્ટમાં પંદર વર્ષ સીનીયર એડવોકેટ તરીકે પ્રેકટીસ કરી તેઓ અમદાવાદમાં સ્થીર થયા છે. હાલ તેઓ મુનિશ્રી સંતબાલજીએ સ્થાપેલ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદીના પ્રમુખ છે. તેઓ વિશ્વમાં પ્રચલિત ધર્મોના અને ખાસ કરીને જૈન દર્શનના અભ્યાસી છે અને તે અંગે જુદા જુદા પુસ્તકો પણ પ્રકાશીત કરેલ છે. વિંદિતુ પ્રતિક્રમણની આ પુસ્તક દ્વારા રજુઆત કરીને તેમણે આધિભૌતિક પ્રશ્નોમાં રસ ધરાવતી જનતાની સેવા કરી છે તેની કદર રૂપે અમોએ આ પુસ્તકનું પ્રકાશન કરેલ છે. ફલોરીડા (યુ.એસ.એ.) પંકજ શાહ તા. ૨-૬-૨૦૦૪ નેકી શાહ પ્રકાશકો Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44